Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧૦
[ ૩૨૩ ]
ભાવાર્થ :- સમાધિ કામી સાધુ સંયમમાં અરતિ-ખેદ અને અસંયમમાં રતિ-પ્રેમને ત્યાગી, તણાદિ સ્પર્શ, શીત, ઉષ્ણસ્પર્શ અને દંશમશક સ્પર્શને તથા સુગંધ-દુર્ગધ વગેરેને સમભાવથી સહન કરે. __ गुत्तो वईए य समाहिपत्ते, लेसं समाहटु परिव्वएज्जा ।
गिह ण छाए ण वि छावएज्जा, सम्मिस्सिभावं पजहे पयासु ॥ શબ્દાર્થ :- વ ચત્તો નહિવત્ત = જે સાધુ વચનથી ગુપ્ત રહે છે તે ભાવસમાધિ પ્રાપ્ત છે, તેd સાટુ પરિવણન્ના = પરિણામોને શુદ્ધ રાખતાં, સંયમપાલન કરે, હું જ છાણ વિ છાવણ = જે સ્થાનમાં નિવાસ કર્યો હોય તે ઘરને પોતે સંસ્કારિત કરે નહિ અન્ય પાસે પણ કરાવે નહિ, પયા સિમાવં પગદે= સ્ત્રીઓ સાથે સંસર્ગન કરે.
ભાવાર્થ :- જે સાધુ વચનથી ગુપ્ત રહે છે, તે ભાવસમાધિને પ્રાપ્ત થાય છે. સાધુ શુદ્ધ વેશ્યાઓને ગ્રહણ કરીને સંયમપાલનમાં પરાક્રમ કરે. જે સ્થાનમાં નિવાસ કર્યો હોય, તે ઘરને સાફ કરે નહિ, અન્ય પાસે કરાવે નહિ. સાધુ સ્ત્રીઓ સાથે સંસર્ગ પણ ન કરે.
વિવેચન :
આ પંદર ગાથાઓમાં મોક્ષદાયક સમાધિ પ્રાપ્તિના મૂળમંત્રો ફલિત થાય છે. તે આ પ્રમાણે છે
સમાધિ પ્રાપ્તિ માટે સાધુ અપ્રતિજ્ઞ(આ લોક-પરલોક સંબંધી ફળની આકાંક્ષા રહિત) તથા નિયાણા રહિત (વિષયસુખની પ્રાપ્તિરૂપ નિદાનથી રહિત) થઈને શુદ્ધસંયમમાં પરાક્રમ કરે. સર્વત્ર, સર્વદા ત્રણ સ્થાવર પ્રાણીઓને પીડા ન પહોંચાડે.
અદત્તાદાનથી દૂર રહે. વીતરાગ પ્રરૂપિત શ્રુતચારિત્રરૂપ ધર્મમાં સંશય રહિત રહે. પ્રાસુક આહાર, પાણી તેમજ એષણીય ઉપકરણાદિથી જીવન નિર્વાહ કરે. સમસ્ત પ્રાણીઓ પ્રત્યે આત્મવત્ વ્યવહાર કરે. દીર્ઘકાળ સુધી જીવવાની આકાંક્ષાથી ધનનો કે પદાર્થોનો સંચય ન કરે.
સ્ત્રીઓથી સંબંધિત પંચેન્દ્રિય વિષયોમાં પ્રવૃત્ત ન થાય, જિતેન્દ્રિય બને. ૯ બાહ્ય–આત્યંતર સર્વ સંબંધોથી મુક્ત થઈને સંયમમાં વિચરણ કરે. ૧૦ પૃથ્વીકાયાદિ પ્રાણીઓને દુઃખથી આર્ત અને આર્તધ્યાનથી સંતપ્ત જુએ. ૧૧ પૃથ્વીકાયાદિ જીવોનું છેદન ભેદન તેમજ ઉત્પીડન કરનાર પાપકર્મના ફળસ્વરૂપે તે જ યોનિઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org