Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૪૮ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
અકોવિદ-ધર્મોપદેશમાં અનિપુણ છે અને પોતાના અકોવિદ શિષ્યોને ઉપદેશ આપે છે. તેઓ વસ્તુતત્ત્વનો વિચાર કર્યા વિના જ મિથ્યાભાષણ કરે છે.
વિવેચન :
આ ગાથામાં એકાન્ત અજ્ઞાનવાદની ટૂંકમાં સમીક્ષા કરવામાં આવી છે.
અજ્ઞાનવાદ સ્વરૂપ અને પ્રકાર :- અજ્ઞાનવાદી જ્ઞાનના અસ્તિત્વનો ઈન્કાર કરી સમસ્ત પદાર્થોનો નિષેધ કરે છે. તેઓ અત્યંત વિપરીતભાષી છે. તેઓ અજ્ઞાનને જ કલ્યાણકારી માને છે.
અજ્ઞાનવાદીઓના ૭ ભેદ આ પ્રમાણે છે- જીવાદિ ૯ તત્ત્વોને ક્રમથી લખીને તેમની નીચે આ સાત ભંગ રાખવા જોઈએ. (૧) સત્ (૨) અસત્ (૩) સદસત્ (૪) અવક્તવ્ય (૫) સદવક્તવ્ય (૬) અસદ વક્તવ્ય (૭) સ અસ અવક્તવ્ય. જેમ કે જીવ સતુ છે, એમ કોણ જાણે છે? અને એ જાણવાથી પણ શું પ્રયોજન? આ રીતે ક્રમથી અસતુઆદિ બાકીના છએ ભંગ સમજી લેવા જોઈએ. જીવાદિ નવ તત્ત્વોમાં પ્રત્યેકની સાથે સાત ભંગ હોવાથી (૯ ૪૭ = ૬૩)કુલ ૬૩ ભંગ થયા. તેમાં ચાર બંગ ભેળવવાથી
૩+ ૪ = ૬૭ ભેદ થાય છે. ચાર ભંગ આ છે– (૧) સત્(વિદ્યમાન) પદાર્થની ઉત્પત્તિ થાય છે, એ કોણ જાણે છે? અને તે જાણવાથી પણ શું લાભ? આ રીતે અસતુ(અવિદ્યમાન), સદસત્ (કેટલાક વિદ્યમાન કેટલાક અવિધમાન)અને અવક્તવ્ય પદાર્થની ઉત્પત્તિ થાય છે, એ કોણ જાણે? તે જાણવાથી શું લાભ ? આ રીતે ચાર વિકલ્પ થાય છે.
માળિયા તા સાવિ સંતા :- અજ્ઞાનવાદી પોતાની જાતને કુશળ(ચતુર) માને છે. તેઓ કહે છે કે અમે બધા પ્રકારે કુશળ-મંગળ છીએ, કારણ કે અમે નિરર્થક કોઈ સાથે બોલતા નથી અને જ્ઞાનનું પ્રદર્શન કરતા નથી. અમે અમારા પોતાનામાં મસ્ત રહીએ છીએ. જ્ઞાનવાદી પોતપોતાના અહંકારોમાં ડૂબેલા છે, પરસ્પર લડે છે, એક બીજાપર આક્ષેપ કરે છે, તેઓ વાકલહથી અસંતુષ્ટ તથા ક્ષેમકુશળ રહિત છે. તેનું નિરાકરણ શાસ્ત્રકારે કર્યું છે. તેઓ અજ્ઞાનને કારણે કુશળ નથી. અજ્ઞાનને કારણે જ જીવો વિવિધ પ્રકારના દુઃખોથી પીડિત છે, કુકર્મ કરીને તે દુર્ગતિ અને નીચ યોનિમાં જાય છે. તેઓ કહે છે કે જ્ઞાનથી કલહ, લડાઈ, આક્ષેપ થાય છે.
અજ્ઞાનવાદીની યુક્તિઓ તર્કસંગત નથી. કારણ કે નરકમાં બધા અજ્ઞાની જ છે. તેઓ પરસ્પર ક્લેશ શા માટે કરે છે? શા માટે આટલું દુઃખ પામે છે? તેઓને ક્ષેમકુશળ શા માટે નથી ? અને તિર્યંચયોનિના જીવો પણ અજ્ઞાની જ છે. તેઓ અજ્ઞાનવશ જ પરાધીન છે. પરવશતા તેમજ અજ્ઞાનના કારણે જ તેઓને ભૂખ, તરસ, શરદી, ગરમી આદિના દુઃખ ભોગવવા પડે છે. તે અજ્ઞાનમાં ડૂબેલા રહે છે તેથી તેઓ કોઈ ક્ષેત્રમાં પ્રગતિ કરી શકતા નથી. અજ્ઞાની માનવ ઘણા જ પછાત, અંધવિશ્વાસુ તથા સામાજિક, ધાર્મિક અથવા આધ્યાત્મિક ક્ષેત્રમાં અપ્રગતિશીલ રહે છે, અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. તેથી અજ્ઞાનવાદીઓના જીવનમાં ક્ષેમકુશળ નથી. અજ્ઞાનીનું જીવન પશુ કરતાં પણ વધારે બદતર હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org