Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૭
૨૮૩ |
વિવેચન :
આ છ ગાથાઓ દ્વારા કુશીલ સાધુની આચારભ્રષ્ટતાનો પરિચય તેમજ સુશીલ સાધકને તેનાથી બચવાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. આ ગાથાઓમાં દર્શાવેલ આચાર ભ્રષ્ટતાના દશ રૂપો આ પ્રમાણે છે(૧) સાધુના નિયમાનુસાર મળતા આહારને છોડી સ્વાદિષ્ટ આહારમાં આસક્ત બનવું અથવા આહારનો સંચય કરીને ઉપભોગ કરવો (૨) વિભૂષાની દષ્ટિએ પ્રાસુક જળથી પણ અંગ સંકોચ કરીને સ્નાન કરવું (૩) વિભૂષાને માટે વસ્ત્ર ધોઈને ઉજળાં કરવાં (૪) શૃંગાર ને માટે નાના વસ્ત્રને મોટું અને મોટાને નાનું કરવું (૫) સંયમ ગ્રહણ કર્યા પછી મનોબળ રહિત તેમજ રસલોલુપ બનીને સ્વાદિષ્ટ ભોજન પ્રાપ્ત થતા હોય તેવા ઘરોમાં વારંવાર જવું (૬) સ્વાદિષ્ટ ભોજન માટે ગૃહસ્થના ઘેર જઈને ધર્મકથા કરવી (૭) સ્વાદિષ્ટ ભોજનના લોભવશ પોતાના ગુણોની અતિશયોક્તિપૂર્વક પ્રશંસા કરવી (2) ગૃહસ્થનાં સ્વાદિષ્ટ ભોજન માટે દીનતા દેખાડવી (૯) પેટ ભરવામાં આસક્ત બનીને મીઠાબોલા થવું (૧૦) અન્ન, પાન અને અન્ય વસ્ત્રાદિ આવશ્યક્તાઓ માટે સેવકની જેમ દાતાને ગમે તેવું પ્રિય-મધુર બોલવું.
આવા આચારભ્રષ્ટ સાધકને આ ગાથાઓમાં નિર્ચથત્વ(નગ્નત્વ)થી દૂર, સાધુતાથી દૂર, આચાર્ય અથવા આર્ય ગુણોનો શતાંશ, પાર્શ્વસ્થ, કુશીલ તેમજ નિઃસાર કહેવામાં આવ્યો છે. સુશીલ વીર સાધકને માટે પાંચ નિર્દેશ :- (૧) જલસ્તાનમાં કર્મબંધ જાણીને તેનો પરિત્યાગ કરે, (૨) સંસારથી મુક્ત થાય ત્યાં સુધી અચેત જળથી જીવન નિર્વાહ કરે (૩) બીજ, કંદ આદિ શસ્ત્રપરિણત ન થયા હોય તેવી સચેત વનસ્પતિનો ઉપભોગ ન કરે (૪) સ્નાન, અત્યંગન, ઉદ્વર્તન આદિ શરીર વિભૂષાની ક્રિયાઓથી વિરત થાય (૫) સ્ત્રીસંસર્ગ આદિથી પણ દૂર રહે. ઉમ્મીદ્ધ વિહાય મું:- બે અર્થ છે–(૧) ધર્મપ્રાપ્ત [સાધુતાના નિયમાનુસાર પ્રાપ્ત થયેલા]આહારનો સંગ્રહ કરીને ખાય છે (૨) ધર્મલબ્ધ આહાર સિવાય, અન્ય સ્વાદિષ્ટ(અશુદ્ધ-દોષયુક્ત) આહાર–સેવન કરે છે. સવિનોવાં - બે વિશેષ અર્થ- (૧) આદિ = સંસાર, તેનાથી મોક્ષ સુધી, (૨) ધર્મકારણોનું આદિભૂત–શરીર, તેની વિમુક્તિ સુધી. સુશીલ સાધકના માટે વિવેક :
। अण्णायपिंडेणऽहियासएज्जा, णो पूयणं तवसा आवहेज्जा ।
__ सद्देहिं रूवेहिं असज्जमाणे, सव्वेहिं कामेहिं विणीय गेहिं ॥ શબ્દાર્થ :- દિયાસણ = નિર્વાહ કરે, જો આવા = ઈચ્છા ન કરે, સર્દિ હિં
સામાને = શબ્દ અને રૂપમાં આસક્ત થયા વિના, સહિં જાઉં = સર્વ વિષયકામનાઓથી, હિં વિનીય = આસક્તિ દૂર કરીને સંયમનું પાલન કરે. ભાવાર્થ :- સુશીલ સાધુ અજ્ઞાતપિંડ-અપરિચિત ઘરોમાંથી લાવેલા ભિક્ષાત્રથી પોતાનો નિર્વાહ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org