Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૬
[ ૨૫૩]
છડું અધ્યયન પરિચય 95002 09 શ્રીશ્રા
આ અધ્યયનનું નામ "મહાવીરસ્તવ"(વીરસ્તુતિ) છે.
અંતિમ તીર્થકર, શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીના ગુણોનું વર્ણન આ અધ્યયનમાં છે. પદ્યના માધ્યમથી થતાં મહાપુરુષના ગુણગ્રામને સ્તુતિ કે સ્તવ કહેવામાં આવે છે.
આ અધ્યયનમાં મહાવીર સ્વામીની સ્તુતિના માધ્યમથી મુમુક્ષુ સાધકની સમક્ષ પૂર્ણતાનો આર્દશ પ્રસ્તુત કર્યો છે. ભગવાન મહાવીરના આદર્શ જીવનનું સ્મરણ કરી સાધક આત્મબળ પ્રાપ્ત કરે તથા તેઓએ જે રીતે સંસાર પર વિજય મેળવ્યો તેવી રીતે વિજય મેળવવાનો પ્રયત્ન કરે તે આ અધ્યયનની ફળશ્રુતિ છે.
શ્રમણ ભગવાન મહાવીરનું મૂળ નામ "વર્ધમાન" છે પરંતુ અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો અને પરીષહોથી અપરાજિત, કષ્ટસહિષ્ણુ તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, ત્યાગમાં અદભૂત પરાક્રમ તેમજ આધ્યાત્મિક વીરતાના કારણે તેઓની ખ્યાતિ "વીર અથવા મહાવીર" ના નામે થઈ છે.
"વીર" શબ્દના નિક્ષેપની દષ્ટિએ છ અર્થો નિર્યુક્તિકારે બતાવ્યા છે. (૧) નામવીર (૨) સ્થાપનાવીર (૩) દ્રવ્યવીર (૪) ક્ષેત્રવીર (૫) કાલવીર (૬) ભાવવીર. નામ સ્થાપના વીર સુગમ છે. જેઓ દ્રવ્યને માટે યુદ્ધાદિમાં વીરતા દેખાડે તે દ્રવ્યવીર છે અથવા જે દ્રવ્ય વીર્યવાન હોય તે દ્રવ્યવીર છે. તીર્થકર અનંત બલ–વીર્યવાન હોય છે, તેથી તેઓને "દ્રવ્યવીર" કહી શકાય. પોતાનાં ક્ષેત્રમાં અદ્ભુત પરાક્રમ દાખવનાર "ક્ષેત્રવીર" છે. જે પોતાના યુગ કે કાળમાં અદ્ભુત પરાક્રમી હોય છે અથવા કાળ (મૃત્યુ)પર વિજય મેળવી લે છે, તે કાલવીર છે. જે આત્મા રાગ-દ્વેષ, ક્રોધાદિ કષાય, પંચેન્દ્રિય વિષય, કામ, મોહ, માન તથા ઉપસર્ગ–પરીષહ આદિ પર પરમ વિજય પ્રાપ્ત કરે છે તે ભાવવીર કહેવાય છે.
અહીં "વીર" શબ્દથી મુખ્યરૂપે "ભાવવીર" જ વિવક્ષિત છે. મહાન ભાવવીરતાના ગુણોના કારણે "મહાવીર" શબ્દ વ્યક્તિવાચક હોવા છતાં પણ ગુણવાચક છે.
આભૂષણ, ચંદન, પુષ્પમાળા આદિ સચેત અચેત દ્રવ્યો દ્વારા અથવા શરીરનાં વિવિધ અંગોનાં નમન, સંકોચ તથા વાચા-સ્કૂરણ આદિ દ્રવ્યોથી જે સ્તુતિ કરાવામાં આવે છે તે દ્રવ્યસ્તુતિ છે અને વિદ્યમાન ગુણોનું ઉત્કીર્તન, ગુણાનુવાદ આદિ હૃદયથી કરવામાં આવે તે ભાવસ્તુતિ છે. આ અધ્યયનમાં તીર્થકર મહાવીરની ભાવસ્તુતિ જ વિવક્ષિત છે. આ જ "મહાવીર સ્તવ"નો ભાવાર્થ છે.
આ અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીના જ્ઞાનાદિ ગુણોના સંબંધમાં શ્રી જંબુસ્વામી દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org