Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮૦]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
મીઠું થતું નથી ત્યાનાં રહેવાસીઓને મોક્ષ મળી જવો જોઈએ, પરંતુ તેમ થતું નથી. મોક્ષ તો જ્ઞાન, દર્શન ચારિત્રની ભાવપૂર્વકની સાધનાથી જ થાય છે.
રીગોવિર્ષ :- ભાગવતમાં જલ-શૌચવાદીઓનું કથન છે કે પાણીમાં વસ્ત્ર, શરીર, અંગોપાંગ આદિના બાહ્ય મળની શુદ્ધિ કરવાની તાકાત છે, તેવી રીતે આંતરિકમળને દૂર કરવાની પણ તાકાત છે. તેથી ઠંડાપાણીનો સ્પર્શ(સ્નાનાદિ) મોક્ષનું કારણ છે. જલવાદીઓ પાણી સ્પર્શથી મુક્તિની પ્રાપ્તિ કહે છે.
૩ષ..નસિદ્ધિ માંદુ :- પાંચ અકાય યુક્તિઓથી જલવાદીઓનું નિરાકરણ શાસ્ત્રકારે કર્યું છે. (૧) માત્ર સચેત જળનો સ્પર્શ કર્મક્ષયરૂપ મોક્ષનું કારણ નથી. સચેત જલના સેવનથી અપકાયિક તેમજ તેના આશ્રયે રહેલા ત્રસજીવોનું ઉપમર્દન થાય છે, આવી જીવહિંસાથી મોક્ષ સંભવિત નથી (૨) પાણીમાં બાહ્યમળને પણ પૂર્ણ રૂપે સાફ કરવાની શક્તિ નથી, તો આંતરિક કર્મમળને સાફ કરવાની શક્તિતો તેમાં કેવી રીતે હોઈ શકે? આંતરિક પાપમળનો નાશ તો ભાવોની શુદ્ધિથી જ થઈ શકે છે. ભાવોની શુદ્ધિથી રહિત વ્યક્તિ ભલે ગમે તેટલું જલસ્નાન કરે, તેનાથી તેના પાપમળનો નાશ થઈ શકે નહી. જો ઠંડા પાણીના સ્પર્શથી પાપકર્મ દૂર થતાં હોય તો પછી જલચર પ્રાણીઓનો સદૈવ ઘાત કરનારા, તેમજ પાણીમાં જ અવગાહન કરનારા પાપી માછીમારો(મછવા) અથવા પાપકર્મ કરનારાં અન્ય પ્રાણીઓ પાણીના નિરંતર સ્પર્શમાં રહે છે તેમનો મોક્ષ થઈ જવો જોઈએ. તેઓના સર્વ પાપકર્મ ધોવાઈ જવા જોઈએ પણ તેમ થતું નથી. (૩) જો જલસ્નાનથી જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય તો મનુષ્ય તો દૂર રહ્યા, મત્સ્ય આદિ સમસ્ત જલચર પ્રાણીઓને શીઘૂમોક્ષ પ્રાપ્ત થઈ જાય, કારણ કે તેઓ ચોવીસે કલાક પાણીમાં જ રહે છે. તેથી આ માન્યતા મિથ્યા અને અયોગ્ય છે (૪) જેવી રીતે પાણી પાપનું હરણ કરે છે. તેવી રીતે પુણ્યનો પણ નાશ કરી નાખશે. પાણીથી પાપની જેમ પુણ્ય પણ ધોવાઈને સાફ થઈ જશે અને એક દિવસ મોક્ષને માટે કરવામાં આવતાં અનુષ્ઠાનોને પણ તે ધોઈને સાફ કરી દેશે. આવી સ્થિતિમાં જલસ્પર્શ મોક્ષસાધક હોવાને બદલે મોક્ષ બાધક સિદ્ધ થશે (૫) જેટલો વધારે જલસ્પર્શ થશે, તેટલા જ વધારે પાણીના તથા તેના આશ્રિત અનેક ત્રસ પ્રાણીઓની ઘાત થશે. હળ ને પવતિ નોર્ષ :- અગ્નિહોત્રી મીમાંસક આદિનું કથન છે કે જેમ અગ્નિ બાહ્ય દ્રવ્યોને બાળી નાખે છે, તેવી જ રીતે તેમાં ઘી આદિ હોમવાથી તે આંતરિક પાપકર્મોને પણ બાળી નાખે છે, જેમ કે શ્રુતિવાકય છે કે- સ્વર્ગની કામના કરનારા અગ્નિહોત્ર કરે. સ્વર્ગપ્રાપ્તિસિવાય વૈદિકલોકો નિષ્કામભાવથી કરવામાં આવતા અગ્નિહોત્ર આદિ કર્મને મોક્ષનું પણ પ્રયોજક માને છે. આ મંતવ્યનું ખંડન કરતા શાસ્ત્રકાર કહે છે–પર્વ સિય સિદ્ધિ...સુમિમાં જો અગ્નિમાં દ્રવ્યો નાખવાથી અથવા અગ્નિસ્પર્શથી મોક્ષ મળતો હોય, તો પછી આગ પ્રજ્વલિત કરીને કોલસા બનાવનારા તથા કુંભાર, લુહાર, સોની, કંદોઈ આદિ અગ્નિકાયના આરંભ કરનારાઓને મોક્ષ મળી જશે પરંતુ તે શક્ય નથી. કર્મોને બાળવાની શક્તિ અગ્નિમાં નથી. સમ્યક્દર્શન, જ્ઞાનપૂર્વક કરવામાં આવતા તપમાં જ એ શક્તિ છે. તેની સાધનાથી જ મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે.
આ કુશીલ આચાર તેમજ વિચારથી, સુશીલ આત્મરક્ષક વિદ્વાન સાધુએ બચવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org