Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-ર/ઉદ્દેશક-૩
| ૧૨૫ |
ભોગવવાં પડશે અને જે જીવનને માટે તેઓ પાપકર્મ કરે છે, તે જીવન પણ પાણીના પરપોટા અથવા કાચના વાસણની જેમ ક્ષણિક અને નાશવંત છે અને પાપકર્મનું ભયંકર ફળ દીર્ઘકાલ પર્યત ભોગવવું પડશે. આ પ્રમાણે તેને કોઈ હિતશિક્ષા આપે તોપણ તેના પ્રત્યુત્તરમાં તે કહે છે કે પ્રવુપુખ રિય જે હું પરલોકમાં અરે ! પરલોક કોણે જોયો છે? મારે તો વર્તમાન સુખનું જ પ્રયોજન છે. આ પ્રકારની વિચારધારાથી વ્યક્તિ આ લોક અને પરલોકમાં દુઃખી થાય છે. શાસ્ત્રકારે જીવનની ક્ષણિકતા, કામભોગની નશ્વરતાને સમજાવીને સુજ્ઞ સાધકને પાપકર્મોથી વિરામ પામવાનો ઉપદેશ આપ્યો છે. વર્તમાન સમયમાં આસક્તિને અને જીવનની ક્ષણભંગુરતા જાણીને કામથી વિરમવાનું કહેતા શાસ્ત્રકારે પરોક્ષરૂપે આ બન્ને ગાથાઓ દ્વારા સુજ્ઞાત સાધુને આરંભ તેમજ પાપકર્મોથી બચવાનો ઉપદેશ આપ્યો છે. સમ્યક્દર્શનમાં સાધક-બાધક તત્ત્વ :
____ अदक्खुव दक्खुवाहियं, सद्दहसु अद्दक्खुदंसणा । ११
हंदि हु सुणिरुद्धदसणे, मोहणिज्जेण कडेण कम्मुणा ॥ શબ્દાર્થ :- ૩અલgવ = જેમ અંધ પુરુષ, રઘુવાદિય = નેત્રવાનના માર્ગદર્શનમાં શ્રદ્ધાથી ચાલે છે તેમ, અલ્હાસા = હે જ્ઞાન નેત્રહીન માનવ, મોહને વહેબ = પોતે કરેલાં મોહનીય, વમુખ = કર્મથી, સહિતનં = જેની જ્ઞાનદષ્ટિ બંધ થઈ ગઈ છે, સહજુ = સર્વજ્ઞ કથિત સિદ્ધાંતમાં શ્રદ્ધા કરો. ભાવાર્થ :- જેમ અંધપુરુષ ચક્ષુવાન પુરુષના માર્ગદર્શન પ્રમાણે શ્રદ્ધાથી ચાલે છે, તેમ મોહનીય કર્મના કારણે જેઓની જ્ઞાનદષ્ટિ અવરુદ્ધ છે તેવા હે જ્ઞાન નેત્રહીન માનવ! સર્વજ્ઞ કથિત સિદ્ધાંતોમાં તથા તેના બતાવેલા સંયમમાર્ગમાં શ્રદ્ધા કર. - दुक्खी मोहे पुणो पुणो, णिव्विदेज्ज सिलोग पूयणं ।
एवं सहिएऽहिपासए, आयतुल पाणेहिं संजए ॥ શબ્દાર્થ :- = દુઃખી જીવ, સંસારના પ્રાણી, મોહે = અવિવેકને પ્રાપ્ત કરે છે, સિતોના પૂયણ = તેથી સાધુ પોતાની સ્તુતિ અને પૂજા, ઈનિઝ = ત્યાગી દે, આયતુલ = પોતાના સમાન, હિપાલ = જુએ. ભાવાર્થ :- દુઃખી જીવ ફરી ફરીને મોહ–વિવેકમૂઢતાને પ્રાપ્ત કરે છે. તેથી સાધુએ મોહજનક પોતાની પ્રશંસા અને પૂજા–સત્કાર-પ્રતિષ્ઠાથી વિરક્ત રહેવું જોઈએ. આ રીતે જ્ઞાન, દર્શન, ચારિત્ર સંપન્ન સંયમી સાધુ સર્વ પ્રાણીઓને પોતાની સમાન જુએ.
વિવેચન :
આ બે ગાથાઓમાં સમ્યક્દર્શનના સાધક બાધક છ તથ્યોનું દિગ્ગદર્શન કરાવ્યું છે. (૧) અંધ પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org