Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૪૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
२७
(શિકારી આદિ હલકા)ભવોને પ્રાપ્ત કરીને અનેક દૂરકર્મી જીવો તે નરકમાં આવે છે. પૂર્વ જન્મમાં જેણે જેવાં કર્મ કર્યા છે, તદનુસાર તે નારકીઓને વેદનાઓ પ્રાપ્ત થાય છે.
समज्जिणित्ता कलुसं अणज्जा, इटेहिं कंतेहि य विप्पहूणा ।
ते दुब्भिगंधे कसिणे य फासे, कम्मोवगा कुणिमे आवसंति ॥ શબ્દાર્થ :- અગના = અનાર્યપુરુષ, #સમન્નિત્તા = પાપ ઉપાર્જન કરીને, દિ વદિ વિMMT = ઈષ્ટ અને પ્રિયથી રહિત થઈને, બાંધે = દુર્ગધથી ભરેલા, વસો ય પાસે = અશુભ સ્પર્શવાળા, ગમે = માંસ રૂધિરાદિ પૂર્ણ નરકમાં, મોવા = કર્મ વશીભૂત થઈને, વસતિ = નિવાસ કરે છે. ભાવાર્થ :- અનાર્યપુરુષ પાપ ઉપાર્જન કરીને ઈષ્ટ અને કાન્ત, પ્રિય, રૂપાદિ વિષયોથી રહિત થઈને કર્મોને વશ દુર્ગધયુક્ત, અશુભ સ્પર્શવાળા તથા માંસ લોહી આદિથી પરિપૂર્ણ, કૃષ્ણ વર્ણવાળી નરકમાં આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી નિવાસ કરે છે.
વિવેચન :
આ બે ગાથા દ્વારા શાસ્ત્રકારે આ ઉદ્દેશાનો ઉપસંહાર કર્યો છે.
બન્ને ગાથાઓમાં પૂર્વકૃત કર્માનુસાર નારકીઓના લાભ-હાનિના કેટલાક તથ્ય પ્રગટ કરવામાં આવ્યાં છે. (૧) મનુષ્ય જન્મમાં જે લોકો અંશમાત્ર સુખમેળવવા માટે હિંસા આદિ પાપકર્મ કરીને બીજાને જ નહીં, પોતાની જાતને પણ છેતરે છે (૨) તેના ફળસ્વરૂપે સેંકડોવાર શિકારી, કષાઈ આદિ ભવો પ્રાપ્ત કરી યાતનાના સ્થાનરૂપ નરકમાં નિવાસ કરે છે (૩) જેણે જે અધ્યવસાયથી જેવાં પાપકર્મો પૂર્વજન્મોમાં કર્યા હોય, તદનુસાર તીવ્ર–મંદ વેદનાઓ મળે છે (૪) તે અનાર્ય પુરુષો પોતાના થોડા સુખના લાભ માટે પાપકર્મોનું ઉપાર્જન કરે છે (૫) તેના ફળસ્વરૂપે નરકમાં ઈષ્ટ, કાન્ત, મનોજ્ઞ રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ વિષયોથી રહિત (વંચિત) રહે છે અને અનિષ્ટ રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ પ્રાપ્ત કરીને પોતાના આયુષ્ય સુધી દુઃખ ભોગવતા રહે છે. ના હું તન્મ તાલિ ભારે - "જેવું જેનું કર્મ, તેવું જ તેનું ફળ" આ સિદ્ધાંત અનુસાર નરકમાં નારકીઓને પીડા ભોગવવી પડે છે. દાખલા તરીકે જે લોકો પૂર્વ જન્મમાં માંસાહારી હતા, તેઓને નરકમાં તેઓનું જ માંસ કાપી આગમાં પકાવી ખવડાવવામાં આવે છે. જે લોકો મદિરાપાન કરતા હતા, અન્ય જીવોને પીડા પહોંચાડી તેનું લોહી પીતા હતા, તેને તેનું જ લોહી પીવડાવવામાં આવે છે અથવા સીસું ગરમ કરીને પીવડાવવામાં આવે છે. જેઓ માછીમાર, કસાઈ, શિકારી આદિ હતા, તેઓને તે રીતે મારવામાં, કાપવામાં તેમજ છેવામાં આવે છે. જેઓ અસત્યવાદી હતા તેઓની જીભ કાપી નાખવામાં આવે છે. જે ચોર, ડાક, લુંટારા આદિ હતા, તેઓના અંગોપાંગ કાપી નાખવામાં આવે છે. જેઓ પરસ્ત્રીગમન કરનારા હતા, તેઓનું અંડકોષ કાપી નાખવામાં આવે છે તથા શાલ્મલિવૃક્ષનું આલિંગન કરાવવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org