Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૪૮ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- તે નરકમાં હંમેશાં ક્રોધિત અને ક્ષુધાતુર, લુચ્ચા, વિશાળકાય શિયાળ, જન્માંતરમાં બહુ જૂરકર્મ કરેલા તથા સાંકળોથી બંધાયેલા નજીકમાં રહેલાં નારકીઓને ખાઈ જાય છે.
૨૨
सयाजला णाम णई भिदुग्गा, पविज्जला लोहविलीणतत्ता । जंसी भिदुग्गंसि पवज्जमाणा, एगायताऽणुक्कमणं करेंति ॥
શબ્દાર્થ :- સથાનના ગામ = સદાજલ નામની, ઉબકુ = ઘણી વિષમ, = એક નદી છે, પવિઝા = તેનું પાણી રસી(પરુ)અને લોહીથી મલિન રહે છે, નવિનીગતા = તે અગ્નિથી પીગળેલા લોખંડના પ્રવાહની જેમ અત્યંત ગરમ પાણીવાળી છે, કરી બિદુલિપવમળ = જે અત્યંત વિષમ નદીમાં પડેલા નારકી જીવો, તાજુમાં #તિ = એકલા રક્ષક રહિત કરે છે.
ભાવાર્થ :- નરકમાં સદાજલા નામની અત્યંત દુર્ગમ ગહન તથા વિષમ નદી છે, જેનું પાણી ક્ષાર, ચરબી અને લોહીથી મલિન રહે છે અથવા તે ભારે કીચડથી ભરેલી છે, તે આગથી દ્રવીભૂત થયેલા લોખંડની જેમ અત્યંત ગરમ પાણી વાળી છે. તે અત્યંત દુર્ગમ નદીમાં પહોંચેલા નારકીઓ બિચારા એકલા, અસહાય અને અરક્ષિત થઈને પાર કરે છે.
વિવેચન :
પૂર્વોક્ત ગાથાઓમાં નારકીઓને નરકમાં આપવામાં આવતી, એક એકથી ચડિયાતી યાતનાઓનું વર્ણન છે, તેમજ નારકીઓના મન પર થતી પ્રતિક્રિયાઓનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. જોકે નારકીઓને મળતી આ બધી યાતનાઓ મુખ્યતયા શારીરિક હોય છે, પરંતુ તે નારકીઓના મનને પણ સંતપ્ત અને ખિન્ન બનાવે છે. જે આંસુ રૂપે કે કરુણ વિલાપ કે આર્તનાદ રૂપે પ્રગટ થાય છે. આ સર્વ વેદના તેના જ પૂવકૃત કર્મોનું પરિણામ છે. પરમાધામીઓ દ્વારા દેવામાં આવતી યાતનાઓઃ- (૧) હાથ-પગ બાંધી તીક્ષ્ણ ધારવાળા અસ્ત્રાથી અથવા તલવારથી પેટ કાપે છે (૨) ઘાયલ કરી તેના વાંસાની ચામડી ઉતરડી નાખે છે (૩) ભૂજાઓને મૂળમાંથી કાપે છે (૪) મોઢું ફાડીને તેમાં તપાવેલો લોખંડનો ગોળો નાખીને બાળે છે (૫) પૂર્વજન્મકૃત પાપકર્મોનું એકાંતમાં સ્મરણ કરાવીને ગુસ્સાથી પીઠપર ચાબુક ફટકારે છે (૬) લોખંડના ગોળા જેવી તપેલી ભૂમિ પર ચલાવે છે (૭) ગાડીના તપેલા ઘોસરામાં જોડી, આર ભોંકી ચલાવે છે (૮) તપ્ત લોહી, પરુમય ભૂમિ પર ચલાવે છે. જો અટકે તો મારીને આગળ ચલાવે છે (૯) નારકી પર શિલાઓ ગબડાવી મારે છે (૧૦) સંતાપની નામની નરક કુંભમાં નાખી લાંબાકાળ સુધી સંતાપ આપે છે (૧૧) દડાના આકારવાળી કંદુકુંભમાં નાખી સકે છે (૧૨) ભઠ્ઠીમાં સેકાતા ચણાની જેમ સેકે છે અને ઉપર ઉછળે ત્યારે દ્રોણકાગડો તેને ચાંચમાં પકડી લે છે અને જે નીચે રહ્યા હોય તેને સિંહાદિ ફાડી ખાય છે (૧૩) કૂર નરકપાલ નારકીઓને ઉંધે માથે લટકાવી, શસ્ત્રથી કાપીને ટુકડે-ટુકડા કરી નાખે છે (૧૪) શરીરની ચામડી ઉતારીને ઉંધા લટકાવેલા નારકીઓને લોખંડની તીક્ષ્ણ ચાંચવાળા પક્ષી ફોલી ખાય છે (૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org