Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
શબ્દાર્થ - વાનર્સ = મૂર્ણ પુરુષની, વીયન લ્યુ = બીજી મૂર્ખતા એ છે કે, નં ૨ ૮ મુન્નો અવગણ = તેણે જે પાપકર્મ કર્યા હોય તે નથી કર્યા એમ કહે છે, તે સુખ પાઉં રે તેથી તે પુરુષ બમણું પાપ કરે છે, પૂણામો = તે જગતમાં પોતાની પૂજા ઈચ્છે છે, વલખેલી = અસંયમની ઈચ્છા કરે છે, કામભોગમાં આસક્ત રહે છે. ભાવાર્થ :- મૂર્ખ સાધકની બીજી મૂઢતા એ છે કે જે પાપકર્મ કર્યા છે તે પોતે કર્યા નથી તેમ વારંવાર કહે છે. તેથી તે બમણું(બે ગણું) પાપ કરે છે. તે ઈચ્છે છે કે જગતમાં લોકો મને પૂજે, પરંતુ તે અસંયમના કાર્ય કરે છે, કામભોગોમાં આસક્ત રહે છે.
संलोकणिज्जमणगारं, आयगयं णिमंतणेणाऽऽहंसु । ३०
- वत्थं व ताइ ! पायं वा, अण्णं पाणगं पडिग्गाहे ॥ શબ્દાર્થ :- નોળિજું = જોવામાં સુંદર, આયર્થ = આત્મજ્ઞાની, શિમંતળાવંસુ = સ્ત્રીઓ નિમંત્રણ આપતા એમ કહે છે કે, તાડ઼ = ભવસાગરથી રક્ષા કરનારા હે સાધુ ! આપ પણ ડિજાઈ = વસ્ત્ર, પાત્ર, અન્ન અને પાણી આપ મારી પાસેથી સ્વીકારો. ભાવાર્થ :- જોવામાં સુંદર આત્મજ્ઞાની અણગારને સ્ત્રીઓ નિમંત્રણ આપતા કહે છે– ભવસાગરથી રક્ષણ કરનારા હે સાધુ! આપ મારે ત્યાંથી વસ્ત્ર, પાત્ર, આહાર–પાણી સ્વીકાર કરો.
___णीवारमेयं बुज्झेज्जा, णो इच्छे अगारमागंतुं । ३१
बद्धे विसयपासेहि, मोहमावज्जइ पुणो मंदे ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ :- અર્થ = આ પ્રલોભનોને સાધુ, નવા ગુ જ્ઞ = સુવરને ફસાવનારા ચોખાના દાણાની સમાન સમજે, અ IRHI[ નો છે = ઘરે આવવાની ઈચ્છા ન કરે, પુણો = પુનઃ, પરંતુ, વિનયપાર્દિ વધે મ = વિષય પાશમાં બંધાયેલો મુર્ખ પુરુષ, ગોદમાવઠુ = મોહ પામે છે.
ભાવાર્થ :- મુનિ આ પ્રકારના પ્રલોભનોને, ડુક્કરને બંધનગ્રસ્ત કરનાર ચોખાના દાણાના પ્રલોભનોની જેમ સમજે, સ્ત્રીઓ આમંત્રણ કરે તો પણ તેના ઘરે જવાની ઈચ્છા ન કરે. છતા એ વિષયરૂપી બંધનોથી બંધાયેલો મૂર્ખ સાધક ઉપરોક્ત સ્ત્રીઓમાં મોહિત થઈ જાય છે.
વિવેચન :
આ ગાથાઓમાં સ્ત્રીસંગ રૂપ વિવિધ ઉપસર્ગોનો પરિચય આપ્યો છે. સાથે સ્ત્રીસંગથી ભ્રષ્ટ સાધકની અવદશા અને આ ઉપસર્ગથી બચવાના કર્તવ્યોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જો કામવાસનાના વિચારોને સાધુ મનમાં ઘોળાયા કરે તો કોઈપણ સ્ત્રીના હાવભાવ, મધુર આલાપ, નમ્રવચન, અંગોપાંગોને જોઈ તેના પ્રત્યે કામાસક્ત થાય તેવી સંભાવના રહે છે. સાધુની ભૂમિકા ઘણી ઊંચી છે અને શાસ્ત્રકાર આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org