Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૨૮ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ગાથાઓમાં જિજ્ઞાસાનું સમાધાન કર્યુ છે. પાંચમાં ગણધર શ્રી સુધર્મા સ્વામીએ જંબુસ્વામીને કહ્યું કે મેં કેવળજ્ઞાની મહર્ષિ ભગવાન મહાવીર સમક્ષ મારી જિજ્ઞાસા રજૂ કરી હતી કે, હે ભગવન્! હું નરક અને ત્યાંના તીવ્ર સંતાપો અને યાતનાઓથી અજાણ છું. આપ સર્વજ્ઞ છો. તેથી એ બતાવવાની કૃપા કરો કે (૧) નરકમાં કેવી પીડાઓ હોય છે? અને (ર) કયા જીવો કયા કારણોથી નરકને પ્રાપ્ત કરે છે?
શ્રી સુધમ સ્વામીએ કહ્યું કે મેં આ પ્રમાણે પૂછ્યું ત્યારે મહાનુભાવ, આશુપ્રજ્ઞ, કાશ્યપગોત્રીય ભગવાન મહાવીરે જિજ્ઞાસાનું સમાધાન બે વિભાગોમાં ક્યું (૧) નરકભૂમિ કેવી છે? (૨) નરકમાં કેવાં પ્રાણીઓ જાય છે? દુ૮િ૬ માવળિયં કુ ડચં:- ચાર વિશેષણો દ્વારા નરકભૂમિનું સ્વરૂપ બતાવ્યું છે (૧) નરક દુઃખમય છે. શાસ્ત્રકારે દુઃખમયતા અનેક રીતે બતાવી છે. દુઃખ દેવા માટે નિમિત્ત રૂપ હોવાથી દુઃખાર્થ; દુઃખ દેવું તે જ તેનું પ્રયોજન હોવાથી નરક સ્થાન જીવોને દુઃખ આપતું હોવાથી અથવા અશાતાવેદનીય કર્મના ઉદયે નરકભૂમિ પ્રાપ્ત થતી હોવાથી નરકભૂમિ તીવ્ર પીડા રૂપ છે. તેથી તેને દુઃખમય કહી છે. (૨) નરક દુર્ગ છે. નરકભૂમિને પાર કરવી દુર્ગમ હોવાથી તથા વિષમ તેમજ ગહન હોવાથી એ દુર્ગ છે અથવા અસર્વજ્ઞ જીવો દ્વારા દુર્ગમ્ય-દુર્વિજ્ઞય છે (૩) નરક અત્યંત દીન પ્રાણીઓનું નિવાસસ્થાન છે (૪) નરક દુષ્કૃતિક છે, દુષ્કૃત-દુષ્કર્મ કરનારા જીવો ત્યાં ઉત્પન્ન થાય છે. તેથી દુષ્કૃતિક છે અથવા દુષ્કૃત–પાપ અને પાપનું ફળ ત્યાં વિદ્યમાન હોય છે, તેથી તે દુષ્કતિક છે અથવા જે પાપીજનોએ પૂર્વ જન્મમાં દુષ્કૃત કર્યા છે, તેઓનો અહીં નિવાસ હોવાના કારણે નરક દુકૃતિક કહેવાય છે.
નરક તો નરક જ છે, દુઃખાગાર છે, છતાં પણ પાપકર્મની તીવ્રતા–મંદતા અનુસાર તીવ્રમંદ પીડાવાળી નરકભૂમિ તે જીવોને મળે છે. તે ભૂમિના ત્રણ વિશેષણો શાસ્ત્રકારે પ્રયુક્ત કર્યા છે. (૧) ઘોર રૂપ (૨) તમિસાન્ધકાર અને (૩) તીવ્રાભિતાપ. નરકમાં એટલા વિકરાળ તેમજ ક્રૂર આકૃતિવાળા પરમાધામી અસુર છે કે તેઓ વિકરાળ દેશ્ય ઉત્પન્ન કરે છે, એ કારણે નરકને ઘોરરૂપ કહી છે. નરકમાં અંધારૂ એટલું ગાઢ અને ઘોર છે કે ત્યાં પોતાનો હાથ કે પોતાનું શરીર પણ પોતે જોઈ શકાતા નથી. એ સિવાય નરકમાં તીવ્ર દુઃષહ તાપ(ગરમી) છે. તેને શાસ્ત્રકારે ખેરના ધગધગતા લાલ લાલ અંગારાઓના મોટા ઢગલાથી પણ અનંતગણો અધિક તાપ કહ્યો છે. ચોથી અને પાંચમી ગાથામાં બતાવ્યા પ્રમાણે જે પાપકર્મ કરે છે, તે નરકયોગ્ય જીવો પોતાના મૃત્યકાળમાં નીચેની નરકોમાં જાય છે, જ્યાં ઘોર રાત્રિ છે અર્થાત્ જ્યાં તેઓને દ્રવ્યપ્રકાશ પણ મળતો નથી અને જ્ઞાનરૂપી ભાવપ્રકાશ પણ મળતો નથી. પોતાનાં કરેલાં પાપકર્મોનાં કારણે નારકીને કુંભમાં ઉંધા માથે જન્મ ધારણ કરવો પડે છે.
કેટલાક હિંસાનું પોષણ કરનારા, મિથ્યાવાદી લોકો કહે છે. વેવિતા હિંસા, હિંસ ભવતિ વેદવિહિત યજ્ઞાદિમાં થનારી પશુવધ રૂપ હિંસા આદિ હિંસા કહેવાતી નથી, એમ માનીને હિંસા કરે છે. કેટલાક લોકો શિકારને ક્ષત્રિયો અથવા રાજાઓનો ધર્મ કહીને નિર્દોષ પ્રાણીઓનો વધ કરે છે. જે પશુઓની કતલ તેમજ માછલીઓનો વધ કરીને પોતાની આજીવિકા ચલાવે, તેઓના પરિણામ(મનના અધ્યવસાય) હંમેશાં પ્રાણીવધ કરવાના જ રહ્યા કરે છે. તે જીવો નરકમાં ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org