Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૦૮ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
આરામખુરશી પર તો બેસો! આટલે દૂરથી પધાર્યા છો તો જરા ગાલીચા પર બેસીને આરામ કરો !' આવા શબ્દપ્રયોગ દ્વારા તે સાધનોના ઉપયોગ તરફ પ્રેરે છે. આમંતિય વિયે....આયા નિરિ:- કેટલીક કામુક સ્ત્રીઓ સાધુને ઈશારો કરે છે અથવા વચન આપે છે કે, "હું અમુક સમયે આપની પાસે આવીશ. આપ પણ ત્યાં તૈયાર રહેજો." આ પ્રકારનું આમંત્રણ આપીને પછી તે સાધુને અનેક વિશ્વસનીય વચનોથી વિશ્વાસમાં લે છે, તેથી તે સંકોચ છોડી દે. આ પ્રમાણે વિવિધ પ્રકારે વચનજાળ બિછાવીને સાધુને વિશ્વસ્ત કરીને સ્ત્રીઓ પોતાની સાથે રમણ કરવા માટે પ્રાર્થના કરે છે. માંથfહં...માવતિ મિUUUહાર્દિ:- કેટલીક ચતુર સ્ત્રીઓ સાધુને પોતાની સાથે સમાગમ કરવા માટે, મનને કામ–પાશમાં બાંધી દેનારાં, વિવિધ આકર્ષણકારી દશ્યો, સંગીતો, રસો, સુગંધીઓ અને ગલગલિયા કરાવનારા કોમળ સ્પર્શોથી લલચાવીને પોતાની તરફ ખેંચે છે. તે માટે તે મીઠાં મીઠાં વચનો બોલે છે. આકર્ષક શબ્દોથી સંબોધિત કરે છે, ક્યારેક સાધુની તરફ સ્નેહપૂર્ણ દૃષ્ટિથી કટાક્ષ ફેંકીને અથવા આંખો કે મોઢું મલકાવતી જુએ છે, ક્યારેક મનોહર હાવભાવ, અભિનય અથવા અંગમરોડ કરે છે કે જેથી સાધુ તેનાપર મુગ્ધ થઈ જાય. ક્યારેક તે કરુણાં ઉત્પન્ન કરનારા મધુર આલાપ કરે છે. કરુણાજનક, વિશ્વાસ ઉત્પન્ન કરનારી મીઠી મીઠી વાતોથી અનુનય-વિનય કરીને સાધકના હૃદયમાં કામવાસના પ્રજ્વલિત કરી પોતાની સાથે સહવાસ કરવા માટે તેને મનાવી લે છે. ક્યારેક તે એકાંતમાં કામવાસના પ્રજવલિત કરનારી વાતો કહીને સાધુને કામ વિહળ કરે છે. તેઓ યેન કેન પ્રકારેણ સાધુને મોહિત તેમજ વશીભૂત કરી તેને પોતાની સાથે સહવાસ માટે બાધ્ય કરે છે.
ન ૬.૬ ૬ - જેવી રીતે વનમાં સ્વચ્છંદ રૂપે વિચરણ કરનારા એકાકી તેમજ પરાક્રમી સિંહને ચતુર શિકારી માંસ આદિની લાલચ દઈને વિવિધ ઉપાયોથી બાંધી લે છે, પિંજરામાં બંધ કરી લે છે પછી તેને જુદા જુદા પ્રકારની યાતનાઓ આપીને પાળેલા પ્રાણીની જેમ વશમાં કરી લે છે, બસ એવી જ રીતે કામ કળામાં ચતુર સ્ત્રીઓ મન, વચન, કાયાને ગુપ્ત(સુરક્ષિત) રાખનારા કઠોર સંયમી સાધુને પણ પૂર્વોક્ત અનેક પ્રકારના ઉપાયોથી પોતાના વશમાં કરી લે છે. સદ તલ્થ પુળો ખમતિ...ન મુવ તાણે :- જેવી રીતે સુથાર રથના ચક્રની બહારની નેમિને ગોળાકાર ફેરવીને ધીમે ધીમે નમાવી દે છે, એવી રીતે સ્ત્રી સાધુને વશ કરી અભીષ્ટ કાર્યો તરફ દોરી જાય છે. બંધનમાં બંધાયેલ મૃગ ઘણા પ્રયત્ન કરવા છતાં છૂટી શકતો નથી. કમળમાં પુરાયેલ ભ્રમર તે બંધનથી છૂટી શકતો નથી તેમ સ્ત્રી પાશમાં બંધાયેલ સાધક શીધ્ર છૂટી શકાતો નથી. અપણે માણ... અvi :- સ્ત્રીઓ પાતાળના પેટની જેમ અત્યંત ગંભીર હોય છે. તેને સમજવી અત્યંત કઠિન છે. મનથી વિચારે કાંઈ, વચનથી બોલે કાંઈ જુદું અને શરીરથી ચેષ્ટાઓ વળી અલગ જ કરે છે. તેમનું વિચારવું, બોલવું અને કરવું બધું જ અલગ અલગ હોય છે. ગુવતી સમi... મયંતરો :- ક્યારેક નવયૌવના સ્ત્રી આકર્ષક વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થઈ સાધુ પાસે આવીને કહે છે.."ગુરુદેવ! આપ તો સંસાર સાગરમાં ડૂબતા જીવોનો ઉદ્ધાર કરનારા અને પાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org