Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૭ર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- રાગ અને દ્વેષથી જેનો આત્મા દબાયેલો છે, મિથ્યાત્વમાં ઓતપ્રોત છે, તેવા અન્યતીર્થીઓ શાસ્ત્રાર્થમાં હારી જાય ત્યારે આક્રોશ (ગાળ અથવા અપશબ્દ આદિ)નો આશરો લે છે. જેવી રીતે પહાડપર રહેનારા (ટંકણજાતિના) મલેચ્છ યુદ્ધમાં હારી જાય ત્યારે પર્વતનો જ આશરો લે છે.
बहुगुणप्पगप्पाइं, कुज्जा अत्तसमाहिए ।
जेणऽण्णे ण विरुज्झेज्जा, तेण तं तं समायरे ॥ શબ્દાર્થ :- અત્તરદિપ = જેની ચિત્તવૃત્તિ પ્રસન્ન છે તે મુનિ, વહુ"MMાખીશું = પરતીર્થીની સાથે વાદના સમયે જેનાથી ઘણા ગુણો ઉત્પન્ન થાય છે એવા અનુષ્ઠાનો ને, pm = કરે, નેખ = જેનાથી, આપણે = બીજો મનુષ્ય, નો
વિના = પોતાનો વિરોધી ન બને, તેઝ = તેના પ્રતિ, તં તે સમાયરે = તે તે અનુષ્ઠાન કરે. ભાવાર્થ :- જેની મનોવૃત્તિ સમાધિ યુક્ત છે, તે મુનિ અનેક ગુણોથી સંપન્ન હોય, તે એવા પ્રકારનું અનુષ્ઠાન કરે કે જેથી બીજી કોઈ વ્યક્તિ તેની વિરોધી ન બને.
इमं च धम्ममादाय, कासवेण पवेइयं । २०
कुज्जा भिक्खू गिलाणस्स, अगिलाए समाहिए ॥ શબ્દાર્થ :- વાસને પદ્ય = કાશ્યપગોત્રી ભગવાન મહાવીર સ્વામી દ્વારા કહેવાયેલા, રૂ ૨ ધર્મનાવાય = આ ધર્મનો સ્વીકાર કરીને, તમારિ = પ્રસન્નચિત્ત,fબહૂ = સાધુ, પિતાપસ = રોગી સાધુની, પણ = ગ્લાનિ રહિત થઈને, વા = વૈયાવચ્ચ કરે.
ભાવાર્થ :- કાશ્યપગોત્રીય ભગવાન મહાવીર સ્વામી દ્વારા કહેવાયેલા આ ધર્મને સ્વીકારીને સમાધિયુક્ત સાધુ બીમાર સાધુની વૈયાવચ્ચ ખેદ-ગ્લાનિ રાખ્યા વિના કરે.
વિવેચન :
આ દસ ગાથાઓમાં પરવાદીકૃત આક્ષેપોનું નિરાકરણ કર્યું છે. આ પ્રકારના મિથ્યા આક્ષેપ કરનારાઓને સમાધિથી દૂર માનીને શાસ્ત્રકારે સાધુઓને તેના પ્રત્યે ઉપેક્ષા કરવાનું સૂચન કર્યું જ છે પરંતુ આક્ષેપક જ્યારે વ્યક્તિગત આક્ષેપ સુધી જ સીમિત ન રહેતા, સમૂહમાં એ આક્ષેપોને ફેલાવે, તેને નિંદા અને બદનામીનું રૂપ દેવા લાગે ત્યારે આક્ષેપોનો પ્રતિવાદ(પ્રત્યુત્તર)આપવાનો નિર્દેશ શાસ્ત્રકાર કરે છે. મદ તે રિબાતેના પિપૂ મોણ વિલાપ:- વસ્તુતત્ત્વના પ્રતિપાદનમાં કુશળ તત્ત્વવેતા પોતાની વ્યક્તિગત આલોચના અથવા નિંદાને ચુપચાપ સમભાવપૂર્વક સહન કરી લે, તેનો પ્રતિકાર ન કરવો તે કર્મ નિર્જરાનું કારણ છે. પરંતુ જ્યારે સમગ્ર સાધુ સંસ્થા કે સંઘ પર ખોટા આક્ષેપો થાય, ત્યારે તેને ચુપચાપ સાંભળી લેવા ઉચિત નથી. ધર્મ પરના આક્ષેપો સાંભળી લે તો ધર્મની હીલના થાય. આ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org