Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૩/ઉદ્દેશક-૪.
૧૮૫ |
નરિયા :- તેઓ હિંસા, અસત્ય, ચોરી–ઠગાઈ, અનીતિ, મૈથુન સેવન તેમજ પરિગ્રહ જેવા અનાર્ય કર્મ કરવાના કારણે અનાર્ય છે.
લ્હીવાલ :- જે યુવાન સ્ત્રીઓની ગુલામી કરતા હોય, જે તેમની મોહજાળમાં ફસાઈને તેમના વશવર્તી બની ગયા હોય, તેઓ સ્ત્રીવશંગત છે. સ્ત્રીઓના તેઓ કેટલા બધા ગુલામ હોય? તે તેઓના શબ્દોમાં જ જોઈએ.
प्रिया दर्शनमेवाऽस्तु, किमन्यैर्दर्शनान्तरैः ।
प्राप्यते येन निर्वाणं, सरागेणाऽपि चेतसा ॥ "મને પ્રિયાનું દર્શન થવું જોઈએ, પછી બીજા દર્શનોથી શું પ્રયોજન? કારણ કે પ્રિયાદર્શનથી સરાગ–ચિત્ત હોવા છતાં પણ નિર્વાણસુખ પ્રાપ્ત થાય છે." વાલા :- જે પોતાના હિતાહિતથી અજાણ હોય, જે હિંસા આદિ પાપકર્મ કરવાની નાદાની કરીને પોતાના જ વિનાશને આમંત્રણ આપતા હોય, જે વારંવાર રોષ, દ્વેષ, ઈર્ષા, મોહ કષાય આદિથી ઉત્તેજિત થઈ જતા હોય તે અધ્યાત્મ જગતમાં બાલ(બાળક) છે. નિખાલીસા પરમુ :- રાગદ્વેષ વિજેતા "જિન" કહેવાય છે. તેમનું શાસન એટલે તેમની આજ્ઞા. કષાય, મોહ અને રાગદ્વેષને ઉપશાંત કરવાની આજ્ઞાથી વિમુખ એટલે કે સંસારમાં આસક્ત તથા જૈનમાર્ગને કઠોર સમજીને, તેની ધૃણા(નફરત), દ્વેષ કરનારા જિનશાસન પરાક્રમુખ કહેવાય છે. ન સંથાલ - ગાડર (ઘેટી)ને પોતાના બચ્ચા પર અત્યંત સ્નેહ(આસક્તિ) હોય છે. વૃત્તિકારે એક ઉદાહરણ આપીને આ વાતને સિદ્ધ કરી છે. "એકવાર પોતાના સંતાનો પર પશુઓની કેવી આસક્તિ છે તેની પરીક્ષા માટે બધાં પશુઓનાં બચ્ચાં એક પાણી વિનાના કુવામાં રાખવામાં આવ્યાં. તે સમયે બધી માદા પશુ પોતપોતાના બચ્ચાનો અવાજ સાંભળીને કૂવાના કિનારે આવીને ઊભી રહી ગઈ. પરંતુ ઘેટી પોતાના બચ્ચાનો અવાજ સાંભળીને તેના મોહમાં અંધ બનીને કૂવામાં કૂદી પડી. તેના પરથી સિદ્ધ થયું કે બધાં પશુઓમાં ઘેટીને પોતાનાં બચ્ચાઓ પ્રત્યે અત્યંત આસક્તિ હોય છે. તેથી આસક્તિ માટે ઘેટીની ઉપમા આપવામાં આવે છે. વિધામાં fષT :- કપિંજલ પક્ષી આકાશમાં રહીને જ પાણી પીએ છે. તેની અહીં ઉપમા દેવામાં આવીછે.
કામાસક્ત લોકોની પ્રરૂપણા સામે નિર્યુક્તિકાર દષ્ટાંત આપીને તેના તર્કોનું ખંડન કરે છે. (૧) જેમ કોઈ વ્યક્તિ તલવારથી કોઈનું માથું કાપીને ચુપચાપ ક્યાંક છુપાઈને બેસી જાય તો શું આ રીતે ઉદાસીનતા ધારણ કરી લેવાથી તેને અપરાધી માનીને પકડવામાં નહીં આવે? (૨) કોઈ માણસ કોઈ ન જુએ તે રીતે વિષપાન કરે તો શું તેને વિષપાનના ફળસ્વરૂપે મૃત્યુના મુખમાં નહીં જવું પડે ? (૩) જો કોઈ વ્યક્તિ કોઈ ધનવાનના ભંડારમાંથી અત્યંત કિંમતી રત્નચોરીને, જાણે કંઈ જાણતો જ ન હોય તેમ ચુપચાપ
કામા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org