Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૩/ઉદ્દેશક-૪ .
૧૭૯ ]
ભાવાર્થ :- પૂર્વકાળમાં આ મહાપુરુષ સર્વત્ર વિખ્યાત હતા અને અહીં આ લોકમાં પણ સમ્મત છે. આ બધા સચિત્ત બીજ તેમજ ઠંડા પાણીનો ઉપભોગ કરીને સિદ્ધ થયા હતા, એવું મેં પરંપરાથી સાંભળ્યું છે.
तत्थ मंदा विसीयंति, वाहछिण्णा व गद्दभा ।
पिट्ठओ परिसप्पंति, पीढसप्पी व संभमे ॥ શબ્દાર્થ :- વાછિપા = ભારથી પીડિત, નાના વ= ગધેડાની જેમ,
નિયતિ = સંયમપાલન કરવામાં દુઃખ અનુભવે છે, અને = અગ્નિ આદિનો ઉપદ્રવ થવાથી, પઢણી = લાકડીની સહાયતાથી ચાલનારા પગ વિનાના પુરુષ, fપટ્ટો પરિસMતિ = ભાગનાર લોકોની પાછળ પાછળ ચાલે છે તે રીતે તે મૂર્ખ પણ સંયમપાલનમાં બધાથી પાછળ રહી જાય છે.
ભાવાર્થ :- આ પ્રકારના બ્રાન્તિજનક (બુદ્ધિભ્રષ્ટ કે આચારભ્રષ્ટ કરનારા) દુઃશિક્ષણરૂપ ઉપસર્ગ આવે ત્યારે મંદબુદ્ધિ સાધક ભાર વહન કરવાથી પીડા પામતા ગધેડાની જેમ સંયમારાધનામાં દુઃખનો અનુભવ કરે છે. જેવી રીતે લાકડીના ટેકે ચાલનાર લંગડો માણસ અગ્નિ આદિનો ઉપદ્રવ થાય ત્યારે દોડતા–ભાગતા લોકોની પાછળ રહી જાય છે. તેવી રીતે મંદમતિ સાધક પણ સંયમનિષ્ઠ મોક્ષયાત્રીઓમાં પાછળ રહી જાય છે.
વિવેચન :
આ પાંચ ગાથાઓમાં અનુકૂળ ઉપસર્ગ અને મંદબુદ્ધિ સાધકો પર થતી પ્રતિક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલાક શિથિલ સાધકો પોતાની અનાચારરૂપ પ્રવૃત્તિઓને સાધ્વાચારમાં સમાવિષ્ટ કરવા પ્રસિદ્ધ પૂર્વકાલિક ઋષિઓના ઉદાહરણો આપે છે અને તે દ્વારા મંદ સાધકને અનાચારમાં ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
આ પાંચ ગાથાઓમાં કેટલાક ઋષિઓનાં નામ લીધા વિના તથા કેટલાક પ્રસિદ્ધ ઋષિઓનાં નામ લઈ આ ઉપસર્ગના ઉદાહરણો રજૂ કર્યા છે.
(૧) પૂર્વકાળમાં વલ્કલચીરી, નારાયણ આદિ મહાપુરુષોએ પંચાગ્નિ આદિ તપ કરીને કાચું પાણી, કંદમૂળ, ફળ આદિનો ઉપભોગ કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. (૨) વૈદેહી નમિરાજે આહાર ત્યાગીને (૩) રામ ગુપ્ત આહારનો ઉપભોગ કરીને, (૪) બાહુક ઋષિએ શીતળ જળનો ઉપભોગ કરીને (૫) તે રીતે નારાયણ કે તારાગણ ઋષિએ પણ કાચાપાણીનું સેવન કરીને. (૬,૭,૮,૯) આસિલ, દેવલ,
પાયન તેમજ પારાશર મહર્ષિએ કાચું પાણી, બીજ અને લીલી વનસ્પતિનો ઉપભોગ કરીને, સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એવું મેં મહાભારત આદિ પુરાણોમાંથી સાંભળ્યું છે. પૂર્વકાળ (ત્રતા–દ્વાપર આદિ યુગો)માં આ મહાપુરુષો પ્રસિદ્ધ થઈ ગયા છે અને આ બધા લોકમાં સમ્મત છે. મિલે હો :- ભાગવતુ પુરાણમાં ઉમિનું ચરિત્ર લખાયેલું છે. ત્યાં "નિમિ" ના જ જનક, વૈદેહિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org