Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૮૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
મિથિલ નામ છે તેવું કથન જોવા મળે છે. બૌદ્ધગ્રંથ સુત્તપિટકમાં ઉમિરાવરિયા ના નામથી નિમિનું ચરિત્ર મળે છે. જૈન આગમ ઉત્તરાધ્યયન સૂત્રમાં નિપા અધ્યયનમાં નમિરાજર્ષિ અને ઈન્દ્રનો સંવાદ બતાવ્યો છે. રામાપુર- - ઋષિ ભાષિત સૂત્રના ૨૩માં અધ્યયનમાં રામપુત્ત નામ મળે છે, વૃત્તિકાર અનુસાર રામગુપ્ત એક રાજર્ષિ હતા. વાંદુ :-ઋષિભાષિતના ૧૪માં બાહુક અધ્યયનમાં બાહુકને આહંતઋષિ કહેવામાં આવ્યા છે. હાભારતના ત્રીજા આરષ્કપર્વમાં નળરાજાનું બીજું નામ 'બાહુક" બતાવ્યું છે. પરંતુ તે તો રાજાનું નામ છે. નારાયણત્રઢષિ :- ઋષિભાષિતના ૩૬માં અધ્યયનમાં નારાયણ કે તારાગણ ઋષિનો નામોલ્લેખ આવે
સિન, રવિન - વૃત્તિકારે અસિલ અને દેવિલ બંન્ને અલગ અલગ નામ વાળા ઋષિ માન્યા છે. સૂત્રકતાંગ ચૂર્ણિમાં સિત વિત્ત આરંતુ ઋષિના રૂપમાં એક જ ઋષિનો નામોલ્લેખ છે. મહાભારતમાં તથા ભગવદ્ગીતામાં આસિત દેવલના રૂપમાં એકજ નામનો કેટલીય જગ્યાએ ઉલ્લેખ છે. તેના પરથી ઋષિનું દેવલગોત્ર અને અસિત નામ જણાય છે વાયુપુરાણના પ્રથમખંડમાં ઋષિલક્ષણ પ્રકરણ અનુસાર અસિત અને દેવલ આ બન્ને જુદા જુદા ઋષિ હોય તેવું લાગે છે. ડીપાયન, પારાશર ઋષિ :- ઋષિભાષિતના ૪૦માં અધ્યયનમાં દ્વીપાયન ઋષિનો નામોલ્લેખ મળે છે, પારાશર ઋષિનો નામોલ્લેખ નથી. મહાભારતમાં "પાયન" ઋષિનું નામ મળે છે. વ્યાસ, પારાશર (પરાશરપુત્ર) આ દ્વૈપાયનનાં જ નામ છે. આવો ત્યાં ઉલ્લેખ છે. વૃત્તિકારે દ્વૈપાયન અને પારાશર આ બન્નેનો જુદો જુદો ઉલ્લેખ કર્યો છે. ઔપપાતિક સૂત્રમાં આઠ પરિવ્રાજકોમાં પારસર અને રીવાય આ બે ઋષિઓનો નામોલ્લેખ છે.
ભ્રમણા ઉત્પન્ન કરાવનાર તેમજ મોક્ષના વાસ્તવિક કારણોથી અજાણ લોકો પ્રસિદ્ધ ઋષિઓના નામની સાથે કાચા પાણી, બીજ, લીલી વનસ્પતિ આદિના ઉપભોગને જોડીને તેને જ મોક્ષનું કારણ બતાવે છે.
વૃત્તિકાર કહે છે કે પરમાર્થને નહીં જાણતા તેઓને એવું જ્ઞાન નથી કે વલ્કલગીરી આદિ જે ઋષિઓ કે તાપસોને સિદ્ધિ મળી હતી, તેઓને કોઈ નિમિત્તથી જાતિસ્મરણ આદિ જ્ઞાન ઉત્પન્ન થયું હતું, જેથી સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન તેમજ સમ્યક ચારિત્ર પ્રાપ્ત થયું હતું અને તેથી તેઓ મુક્ત થયા હતા. સર્વવિરતિ પરિણામરૂપ ભાવલિંગ વિના કાચું પાણી, બીજ વનસ્પતિ આદિના ઉપભોગથી કર્મક્ષય થઈ શકતા નથી. અજ્ઞાની લોકો કહે છે કે આ પ્રત્યેકબુદ્ધ ઋષિઓને વનવાસમાં રહેતાં બીજ, લીલી વનસ્પતિ આદિના ઉપભોગથી કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું હતું જેમ કે ભરત ચક્રવર્તીને અરિસા ભુવનમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે કુતીર્થિઓ એ નથી જાણતા કે ભાવથી ગુણસ્થાનકની શ્રેણી ચડતા કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ઘાતકર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય છે, નહીં કે કાચું પાણી કે વનસ્પતિ ભક્ષણથી. કેવળજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org