Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-ર/ઉદ્દેશક-૩ .
[ ૧૩૫ ]
'૨૦
બોધિદુર્લભતાનો આ ઉપદેશ અષ્ટાપદપર્વત પર સ્થિત પ્રથમ તીર્થકરે પોતાના પુત્રોને આપ્યો હતો અને બાકીના તીર્થકરોએ પણ આ જ વાત કહી છે. તીર્થકરોનો એક મત :
अभविंसु पुरा वि भिक्खुवो, आएसा वि भवंति सुव्वया ।
एयाई गुणाई आहु ते, कासवस्स अणुधम्मचारिणो ॥ શબ્દાર્થ :- ઉપરવુવો = હે સાધુઓ! પુરા વિ = પૂર્વકાળમાં પણ, અજિંતુ જે સર્વજ્ઞ થઈ ચૂક્યા છે અને, બાપલાવિક ભવિષ્યકાળમાં, ભવતિ = જેઓ થશે, તે સુષ્ય = તે સુવતી પુરુષોએ, પાડું પાછું = આ જ ગુણોને મોક્ષનું સાધન, આદુ = કહ્યું છે, વાસવસ અજુથમવારો = કાશ્યપ ગોત્રી ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીર સ્વામીના ધર્માનુગામી સાધકોએ પણ આ જ કહ્યું છે. ભાવાર્થ :- ભિક્ષુઓ ! પૂર્વકાળમાં પણ જે (સર્વજ્ઞ) થઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ જે થશે તે સુવ્રતી પુરુષોએ આ ગુણોને (મોક્ષ સાધન) કહ્યા છે. કાશ્યગોત્રીય ભગવાન ઋષભદેવ તેમજ ભગવાન મહાવીર સ્વામીના ધર્માનુગામી સાધકોએ પણ આ જ કહ્યું છે.
तिविहेण वि पाण मा हणे, आयहिए अणियाण संवुडे ।
एवं सिद्धा अणंतगा, संपइ जे य अणागयाऽवरे ॥ શબ્દાર્થ :- માયણ = પોતાના હિતમાં પ્રવૃત્ત, ળિયા = સ્વર્ગાદિની ઈચ્છા રહિત, સંવુડેગુપ્ત રહે, સંપડ઼ ને ય અવરે ગાયા = વર્તમાન કાળમાં અને ભવિષ્યમાં પણ બીજા અનંત જીવો સિદ્ધિને પ્રાપ્ત કરશે. ભાવાર્થ :- સાધક મન, વચન અને કાયા આ ત્રણે દ્વારા પ્રાણીઓની પ્રાણાતિપાત (હિંસા) ન કરે, આત્મ કલ્યાણમાં રત રહે, સ્વર્ગાદિ સુખોની વાંછા-નિદાનથી રહિત, સુવ્રતી થઈને રહે. આ રીતે સાધનાથી અનંત જીવો સિદ્ધ–મુક્ત થયા છે, વર્તમાનમાં સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં પણ અનંતજીવો સિદ્ધ–બુદ્ધ-મુક્ત થશે.
૨૨
વિવેચન :
આ બન્ને ગાથાઓમાં મોક્ષસાધક ગુણો સંબંધી સર્વ તીર્થકરોના ઉપદેશની એક સૂત્રતા બતાવી છે. પંચમહાવ્રત આદિ અન્ય ચારિત્ર ગુણોથી યુક્ત સાધકોની ત્રણે કાળમાં મુક્તિ થાય છે તે પણ બતાવવામાં આવ્યું છે. અમરિંતુ પુરી વિ :- પૂર્વની ગાથાઓમાં જે મોક્ષસાધક ગુણોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org