Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૩/ઉદ્દેશક-૧
[ ૧૪૫ |
આ ગાથાના ઉત્તરાર્ધ્વમાં બતાવ્યું છે કે આક્રોશ પરીષહ રૂપ ઉપસર્ગ પણ સાધુને સહેવો પડે છે. સાધુઓને ગામ કે નગરમાં પ્રવેશ કરતાં અથવા ભિક્ષા, વિહાર આદિ કરતાં જોઈને કેટલાક અબુધ-અજ્ઞાની લોકો તેમનો તિરસ્કાર કરતા કહે છે, અરે ! જુઓ તો ખરા ! આ બિચારા ભૂખ્યા-તરસ્યા, ભિક્ષાથી આજીવિકા ચલાવનાર સાધુ પોતાનાં પૂર્વકૃત અશુભકર્મોથી પીડિત છે, તેઓ પોતાનાં પૂર્વકૃત પાપકર્મોનું ફળ ભોગવી રહ્યા છે. આ લોકો પાસે કોઈ ધંધો નહીં હોય, તે કામોના બોજથી દુઃખી તેમજ ઉદ્વિગ્ન હશે, આળસુ હશે, ઘરમાં તેને કોઈ પૂછતા નહીં હોય, બધી રીતે તંગ હશે, તેથી સાધુ બની ગયા લાગે છે. આ લોકો અભાગી છે, જ્યાં જાય છે ત્યાં બધે એનું દુર્ભાગ્ય સાથે જાય છે. અજ્ઞાનીજન આ પ્રકારના આક્રોશભરેલા શબ્દો સાધુને કહે છે.
અલ્પસત્વવાળા સાધક અજ્ઞાનીજનોનાં આ આક્રોશભરેલાં તથા વ્યંગભરેલાં વચનો સાંભળીને ક્ષુબ્ધ થઈ જાય છે. કડવાં વચનોને સાંભળી તેના મનમાં બે પ્રકારની પ્રતિક્રિયા થાય છે– (૧) મનોમન કોચવાય છે, ખિન્ન થાય છે (૨) તે ક્રોધિત થઈ વાદવિવાદમાં ઊતરી પડે છે. તે સમયે તે કાયર તેમજ અપરિપક્વ સાધકોની મનઃસ્થિતિ કાયર સૈનિક જેવી થાય છે. આ પરીષહ- ઉપસર્ગના વર્ણન દ્વારા સૂત્રકાર સૂચવે છે કે મહાવ્રતી સાધક ઉપસર્ગ સહિષ્ણુ બની આક્રોશમય વચનોને સમભાવથી સહન કરે. વર્મા ફુ વેવ :- વૃત્તિકારના મત અનુસાર–કમથી અત્યંત પીડિત છે, પૂર્વે કરેલાં કર્મોનું ફળ ભોગવી રહ્યા છે અથવા ખેતી આદિ કાર્યો (આજીવિકાના કામો)થી આર્ત–પીડિત છે, તે કરવામાં અસમર્થ તેમજ ઉદ્વિગ્ન છે અને દુર્ભાગ્યયુક્ત છે. ચૂર્ણિકારે જન્મતા કુભ રેવ પાઠાંતર માનીને અર્થ કર્યો છે કે ખેતી, પશુપાલનાદિ કર્મોનો અંત થઈ જવાથી, આપ્ત-અભિભૂત(સ્નેહીજનોથી પીડિત)અને દુર્ભાગી છે. વધ પરીષહ રૂપ ઉપસર્ગ :
__ अप्पेगे खुधियं भिक्खुं, सुणी दंसइ लूसए ।
तत्थ मंदा विसीयंति, तेजपुट्ठा व पाणिणो ॥ શબ્દાર્થ :- ૩ખેને = જો કોઈ, નૂસા = ક્રૂર પ્રાણી, gધN fમવું = ભૂખ્યા સાધુને, સુળી વંસ૬ = કૂતરા આદિ કરડવા લાગે છે તો તેનપુઠ્ઠા = તેજ–અગ્નિ દ્વારા સ્પર્શાવેલાં, પાળો = પ્રાણી ગભરાય છે, દાઝે છે. ભાવાર્થ :- ગોચરી અર્થે ભ્રમણ કરતા ભૂખથી પીડાતા સાધુને ક્રૂર કૂતરા આદિ પ્રાણી કરડે તો તે સમયે અગ્નિના સ્પર્શથી દાઝેલ પ્રાણી આર્તધ્યાનયુક્ત થાય છે તેમ અલ્પસત્ત્વવાળા, વિવેકમૂઢ સાધુ દુઃખી થાય છે. વિવેચન :
આ ગાળામાં વધુ પરીષહના રૂપમાં ઉપસર્ગનું વર્ણન અને તે સમયની કાયર સાધકની મનોદશાનું વર્ણન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org