Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન- ઉદ્દેશક-૨
આમંત્રિત કરે છે કે "પધારો! મુનિવર ! આપ અમારા ઘરને પાવન કરો ! જેટલા દિવસ રોકાવાની આપની ઈચ્છા હોય, તેટલા દિવસ ખુશીથી રહો ! આપને માટે અહીં બધા પ્રકારની સુખ સુવિધાઓ છે.
11
(૨) હત્યઽસ્સ...પૂનયાનુ તા :- આવું નિમંત્રણ આપવા પર સુવિહિત સાધુ એકાએક ભોગોનું સેવન કરવામાં સંકોચ અનુભવે છે, ત્યારે તેઓ તે સાધુને પોતાને ત્યાં લઈ આવીને તેને પ્રલોભન આપે છે કે “જુઓ ! મહાત્મન્ ! આ હાથી, ઘોડા, રથ અને પાલખી આદિ સવારીઓ તમારા માટે હાજર છે. મારા ગુરુ થઇને આપે પગપાળા ચાલવાનું નથી. તેમાંથી જે સવારી આપને ગમતી હોય તેનો ઈચ્છા મુજબ ઉપભોગ કરો અને જ્યારે કોઈ સમયે તમારું મન વ્યગ્ર થઈ જાય, કંટાળો આવે, સ્વૈરવિહાર કરવાની ઈચ્છા થાય તો આ બાગ બગીચા છે, તેમાં આપ ઈચ્છા મુજબ ફરો ! તાજાં ફૂલોની સુગંધમાણો ! પ્રાકૃતિક સૌંદર્ય માણવાનો આનંદ લૂંટી ! ઈન્દ્રિયો અને મનને રજિત કરનારાં રમત ગમ્મત, નાચગાન, રંગરાગ આદિ આનંદ પ્રમોદ દ્વારા મજા માણો ! અમે આપના પરમ ભક્ત છીએ, આપ જે આજ્ઞા કરશો, તેને અમે સહર્ષ શિરોધાર્ય કરીશું, આપની પૂજા પ્રતિષ્ઠામાં કોઈ જાતની કયારે ય પણ કચાશ આવવા દેશું નહીં. (૩) વસ્ત્ય ધ...પૂનયાનુ તા :- જ્યારે તેઓ જુએ છે કે, આ સાધુ આટલી ભોગ્યસામગ્રી તેમજ સુખ– સુવિધાઓનો ઉપભોગ કરવા લાગ્યો છે, ત્યારે અંગત મિત્ર બનીને સંયમ વિઘાતક અન્ય
ભોગસામગ્રીઓ માટે આમંત્રણ આપે છે.
હે મહાભાગ્યશાળી ! હે આયુષ્યમાન્ ! આપ અમારા પૂજ્ય છો, આપના ચરણોમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ ભોગસામગ્રી અર્પણ છે. આપ આ ઉત્તમ ભોગ્ય સાધનોનો ઉપભોગ કરશો તો અમે અમારું અહોભાગ્ય સમજીશું. આ ચીનાંશુક આદિ મુલાયમ રેશમી વસ્ત્ર છે, આ અત્તર, તેલ, સુગંધી પાવડર, ક્રીમ વગેરે સુગંધી પદાર્થો છે, આ કડા, બાજુબંધ, હાર, વીંટી આદિ આભૂષણો, આ સ્વરૂપવતી, મૃગનયની, નવયૌવના સુંદરીઓ છે, આ બધી ઈન્દ્રિયો અને મનને પ્રસન્ન કરનારી ઉત્તમોત્તમ ભોગ્ય સામગ્રી છે. આપ મન મૂકીને ઈચ્છા મુજબ ઉપભોગ કરીને તમારા જીવનને સાર્થક કરો ! અમે આ ભોગ્ય પદાર્થો વડે આપનો સત્કાર કરીએ છીએ.
આ રીતનું ખુલ્લું આમંત્રણ મળવા છતાં સાધુના મનમાં સંકોચ થાય છે કે મને આ પદાર્થોનો ઉપભોગ કરતો જોઈ નવા નવા ભક્ત બનેલા રાજા આદિના મનમાં કદાચ અશ્રદ્ધા—અપ્રતિષ્ઠાનો ભાવ પેદા થઈ જાય, આ સંકોચના નિવારણ માટે સાધુને આશ્વાસન આપતા તેઓ કહે છે કે "હે પૂજ્ય ! આપ નિશ્ચિંત રહો ! આ ચીજોના ઉપભોગથી આપની પૂજા–પ્રતિષ્ઠામાં કોઈ ફેર પડશે નહીં. અમે આપની પૂજા–પ્રતિષ્ઠા કરતા જ રહેશું. રાજા અથવા સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ સત્કાર—સન્માન કરે તો જનતા તો જરૂ૨ સત્કાર-સન્માન કરશે કારણ કે સામાન્ય જનતા તો શ્રેષ્ઠ કહેવાતી વ્યક્તિઓનું અનુસરણ કરે છે. સાધુને પૂજા–પ્રતિષ્ઠા(માન-સન્માન)ની બાબતમાં આશ્વાસન બંધાવવા માટે શાસ્ત્રકાર પૂનામુ तं વાક્યનો બે ગાથાઓમાં પ્રયોગ કર્યો છે.
Jain Education International
(૪) નો તુમે નિયમો વિળો...ો સંવિજ્ઞપ્ તા :- કેટલાક સાધનારત સાધકો આ સંયમ વિઘાતક ભોગોનો ખુલ્લો ઉપભોગ કરીને સાધુપણામાંથી ગૃહવાસમાં જવામાં સંકોચ અનુભવે છે. યમ–નિયમ
For Private & Personal Use Only
www.jainelibrary.org