Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૩/ઉદ્દેશક-૩
સંવસમપ્પા...અપારા :- ઉત્તમ સાધુઓ પર કરવામાં આવતા ખોટા આક્ષેપોના કેટલાક ઉદાહરણો શાસ્ત્રકારે અહીં રજૂ કર્યા છે. તે આ પ્રમાણે છે.
(૧) પરસ્પર ઉપકાર્ય–ઉપકારક સંબંધથી બંધાયેલા ગૃહસ્થી જેવો તેનો વ્યવહાર છે (૨) તેઓ પરસ્પર એકબીજામાં આસક્ત છે (૩) રોગી સાધુ પ્રત્યે અનુરાગને કારણે તેઓ તેને માટે ભોજન લાવી આપે છે (૪) સ્પષ્ટ રીતે સરાગી છે (૫) પરસ્પર એકબીજાને આધીન છે (૬) સદ્ભાવ અને સન્માર્ગથી દૂર છે (૭) તેઓ સંસારને પાર પામી શકતા નથી.
આ લોકો ઘરબાર, કુટુંબ પરિવાર અને સંબંધો છોડીને સાધુ બન્યા છે, પરંતુ તે સાધુઓ પરસ્પર ગૃહસ્થો જેવો જ વ્યવહાર કરે છે. ગૃહસ્થો પરસ્પર એકબીજાને સહાયક–ઉપકા૨ક થાય છે. તેવી જ રીતે આ સાધુઓ પણ પરસ્પર સહાયક, ઉપકારક હોય છે. ગૃહસ્થોને પિતાપુત્ર, ભાઈ–ભાઈ, ભાઈ–બહેન વચ્ચે પરસ્પર ગાઢ અનુરાગ હોય છે, તેવી જ રીતે આ સાધુઓમાં ગુરુ—શિષ્ય, ગુરુ ભાઈઓ વચ્ચે ગુરુ બહેનો વચ્ચે પરસ્પર ગાઢ અનુરાગ હોય છે. આસક્તિ તો એવી ને એવી જ રહી, માત્ર આસક્તિના પાત્રો બદલાઈ ગયા છે. પછી તેઓમાં અને ગૃહસ્થોમાં તફાવત શો રહ્યો ? તેઓ પરસ્પર આસક્ત થઈ એક બીજા પર ઉપકાર પણ કરે છે, જેમ કે કોઈ સાધુ બીમાર પડે તો તે બીમાર સાધુ પ્રત્યેના અનુરાગના કારણે અન્ય સાધુ યોગ્ય પધ્યુક્ત આહાર ગવેષણા કરી લાવી આપે છે. આ ગૃહસ્થ જેવો વ્યવહાર નહીં તો બીજું શું છે ? આ ગૃહસ્થ જેવા વ્યવહારના કારણે સંસારના પારગામી થઈ શકે નહીં.
૧૬૯
શાસ્ત્રકારનો કહેવાનો આશય એ છે કે મિથ્યા આક્ષેપવાદીઓ દ્વારા કરાયેલા ઉપરોક્ત અસત્ આક્ષેપોને સાંભળીને સુવિહિત સાધુએ ઉત્તેજિત થઈને પોતાની ચિત્તસમાધિનો ભંગ ન કરવો જોઈએ અને ક્ષુબ્ધ પણ થવું ન જોઈએ. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સમાધિમાં સ્થિર રહેવું જોઈએ.
આક્ષેપ નિવારણ ઃ
अह ते परिभासेज्जा, भिक्खू मोक्खविसारए । एवं तुब्भे पभार्सेता, दुपक्खं चेव सेवहा ॥
Jain Education International
११
શબ્દાર્થ :- અત્ત = ત્યારબાદ, મોજāવિસારણ્ = મોક્ષ વિશારદ અર્થાત્ જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ મોક્ષ માર્ગની પ્રરૂપણા કરનારા, મિત્ત્વ = સાધુ, તે = તે અન્યતીર્થીઓને, મિાસેન્ગા = કહે કે, વં = આ પ્રમાણે, પમાસતા = કહેતા, તુષે - તમે લોકો, વુપલ્લું = બે પક્ષનું સેવા = સેવન કરો છો.
=
ભાવાર્થ :– ત્યારબાદ મોક્ષવિશારદ, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષની પ્રરૂપણા કરવામાં નિપુણ સાધુ અન્યતીર્થિકોને કહે છે કે આ રીતે આક્ષેપ કરતાં તમે દુષ્પક્ષનું સેવન કરો છો, બમણા દોષનું સેવન કરો છો.
| १२
तु भुंजह पासु, गिलाणाऽभिहडं ति य । तं च बीओदगं भोच्चा, तमुद्देसादि जं कडं ॥
For Private Personal Use Only
www.jainelibrary.org