Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧દર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
આદિ ભંગ થવાનો ભય પણ હોય છે કે આજ સુધી કરેલી મારી સંયમસાધના લુપ્ત થઈ જશે. તેથી સુવિહિત તેમજ સંકોચશીલ સાધુને આશ્વાસન આપવા તેમજ ગૃહવાસમાં લાવવાની ઈચ્છાથી તેઓ કહે છે કે, હે સુવ્રતધારી મહામુનિ ! આપે સાધુપણામાં મહાવ્રત આદિ યમનિયમોનું જે પાલન કર્યું છે, સંસાર અવસ્થામાં તે યથાવત્ અકબંધ રહેશે(કરેલી સાધના નિષ્ફળ જશે નહીં), તેનું ફળ નષ્ટ થશે નહીં. ગૃહસ્થ પણ ધર્મનિષ્ઠ હોય છે. તેથી નિયમભંગના ભયથી સુખોપભોગમાં સંકોચ ન રાખો! (૫) વિર કુફામાર્સ...સુમો તવ :- આટલું આશ્વાસન આપવા છતાં એ સુસંયમી સાધુનું મન તૈયાર થતું નથી ત્યારે તેઓ અન્ય રીતે સમજાવે છે કે હે શ્રેષ્ઠ સાધક! આપે ઘણા વર્ષો સુધી સંયમમાં રમણ કર્યું, યમ નિયમોથી યુક્ત થઈ વિહાર કર્યા, હવે આપને પ્રયત્ન કર્યા વિના મળેલા તે ભોગોને તમે અલિપ્તપણે (અનાસક્ત ભાવે)ભોગવશો તો આપને કોઈપણ દોષ લાગશે નહીં. ઉપસર્ગનો પ્રભાવ – આવા અનુકૂળ ઉપસર્ગના સમયે અપરિપક્વ સાધક કદાચ સંયમ જીવન ગુમાવી સંસારમાં પાછો ન જાય તોપણ ઉપસર્ગના પ્રભાવે સંયમ જીવનમાં ધીરે—ધીરે શિથિલ બનતા જાય છે. સંસારમાં ચાલ્યા જવું તો તે ઉપસર્ગનો પ્રભાવ છે જ પરંતુ અહીં શાસ્ત્રકારે અન્ય પ્રભાવો પણ બતાવ્યા
૧. ચોખાના દાણા નાખીને ડુક્કરને ફસાવી લે છે, તેવી જ રીતે ભોગવૃત્તિ પરાયણ લોકો ભોગ સામગ્રીના ટુકડા નાખીને સાધુને ભોગોની જાળમાં અથવા સંસારી જીવનમાં ફસાવી લે છે. ૨. જે સાધક પૂર્વોક્ત ભોગ નિયંત્રણના પ્રલોભનમાં ફસાઈને એકવાર સંયમમાં શિથિલ થઈ જાય છે, ભોગપરાયણ બની જાય છે, પછી તેને સાધુચર્યાના પાલન માટે પ્રેરણા કરવામાં આવે તો પણ તેને સાધુતામાં રસ લેતો કરી શકાતો નથી. સંયમનું નામ પણ તેને ગમતું નથી.
૩. તે ફરીથી સંયમપાલન પૂર્વક જીવન વિતાવવામાં અસમર્થ થઈ જાય છે, તેને રાતદિન ભોગ્ય સામગ્રી મેળવવાની ધૂન લાગી જાય છે. ૪. જેવી રીતે મડદાલ બળદ ઊંચા ચઢાણવાળા માર્ગ પર ચાલવામાં અશક્ત છે તેમ મંદ પરાક્રમી (શિથિલાચારી) સાધક ઉચ્ચ સંયમ આચરણમાં દુર્બળ થઈ જાય છે. તે પંચમહાવ્રત તથા સાધુસમાચારીના ભારને વહન કરવામાં અશક્ત બની સંયમને ત્યાગી દે છે અથવા સંયમમાં શિથિલ બનીને જીવન વ્યતીત કરે છે. તે પગલે પગલે કષ્ટનો અનુભવ કરે છે. ૫. તે કઠોર તેમજ નીરસ સંયમનું પાલન કરવામાં સર્વથા અસમર્થ થઈ જાય છે. દ. તપશ્ચર્યાનું નામ સાંભળતા જ તેને બેચેની થવા લાગે છે, તપસ્યા તો તેને જાણે વીંછીના ડંખ જેવી લાગે
૭. તેઓ વિવિધ ભોગસામગ્રીમાં આસક્ત થઈ જાય છે, સ્ત્રીઓના પ્રેમમાં બંધાઈ જાય છે અને કામભોગોમાં વધારેને વધારે ગ્રસ્ત રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org