Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨/ઉદ્દેશક-૩
_
| | ૧૩૭ ]
મોક્ષપ્રાપ્તિની ગુણવત્તા તેમજ યોગ્યતા બતાવવાને માટે પ્રયુક્ત કર્યા છે તેમના અર્થ ક્રમશઃ આ પ્રમાણે છે. અનુત્તરગાળો :- કેવળજ્ઞાની, જેનાથી ઉત્તમ બીજું જ્ઞાન ન હોય તેવા અનુત્તર જ્ઞાનસંપન્ન. પુત્તરવહી-કેવળદર્શની, જેનાથી ઉત્તમ કોઈ દર્શન ન હોય તેવા અનુત્તર દર્શનસંપન્ન. પુત્તર ગઇ કંસા કરે :- અનુત્તર. કેવળ જ્ઞાનદર્શનના ધારક. અર:- ઈન્દ્રાદિ દેવો દ્વારા પૂજ્ય અહંત. નાથપુ :- જ્ઞાતકુળમાં ઉત્પન્ન થવાથી જ્ઞાતપુત્ર. બનાવ :- ઐશ્વર્ય આદિ છ ગુણોથી યુક્ત ભગવાન. વેલાની :- સંસ્કૃતમાં તેનાં બે રૂપ બને છે– વૈશાંતિ અને વૈશાલ્યાતેથી વેલાણી ના ત્રણ અર્થ થાય છે– (૧) વૈશાલીમાં અથવા વિશાલાનગરીમાં કરાયેલું પ્રવચન (૨) વિશાલ કુળમાં ઉત્પન્ન થવાથી વૈશાલિક (૩) વૈશાલિક ભગવાન મહાવીર. આ અર્થનું સમર્થન કરતી એક ગાથા વૃત્તિકારે આપી છે–
विशाला जननी यस्य, विशालं कुलमेव वा ।
विशालं वचनं चास्य, तेन वैशालिको जिनः ॥
જેની માતા વિશાલા હતી, જેનું કુળ પણ વિશાલ હતું તથા જેનું પ્રવચન પણ વિશાલ હતું તેવા જિનેન્દ્ર ભગવાન મહાવીરને વૈશાલિક કહેવામાં આવ્યા છે. એથી વેપાતિ વિયાણ નો અર્થ થયો (૧) વૈશાલીનગરીમાં (આ ઉપદેશ) કહેવામાં આવ્યો હતો. (૨) વૈશાલિક ભગવાન મહાવીરે વ્યાખ્યાન કર્યું હતું.
અધિક ગાથા:- એક પ્રતમાં ચૂર્ણિકાર તેમજ વૃત્તિકાર દ્વારા જેની વ્યાખ્યા કરવામાં આવી નથી એવી એક ગાથા આ અધ્યયના અંતમાં મળે છે.
इति कम्मवियालमुत्तमं जिणवरेण सुदेसियं सया ।
जे आचरंति आहियं खवितरया वइहिंति ते सिवं गतिं ॥ त्ति बेमि ॥ આ રીતે "ઉત્તમ કર્મ વિદારણ" નામના અધ્યયનનો ઉપદેશ શ્રી જિનવરે સ્વયં કહો છે, તેમાં કહેલા ઉપદેશ અનુસાર જે આચરણ કરે છે. તેઓ પોતાની કર્મરજનો ક્ષય કરીને મોક્ષગતિ પ્રાપ્ત કરી લે છે.
ને અધ્યયન ર/૩ સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org