Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૩૪ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :- ફળનેવ = આ જ, ઉM = અવસર છે, નિયળિય = આ વાતને જાણીને, હિપાલપ = વિચારે, ઉનાળો = શ્રી ઋષભજિનેશ્વરે, માદ = આ કહ્યું છે, તે = અને બાકીના બધા તીર્થકરોએ પણ, રૂમેવ = આ જ કહ્યું છે. ભાવાર્થ :- જ્ઞાનાદિ સંપન્ન અથવા સ્વનું હિત ઈચ્છનારા મુનિ આ રીતે વિચારે કે આ ક્ષણ જ બોધિ પ્રાપ્તિ માટેનો અવસર છે. બોધિ-સમ્યક્દર્શન અથવા સબોધની પ્રાપ્તિ સુલભ નથી, આ કથન જિનેશ્વરરાગદ્વેષ વિજેતા તીર્થકર ઋષભદેવ અને શેષ સર્વ તીર્થકરોનું છે. વિવેચન :
આ ગાથામાં શાસ્ત્રકાર વર્તમાનક્ષણનું મહત્ત્વ બતાવીને સાધકને ચેતવે છે કે બોધિ દુર્લભ છે. ઉત્તરાદ્ધમાં આ તથ્યની પુષ્ટિમાટે સમસ્ત રાગદ્વેષ વિજેતા તીર્થકરોની સાક્ષી આપી છે. ફળને ફળ :- આ વાક્યમાં ફળ (૬) શબ્દ પ્રત્યક્ષ અને નજીકનો તથા હi– અવસર અર્થ નો બોધક છે. "પર્વ' શબ્દ નિશ્ચય અર્થમાં છે. શાસ્ત્રકારના આશયને સ્પષ્ટ કરતાં વૃત્તિકાર કહે છે– મોક્ષ સાધનાને માટે આ જ ક્ષેત્ર, આ જ કાળ, તથા આ જ દ્રવ્ય અને આ જ ભાવ શ્રેષ્ઠ અવસર છે. દ્રવ્યથી શ્રેષ્ઠતા:- ત્રસપણું, પંચેન્દ્રિયપણું, ઉત્તમ કુળમાં જન્મ થવો તે દ્રવ્ય શ્રેષ્ઠતા છે. ક્ષેત્રથી શ્રેષ્ઠતા - કર્મભૂમિના આર્યક્ષેત્રમાં જન્મ થવો તે ક્ષેત્ર શ્રેષ્ઠતા છે. કાલથી શ્રેષ્ઠતા :- અવસર્પિણી કાલના ચોથા આરામાં-ધર્મકાલમાં જન્મ થવો તે કાલ શ્રેષ્ઠતા છે. ભાવથી શ્રેષ્ઠતાઃ-સમ્યકત્વ-શ્રદ્ધા તેમજ સર્વ વિરતિના સ્વીકારમાં ઉત્સાહ રાખવો તે ભાવથી શ્રેષ્ઠ અવસર છે.
સર્વજ્ઞ કથિત ભાવક્ષણ-અવસર પ્રાપ્ત થવા પર પણ જો જીવ ધર્મ આચરણ અથવા મોક્ષમાર્ગની સાધના ન કરે તો પછી બોધિ પ્રાપ્ત કરવી દુર્લભ બની જાય છે. સર્વજ્ઞના આ કથનને જાણી જ્ઞાની, હિતાર્થી સાધકે પોતાના આત્માના અતલ ઊંડાણમાં જઈને નિરીક્ષણ કરવું જોઈએ. વૃત્તિકારે એક ગાથા પ્રસ્તુત કરી છે
लद्धेलियं बोहिं अकरेंतो, अणागयं च पत्थेतो ।
अण्णे दाई बोहिं, लब्भिसि कयरेण मोल्लेणं ? જે પુરુષ ઉપલબ્ધ બોધિને સાર્થક કરતો નથી અને ભવિષ્ય કાળમાં બોધિ પ્રાપ્ત કરવાની અભિલાષા રાખે છે અર્થાત્ એ ઈચ્છે છે કે મને ભવિષ્યમાં બોધિ મળે, પરંતુ તેની આશા ઠગારી નીવડે છે.
તાત્પર્ય એ છે કે આત્મહિતાર્થી સાધકે દીર્ધદષ્ટિથી એ વિચારવું જોઈએ કે જો એકવાર બોધિલાભનો અવસર ખોઈ નાખ્યો તો અર્ધપુગલ પરાવર્તન કાળ સુધી ફરી બોધિ(સમ્યકત્વ) પ્રાપ્તિ થવી દુર્લભ થઈ જાય છે. તેથી સાધકે હંમેશાં બોધિ દુર્લભતાનું ધ્યાન રાખવું જોઈએ. તેણે પોતાના અંતરતલમાં ડોકિયું કરીને હંમેશાં નિરીક્ષણ કરવું જોઈએ કે બોધિલાભને સાર્થક કરવાની કોઈ પણ ક્ષણ ગુમાવી તો નથીને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org