Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૨૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ય સરળ છે, પરંતુ પોતાની પ્રશંસા, પ્રસિદ્ધિ, પૂજા સન્માન અને પ્રતિષ્ઠાની લાલસા છૂટવી બહુ કઠિન છે સંપ્રદાય, ધર્મ, કુલ, તપ, જ્ઞાન, અહંકાર, પ્રભુત્વ આદિ કેટલાં ય રૂપોમાં તે સાધકના દિલ-દિમાગને ભ્રમણામાં નાંખે છે. આ બન્ને મોહની જનનીઓથી વિરક્ત થવા મનથી પણ તેને ન ઈચ્છો, તેનું ચિંતન ન કરો. પર્વ હિSTહપાસ...સંગર :- ગાથાના ઉત્તરાર્ધમાં સમસ્ત પ્રાણીઓને આત્માવત્ દષ્ટિથી જોવાની પ્રેરણા છે. સંયમી સાધુએ સ્વ–પરનો ભેદભાવ, સ્વ સુખની મમતા અને પર સુખની ઉપેક્ષા, સ્વજીવનનો મોહ, પર જીવનની ઉપેક્ષા આદિ વિષમભાવો દૂર કરી દેવા જોઈએ. આ વિષમભાવને નાશ કરવાનો સૌથી સરળ ઉપાય એ છે કે સાધક સમસ્ત પ્રાણીઓને આત્મતુલ્ય દષ્ટિથી જુએ. પોતાનાં સુખ-દુઃખ, જીવન-મરણની જેમ જ અન્ય જીવોના સુખ-દુઃખ આદિને જાણે. ચૂર્ણિકાર તેનો અર્થ કરે છે કે આ રીતે સંયમી સાધુ જ્ઞાનાદિ સંપન્ન થઈને બધાં પ્રાણીઓને પોતાનાથી પણ અધિક જાણે.
સુવતી ગૃહસ્થની ગતિ :
गारं पि य आवसे णरे, अणुपुव्वं पाणेहिं संजए ।
समया सव्वत्थ सुव्वए, देवाणं गच्छे सलोगयं ॥ શબ્દાર્થ – પિ ય = ઘરમાં પણ, આવિ = નિવાસ કરતો, પfહં સંગU = પ્રાણી હિંસાથી નિવૃત્ત થઈને, સવ્વસ્થ = બધા પ્રાણીઓમાં, સમય = સમભાવ રાખતો, સુષ્ય = સુવતી પુરુષ, લેવામાં સ = દેવતાઓના લોકમાં, દેવોની ઉત્તમગતિમાં, કચ્છ = જાય છે. ભાવાર્થ :- ઘરમાં પણ નિવાસ કરવા છતાં ગૃહસ્થ ક્રમશઃ પ્રાણીઓના વિષયમાં યથાશક્તિ સંયમ રાખે તથા સર્વ પ્રાણીઓમાં સમતા રાખે, તો તે સમત્વદર્શી, સુવ્રતી ગૃહસ્થ પણ દેવલોકમાં જાય છે. વિવેચન :સુવતી, સમત્વદર્શ ગૃહસ્થ પણ દેવલોકગામી - આ ગાથામાં બતાવવામાં આવ્યું છે કે ગૃહસ્થપણ ત્રણ ગુણોથી યુક્ત થઈને દેવલોકને પ્રાપ્ત કરી શકે છે. ત્રણ વિશિષ્ટ ગુણો આ છે– (૧) તે ગૃહસ્થ જીવનમાં રહેતો હોવા છતાં મર્યાદા અનુસાર પ્રાણીહિંસા પર સંયમ નિયંત્રણ)રાખે. (૨) આરંતુ પ્રવચનમાં કહેલા સમસ્ત એકેન્દ્રિયાદિ પ્રાણીઓ પર સમભાવ–આત્મવત્ ભાવ રાખે (૩) શ્રાવકનાં વ્રત ધારણ કરે. સમય - એટલે સમતા. વૃત્તિ અનુસાર તેના બે અર્થ છે– (૧) સ્વ-પર તુલ્યતા અને (૨) સમભાવ. એકેન્દ્રિયાદિ સર્વ પ્રાણી પ્રત્યે સમભાવ રાખે તે દેવલોકને પ્રાપ્ત થાય છે. ચૂર્ણિ અનુસાર જે ગૃહસ્થ સર્વત્ર સમભાવ રાખે છે તે સામાયિકાદિ ક્રિયા ન કરે તોપણ સમતાના કારણે દેવગતિને પ્રાપ્ત કરે છે. ભિક્ષુનું આચરણ :
सोच्चा भगवाणुसासणं, सच्चे तत्थ करेज्जुवक्कम । सव्वत्थ विणीयमच्छरे, उंछ भिक्खु विसुद्धमाहरे ॥
१४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org