Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૩ _.
- ૪૭ |
(૧) દેવત્તે-દેવકૃત લોક-વૈદિક યુગમાં મનુષ્યોનો એક વર્ગ અગ્નિ, વાયુ, જળ, આકાશ વિધુત, દિશા વગેરે શક્તિશાળી પ્રાકૃતિક તત્ત્વોનો ઉપાસક હતો, પ્રકૃતિને જ દેવ માનતો હતો. મનુષ્યમાં એટલી શક્તિ નથી કે જે આટલા વિશાળ બ્રહ્માંડની રચના કરી શકે. દેવ જ શક્તિશાળી છે. આ ધારણાથી દેવકૃત લોકની કલ્પના પ્રચલિત થઈ. રેવત્તે આના સંસ્કૃતમાં ત્રણ રૂપ થાય છે. જેવડત, દેવગુપ્ત અને દેવપુત્ર !
રેવડપ્ત નો અર્થ છે દેવ દ્વારા બીજની જેમ વાવેલું, કોઈ દેવે પોતાનું બીજ(વીર્ય) કોઈ સ્ત્રીમાં આરોપ્યું અને તેનાથી મનુષ્ય તથા બીજા પ્રાણીઓ થયા, પ્રકૃતિની બધી વસ્તુઓ થઈ. ઐતરેય ઉપનિષદ, છાન્દોગ્ય ઉપનિષદ આદિમાં તેના પ્રમાણ મળે છે. રેવત દેવગુપ્તનો અર્થ છે દેવો અથવા દેવ વડે રક્ષાયેલો. આખું વિશ્વ કોઈ દેવ દ્વારા રક્ષાયેલું છે.
દેવપુત્ર- દેવપુત્રનો અર્થ છે– આ જગત તથાકથિત દેવનો પુત્ર છે. જેણે સંસારને ઉત્પન્ન કર્યો છે. (૨) વંશ - બ્રહ્મકૃત લોક – કોઈ પ્રજાપતિ–બ્રહ્મા દ્વારા લોકની રચના માને છે. તેઓનું કહેવું એમ છે કે મનુષ્યમાં એટલી શક્તિ નથી કે આટલી વિશાળ–વ્યાપક સૃષ્ટિની રચના અને સુરક્ષા કરી શકે. દેવ ભલે મનુષ્યોથી ભૌતિક શક્તિમાં ચડિયાતા હોય, પરંતુ વિશાળ બ્રહ્માંડને રચવામાં સમર્થ નથી જ. સૃષ્ટિની પહેલાં હિરણ્યગર્ભ–બ્રહ્મા એકલા જ હતા. તે આખા વિશ્વને જોઈ શકે છે અને બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી છે. ભિન્ન ભિન્ન ઉપનિષદોનો આ જ સૂર છે.
મુંડક ઉપનિષદ માં કહ્યું છે કે વિશ્વનો કર્તા અને ભવનનો ગોખા(રક્ષક) બ્રહ્મા–દેવોમાં સૌ પ્રથમ થાય. તૈતરીય ઉપષિદમાં કહ્યું છે કે બ્રહ્મા પ્રથમ એકલા હતા. તેમણે ઇચ્છા કરી, "એક છું, અનેક થાઉં, પ્રજાને ઉત્પન્ન કરું." તેણે તપ કરીને આ બધું રચ્યું, સર્જન કર્યુ.
આ વાતનું સમર્થન પ્રશ્ન ઉપનિષદમાં, છાન્દોગય ઉપનિષદમાં પણ જોવા મળે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચનાની વિચિત્ર કલ્પના બતાવી છે. બ્રહ્મા એકલા રમણ કરતા હતા, તેણે બે થવાથી ઈચ્છા કરી. જેવી રીતે સ્ત્રી પુરુષ પરસ્પર આશ્લિષ્ટ થાય છે, તેવી રીતે બ્રહ્માએ પોતાના બે ભાગ કર્યા અને તે પતિ-પત્નીના રૂપે થઈ ગયા. પહેલાં મનુષ્ય, પછી ગાય, બળદ, ગધેડી, ગધેડો, બકરી, બકરો, પશુ-પક્ષી આદિથી લઈને કીડી સુધી બધાનાં જોડા(યુગલ) બનાવ્યાં.
એક વૈદિક પુરાણમાં સૃષ્ટિક્રમ બતાવ્યો છે કે પહેલાં આ જગત ઘોર અંધકારમય હતું. બિલકુલ અજ્ઞાત, અવિલક્ષણ, અતક્ય અવિશ્લેય. જાણે કે તે બિલકુલ સૂતેલું હતું. તે એક સમુદ્રના રૂપમાં હતું. તેમાં સ્થાવર-જંગમ, દેવ, માનવ, રાક્ષસ, સર્પ અને ભૂજંગ વગેરે બધાં પ્રાણી નષ્ટ થઈ ગયાં હતાં. માત્ર ટેકરા જેવું બનેલું હતું. જે પૃથ્વી આદિ મહાભૂતોથી રહિત હતું. તેના ઉપર અચિન્ય સૂતેલા હતા. જે તપશ્ચર્યા કરી રહ્યા હતા. સૂતેલા વિભુની નાભિમાંથી એક કમળમાંથી દંડ અને જનોઈથી યુક્ત બ્રહ્માજી ઉત્પન્ન થયા. જેઓએ તે આઠ જગન્માતાઓ બનાવી. (૧) દિતિ (૨) અદિતિ (૩) મનુ (૪) વિનતા (૫) કઠું (૬) સુલસા (૭) સુરભિ અને (૮) ઈલા. દિતિએ દૈત્યોને, અદિતિએ દેવોને, મનુએ મનુષ્યોને, વિનતાએ બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org