Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અધ્યયન-ર/ઉદ્દેશક–૧.
૮૧
|
તેમજ ત્યાગ કરવા યોગ્ય સમજી તે સર્વનો મોહ રાખવો ન જોઈએ, જેથી તેને છોડતી વખતે દુઃખી થવું ન પડે.
વટાદિ સંહિતુ -આ બીજી ગાથામાં પણ જીવનની ક્ષણિકતાની ઝાંખી કરાવવામાં આવી છે. પાંચે ઈન્દ્રિયોના વિષયભોગોના સેવનથી એક દિવસ તૃપ્તિ થઈ જશે, આ વિષયભોગ મારો સાથ ક્યારે ય નહિ છોડે તથા માતા-પિતા, સ્ત્રી, પુત્ર આદિ સજીવ તથા ધન, ધામ, ભૂમિ વગેરે નિર્જીવ, પરિચિત પદાર્થ સદાય મારી સાથે રહેશે જ, તે મોતથી, દુઃખથી બચાવશે તેવી મનુષ્યની ભ્રમણાઓને તોડવાનો આ ગાથામાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. અશુભકર્મના ઉદયે અથવા આયુષ્યનો ક્ષય થવાથી, ત્યારે આ વિષય ભોગો, માતાપિતાદિનો અવશ્ય વિયોગ થાય છે. પાપકર્મના ઉદયે આ જીવનમાં જે તે સર્વને દુઃખી થઈ છોડવા પડે છે. પાપકર્મનો ઉદય ન થાય તો મૃત્યુ સમયે તે સર્વ છોડી જીવ એકલો જ અન્ય ગતિમાં પ્રયાણ કરે છે. તો શા માટે ક્ષણિક એવા કામભોગ અને પરિચિતો પર આસક્તિ રાખી, કર્મબંધ કરી, ફળ ભોગવતા દુઃખી બનવું? કર્મ વિપાક દર્શન :
जे यावि बहुस्सुए सिया, धम्मिय माहण भिक्खुए सिया ।
अभिणूमकडेहिं मुच्छिए, तिव्वं से कम्मेहिं किच्चइ ॥ શબ્દાર્થ :- વહુસુ = બહુશ્રુત અર્થાત્ ઘણા શાસ્ત્રોના જ્ઞાતા, ધનિક = જે ધાર્મિક, ખજૂન
fé = પરંતુ માયાકૃત અનુષ્ઠાનમાં, તિવ્ર = તીવ્ર અશુભ, ૯ = કર્મદ્વારા વિશ્વક્ = પીડિત કરવામાં આવે છે. ભાવાર્થ :- જો કોઈ બહુશ્રત હોય, ધાર્મિક-ધર્મક્રિયાશીલ હોય, બ્રાહ્મણ હોય કે ભિક્ષુ હોય, પરંતુ જો તે માયા યુક્ત-ગુપ્ત દાંભિક કૃત્યોમાં આસક્ત હોય તો તે કર્મો દ્વારા અત્યંત તીવ્રતાથી પીડિત કરાય છે.
अह पास विवेगमुट्ठिए, अवितिण्णे इह भासइ धुवं ।
णाहिसि आरं कओ परं, वेहासे कम्मेहिं किच्चइ ॥ શબ્દાર્થ :- ૩૬ = ત્યારબાદ, = જુઓ કે, વિવે = કોઈ અન્યતીર્થી પરિગ્રહને, છોડવા રૂપ અને સંસારને અનિત્ય જાણવા રૂપ વિવેક પૂવર્ક, ફ્રિજ = પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે, વિતિ = પરંતુ તેઓ સંસાર સાગરને પાર કરી શકતા નથી, ૬ = તેઓ આ લોકમાં, યુi = મોક્ષનું, માસ = ભાષણ માત્ર કરે છે. હે શિષ્ય! તમે પણ તેઓના માર્ગમાં જઈને, આરં = આ લોકને, પરં = તથા પરલોકને, વઓ= કેવી રીતે, હિલિ = જાણી શકશો? તે અન્યતીર્થિઓ, વેરાવે = મધ્યમાં જ, દં= કર્મો દ્વારા, વિશ્વ = પીડિત કરવામાં આવે છે. ભાવાર્થ :- હવે તમે જુઓ કે જે અન્યતીર્થી સાધક પરિગ્રહનો ત્યાગ કરીને કે સંસારની અનિત્યતાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org