Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૯૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
છે માટે આ બધાનો સમાવેશ પણ થાળી માં કરવામાં આવે છે. વૃત્તિકારે વિળીનો અર્થ પરનિંદા કર્યો છે. સાધક અભિમાનના આવેશમાં આવીને જ અનેક પાપોની જનની ઈક્ષિણી–પરદોષ દષ્ટિને પોષે છે. તેથી મૂળથી જ મદને તિલાંજલિ આપવી જોઈએ. નો રબવફ પરં ન...માં:- બીજી ગાથાના પૂર્વાદ્ધમાં અભિમાનજન્ય આવેશના ભયંકર પરિણામનો સંકેત કર્યો છે. અભિમાનના કારણે વ્યકિત જાતિ, કુળ, વૈભવ, બળ, લાભ, શાસ્ત્રજ્ઞાન, તપ આદિમાં હીન વ્યક્તિનો તિરસ્કાર, અવજ્ઞા, અપમાન, અનાદર કરે છે, તેને ધિક્કારે છે, ખીજાય છે, મારે છે, વાતવાતમાં હલકા દેખાડવાનો પ્રયાસ કરે છે, પોતાની મોટાઈ બતાવીને બીજાને નગણ્ય-તુચ્છ બતાવે છે, શરમાવે છે, લાંછન લગાવે છે, ખૂંચે તેવા મર્મસ્પર્શી વચનો અથવા અપશબ્દો કહે છે. આ બધા "પર–પરિભવ"ની જ સંતતિ છે. તેથી મદથી ઉત્પન્ન થતો પર–પરિભવ–બીજાનો પરાભવ પણ ત્યાજ્ય છે. સંસારે ચિત્ત૬ મહું :- અન્યનો પરિભવ–પરાભવ, તિરસ્કાર કરનાર વ્યક્તિ ચિરકાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કરે છે. અન્યની અવજ્ઞા-પરિભવ કરવામાં અનેક પાપસ્થાનકોનું સેવન થાય છે. ઈર્ષા–ષ વગેરે કષાયો હોય તો જ અન્યની અવજ્ઞા, નિંદા થઈ શકે. કષાય ભાવહિંસા છે માટે પરાભવમાં હિંસા નામના પ્રથમ પાપસ્થાનકનું સેવન થાય છે.
બીજાની નિંદામાં મિથ્યા દોષારોપણ સંભવે છે માટે મૃષાવાદ નામના બીજા પાપસ્થાનકનું સેવન થઈ જાય છે.
સ્વાધ્યાય, ધ્યાન વગેરે આત્મકલ્યાણની પ્રવૃત્તિના બદલે પરાભવ, પરનિંદામાં સમય વ્યતીત થવાથી તીર્થકરની આજ્ઞાના ઉલ્લંઘન રૂપ અદત્તાદાન નામના ત્રીજા પાપસ્થાનકનું સેવન થાય છે.
બ્રહ્મ એટલે આત્મામાં ચરવું–વિચરવું તે બ્રહ્મચર્ય. પરાભવના સમયે આત્મ સ્વરૂપમાં રમણ થઈ શકતું નથી માટે અબ્રહ્મના સેવનરૂપ ચોથા પાપસ્થાનકનું સેવન થઈ જાય છે.
બીજાની નિંદા સમયે ક્રોધ, રાગ, દ્વેષ હોય જ અને આ ક્રોધાદિ ભાવપરિગ્રહ છે માટે પાંચમાં પરિગ્રહ નામના પાપસ્થાનકનું સેવન થાય છે.
અન્યનો તિરસ્કાર ક્રોધ, રાગ-દ્વેષ દ્વારા જ થાય છે તથા પોતાને ગુણી, ઉચ્ચ માને ત્યારે જ બીજાનો પરાભવ કરી શકાય. માટે ક્રોધ, માનરૂપ છટ્ટા-સાતમાં પાપસ્થાનકનું સેવન થાય છે.
અન્યનો પરાભવ કરી, પોતાના માનને પોષવા માટે માયા, પૈશુન્ય, ચાડી-ચૂગલી, કપટ, કરે છે. ઉચ્ચ પદ પ્રાપ્તિનો લોભ પરાભવ સાથે સંકળાયેલ જ છે. અન્યના તિરસ્કાર, પરાભવ તે એક પ્રકારની પરનિંદા જ છે. વ્યક્તિ અન્યના પરાભવમાં આનંદનો અનુભવ કરે છે. આ રીતે અન્યનો પરાભવ કરવામાં ક્રમથી માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પરંપરિવાદ, રતિ–અરતિ, માયા–મૃષા, મિથ્યાદંસણ શલ્યરૂપ અઢારે પાપસ્થાનકનું સેવન થઈ જાય છે. પાપસ્થાનકોના સેવન દ્વારા કર્મબંધ કરી જીવ ચિરકાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કરે છે. માટે સાધુએ મધના આવેશમાં આવી કોઈની નિંદા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org