Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૨૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ચાલી શકતો નથી, ભાર ઉપાડી શકતો નથી અને અંતે દુઃખ પામે છે, તેવી જ રીતે કામભોગોનો ગુલામ અને દુર્બળ મનનો સાધક ગુરુવચનોના ફટકા પડવા છતાં પરીષહ આદિ સહન કરવારૂપ વિષમમાર્ગમાં ચાલી શકતો નથી. સુખની એષણા છોડી શકતો નથી. તે સંયમનો ભાર વહન કરી શકતો નથી અને અંતે શબ્દ આદિ વિષયભોગોમાં ફસાઈને દુઃખી થાય છે.
પર્વ છાનેલM :- કામભોગોમાં આસક્ત સાધક ભ્રમમાં રહે કે હું થોડા દિવસોમાં જ જ્યારે ઈચ્છા થશે ત્યારે છોડી દઈશ પરંતુ એકવાર કામભોગોની લતે લાગી ગયા પછી શાસ્ત્ર ગમે તેટલી પ્રેરણા આપતા રહે, ગુરુવર્યો વગેરે ગમે તેટલી શિક્ષાઓ(શિખામણો) આપે, તેને ફટકારે, સ્વયં ઈચ્છતો હોવા છતાં કામભોગોની લાલસાને છોડી શકતો નથી. જામી જાને ન જામ, તળે વા વિ અસદ વરુઠ્ઠ૬ :- કામભોગોની આસક્તિથી છૂટવાના બે જ ઉપાયો છે. કામી કામભોગોની કામના જ ન કરે અને પ્રાપ્ત કામભોગોને અપ્રાપ્ત જેવા જ સમજે, તેનાથી બિલકુલ ઉદાસીન રહે.
જો કોઈ સાધક પોતાના પૂર્વ(ગૃહસ્થ)જીવનમાં કદાચિત્ કામથી અતૃપ્ત રહ્યો હોય તો તેણે કામસેવનનાં દુષ્પરિણામોનો વિચાર કરી સાધુ જીવનમાં વજસ્વામી અથવા જંબુસ્વામીની જેમ મનમાં કામભોગોની જરાપણ કામના-વાસના રાખવી ન જોઈએ. લિભદ્ર તેમજ ક્ષુલ્લક કુમારની જેમ કોઈપણ નિમિત્તથી બંધાયેલ તે સાધક કદાચ પૂર્વજીવનમાં કામી રહ્યો હોય, તો તેણે પૂર્વે ભોગવેલા કામભોગોનું કયારે ય પણ સ્મરણ ન કરવું જોઈએ. કદાચ ઈન્દ્રિય-વિષય(કામ) પ્રાપ્ત પણ થઈ જાય તો તેને ન મળ્યા તુલ્ય જાણીને તેના પ્રત્યે નિરપેક્ષ, નિઃસ્પૃહ તેમજ ઉદાસીન રહેવું જોઈએ. ન પછી અલાઉલ :- શાસ્ત્રકારે બે ગાથા દ્વારા બે પ્રબળ યુક્તિઓથી કામત્યાગની અનિવાર્યતા સમજાવી છે, (૧) મૃત્યુ પછીના જન્મમાં દુર્ગતિ ન થાય, ત્યાંની ભયંકર યાતનાઓ સહેવી ન પડે ત્યાં અસંયમીની જેમ રોવું–પીટવું ન પડે, (૨) આ જન્મમાં જ જુઓને ! સો વર્ષના આયુષ્યવાળો માનવ જુવાનીમાંજ ચાલ્યો જાય છે. આ જીવન ક્ષણભંગુર છે માટે અવિવેકી માનવની જેમ કામભોગમાં મૂર્શિત થવું યોગ્ય નથી.
આ ગાથાનો સાધુની અપેક્ષાએ આ રીતે અર્થ થાય છે– સંયમ સ્વીકાર્યા પછી ક્યારે ય અસાધુતાસંયમમાં શિથિલતા આવી ન જાય તે માટે આત્માને સદા અનુશાસનમાં રાખી, વિષય સેવનથી દૂર રહે. અસાધુ થયા પછી તેને મૃત્યુ સમયે કે કષ્ટના સમયે ઘણો શોક, વિલાપ અને પશ્ચાત્તાપ થાય છે. કામભોગોમાં જે સુખ માને છે, તેઓ તેના ભાવિ દુષ્પરિણામો પર વિચાર કરે કે ક્ષણિક કામસુખ કેટલું ભયંકર અને ચિરકાલીન દુઃખ લાવે છે.
બીજી યુક્તિ એ આપવામાં આવી છે કે મનુષ્ય જીવન ક્ષણિક છે, આયુષ્ય સોપક્રમી છે. ક્યારે કયા નિમિત્તથી આયુષ્ય પૂર્ણ થશે તે કાંઈ કહી શકાતું નથી. તેથી દીર્ઘદા મનુષ્ય ક્ષણિક સુખના કારણભૂત કામભોગને માટે અમૂલ્ય જીવનને વેડફી ન નાખે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org