Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨/ઉદ્દેશક-૩
_.
૧૧૭ |
નવા કર્મોને વ્યક્તિ અટકાવી દે તેટલા માત્રથી મોક્ષ થતો નથી. પૂર્વે બાંધેલાં કર્મોનો ક્ષય ન થાય ત્યાં સુધી તો મોક્ષ પ્રાપ્ત થઈ શકે નહીં. આ ગાથામાં તે કર્મોના ક્ષયનો ઉપાય બતાવવામાં આવ્યો છે. સંયમ દ્વારા(જેમાં તપશ્ચર્યાનો પણ સમાવેશ થઈ જાય છે), પૂર્વકર્મોનો ક્ષય થાય છે. આ ગાથામાં સંવર અને નિર્જરા દ્વારા મુક્તિ પ્રાપ્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ રીતે સંપૂર્ણ કર્મોથી રહિત થઈને મોક્ષ પ્રાપ્ત કરવા માટે સંયમની પ્રેરણા આપવામાં આવી છે. કર્મબંધના કારણ તથા પ્રકારઃ- કર્મોનાં આગમન કાર તેમજ બંધનનાં કારણ મુખ્યતયા પાંચ છે. (૧) મિથ્યાદર્શન (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય અને (૫) યોગ. આ પાંચે આશ્રવ દ્વારોથી ઉપરતિ-વિરતિ તે સંયમ છે. ગં કુષ પુ-કર્મબંધની ચાર અવસ્થાઓ છે.(૧) સ્પષ્ટ (૨) બદ્ધ (૩) નિધત્ત (૪) નિકાચિત. સોયના દષ્ટાંતે તે ચાર પ્રકારનો બંધ સમજાવવામાં આવે છે. (૧) વીખરાયેલી સોયોને ભેગી કરવામાં આવી હોય તો તે સોયો સરળતાથી અલગ થઈ શકે. એ રીતે જે કર્મ માત્ર આત્મા સાથે સ્પષ્ટ છે, તે પ્રતિક્રમણ, આલોચના, નિંદા આદિ અલ્પપ્રયત્નથી આત્માથી અલગ થઈ જાય છે તેને સ્પષ્ટ કર્મ કહે છે. (૨) તે સોયો સૂતરના દોરાથી બાંધી દીધી હોય તો તેને છૂટી પાડવા થોડો પરિશ્રમ કરવો પડે. એ રીતે જે કર્મ તપ, સંયમના પરિશ્રમથી છૂટી જાય તેને બદ્ધકર્મ કહે છે. (૩) તે સોયોને તારથી બાંધી દીધી હોય તો તેને છૂટી પાડવા વધારે શ્રમ કરવો પડે છે, તે જ રીતે જે કર્મો કઠોર તપ સંયમના પરિશ્રમથી છૂટે તેને નિધત્ત કર્મ કહે છે. (૪) સોયોને આગમાં ગરમ કરી એક લોખંડનો પિંડ બનાવી દેવામાં આવે તો તેમાંથી સોયોને અલગ અલગ કરવી અસંભવ છે. તે જ રીતે જે કર્મોને તે રૂપે ભોગવ્યા વિના અન્ય ઉપાયોથી છૂટકારો થવો અસંભવ છે. તેને નિકાચિત કર્મ કહેવાય છે. દુર્ણ દૃશબ્દનો અર્થ વૃત્તિકારે આ પ્રમાણે કર્યો છે. જે દુઃખ એટલે કે અશાતાવેદનીય સહિત આઠ પ્રકારના કર્મ સ્પષ્ટ રૂપે ઉપલક્ષણથી બદ્ધ, પૃષ્ટ, નિધત તેમજ નિકાચિત રૂપે ઉપચિત થયાં હોય તેનો તપ-સંયમથી ક્ષય થાય છે. નર હેન્દ્ર વયંતિ :- જે પુરુષ સંવૃત્તાત્મા છે તે મરણ એટલે કે મરણ સ્વભાવને તથા ઉપલક્ષણથી જન્મ, જરા, મરણ શોક આદિથી મુક્ત થાય છે. સંગમ અવવિશ્વ :- ૧૭ પ્રકારના સંયમ દ્વારા કર્મોનો ક્ષય થાય છે. તે સંયમના ૧૭ પ્રકાર આ પ્રમાણે છે. (૧ થી ૫) પૃથ્વીકાયાદિ પાંચસ્થાવર સંયમ (૬) બેઈન્દ્રિય સંયમ (૭) તેઈન્દ્રિય સંયમ (૮) ચૌરેન્દ્રિય સંયમ (૯) પંચેન્દ્રિય સંયમ (૧૦) અજીવ સંયમ (૧૧) પ્રેક્ષા સંયમ (૧૨) ઉપેક્ષા સંયમ (૧૩) પ્રમાર્જના સંયમ (૧૪) પરિષ્ઠાપના સંયમ (૧૫) મનઃ સંયમ (૧૬) વચન સંયમ (૧૭) કાય સંયમ.
બીજી રીતે સંયમના ૧૭ ભેદ થાય છે– (૧ થી ૫) હિંસા આદિ પાંચ આશ્રવોનો સંયમ (૬ થી ૧૦) સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઈન્દ્રિયોને તેના વિષયો તરફથી રોકવી. (૧૧ થી ૧૪) ક્રોધ, માન, માયા, લોભ રૂપ ચાર કષાયોનો ત્યાગ કરવો. (૧૫ થી ૧૭) મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિ રૂપ ત્રણ દંડોથી વિરતિ. આ સત્તર પ્રકારના સંયમથી આવતાં કર્મ અટકે છે. અહીં સંયમની અંતર્ગત તપની ગણના છે. તે તપથી કર્મોનો ક્ષય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org