Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૨/ઉદ્દેશક-૨
_.
૧૦૫ |
એકાકી વિચરણ કરનારા સાધુને કઠોર સાધના કરવી પડે છે, એકાકી વિચરણમાં સ્થાનની, આહારપાણીની અસુવિધા, સન્માન-સત્કારની અપ્રાપ્તિથી મનમાં વિહ્વળતા આવી જવી, વાણીમાં રોષ, કઠોરતા તેમજ અપશબ્દ આવી જાય કે ઉપદ્રવો આવે ત્યારે સમાધિનો ભંગ થાય, મનમાં રાગ, દ્વેષ, મોહના ઉભરા આવે તો એકચર્યામાં લાભને બદલે હાનિ જ થાય. એકચર્યાનો લાભ લેવા સાધકે એકચર્યા સ્વીકારતા પૂર્વે જ પોતાની જાતને એકચર્યાને યોગ્ય બનાવી લેવી જોઈએ.
આ ગાથાઓમાં એકલવિહારી સાધુની આચારસંહિતાનાં રર સૂત્રો ફલિત થાય છે તે આ પ્રકારે છે– (૧) એકચારી સાધુ સ્થાન (કાયોત્સર્ગાદિ), આસન અને શયન એકલો જ કરે (૨) બધી પરિસ્થિતિઓમાં સમાધિયુક્ત થઈને રહે (૩) મનોગુપ્ત, વચનગુપ્ત અને તપશ્ચર્યામાં પરાક્રમી રહે (૪) શૂન્યગૃહના દ્વાર ન ખોલે ન બંધ કરે (૫) પ્રશ્નનો ઉત્તર ન દે () મકાનનો કચરો ન કાઢે (૭) ઘાસ પણ ન બિછાવે (૮) જ્યાં સૂર્યાસ્ત થઈ જાય ત્યાં ક્ષોભરહિતપણે રોકાઈ જાય (૯) અનુકૂળ-પ્રતિકૂળ આસન, શયન અને સ્થાનને સહન કરે (૧૦) ત્યાં ડાંસ-મચ્છર આદિનો ઉપદ્રવ હોય અથવા ભયંકર રાક્ષસ આદિ હોય અથવા સર્પ આદિ હોય તો પણ સમભાવપૂર્વક સહન કરે (૧૧) શૂન્ય આગારમાં રહેલ સાધુ દિવ્યદેવસંબંધી), માનુષ(મનુષ્યસંબંધી) અને તિર્યંચગત ઉપસર્ગો આવે તેને સહન કરે (૧૨) ભયભીત ન બને (૧૩) ભયંકર ઉપસર્ગોથી પીડા પામે તો પણ ન તો જીવવાની ઈચ્છા કરે અને ન પૂજા(પ્રશંસા)ની પ્રાર્થના કરે (૧૪) ભયંકર પ્રાણીઓથી અભ્યસ્ત બની જાય (૧૫) પોતાના આત્માને જ્ઞાનાદિમાં સ્થાપિત કરે (૧૬) સ્વપરત્રાતા બને (૧૭) વિવિક્ત આસન સેવી હોય (૧૮) પોતાના આત્મામાં ભયનો સંચાર ન થવા દે (૧૯) ગરમ પાણી ગરમ જ પીએ, (ઠંડુ કરીને ન પીએ) (૨૦) શ્રત ચારિત્રધર્મમાં સ્થિત રહે (૨૧) અસંયમથી લજ્જિત હોય (રર) રાજા આદિનો સંસર્ગ ન કરે.
ઉપરોક્ત ફલિત રર સૂત્રોમાં એકચારી સાધુ માટે કેટલીક કઠોર ચર્યાઓનો નિર્દેશ છે, તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે(૧) નો જાદે | વ પ :- શૂન્ય ઘરનું દ્વાર ન ખોલે, ન બંધ કરે. વર્ષોથી સફાઈ કર્યા વિનાના હોય, નિર્જન–શૂન્ય મકાનમાં જાળા બાઝી ગયા હોય; કરોળિયા આદિ જીવજંતુનો તેમાં વસવાટ હોય; ચકલી, કબૂતર આદિ પક્ષીઓએ માળા બનાવેલા હોય; ગરોળી, સાપ, વીંછી આદિ ઝેરીલાં જંતુઓએ પણ ત્યાં પોતાનું સ્થાન જમાવેલું હોય; કીડા વગેરે ઉભરાયા હોય; તેવા શૂન્ય ઘરના દરવાજા ખોલતા કે બંધ કરતાં તે જીવોની વિરાધનાની સંભાવના રહે. તેથી સાધુ વર્ષા, ઠંડી કે ગરમીના પરીષહને સહન કરી લે પરંતુ તેના દ્વારને ખોલે પણ નહીં, બંધ પણ ન કરે. (૨) સમુછે સંઘરે તi :- સફાઈ ન કરે, ઘાસ ન બિછાવે. દીર્ધકાળથી સુના પડેલા મકાનની સફાઈ કરવાનો અને ઘાસ પાથરવાનો નિષેધ, ત્યાં રહેનાર જીવજંતુઓની વિરાધના ન થાય તે માટે કરવામાં આવ્યો છે. (૩) પુદ્દે ન ૩લાદરે વયં - પૂછવા પર બોલે નહીં. સાધુને કાયોત્સર્ગમાં સૂના ઘરમાં ઊભેલા જોઈને ઘણા લોકો ચોર, ડાકુ, ગુપ્તચર, લૂંટારા અથવા અન્ય અપરાધી હોવાનો સંદેહ કરી તેમને પૂછે– કોણ છો ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org