Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન–૨/ઉદ્દેશક–૨
ધર્માર્થી, વહાળવRE = તપમાં પરાક્રમ કરે, સમાદિલિપ = ઈન્દ્રિયને વશમાં રાખે, વિહરેખ્ત આ પ્રમાણે સાધુ સંયમનું અનુષ્ઠાન કરે કારણ કે, આયહિય = આત્મ કલ્યાણ, જુહેળ = કષ્ટપૂર્વક,
લભર્ = પ્રાપ્ત કરાય છે.
ભાવાર્થ :- ધર્મસાધક મુનિ કોઈપણ વસ્તુની સ્પૃહા અથવા આસક્તિ ન રાખે. જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ કરે તેવા હિતાવહ કાર્ય કરે. ઈન્દ્રિય અને મનને ગુપ્ત રાખે, ધર્માર્થી તપસ્યામાં પરાક્રમી બને, ઈન્દ્રિયોને વશમાં રાખે, આ રીતે સંયમમાં વિચરણ કરે, કારણ કે આત્મ કલ્યાણ કરવું દુર્લભ છે.
३१
શબ્દાર્થ :- સામા-યાહિય = સામાયિક સંયમ આદિ કહ્યું છે, તF = યથાર્થ રીતે, ખો સમુદિય - અનુષ્ઠાન કર્યું નથી.
=
૧૧૩
ण हि णूण पुरा अणुस्सुयं, अदुवा तं तह णो समुट्ठियं । मुणिणा सामाइयाहियं, णाएण जगसव्वदंसिणा ॥
ભાવાર્થ :- સમસ્ત જગતને જાણનાર, સર્વદર્શી જ્ઞાતપુત્ર મુનિપુંગવ ભગવાન મહાવીરે જે સામાયિક આદિનું પ્રતિપાદન કર્યું છે, નિશ્ચયરૂપથી જીવોએ તે સાંભળ્યું જ નથી અથવા સાંભળીને યથાર્થ રૂપે તેનું આચરણ કર્યું નથી. (જો સામાયિકનું, સમતાનું આચરણ કર્યું હોત તો આજે આ સંસારમાં સ્થિત ન હોત. ક્યારનો ય મોક્ષ થઈ ગયો હોત.)
एवं मत्ता महंतरं, धम्ममिणं सहिया बहू जणा ।
|३२|
गुरुणो छंदाणुवत्तगा, विरया तिण्ण महोघमाहियं ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ :- મત્તા = માનીને, મહંતર = સર્વોત્તમ, ધમ્મમિળ = આ આર્હત્ ધર્મને, સહિયા જ્ઞાનાદિ સંપન્ન, પુરુષો જીવાણુવત્તા = ગુરુના અભિપ્રાય અનુસાર વર્તનારા, વિવા = પાપરહિત, વહૂગળા = ઘણા માણસોએ, મહોય = સંસારસાગરને, તિળ = પાર કર્યો છે, આહિય = એમ હું આપને કહું છું.
Jain Education International
ભાવાર્થ :- આ રીતે હિતની પ્રાપ્તિ દુર્લભ છે, તેમ જાણી, આર્હધર્મની શ્રેષ્ઠતા સ્વીકારી, જ્ઞાનાદિ રત્નત્રયયુક્ત ગુરુના આજ્ઞાનુવર્તી તેમજ પાપથી વિરત અનેક સાધકોએ સંસાર સાગરને પાર કર્યો છે. તેમ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે, તે હું તમને કહું છું.
વિવેચન :
આ ૧૦ ગાથાઓમાં શાસ્ત્રકારે તીર્થંકરો દ્વારા પ્રતિપાદિત અનુત્તરધર્મનું માહાત્મ્ય અને વિવિધપ્રકારે આરાધનાની પ્રક્રિયા બતાવી છે. પ્રથમ બે ગાથાઓમાં અનુત્તર ધર્મની મહત્તા અને ઉપાદેયતા કુશળ, દુર્જોય, જુગારીની ઉપમા દઈને સમજાવી છે. જેવી રીતે ચતુર અપરાજેય જુગારી, જુગારના બીજા પાશાઓને છોડીને કૃત નામના પાશાઓને જ ગ્રહણ કરે છે, એવી જ રીતે જિન પ્રવચન કુશળ સાધુ ગૃહસ્થ, કુપ્રાવચનિક અને પાર્શ્વસ્થ આદિના ધર્મોને છોડીને સર્વજ્ઞ, વીતરાગ કથિત સર્વોત્તમ, સર્વમહાન્,
For Private Personal Use Only
www.jainelibrary.org