Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૮૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ – દિપાછું = જુએ કે, વિચારે કે, વિ સુખ = પીડિત કરાતો નથી પરંતુ, મુદ્દો ને = પરીષહોનો સ્પર્શ થાય ત્યારે તે મુનિ, પિદે = ક્રોધાદિ રહિત થઈને, દિયાસણ = તેને સહન કરે.
ભાવાર્થ :- જ્ઞાનાદિ સંપન્ન સાધક આ પ્રકારે વિચારે કે શીત ઉષ્ણ આદિ પરીષહો-કષ્ટોથી માત્ર હું જ પીડા પામું છું તેમ નથી પરંતુ સંસારમાં બીજા પ્રાણીઓ પણ તેનાથી પીડિત છે. આ પ્રમાણે વિચારી પરીષહોનો સ્પર્શ થાય ત્યારે તે સંયમી ક્રોધાદિ અથવા રાગ-દ્વેષ-મોહથી રહિત થઈને તે પરીષહોને સમભાવ પૂર્વક સહન કરે.
धुणिया कुलियं व लेववं, किसए देहमणासणाइहिं ।
अविहिंसामेव पव्वए, अणुधम्मो मुणिणा पवेइओ ॥ શબ્દાર્થ :- નૈવવું = જેવી રીતે લેપવાળી, શુતિયં = ભીંત-દીવાલ, ધુળિયા = લેપ દૂર કરીને ક્ષીણ કરવામાં આવે છે એવી રીતે, વિહંસામેવ = અહિંસા ધર્મનું જ, પુષ્ય = પાલન કરવું જોઈએ કારણ કે, મુનિ = સર્વજ્ઞ પુરુષોએ, અgધબ્બો = આ જ સૂક્ષ્મ ધર્મ. ભાવાર્થ :- જેમ લીંપેલી દીવાલ-ભીંત પરથી લીંપણ–ગાર વગેરે લેપ કાઢીને તેને પાતળી કરવામાં આવે છે, તેમ અનશન દ્વારા આ શરીરને કશ કરવું જોઈએ. સાધકે અહિંસા ધર્મમાં જ ગતિ કરવી જોઈએ. અહિંસા આદિ ધર્મનું પ્રરૂપણ સર્વજ્ઞ પ્રભુએ કર્યું છે
सउणी जह पंसुगुंडिया, विहुणिय धंसयइ सियं रयं ।
एवं दविओवहाणवं, कम्म खवइ तवस्सि माहणे ॥ શબ્દાર્થ :-વિહુળિય = પોતાના શરીરને ધ્રુજાવીને, સિય = શરીરપર લાગેલી ધૂળને, = ખંખેરી નાખે છે, વિ= ભવ્ય, સંયમી, દયાળુ, વહાણવું = અનશન આદિ તપ કરનારા, તવર્સિ = તપસ્વી, મદને = અહિંસાવ્રતી પુષ.
१५
ભાવાર્થ :- જેવી રીતે ધુળથી ભરેલી પક્ષિણી પોતાનાં અંગો અથવા પાંખો ફફડાવીને શરીર પર લાગેલી રજને ખંખેરી નાખે છે, એવી રીતે તપસ્વી સંયમી પુરુષ કર્મરજને તપસ્યા દ્વારા ખંખેરી નાખે છે, નષ્ટ કરે છે.
વિવેચન :
આ ત્રણ ગાથામાં શીત અને ઉષ્ણ પરીષહો–ઉપસર્ગોને સહન કરવાનો ઉપદેશ તથા પરીષહાદિ સહન કરવાની પદ્ધતિનો નિર્દેશ જોવા મળે છે. પરીષહ અને ઉપસર્ગ જૈનધર્મના પારિભાષિક શબ્દ છે. તત્ત્વાર્થસૂત્રમાં કહેવામાં આવ્યું છે મા વ્યવણ ઉર્જાઈ પરિષદવ્ય પરીષ ધર્મમાર્ગથી વિચલિત થયા વિના નિર્જરા માટે જે કષ્ટ મન, વચન, કાયાથી સહન કરવામાં આવે તે પરીષહ કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org