Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૯૦ |
શ્રી સૂયગડાંગ સત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
अण्णे अण्णेहिं मुच्छिया, मोहं जंति णरा असंवुडा ।
विसमं विसमेहिं गाहिया, ते पावेहिं पुणो पगब्भिया ॥ શબ્દાર્થ :- અાંગુ = સંયમભાવથી રહિત, મને પર = કોઈ અપરિપક્વ સાધક, ગomહિં
નચ્છિથ = માતાપિતા આદિ અન્ય વ્યક્તિઓમાં આસક્ત થઈને, મોટું ગતિ = મોહયુક્ત થાય છે. વિહં વિલ અહિયા = અસંયમી પુરુષો દ્વારા અસંયમ ગ્રહણ કરાવેલા તે પુરુષો, પુળો પાર્દિ પબિયા = ફરીવાર પાપકર્મ કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે. ભાવાર્થ :- સંયમ ભાવથી રહિત કેટલાક અપરિપક્વ સાધક માતાપિતા, સ્ત્રી, પુત્ર આદિ માં આસક્ત થઈને મોહમાં મૂઢ થઈ જાય છે. સંયમરહિત વ્યક્તિઓ દ્વારા અસંયમ ગ્રહણ કરાવેલા તે મનુષ્યો ફરીથી પાપકર્મ કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે.
વિવેચન :
આ પાંચ ગાથામાં શાસ્ત્રકારે માતાપિતા આદિ સ્વજનો સાધુને સંયમ છોડવા કેવા-કેવા પ્રયત્ન કરે? તે સમયે સાધુ તે ઉપસર્ગ અથવા પરીષહ પર કેવી રીતે વિજય પ્રાપ્ત કરે ? અથવા સાધુ ધર્મ પર કેમ અડગ રહે? આ તથ્ય ભિન્ન ભિન્ન અભિપ્રાયોથી રજૂ કર્યું છે. આ પાંચ ગાથાઓમાં ક્રમથી અનુકૂળ ઉપસર્ગનું ચિત્રણ કરી, તે સમયે સાધુને દઢ રહેવાનું પણ વિધાન કર્યું છે. સ્વજનો સાધુને પુનઃ ગૃહસ્થવાસમાં લઈ જવા અનેક પ્રકારો અજમાવે છે. ૧- સંયમી, તપસ્વી સાધુને તેના સ્વજનો ગૃહવાસને માટે પ્રાર્થના તેમજ અનુનય કરે, કરગરે–આજીજી કરે છે. ૨- દીનતાપૂર્વક કરુણ વિલાપ કરે અથવા કરુણા ઉત્પન્ન થાય તેવા કાર્ય કરી કરુણાઠું બનાવે. ૩- વિવિધ કામભોગોનું પ્રલોભન આપે. ૪– તેને ભય દેખાડે, માર મારે કે બાંધીને લઈ જાય.
પ- બન્ને લોકથી ભ્રષ્ટ થઈ જવાની અવળી શિખામણ આપી સંયમથી ભ્રષ્ટ કરે.
ઉપસર્ગનો પ્રથમ પ્રકાર હર પત્થર :- જે અણગાર તપસ્વી, સંયમી અને મહાવ્રતોમાં દઢ છે, તેને તેના પુત્રો, પૌત્રો અથવા માતાપિતા આદિ આવીને વારંવાર વિનંતિ કરે છે, કે "તમે ઘણા વર્ષ સંયમ પાળ્યો, હવે તો આ બધું છોડીને ઘરે ચાલો! તમારા સિવાય અમારો કોઈ આધાર નથી. અમે બધાં આપના વિના દુઃખી થઈ રહ્યાં છીએ, ઘરે ચાલો! અમને સંભાળો! આ પ્રમાણે વારંવાર પ્રાર્થના કરે છે. ઉપસર્ગનો બીજો પ્રકાર salgયાખ લિયા :- સંસાર પક્ષવાળા માતા, દાદી અથવા પિતા, દાદા, આદિ કરુણ સ્વરમાં વિલાપ કરીને કહે—બેટા! તું અમારા જેવા દુઃખીયા પર દયા કરીને એકવાર તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org