Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૮૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ - તે વ = તે બધા, જુલિય = દુઃખિત થઈને, વાળ = પોતાના સ્થાનોને રતિ છોડે છે. ભાવાર્થ :- દેવતા, ગંધર્વ, રાક્ષસ, અસુર, ભૂમિચર–ભૂમિ પર ચાલનારા, સરીસૃપ–સરકીને ચાલનારા સાપ વગેરે તિર્યંચ, રાજા, મનુષ્ય, નગરશેઠ, બ્રાહ્મણ આ બધા દુઃખી થઈને પોતપોતાનાં સ્થાનોને છોડે છે.
कामेहि य संथवेहि य, गिद्धा कम्मसहा कालेण जंतवो ।
ताले जह बंधणच्चुए, एवं आउखयम्मि तुट्टइ ॥ શબ્દાર્થ - #ાળ = મૃત્યુ આવે ત્યારે, મહીં = પોતાના કર્મોનું ફળ ભોગવતાં, વંધળવુ = બંધનથી છૂટેલું, તાણે = તાડફળ પડી જાય છે, તુ = મરી જાય છે.
ભાવાર્થ :- કામભોગોમાં અને માતા-પિતા, સ્ત્રી-પુત્ર આદિ પરિચિત મનુષ્યોમાં વૃદ્ધ-આસક્ત પ્રાણી કર્મ વિપાકના સમયે પોતાનાં કર્મનું ફળ ભોગવતાં ભોગવતાં આયુષ્યનો ક્ષય થવાથી, જેમ બંધન તૂટવાથી તાડફળ નીચે પડે છે, તેમ મૃત્યુ પામે છે.
વિવેચન :
આ બે ગાથાઓમાં બે રીતે જીવનની સમાપ્તિ બતાવી છે. ૧. ચારે ગતિના જીવોનાં સ્થાન અનિત્ય છે. ૨. આસક્ત પ્રાણી આયુષ્ય ક્ષય થતાં જ મૃત્યુ પામે છે. લેવા બંધળ રહી.... તિ ઉથ :- સંસારમાં કોઈપણ ગતિ, યોનિ, પદ, શારીરિક સ્થિતિ અથવા આર્થિક સ્થિતિ આદિ સ્થાયી નથી, ભલે તે દેવગતિનો ઉચ્ચ કોટિનો દેવ હોય કે મનુષ્યગતિનો શ્રેષ્ઠ શ્રેણીનો માનવ હોય કે તિર્યંચ ગતિનું વિશાળકાય પ્રાણી હોય, તે બધાએ મૃત્યુ આવતાં જ અથવા અશુભ કર્મોનો ઉદય થતાં પોતાની પૂર્વસ્થિતિને છોડવી પડે છે. મનુષ્ય ભ્રમણાને કારણે એવું માને છે કે મનુષ્ય મરી ફરી મનુષ્ય જ બને છે, એથી મને ફરી આ ગતિ મળશે, હું રાજા, નગરશેઠ કે બ્રાહ્મણ આદિ પદ પર હંમેશાં સ્થાયી રહીશ, મારી વર્તમાન સુખી સ્થિતિ, આ પરિવાર, ધન, ધાન વગેરે હંમેશાં આવું જ રહેશે પરંતુ મૃત્યુ આવે કે પાપકર્મ ઉદયમાં આવે ત્યારે બધીજ આશાઓ પર પાણી ફરી વળે છે. વ્યક્તિ પોતાનાં પૂર્વ સ્થાન અને સ્થિતિમાં મોહમૂઢ બની આસક્તિથી બંધાય છે પરંતુ જ્યારે તે સ્થિતિને છોડવાનો સમય આવે, ત્યારે દુઃખી થઈને છોડે છે.
દેવતાને અમર કહ્યા છે, આ ભ્રમણાના નિવારણ માટે આ ગાથામાં દેવ, ગંધર્વ, રાક્ષસ તેમજ અસુર આદિ બધા પ્રકારના દેવોની સ્થિતિ અનિત્ય, વિનાશી તેમજ પરિવર્તનશીલ છે, તેમ બતાવ્યું છે. દેવોને અમર કહેવાનો આશય માત્ર આજ છે કે દેવો અકાળમૃત્યુથી મરતા નથી તથા ઘણા લાંબા આયુષ્યના કારણે પણ અમર કહેવાયા છે.
સુજ્ઞ મનુષ્ય પોતાની ગતિ, જાતિ, શરીર, ધન, ધાન, પરિવાર, પદ આદિ સમસ્ત સ્થાનોને અનિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org