Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૩ _.
- ૪૯ |
કાર્ય છે, તેથી તેનું પણ કોઈ બુદ્ધિમાન દ્વારા જ નિર્માણ થવું જોઈએ. તે બુદ્ધિમાન જગતના રચનાર ઇશ્વર(મહેશ્વર) જ છે. જે બુદ્ધિમાન દ્વારા ઉત્પન્ન નથી થતા, તે કાર્ય નથી, જેમ કે આકાશ. આ વ્યતિરેક દષ્ટાંત છે.
ઇશ્વરને જગત કર્તા માનવાની સાથે તેઓ તેમને એક, સર્વવ્યાપી(આકાશવતુ), નિત્ય, સ્વાધીન, સર્વજ્ઞ તથા સર્વશક્તિમાન પણ માને છે. સંસારી પ્રાણીઓને કર્મ ફળ આપનાર પણ ઇશ્વર છે. નૈયાયિક વેદાંતીઓને જેમ ઇશ્વરને ઉપાદાન કારણ કે સમવાયીકરણ માનતા નથી. તેઓ તેને નિમિત્ત કારણ માને છે. ઇશ્વર કર્તત્વના વિષયમાં વૈશેષિકોની માન્યતા પણ લગભગ આવી જ છે. (૪) પાળા- પ્રધાનાદિકૃત લોક – સાંખ્યવાદી કહે છે– આ લોક પ્રધાન અથવા પ્રકૃતિ દ્વારા બનાવેલ છે. પ્રકૃતિ સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણોની સામ્યવસ્થા છે. એટલે જગતનું મૂળ કારણ પ્રધાન કહો કે ત્રિગુણ (સત્ત્વ, રજ અને તમ) કહો, એક જ વાત છે. આ ગુણોથી આખો લોક ઉત્પન્ન થયેલો છે. સૃષ્ટિ ત્રિગુણાત્મક કહેવાય છે. જગતના દરેક પદાર્થમાં ત્રણે ય ગુણોની સત્તા દેખાય છે. તેથી સિદ્ધ થાય છે કે આ જગત ત્રિગુણાત્મક પ્રકૃતિથી બનેલ છે.
મૂળપાઠમાં કહેવામાં આવ્યું છે કે પહાફ તરવરે આદિ પદથી મહતત્ત્વ(બુદ્ધિ), અહંકાર આદિને ગ્રહણ કરવા જોઈએ. સાંખ્ય-દર્શનનો સિદ્ધાંત છે કે ત્રિગુણાત્મક પ્રવૃત્તિ સીધી જ આ જગતને ઉત્પન્ન નથી કરતી. મૂળભૂત પ્રકૃતિ અવિકૃત (કોઈ તત્ત્વના વિકાર રહિત) અને નિત્ય છે, તેનાથી મહત્ (બુદ્ધિ) તત્ત્વ ઉત્પન્ન થાય છે, મહત્તત્ત્વથી અહંકાર અને અહંકારથી પાંચ તન્માત્રા(ઇન્દ્રિય વિષય), પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન આ ૧૬ તત્ત્વ(ષોડશગણ) ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રાઓથી પૃથ્વી આદિ પાંચ ભૂતો (પાંચ મહાભૂતો) ઉત્પન્ન થાય છે. આ ક્રમથી પ્રકૃતિ આખા લોકને ઉત્પન્ન કરે છે.
અથવા પ્રધાનાદિ શબ્દમાં આદિશબ્દથી કાળ, સ્વભાવ, નિયતિ આદિન ગ્રહણ કરીને આ જગતને કોઈ કાળકૃત, કોઈ સ્વભાવકૃત, કોઈ નિયતિકૃત, કોઈ એકાંત કર્મકૃત માને છે. (૫) સયંભુ વડે સ્વયંભૂકૃત લોક – મહર્ષિનું કહેવું છે કે આ લોક સ્વયંભૂ દ્વારા રચાયેલ છે. ચૂર્ણિકાર મહર્ષિના બે અર્થ કરે છે. (૧) મહર્ષિ એટલે બ્રહ્મા અથવા (૨) વ્યાસ આદિ ઋષિ-મહર્ષિ છે. સ્વયંભૂ એટલે વિષ્ણુ. સ્વયંભૂ શબ્દ બ્રહ્મા અને વિષ્ણુ બંને અર્થમાં પ્રયુક્ત થાય છે.
નારાયણોપનિષદમાં કહ્યું છે– અંતર અથવા બ્રાહ્ય સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરીને વિષ્ણુ સ્થિત છે. નારાયણાર્થવશિર ઉપનિષદમાં કહ્યું છે– પુરુષ નારાયણ (વિષ્ણ)ને ઇચ્છા થઈ કે હું પ્રજાઓનું સર્જન કરું અને તેનાથી પ્રાણ, મન, ઇન્દ્રિયો, આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી, બ્રહ્મા, રૂદ્ર, વસુ ત્યાં સુધી કે આખું જગત નારાયણથી જ ઉત્પન્ન થયું.
પુરાણમાં વર્ણવેલ બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચનાના ક્રમની જેમ મનુસ્મૃતિમાં પણ તે પ્રકારનું વર્ણ મળે છે. આ જગત સર્વત્ર અંધકારમય હતું, સુષુપ્ત જેવું હતું. તે પછી મહાભૂતાદિથી ઓજ (બળ)નું વરણ કરી, અંધકારને દૂર કરતાં અવ્યક્ત સ્વયંભૂ આ જગત)ને વ્યક્ત કરતાં સ્વયં પ્રાદુર્ભાવ પામ્યા(પ્રગટ થયા). અતીન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org