Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
હોય છે. ૧. આત્મસ્વરૂપની વિચારણા. ૨. ઈશ્વરસત્તા વિષયક ધારણા. ૩. લોકસત્તા(જગતસ્વરૂપ)ની વિચારણા.
| દર્શનશાસ્ત્ર દ્વારા વિવેચિત ઉપરોક્ત તત્ત્વોનું આચરણ કરવું તે ધર્મનું ક્ષેત્ર છે. આત્માના સુખ-દુઃખ, બંધન–મુક્તિના કારણોની શોધ દર્શન કરે છે પરંતુ તે કારણો પર વિચાર કરીને દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો તે ધર્મક્ષેત્રનું કાર્ય છે. દર્શન અને ધર્મનો સંગમ :- ૩૬ હજાર પદપ્રમાણ આ સૂત્રના સમગ્ર પ્રતિપાદ્ય વિષયોના સાર અને નવનીત રૂપે આ સૂત્રની પ્રથમ ગાથા કહી છે
बुज्झिज्ज तिउद्देज्जा, बंधणं परिजाणिया ।
किमाह बंधणं वीरो ? किं वा जाणं तिउट्टइ ॥ અર્થાત્ બંધનના કારણોની સમગ્ર પરિચર્યા પછી બંધન–મુક્તિની પ્રક્રિયા, પદ્ધતિ અને સાધના પર વિશદ ચિંતન પ્રકાશિત કરવાનો સંકલ્પ ઉપરોક્ત ગાથાના પહેલા જ ચરણમાં વ્યક્ત થઈ ગયો છે અર્થાત્ સૂત્રકૃતાંગનું સંપૂર્ણ ક્લેવર ૩૬ હજાર પદ પરિમાણ વિસ્તાર એ આ પ્રથમ ગાથાનું જ મહાભાષ્ય હોય તેમ લાગે. પ્રથમ શ્રુતસ્કંધની ગાથાઓ તો સાર ભરપૂર સુભાષિત જેવી છે. કોઈ કોઈ ગાથાના તો ચારે ચાર ચરણ સુભાષિત જેવા લાગે છે. તેની શબ્દ રચના સશક્ત, અર્થપૂર્ણ અને કર્ણપ્રિય છે. પહેલા શ્રુતસ્કંધમાં પરવાદી દર્શનોની જે ચર્ચા કરવામાં આવી છે તેનો વિસ્તાર, બીજા શ્રુતસ્કંધમાં વિવિધ ઉપનયો અને દષ્ટાંતો દ્વારા પરસિદ્ધાંતનું નિરાસન અને સ્વસિદ્ધાંતના મંડન રૂપે કરવામાં આવ્યો છે.
વાસ્તવમાં પ્રથમ શ્રુતસ્કંધ જ્યાં તર્કવિતર્કપ્રધાન ચર્ચાનું કેન્દ્ર છે જ્યારે બીજા શ્રુતસ્કંધમાં તર્કની સાથોસાથ શ્રદ્ધાનું સુંદર સામંજસ્ય પ્રગટ થયું છે. આ રીતે બીજો શ્રુતસ્કંધ પ્રથમ શ્રુતસ્કંધનો પૂરક જ નહિ પરંતુ કંઈક વિશેષ પણ છે, તેમાં નવીનતા પ્રતીત થાય છે. બીજો શ્રુતસ્કંધ અનુદ્ઘાટિત અર્થોનો ઉદ્ઘાટક પણ છે.
-
38
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary