Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૧
_.
૧૫ ]
(૨) એકને કર્મબંધન થવાથી બધા કર્મબંધનથી બંધાયેલાં અને એક કર્મબંધનથી મુક્ત થવાથી બધા કર્મબંધનથી મુક્ત થઈ જશે. આ પ્રકારની અવ્યવસ્થા થઈ જશે કે જે જીવ મુક્ત છે તે બંધનમાં બંધાઈ જશે અને જે બંધનમાં બંધાયેલો છે તે મુક્ત થઈ જશે. આ રીતે બંધ અને મોક્ષની અવ્યવસ્થા થઈ જશે.
(૩) દેવદત્તનું જ્ઞાન યજ્ઞદત્તને હોવું જોઈએ તથા એક આત્મા જન્મ, મૃત્યુ પામે અથવા કોઈપણ કાર્યમાં પ્રવૃત્ત થાય તો બધાંને જન્મ લેવો પડે, મરવું પડે અથવા તે કાર્યમાં પ્રવૃત્ત થવું પડે. પરંતુ એ પ્રમાણે થવું ક્યારે પણ સંભવિત નથી.
(૪) જડ અને ચેતન બધામાં એક આત્મા માનવાથી આત્માનો ચૈતન્ય ગુણ કે જ્ઞાનગુણ જડમાં પણ આવી જશે કે જે અસંભવ છે.
(૫) જેને શાસ્ત્રનો ઉપદેશ અપાય છે તે તથા શાસ્ત્રના ઉપદેશક, એ બંનેમાં ભેદ ન હોવાથી શાસ્ત્ર રચના પણ થઈ શકશે નહિ. પ વિજળ્યા યં પર્વ તિબ્બે fણ છ– આશય એ છે કે સંસારમાં જે પાપ કર્મ કરે છે, તે એકલો જ તેના ફળસ્વરૂપે તીવ્ર દુઃખને પ્રાપ્ત થાય છે. એક જીવનું કરેલું પાપકર્મ બીજાને દુઃખ આપતું નથી. શાસ્ત્રકારની આ વાત સિદ્ધ કરે છે કે આત્મા અનેક છે અને પ્રત્યેક આત્માની ભિન્ન-ભિન્ન સત્તા છે. જે આત્મા જેવું કર્મ કરે તેવું ફળ તે આત્મા ભોગવે છે.
??
તજીવ તશરીરવાદ :
पत्तेयं कसिणे आया, जे बाला जे य पंडिया ।
संति पेच्चा ण ते संति, णत्थि सत्तोववाइया ॥ શબ્દાર્થ - સિt = સર્વ અલગ-અલગ છે, તે = તેઓ, પેશ્વા = મર્યા પછી, " તે સતિ = તે અસ્તિત્વ ધરાવતા નથી, ૩વવા = એક ભવથી બીજા ભવમાં ઉત્પન્ન થનારા, સત્તા = પ્રાણીઓ. ભાવાર્થ:- અજ્ઞાની. પંડિત વગેરે સર્વ આત્માઓ જુદા જુદા છે અને મર્યા પછી તે આત્માઓ રહેતા નથી. પરલોકગામી કોઈ આત્મા નથી.
a णत्थि पुण्णे व पावे वा, णत्थि लोए इतो परे ।
N सरीरस्स विणासेणं, विणासो होइ देहिणो ॥ શબ્દાર્થ:- હો = આત્માનો, વિખાતો = નાશ, હોદ્દ = થાય છે. ભાવાર્થ :- (આ વાદ મુજબ) પુણ્ય અને પાપ નથી, આ લોક સિવાય બીજો લોક નથી. શરીરનો વિનાશ થતાં જ આત્માનો વિનાશ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org