Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[૧૬]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
વિવેચન :
આ બે ગાથાઓમાં તજીવ તન્શરીરવાદીઓનું મંડન ખંડન કરવામાં આવ્યું છે. તજીવતન્શરીરવાદીના મતે જે જીવ છે તે જ શરીર છે અને જે શરીર છે તે જ જીવ છે. તેઓના મતે શરીર અને આત્મા એક જ છે. શરીરથી આત્મા અભિન્ન છે. તેથી શરીરના નાશ સાથે આત્મા પણ નાશ પામે છે. આ વાત સારસ્ત વિના, વિનાનો હો હિોદ્વારા દર્શાવી છે. પાંચ મહાભૂતવાદી પણ શરીરને આત્મા કહે છે પરંતુ તેઓના મતે પાંચ મહાભૂત જ શરીરાકારે પરિણત થઈ બોલવું વગેરે ક્રિયા કરે છે. તેઓ પાંચભૂતના સંયોગથી આત્માની ઉત્પત્તિ અને પાંચભૂતના નાશથી ચૈતન્યનો નાશ માને છે. જ્યારે તજીવ-તન્શરીરવાદી શરીર દ્વારા આત્માની ઉત્પત્તિ વિનાશ માને છે. પરેય જલિ આથ:- જૈન, નૈયાયિક વગેરેની જેમ તેઓ અજ્ઞાની, પંડિત વગેરે પ્રત્યેક પાણીમાં અલગ-અલગ આત્માનો સ્વીકાર કરે છે પરંતુ તે સર્વ આત્મા શરીરના નાશ સાથે નાશ પામી જાય છે. આત્મા જ નાશ પામી જવાના કારણે મર્યા પછી આત્મા રહેતો નથી તે પેશ્વા તે સતિ ગાથા પદ દ્વારા અને આત્માના નાશ થવાના કારણે પછીના જન્મમાં ઉત્પત્તિ પણ નથી તે પત્થ સરોવવાથી ગાથા પદ દ્વારા બતાવી છે. પત્નિ પુછો પ વા :- આત્મા નાશ પામે છે તેવી માન્યતાના પરિણામે તેઓ પુણ્ય-પાપને પણ સ્વીકારી શકતા નથી. જેમ સાકર નાશ પામે તો સાકરની મીઠાશ(સાકરનો ધર્મ) કેવી રીતે રહે? આત્મા ધર્મી છે. પુણ્ય-પાપ તેના ધર્મ છે. ધર્મી આત્મા ન રહેતા તદાશ્રિત પુણ્ય-પાપ પણ ન રહે તથા પુણ્યનું ફળ સ્વર્ગગમન, પાપનું ફળ નરકગમન છે. આત્માનો નાશ થઈ જાય તો સ્વર્ગ કે નરકે કોણ જાય? માટે પુણ્ય અને પાપ જેવું કોઈ તત્ત્વ તેઓના મતમાં નથી.
આત્માનો જ નાશ થવાથી પરલોકમાં ક્યાંય જવાપણું નથી. માટે આલોક સિવાય પરલોક પણ નથી તે સ્થિતિ ને પરેગાથા પદ દ્વારા શાસ્ત્રકારે દર્શાવી છે.
શરીરથી ભિન્ન કોઈ આત્મા નથી, પુણ્ય-પાપ તેમજ પરલોક આદિ ન માનવા છતાં ધનવાન, નિર્ધન, રોગી–નિરોગી, સુખી, દુઃખી આદિ જગતમાં દેખાતી વિચિત્રતાઓનું કારણ તેઓ સ્વભાવને જ માને છે. જેમ બે પથ્થર હોય, તેમાંથી એકને શિલ્પી ઘડીને દેવની મૂર્તિ બનાવે તો તે પૂજનીય બને છે. બીજો પથ્થરનો ટુકડો માત્ર પગ ધોવા આદિના કામમાં આવે છે. આ બંને સ્થિતિઓમાં પથ્થરના ટુકડાના કોઈ પુણ્ય-પાપ નથી પરંતુ તે સ્વાભાવિક છે. તેવી રીતે કાંટાઓની તીક્ષ્ણતા, મોરનું રંગબેરંગીપણું, કૂકડાથી કલગી આદિ જગતમાં દેખાતી વિચિત્રતા સ્વભાવથી છે.
કોઈપણ ભારતીય આસ્તિક દર્શન આ સમાધાનથી સંતુષ્ટ નથી. પુણ્ય, પાપ અને પરલોક ન માનવાથી જગતની બધી વ્યવસ્થા તેમજ સારાં કાર્યોમાં પ્રોત્સાહન, ધાર્મિક અનુષ્ઠાનો વગેરે સમાપ્ત થઈ જશે. તજીવ–તન્શરીરવાદીની આ માન્યતા યુક્તિ સંગત નથી, મિથ્યા છે. તેઓ શરીર અને આત્માને અભિન્ન માને છે તે ઉચિત નથી. આત્મા અને શરીર ભિન્ન સિદ્ધ કરી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org