Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
અધ્યયન-૧/ઉદ્દેશક-૧
_
- ૧૯ |
નથી. બુદ્ધિ જડ છે પણ તે જાણે છે અને તેના દ્વારા આત્મામાં જાણપણું માનવું તે બીજી વિરોધતા છે. તેમના મને આત્મા બંધાતો નથી, મુક્ત પણ થતો નથી કે ભવાંતરમાં જતો નથી. પ્રકૃતિ બંધાય છે, મુક્ત થાય છે અને પ્રકૃતિ જ ભવાંતર ગામિની છે. આત્મામાં જાણવારૂપ, બાંધવારૂપ, મુક્ત થવારૂપ કે ભવાંતરાદિ ગમનરૂપ કોઈ પણ ક્રિયા નથી. આ પ્રકારનું અકારકવાદનું કથન કરવું તે તેમની એક પ્રકારની ધૃષ્ટતા છે. તે વાત પડ્યું તે ૩ પબિયા ગાથા પદ દ્વારા શાસ્ત્રકારે જણાવી છે.
તેરમી ગાથામાં સાંખ્યમતની માન્યતા જણાવી ચૌદમી ગાથામાં શાસ્ત્રકાર તેનું ખંડન કરવા પ્રશ્નાર્થ મૂકે છે કે આ રીતે આત્માને અકર્તા–અક્રિય માનવાથી તમારા મતમાં લોક કેવી રીતે ઘટીત થશે?નો તેલિં જો સિયા ? જો આત્મા કોઈ ક્રિયા ન કરે તો તેને કર્મ બંધ નથી. કર્મ નથી તો સુખ દુઃખ વગેરે કર્મના ફળ ભોગવવાપણું નથી. જો કર્મ કર્યા વિના ફળ ભોગવે છે તેમ માનવામાં આવે તો કૃતનાશ-અકૃત આગમ નામનો દોષ આવે છે. જે કર્યું છે તેના ફળનો નાશ અને નથી કર્યું તેનું ફળ ભોગવવાનું માનવું તે યુક્તિ સંગત નથી. વળી આત્મામાં ગમનક્રિયા નથી તેથી આત્મા એક શરીર છોડી બીજા શરીરમાં, એક ગતિ છોડી બીજી ગતિમાં ગમનાગમન કરી શકે નહીં, નવો જન્મ ધારણ કરી શકે નહીં, તો તમારા મતમાં પરલોક કેવી રીતે ઘટિત થાય? કોઈપણ પ્રકારે પરિવર્તન થઈ જ ન શકે તો બાળક હંમેશાં બાળક અને મૂર્ખ હંમેશાં મૂર્ખ જ રહે. એક જ શરીરમાં બાળક, યુવા, વૃદ્ધ આદિ અવસ્થાઓનું પરિવર્તન, જન્મ મરણરૂપ સંસાર પણ ઘટિત થઈ શકે નહીં. જન્માદિ દુઃખોના વિનાશ માટે પુરુષાર્થ, તપ, જપ વગેરે સાધનાનો પણ સંભવ ન રહે. સાંખ્યવાદીઓ પોતે સંન્યાસ, શિરોમંડન, યમ–નિયમ કરે છે તે વ્યર્થ થઈ જાય. આત્મામાં કોઈપણ પ્રકારની ક્રિયા જ ન હોય તો પૂર્વ જન્મનું
સ્મરણ વગેરે ક્રિયા પણ ન થાય પરંતુ લોકમાં તે સર્વ જોવા મળે છે. યુક્તિ અને અનુભવ બંને પ્રમાણ દ્વારા અકારકવાદ સ્વીકારણીય નથી. તો તે તi ગતિઃ- આત્મા કર્મનો કર્તા નથી તેથી પાપકર્મનો બંધ પણ આત્મા કરતો નથી, તેવી માન્યતાથી તેઓ આરંભ, હિંસા, ચોરી, અસત્ય વગેરે પાપ કર્મમાં રત રહે છે. તેવા મૂઢ આરંભળવા તેઓ અંધકારમાંથી અંધકારમાં જાય છે. મિથ્યા માન્યતા સ્વીકારવાથી અને પાપકર્મ કરવાના કારણે નરકાદિ અંધકાર તરફ જ તેઓની ગતિ થાય છે.
આત્મષષ્ઠવાદ :
संति पंच महब्भूया, इहमेगेसिं आहिया ।
आयछट्ठा पुणो आहु, आया लोगे य सासए । શબ્દાર્થ - માયછો અને આત્મા છઠ્ઠો છે, પસિં કોઈ કોઈનું, આદિત્ય = આ કથન છે, પુણો = ફરી પુનઃ, આદુ = તેઓ કહે છે કે, દ = આ જગતમાં.
ભાવાર્થ:- આ જગતમાં પાંચ મહાભૂત અને છઠ્ઠો આત્મા છે અને તેઓ કહે છે કે આત્મા અને લોક શાશ્વત-નિત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org