Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભીખ માગીને જીવન વ્યતીત કરનારા આ સાધુએ તેમના પૂર્વકૃત અશુભ કર્મોનું ફળ ભોગવી રહ્યા છે.” ભિક્ષા પ્રાપ્તિ માટે નીકળેલા સાધુને જોઈને કઈ સાધુ શી માણસે એવું કહે છે કે આ કેશવુંચન કરનારા સાધુઓએ પૂર્વ ભવમાં દાન દીધાં નથી, તે કારણે તેમને ભિક્ષા માટે ઘેર ઘેર ભટકવું પડે છે. તેઓ સઘળા ભેગોથી વંચિત છે અને દુઃખી જીવન વ્યતીત કરી રહ્યા છે. તેઓ ભાગ્યહીન છે. પૂર્વજન્મના અશુભ કર્મોના કારણે તેમને પારકાં ઘરમાં ભ્રમણ કરીને ભીખ માંગીને ગુજરાન ચલાવવું પડે છે. ગાથા લાલ
શબ્દાર્થ–બબે-કઈ કઈ પુરૂષ “ siતિ-જો ચુંવંતિ' કહે છે કે “રાિના-નાના આ લેકો નાગી છે. ઉપરોઢ-goોઢા” બીજાના પિડના ઈચ્છુક છે. “અહમા-અપમા અધમ છે. મુંડા-મુટ્ટા.” તે મુડિત છે, કદંવિનદૃા-ફૂરિનgiા કંડૂ રોગથી તેમના અંગ નષ્ટ થઈ ગયા છે.
-વરસાદ” આ લેકે શુષ્ક પરસેવાથી યુક્ત અને “બામાફિયા-ગરમ દિવા અશભન અર્થાત્ બીભસ છે આવું કહે છે. જેના
સૂવાર્થ-જિનકલ્પિક આદિ સાધુઓને જોઈને કોઈ કોઈ માણસ એવું કહે છે કે-આ લેકે નગ્ન છે, પરાયા પિંડને (આહારને) માટે પ્રાર્થના કરનારા છે, અધમ છે, મશીન શરીરવાળા મુંડિત છે, ખુજલીને કારણે તેમનું શરીર ક્ષત વિક્ષત થઈ ગયું છે, તેમના શરીર પર મેલને થર જામી ગયે છે, તેમનું શરીર પરસેવાથી તરબળ છે, અથવા તેમનું શરીર કઠણ મેલથી યુક્ત છે. તેઓ કેવાં બેડેળ અને બીભત્સ દેખાય છે! ૧૦
ટીકાર્થ– અનાર્યોના જેવા સ્વભાવવાળા લેકે સાધુઓને અનુલક્ષીને આ પ્રકારનાં વચનને પ્રવેગ કરે છે-આ જિનકલિપક આદિ સાધુઓ નગ્નાવસ્થામાં રહે છે. તેઓ અન્યની પાસે આહારદિની ભીખ માગે છે ! મલીનતાને કારણે તેઓ અધમ-અપ્રીતિકર લાગે છે! તેમને માથે મુંડ છે. ખુજલીને કારણે તેમનાં અંગો ખરાબ થઈ ગયાં છે-શરીર પર વારંવાર ખંજવાળવાને લીધે તેમનું શરીર ક્ષતવિક્ષત થઈ જવાને લીધે વિકૃત થઈ ગયું છે ! તેઓ કરકંદ્ર અથવા સનકુમારના સમાન વિનષ્ટ શરીરવાળા (ક્ષત વિક્ષત યુક્ત શરીરવાળા થઈ ગયા છે. તેમના શરીર પર મેલના પોપડા જામ્યા છે. તેમને દેખાવ અશભન (સુંદરતા રહિત) અને બીભત્સ (અણગમો પ્રેરે તે) અથવા અસમાધિ જનક છે.
આ કથનને ભાવાર્થ એ છે કે-ક્યારેક કઈ કઈ કુપુરુષે જિનકલ્પિક સાધુઓને જોઈને એવું કહે છે કે-આ સાધુઓ પરાજજીવી, નગ્ન અને અધમ છે, તેઓ માથે મુંડાવાળા અને ખુજલીને કારણે ખરાબ અંગોવાળા છે, તથા તેઓ મલીન અને બીભત્સ દેખાવવાળા છે. ગાથા ૧૦૧
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨