________________
( ૪ ) મૂલાર્થ–ચંદ્રસમાન શ્રીશાતિનાથ સ્વામી ભવ્ય પ્રાણુઓના ખેદને હરનારા થાઓ, કે જે ભગવાનની નિર્મળ વાણી કુવલયના ઉલ્લાસને કરે છે. ૨
ટીકાઈ–લક્ષ્મીવડે યુક્ત એવા શાતિનાથ નામના મેળમા તીથંકર મૃગના લાંછનવાળા એટલે ચન્દ્રસમાન છે. આ પ્રમાણે અભેદ રૂપકાલંકારે કરીને, શ્રી શાંતિનાથ સ્વામી અવતર્યા તે દિવસથી જ લેકમાં મરકી વિગેરે સંતાપને નાશ થયે, તેથી ચંદ્રની જેમ સંતાપનું હિરણ કરનાર હોવાથી ચંદ્રનું સાધયે જણાવ્યું છે અને પ્રકાશકપણુએ કરીને તે ભગવાન બહાર અને અંદર ( હૃદયમાં) પ્રકાશ કરનાર હોવાથી ચંદ્ર કરતાં પણ અધિક છે. તે ભગવાન ભવિ પ્રાણીઓના– ભવ એટલે મેક્ષ તે પ્રાપ્તવ્યપણાએ કરીને જેમને રહેલો છે, એવા પ્રાણીઓના ખેદને અથવા સંતાપને ભેદનાર થાઓ. જે શાંતિનાથરૂપી ચંદ્રની નિર્મળ એટલે દેષરૂપી મળના અભાવથી શુદ્ધ એવી ગે-વાણું કુવલયના–પૃથ્વીમંડળના ઉલ્લાસને કરે છે. ચંદ્રપક્ષે પણ ચંદ્રના નિર્મળ અમૃતમય ગે-કિરણે કુવલયના-કુમુદના ઉલ્લાસને કરે છે. અર્થાત્ કિરણોએ કરીને ચંદ્રની જેમ શ્રી શાંતિનાથ ભગવાન અમૃતમય ઉપદેશના વચનેવડે કુવલયના ઉલ્લાસને કરે છે. ૨.
श्रीशैवेयं जिनं स्तौमि भुवनं यशसेव यः। मारुतेन मुखोत्थेन पाञ्चजन्यमपूपुरत् ॥ ३ ॥
મૂલાર્થ–જે ભગવાને પિતાના યશવડે ત્રિભુવનને પૂર્ણ કર્યું હોય તેમ પિતાના મુખથી ઉત્પન્ન થયેલા વાયુવડે પાંચજન્ય નામના શંખને પૂર્ણ કર્યો (વગાડ્યો), તે શ્રીશિલાદેવીના પુત્ર નેમિનાથ જિનેશ્વરની હું સ્તુતિ કરું છું. ૩.
કાર્ય–જે ભગવાને ત્રણ લેકને પિતાના યશવડે–કીર્તિના સમૂહવડે પૂર્ણ કરેલ છે તેમ મુખકમળથી ઉત્પન્ન થયેલા પવનવડે પાંચજન્ય નામના શ્રીકૃષ્ણના શંખને પૂર્ણ કર્યો, તે શ્રીશિવાદેવીના પુત્ર નેમિનાથ નામના જિન-રાગાદિક આંતર શત્રુનો જય કરનાર તે ભગવાનની હું સ્તુતિ કરું છું. અર્થાત્ મુખથી ઉત્પન્ન થયેલા પવનવડે શંખને એવી રીતે પૂર્ણ કર્યો, કે જેથી પોતાના યશવડે ત્રણ ભુવન પૂર્ણ થઈ ગયાં. ૩.
૧ પૃથ્વીરૂપ વલય-જગતના છે,
Aho ! Shrutgyanam