Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust
Catalog link: https://jainqq.org/explore/005919/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આ ધરતીમાતા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી. એમ. કે. એમ. ટ્રસ્ટ ગ્રંથમાળા- ૫ ધરતીમાતા 'સર આહબટ હાવડનું બસોઈલ એન્ડ હેલ્થ”] સંપાદક નેપાળદાસ જીવાભાઈ પટેલ આચાર્યશ્રી જે. બી. કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેરિયલ ટ્રસ્ટ સત્યાગ્રહ છાવણી, અમદાવાદ-૫૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક પુ૦ છે પટૅલ મંત્રી, આચાર્યશ્રી જે૦ બી૦ કૃપલાની અને મગનભાઈ દેસાઈ મેમેરિયલ ટ્રસ્ટ સત્યાગ્રહ છાવણી, અમદાવાદ–૫૪ પ્રથમ આવૃત્તિ મુદ્રક પરેશ કાન્તિલાલ ગાંધી સર્વોદય પ્રેસ, ૬/૪૮ સત્યાગ્રહ છાવણી અમદાવાદ-૫૪ ૧૦ રૂપિયા પ્રત ૧૦૦૦ ડિસેમ્બર ૧૯૯૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન સ્વદેશીનું વ્રત એ કોઈ પણ દેશ કે પ્રજા માટે પ્રાણાધાર ગણાય તેવું વ્રત છે. તેને ત્યાગ કરીને કોઈ પણ દેશ જીવતે રહેવા માગે કે પ્રગતિ સાધી શકે એ અશક્ય વસ્તુ છે. ગાંધીજીએ પણ સૈકાઓથી ભાગી પડેલા ભારત દેશને ઊભું કરવા સૌથી પહેલું પરદેશી કાપડનો બહિષ્કાર કરવાનું– અરે, પરદેશી કાપડની હોળી કરવાનું પગલું ભરાવ્યું હતું. અને પરદેશી કાપડને ગરીબ-ગુરબાને વહેંચી દેવાને બદલે બાળી નાખવાનું તેમણે સૂચવ્યું, તેથી કવિવર રવીન્દ્રનાથ ટાગેરે ગાંધીજીની બહુ આકરી ટીકા કરી હતી. પરંતુ વ્યોમવિહારી કવિ કરતાં ગાંધીજી વધુ વ્યવહારુ તથા ધરતીની વધુ નજીક રહેનારા પુરુષ હતા, એટલે તે પોતાના નિશ્ચયમાંથી ડગ્યા નહીં. ગરીબોને મદદ કરવા માટે પણ પોતે જે કાપડને દૂષિત- ત્યાય ગયું હોય તેવું કાપડ આપવું, એ કેટલે દરજજે ઉચિત ગણાય? કોઈ ગરીબની ભૂખ ખરેખર સંતોષવી જ હોય, તો તેને વાસી – ગંધાતું – ઉકરડે ફેંકી દેવા જેવું ખાવાનું આપી શકાય ખરું? આજકાલ, અને ચક્કસ કહીએ તે ગાંધીજીના ગયા પછી, દેશમાંથી સ્વદેશી ની ભાવનાને સદંતર જાકારો આપવામાં આવ્યો છે. હવે તો ઘઉં, ખાવાનું તેલ, કઠોળ, ખાંડ અને રૂ જેવી સામાન્ય વપરાશની ચીજો પણ પરદેશથી મંગાવવામાં આવે છે. આપણા દેશનું આયોજન એ ઢબે ચાલે છે. કોઈ પણ વસ્તુ દેશમાં જ ઉત્પન્ન ન કરી શકાય, ત્યાં સુધી તે વસ્તુ વિના જ ચલાવી લેવું, પણ પરદેશથી તે વસ્તુ ન મંગાવવીએવું તો કોઈ વિચારતું જ નથી. અરે, હવે તે ચલણી રૂપિયાનો સિક્કો અને તેથી ઓછી કિંમતનું ફુટકળ પરચૂરણ પણ પરદેશથી આયાત કરવામાં આવે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ પરદેશનું દેવું કરીને, પરદેશી વસ્તુઓ મંગાવીને, પંચવર્ષીય યોજનાઓ દ્વારા દેશનું આયોજન કરવાનું જ્યારથી સ્વીકારાયું, ત્યારથી પ્રજાના માનસમાં રોપવામાં આવેલી “સ્વદેશી’ની ભાવના ઊખડી ગઈ. કારણ, દેશની પ્રગતિ કરવા માટે જો પરદેશી વસ્તુઓ ખપે, તે પછી વૈયક્તિક ભેગેટવર્ય માટે પણ કેમ ન ખપે ? – એ સવાલ ઊઠે જ. એટલે આજે પ્રજાનાં ખાન-પાન-કપડાં–નાચ–ગાન-બોલ-ચાલ એ બધી બાબતમાં પરદેશી જ પેસી ગયું છે. આપણો વિદેશો સાથે વેપાર જ જુઓ – આપણે દર વર્ષે આપણો માલ પરદેશ નિકાસ કરીને ૯,૮૬૫ કરોડ રૂપિયા મેળવીએ છીએ; પણ પરદેશથી ૧૫,૭૬૨ કરોડ રૂપિયાને માલ આયાત કરીએ છીએ. છેલ્લાં ૩૫ વર્ષમાં આપણી નિકાસ ૧૬ ગણી વધી, પણ આયાત તે ૨૫ ગણી વધી ગઈ છે. વળી, “સ્વદેશીના સિદ્ધાંતનું એક બીજું પાસું પણ છે. આપણે પરદેશી વસ્તુઓ ન મંગાવવી જોઈએ, તેની સાથે સ્વદેશની વસ્તુઓ પણ કમાણી કરવા ખાતર પરદેશને વેચવી ન જોઈએ. આપણને આપણા દેશની વસ્તુઓ આપણા જીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે વાપરવાનો હક હોઈ શકે પરંતુ આપણા દેશની વસ્તુઓ કમાણી કરવા માટે (અને એ કમાણીથી પછી વધુ મોજશોખ કરવા માટે) પરદેશને વેચવાની ન હોય. કારણ કે, આપણા દેશની કુદરતી સંપત્તિ ઉપર આપણા જેટલું જ આપણી ભવિષ્યની પેઢીઓનો પણ હક છે; એટલે જેટલી વસ્તુઓ આપણે આપણી જીવનની જરૂરિયાતને બદલે મોજશેખ માટે વધારે વાપરીએ, તેટલી આપણે આપણાં જ સંતાનોની – આપણી જ ભવિષ્યની પેઢીઓની ચોરી લીધી કે લૂંટી લીધી એમ જ કહેવાય ! આપણે કઈ ચીજો પરદેશોને દર વર્ષે વેચીએ છીએ, તેના આંકડા જુઓ – Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૦ કરોડ રૂપિયાનું જરઝવેરાત, ૯૦૦ કરોડનું કાપડ તથા તૈયાર કપડાં, ૩૮૫ કરોડનું લોખંડ; ૪૯૩ કરોડનાં યંત્રો; ૩૬૨ કરોડની ખનિજ ધાતુઓ; ૩૭૩ કરોડનાં ચામડાં કે ચામડાંની બનાવેલી ચીજો; ૨૭૭ કરોડનાં દવા-દારૂ, ૩૨૭ કરોડની માછલી; ૫૦૧ કરોડની ચા; ૧૮૩ કરોડની કૉફી, ૧૫૦ કરોડની તમાકુ ૧૬૪ કરોડનું શણ; ૩૦૦ કરોડના શેતરંજી – ગાલીચા ઇ૦. આજનું અર્થશાસ્ત્ર પરદેશ સાથેના વેપારને તથા લેવડ–દેવડના વ્યવહારને દૂષિત નથી માનતું; એટલું જ નહિ પણ, આવશ્યક તથા પ્રગતિના કાંટાને આગળ ધપાવનારું ગણે છે. પણ જેટલા પૂરતો એ બાબતમાં સ્વદેશીના દ્વિમુખીર સિદ્ધાંતને ભંગ થાય છે, તેટલા પૂરત દેશને માટે બોજો–ભય–ખતરો પણ ઊભો થાય છે. કારણ કે, સંપત્તિને પોતાના ભેગનવલાસનું સાધન બનાવો એટલે દેશના કે પરદેશના તેમાં ભાગ પડાવવા ઇચ્છનારાએ પણ ઊભા થાય જ. આ “સ્વદેશી'ની વાત બરાબર સમજવા માટે મા અને બાળકના સંબંધનો દાખલો જુએ. માના ધાવણ ઉપર બાળકને ધાવીને મોટા થવા પૂરત હક જરૂર છે. માતાના સ્તનમાં ધાવણ કુદરતે એ માટે જ મૂક્યું છે. પરંતુ માનાં સંતાને એ ધાવણ કે તેનું માખણ બનાવી બીજાને વેચી પૈસા કમાવા જાય, તો તે માતૃદ્રોહ કર્યો કહેવાય કે નહિ? તેમ જ ધરતી પણ આપણી માતા છે. આપણા જૂના રાષ્ટ્રગીતમાં આપણા દેશની ધરતીને જ માતા ગણીને વંદન કરવામાં આવ્યું છે. ૧. આમાંથી કાચા હીરા પરદેશથી મંગાવ્યા હોય તેની કિમત બાદ કરવી જોઈએ. આપણે તો કાચા હીરા ઉપર પહેલ-પાસા પાડીને જે મજુરી કરીએ અને નફો કરીએ તેટલા જ આપણું. ૨. દ્વિમુખી – પહેલું સુખ તે દેશની વસ્તુઓ જ વાપરવી; અને બીજું મુખે દેશની ચીજ જરૂરિયાત પૂરતી જ વાપરવી, પણ કમાણી કરવા પરદેશ વેચવા ન કાઢવી તે. ૩. વંદ્દે માતરમ્ ! Page #7 -------------------------------------------------------------------------- ________________ આપણી ધરતીમાતાની સંપત્તિને આપણા જીવનના ધારણ-પોષણ પૂરતી વાપરવાને આપણને હક છે. તેને પરદેશને વેચી, કમાણી કરીને, ભોગવિલાસ વધારવાને આપણને કશો હક નથી. એ તે આપણી ભવિષ્યની પેઢીઓની આપણે કરેલી ચોરી કે લૂંટ જ કહેવાય. અમેરિકાના મૂળ વતની – રેડ ઇંડિયન – તો અનાજ પકવવા ધરતીને ખેડવામાં પણ પાપ માનતા. ધરતી ઉપર આપમેળે જે વનસ્પતિ ઊગે તેની પેદાશથી જ જીવવું જોઈએ, એવું તે માનતા. માતાની છાતી ચીરીને – ખેડીને – પાક ઉગાડવો અને ખાવ એ તેમને માન્ય નહોતું. આપણા દેશમાં પ્રાચીન કાળમાં ધરતી ખેડીને ઉગાડેલું રૂ કાંતીવણીને લેકે કપડાં બનાવતા. એ કળા તેઓએ પૂરેપૂરી હસ્તગત કરી હતી એમ જ કહેવાય. પણ એ કાપડ પરદેશને વેચીને, સોનું કમાઈને, ભોગ-વિલાસમાં રાચવાનું તેમણે શરૂ કર્યું, કે તરત ધાડપાડુ પરદેશીઓનાં આક્રમણ શરૂ થયાં અને સદીઓ સુધી આપણે દેશ પરદેશીઓને ગુલામ બની રહ્યો. છેવટે ગાંધીજીએ આવીને તેને “સ્વદેશી” વ્રતના માર્ગ ઉપર ફરીથી લીધો અને તેને ગુલામીમાંથી મુક્ત કરાવ્યો. પરંતુ, ગાંધીજી પોતાની પાછળ જેને “વારસદાર ઠરાવી ગયા, તે પંડિત જવાહરલાલ નેહરુએ આવતાં વેંત એ “સ્વદેશી 'ના સિદ્ધાંતને તરત ઉથાપી દીધો અને પરદેશી દેવું – પરદેશી યંત્રવિજ્ઞાન – અને પરદેશી ભેગેટવર્યના માર્ગ ઉપર દેશને લીધે. “સ્વદેશી વ્રતનાં બંને પાસાં તેમણે ભૂંસી નાખ્યાં. પરિણામે દેશ આજે ભ્રષ્ટાચાર – સ્વાર્થપરાયણતા – બેઈમાની અને ભોગસુખની જે હીન કક્ષાએ પહોંચ્યો છે, તે તો બધાની નજર સમક્ષની જ હકીકત છે. ૧. એ વનસ્પતિ ચરીને ઊછરનારાં પ્રાણીઓને શિકાર કરવામાં બાધ નહોતા માનતા. ૨. પરદેશી ભાષા, પરદેશી દારૂ, લગ્નજીવનમાં સંયમને બદલે (સંતતિ-નિરોધ વડે) બેફામ સ્વછંદ, સંપત્તિમાત્ર તરફ ટ્રસ્ટીપણુની ભાવનાને ત્યાગ ૪૦. Page #8 -------------------------------------------------------------------------- ________________ ખાસ કરીને “સ્વદેશી’ વ્રતના બીજા પાસાનો જે ભંગ આચરવામાં આવે છે, દેશની કુદરતી સંપત્તિને જે રીતે જીવનના ધારણ-પોષણ કરતાં બીજા જ હેતુસર વાપરવામાં – વેડફવામાં આવે છે, તે તરફ સૌનું ધ્યાન ખેંચવાની જરૂર છે. વળી, વધારે ને વધારે પાક મેળવવાના લોભમાં ટ્રેક્ટરથી ખેતી, રાસાયણિક ખાતરો, જંતુનાશક છાંટણાને ઉપયોગ વગેરેને આગળ કરતા પરદેશી કૃષિવિજ્ઞાનને ઉપયોગમાં લઈ દેશની ધરતીને જે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, તે વધુ ખતરનાક છે. આપણી ભવિષ્યની પેઢીને વારસામાં એવી બરબાદ કરી મૂકેલી જમીન પાછળ મૂકતા જવાને આપણને શો હક હોઈ શકે? ઉપરથી, દેશના સામાન્ય જનને દૂરદર્શન – આકાશવાણીના પ્રચારથી નેહરૂએ સર્જેલી “હરિયાળી ક્રાંતિને “જય' પોકારતા કરી મુકવામાં આવ્યો છે! પણ દેશની ધરતીના એ બગાડ સાથે તે ધરતી ઉપર થતે દૂષિત પાક ખાનાર પ્રજાની જે માઠી વલે થાય છે, તે સર આલ્બર્ટ હાવ વર્ષો પહેલાં “સૉઈલ એન્ડ હેલ્થ’ નામના પુસ્તકમાં બતાવી આપ્યું છે. પરંતુ તે તરફ ધ્યાન ખેંચવાને બદલે, દૂરદર્શનથી આધુનિક કપીવિજ્ઞાનને દેશને ખૂણે ખૂણે ધરતીની ને પ્રજાની બરબાદી સાધવા ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે, તે ટાણે, સર આલ્બર્ટ હાવર્ડના પુસ્તકને સરળ ગુજરાતી સંક્ષેપ દ્વારા સૌની સમક્ષ રજૂ કરતાં, એક ઋણ અદા કર્યા જેટલે સંતોષ થાય છે. પુત્ર છે. પટેલ તા. ૧૮-૧૧-'૮૫ મંત્રી Page #9 -------------------------------------------------------------------------- ________________ અન" અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન ચેતવણી ગેપાળદાસ પટેલ ખંડ ૧૦ આધુનિક ખેતી ૧. માનવ આરોગ્ય એ સ્વતંત્ર વસ્તુ નથી ! ૨. કુદરતની કિતાબ ૩. માનવની કિતાબ ૪. યંત્રયુગની કિતાબ ૫. વિજ્ઞાનની કિતાબ ખંડઃ આધુનિક ખેતી અને રંગે ૧. જમીનના રે ૨. પાકને થતા રોગો ૩. ઢોર-ઢાંખરને થતા રે ૪. જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય ખડ ૭ : ખાતર ૧. ખાતરને પ્રશ્ન ૨. કપેસ્ટ તૈયાર કરવાની ઈર-પદ્ધતિની ટીકા Page #10 -------------------------------------------------------------------------- ________________ ચેતવણી સર આલ્બર્ટ હાવર્ડે દાંટાનાદ કરીને દુનિયાને અને ખાસ કરીને ભારતને સંભળાવી દીધું છે કે, બેજવાબદાર વૈજ્ઞાનિકોની જાળમાં ફસાઈ, લાકો વધુ ઉત્પાદન કરવાને લેભે, આધુનિક કૃષી - પદ્ધતિને અપનાવીને ધરતીની અને તેને આધારે જીવતા માનવની – અરે પ્રાણીમાત્રની —બરબાદી સરજી રહ્યા છે. તેમાંથી ચેતીને તે વેળાસર પાછા નહીં ફરે, તો પછી તેમની એવી વલે થવાની છે કે જેમાંથી ‘ભગવાન તેમને બચાવે !' - આપણા દેશમાં સૈકાંઓથી પરદેશીઓની ગુલામી સહન કરતા રહીને લોકોની મનેવૃત્તિ એવી હીન બની ગઈ છે કે, તેમને પરદેશનું જ બધું સારું – સાચું – સુધારારૂપ કે પ્રગતિરૂપ લાગે છે. પણ પરદેશનું બધું જ સારું કે સાચું હોતું નથી. ત્યાં પણ સર આલ્બર્ટ હાવર્ડ જેવા બહુ ઓછા લોકો જીવનને લગતાં સત્યો કે તથ્યાને યથાતથ પામી શકતા હાય છે. આપણા દેશમાં જ્યાં ગાંધીજી જેવાએ દર્શાવેલાં જીવનને લગતાં મૂળભૂત સત્યોને ભૂંસી નાખી, આધુનિક વિજ્ઞાન–ટેકનાૉજીની અંધાધૂંધ સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યાં સર આલ્બર્ટે આપેલી ચેતવણીની પણ કોણ પરવા કરવાનું છે? પણ તેથી જે ઊંડી ખાઈ તરફ આપણે ગબડવા માંડયું છે, તેને તળિયે પહોંચ્યા બાદ આપણે પાછા શી રીતે નીકળી શકવાના હતા? એટલે હજુ પણ વખત છે ત્યાં સુધી, સર ૧. સર હાવર્ડ` ભારતમાં અંગ્રેજ સરકારની નોકરી ખાવી ગયા હતા. ९ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આલ્બર્ટ હાવર્ડ ઉચ્ચારેલી ચેતવણી બને તેટવાને કાને પડે એવું કરવાના આશયથી તૈયાર કરેલું આ પુસ્તક કસમયનું હરગિજ નથી. કુદરતી બક્ષિસેની રીતે જોઈએ તે ભારત સૌથી વધુ સમૃદ્ધ દેશે મને એક છે. છતાં કરુણતા એવી છે કે, એ દેશની વસ્તીને દરેક બીજે માણસ ગરીબીની રેખાની હેઠળ જીવે છે. અને ગરીબીની રેખા હેઠળ જીવવું એટલે માનવજીવનની કેવી નિષ્ફળતા, કેવી વ્યર્થતા, કેવી કરુણતા ! અને તેવા માનવજીવનની ગુણવત્તા પણ ઉત્તરોત્તર ઘટતી જ જય. કોઈ પણ પ્રજાની સંપત્તિ તેના લોકો, તેની જમીન અને તેના પાણીના પુરવઠા ઉપરથી – તે જ ક્રમમાં – આંકી શકાય. તો પ્રથમ ભારતમાં આપણે આપણી જમીન અને પાણીની સંપત્તિની શી વલે કરી મૂકી છે, તે તપાસીએ. માસામાં સાબરમતી નદીના પાણીને રંગ કૉફી જેવો કેમ થઈ જાય છે વારુ? અરે, એ તે આપણે રોજિંદો રોટલો જ તે ગટરમાં તણાઈ જાય છે! આ બધી જમીન અને કાંપ પણ ઘસડાઈને ક્યાં જાય છે? તે આપણા નદી ઉપરના બંધો અને જળાગારોને પૂરી કાઢવા માટે જાય છે! નિષ્ણાતોએ ગણતરી કરી છે કે, આપણા ઘણા બંધોને આવરદા એવા વધતા જતા પૂરણને કારણે, અર્ધા કરતાં પણ ઓછો થઈ ગયો છે; અને કેટલાક કિસ્સાઓમાં તે તે એક-તૃતીયાંશ જેટલો જ બની રહ્યો છે! આ બધા બંધો બાંધવા પાછળ આપણે દશ હજાર કરોડ રૂપિયા જેટલું મૂડી રોકાણ કર્યું છે, અને તે હવે ઉપર જણાવેલા કારણે મહદશે નકામું અથત અનુત્પાદક બની રહ્યું છે. આપણી નદીઓ પણ કાંપથી ભરાઈને છીછરી બનતી જાય છે, અને પરિણામે તેમની પાણી વહન કરવાની શક્તિ ઘટતી જાય છે. અત્યારે તે એવી સ્થિતિ આવીને ઊભી રહી છે કે, સામાન્ય વરસાદથી પણ નદીમાં પૂર ચડી આવે છે !! પણ જમીનની ફળદ્રુપ ઉપરી-તળનું Page #12 -------------------------------------------------------------------------- ________________ આમ ધોવાણ થવું તેને અર્થ શો થાય તે જરા સમજી લેવા જેવાં છે. એ ઉપરી-તળની એક સેન્ટીમિટર જેટલી જમીન તૈયાર કરતાં કુદરતને પાંચ કરતાં વધારે વર્ષ લાગે છે; પરંતુ તેટલી જમીન ધોવાઈ જતાં એક કલાકથી પણ ઓછો સમય લાગે છે! આપણી જમીનને આપણે આવો દુરુપયોગ કરીએ છીએ. આપણે આપણી જમીનના ધોવાણને અટકાવવા કંઈ જ કરતા નથી; ઊલટું જમીનના કવચરૂપ જંગલોને સતત અને બેફામ નાશ જ કર્યા કરીએ છીએ. એક બાજુ આપણે આપણી જમીનનાં પોષક તત્ત્વો ઘસડાઈ જવા દઈએ છીએ, અને બીજી બાજુ રાસાયણિક ખાતર બનાવનારાં રાક્ષસી કદનાં કારખાનાં ઊભાં કરીને એ જ પિષક તત્ત્વોના કંગાળ અજરૂપ રસાયણોનું ઉત્પાદન કરવા કરોડો રૂપિયા ખર્ચીએ છીએ. એ રાસાયણિક ખાતરો આપણી ધરતીની કેવી બરબાદી કરી રહ્યાં છે, તે સમજવા જેવું છે. એ રાસાયણિક ખાતરોથી પેદા થત પાક એવો નિર્માલ્ય હોય છે કે તેના ઉપર વારંવાર ઝેરી છાંટણાં છાંટીને તેના ઉપર થતાં જીવ-જંતુઓને માર્યા કરવાં પડે છે. પણ એ ઝેરી છાંટણાં, જમીનની અંદરનાં, પણ પાકને માટે ઉપયોગી એવાં જીવાણુ નોય નાશ કરી નાખે છે. આપણા દેશની ધરતીમાં અસંખ્ય જીવાણુઓ છે– એક ગ્રામ જમીનમાં લગભગ ત્રણ અબજ – જેઓ જમીનની ફળદ્રુપતા અને જમીનનું બંધારણ મહદશે જાળવી રાખીને તેને સ્વસ્થ રાખે છે. અળશિયોને જ દાખલો લો – ઉષ્ણકટિબંધવાળી પરિસ્થિતિ તેઓને અત્યંત માફક આવે છે. તેઓ કુદરતનાં ખાતર ઉત્પન્ન કરનારાં કારખાનાં, રાસાયણિકો અને ખેડૂતો – એ બધું જ છે! તે જ પ્રમાણે જમીનમાં રહેલાં નાઈટ્રોજન પેદા કરનારાં બૅટિરિયા એવું નાઈટ્રોજન પેદા કરે છે કે જે છોડવાઓ તરત જ - તત્પરતાથીઆત્મસાત કરી શકે છે. પ્રયોગો ઉપરથી સાબિત થયું છે કે, ખેતીવાડી હેઠળની એક હેક્ટર જમીનમાં એક વર્ષે ૫૦૦ કિલોગ્રામ નાઈટ્રોજન પેદા થાય છે. કમનસીબે આપણે આપણી એ મૂડીને જાણે નાશ કરવા Page #13 -------------------------------------------------------------------------- ________________ १२ જ રાસાયણિક ખાતર વાપરવા માંડયાં છે. –માત્ર એ કારણે કે વિકસિત ગણાતા દેશો એ ખાતરો વાપરે છે ! આપણી જમીનને મળેલી ખાસ કુદરતી બક્ષિસને કારણે આપણી ખેતીના વિકાસ માટે જુદાં જ ધોરણો અપનાવવાનું આપણે માટે આવશ્યક ગણાય. પરંતુ આપણા કૃષી-વૈજ્ઞાનિકોએ પશ્ચિમના દેશનું જ અંધ અનુકરણ કરવા જઈને આ મુદ્દો સમજવાની દરકાર જ કરી નથી. તે કૃષી વૈજ્ઞાનિકોએ આ રીતે આપણા દેશની કુદરતી સંપત્તિને ભારેમાં ભારે નુકસાન પહોંચાડયું છે. છાણ એ સેન્દ્રિય ખાતર છે અને બધી બાબતમાં રાસાયણિક ખાતરો કરતાં ઘણું ઉત્તમ છે. છાણિયું ખાતર વાપરીને જ આપણા બાપદાદાએ સૈકાઓ સુધી આપણી જમીનની ફળદ્રુપતા ટકાવી રાખી હતી. નિષ્ણાતોએ ગણતરી કરી છે કે, દર વર્ષે જેટલું છાણ આપણા દેશમાં બળતણ તરીકે બાળી નાખવામાં આવે છે, તે છાણથી સીંદરી જેવાં રાસાયણિક ખાતર ઉત્પન્ન કરનારાં આઠ કારખાનાં જેટલું ખાતર જમીનને મળી રહે. એને અર્થ એ થયો કે, આપણે લોકો ખોરાકને રાંધવા માટે ખેરાકને જ બાળી નાખીએ છીએ. છાણ-મળને છાણ-કૂપમાં સડાવીને ઉત્પન્ન કરાતા મિથેન ગેંસ રાંધવાના અને દીવો કરવાના બળતણ તરીકે કામમાં આવે, એટલું જ નહીં પણ, ઉત્તમ સેન્દ્રિય ખાતર પણ પૂરું પાડે. વધારે જોરથી વરસાદ પડવો અને વંટોળ ઊભા કરતા પવને ફૂંકાવા એ ઉષ્ણકાટાબંધ ઉપર આવેલા દેશનું લક્ષણ હોય છે. અમેરિકા અને યુરોપમાં એ જાતની પરિસ્થિતિ નથી. એટલે આપણે લોકોએ આપણા દેશ માટે જુદી જાતની ખેતીની પદ્ધતિ વિચારી કાઢવી પડે, જેમાં વનવિકાસને ખેતીવિકાસના ટેકામાં ગોઠવી આપ્યો હોય. એ અંગેના પ્રયાસને ખાસી અગ્રિમતા પણ આપવી જોઈએ. Page #14 -------------------------------------------------------------------------- ________________ આપણા દેશમાં લગભગ ૭ કરોડ, ૫૦ લાખ હેક્ટર જમીન ઉપર જંગલો છવાયેલાં છે. તેને અભ્યાસ કરતાં હવે જણાયું છે કે, તેમાંને અર્ધો ભાગ ઝાડ વિનાને, જમીનની ફળદ્રુપ ઉપરી-તળ વિનાનો તથા છેક બિસમાર હાલતવાળો બની ગયો છે. જે અર્ધો ભાગ બાકી રહ્યો છે, તે પણ સ્વાભાવિક રીતે જ ભારે દબાણ હેઠળ છે. કારણકે, વસ્તી વધતી જાય છે અને તે પ્રમાણમાં બળતણ માટેનાં લાકડાં, ઈમારતી કામ માટેનાં લાકડાં અને બીજી ઢગલાબંધ જંગલની પેદાશો માટેની માગ પણ વધતી જાય છે. પરંતુ એ બધી વસ્તુઓ કરતાંય, જંગલો ખેતીવાડીને કે સીંચાઈવ્યવસ્થા વગેરેને જે રક્ષણ પૂરું પાડે છે, તે ખાસ અગત્યનું છે. એવી ગણતરી છે કે, જંગલોવાળી જમીન ૨ કરોડ, ૫૦ લાખ હેકટર-મિટર જેટલું પાણી સંઘરી શકે છે. એટલું જ પાણી નદી ઉપર બંધો બાંધીને આપણે સંઘરવું હોય, તો એ બધો પાછળ આપણે એક લાખ પચીસ હજાર કરોડ (૧,૨૫,૦૦૦ કરોડ) રૂપિયા ખર્ચવા પડે! વિકાસના હેતુથી લેવાતાં પગલાં આમ પર્યાવરણ કે કુદરતી પરિસ્થિતિને વિઘાતક નીવડે, એ મોટી કરુણતા કહેવાય. “હરિયાળી કાંતિ * રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક છાંટણાનો ઉપયોગ આવશ્યક બનાવતી હોઈ, પર્યાવરણની દૃષ્ટિએ કુદરતી પરિસ્થિતિને ભારે જોખમમાં મૂકી રહી છે. જંગી સીંચાઈ યોજના એ વળી બીજી મોટી આફત બની રહી છે. એ યોજનાઓ અંગે નહેરો નાખતા જવાથી જમીનમાં પાણી પચ્યા કરીને જમીન નીચેના પાણીના તળની સપાટી ઉપર તરી આવે છે અને ખેતરો ઉપર ખારની છારી ફરી વળે છે. દાખલા તરીકે, સુરત અને ખેડા જિલ્લામાં પાણીની સપાટી ઊંચી તરી આવવાથી કેટલીક * આપણું જૂના રાષ્ટ્રગીતમાં ઘરતી માટે “સસ્ય-શ્યામલ” (પાકથી શામળી દેખાતી) વિશેષણ વાપર્યું છે. પરંતુ “ગ્રીન રેવોલ્યુશન” એ પરદેશી શબ્દ હોવા ઉપરાંત પરદેશી દ૯૫ના છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ १४ સૌથી વધુ ફળદ્રુપ જમીનને તેમની ઉપર ખાર ફરી વળતાં સત્યાનાશ વળી ગયો છે. ખેડા જિલ્લાની ઊંડા કાંપ અને રેતીવાળી જમીનમાં પાણી ઉપર તરી આવે, એની તે કોઈને કલ્પના પણ ન આવે. કોડીનાર પાસેના સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારા તરફ વળી જુદી જ જાતનું નુકસાન થયેલું જોવા મળે છે. એ પ્રદેશ અત્યાર સુધી ગુજરાતને અતિ સમૃદ્ધ શેરડીના વાવેતર વિસ્તાર ગણાત. એ હવે તદ્દન બરબાદ થઈ ગયો છે. આ પરિસ્થિતિ જો હજુ વધુ ચાલુ રહી, તે સીંચાઈની યોજનાઓથી વધુ જમીને વાવેતર હેઠળ આવવાને બદલે ઘણી જમીને અનુત્પાદક બની જશે. અત્યારની ભારતની પરિસ્થિતિ એવી છે કે, ૩૨ કરોડ ૯૦ લાખ હેક્ટર જમીનમાંથી અર્ધા ઉપરાંત જમીન “બીમાર' બની ગઈ છે; અને દશ કરોડ હેકટર જમીન તે “અતિશય બીમાર' બની ગઈ છે. એ જમીનની બીમારી, જેને અંગે આપણે ઓછામાં ઓછા સભાન છીએ, તે છે જમીનની ફળદ્રુપતા ફરી પાછી ભરપાઈ કરી આપવાની અને એને પુનર્જીવિત કરવાની કુદરતની શક્તિઓનો નાશ! જુદાં જુદાં જંતુનાશક દ્રવ્યોના ઉપયોગથી ખેતી-પર્યાવરણ-તંત્રને ભારે નુકસાન પહોંચ્યું છે, જે જંતુઓ અને જીવાણુઓ ખેતીને લાભદાયક હતાં, તે નાશ પામી ગયાં છે અને તેથી જમીનની ઉત્પાદકતાને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. આ બધું જેમણે સમજવું વિચારવું જોઈએ, તે રાજકારણીઓ તે ભોઐશ્વર્ય સાધી આપનાર પાશ્ચાત્ય વિજ્ઞાન-ટેકનોલૉજીના મોહમાં એવા મૂઢ બની ગયા છે કે, તેમને દેશની ધરતીનું કે પ્રજાનું શું થાય છે કે થવાનું છે, તે જોવાની કે સમજવાની આંખ કે બુદ્ધિ જ રહ્યાં નથી. તેઓને તે દિલ્હીની ગાદી કયા પક્ષના કે કોના હાથમાં રહે તેની જ ફિકર છે. ભારતમાતાની પરવા કરનાર કે રાખનાર ગાંધીજી, સરદાર, કૃપલાની, મગનભાઈ દેસાઈ વગેરે જેવા કેઈ સપૂતે હવે Page #16 -------------------------------------------------------------------------- ________________ મોજૂદ નથી. દેશની પ્રજાની ગરીબાઈની કે બેકારીની પરવા કરવાને બદલે આજે તો એકવીસમી સદીમાં અમેરિકા વગેરેને પણ ટક્કર મારે તેવી આધુનિક વિજ્ઞાન-ટેકનોલૉજી કેવી રીતે હાંસલ કરી લેવી, એની વાતેના ફડાકા જ ચારે કે સાંભળવા મળે છે. આવી કટોકટીની ઘડીએ સર આલ્બર્ટનું પુસ્તક સંક્ષેપમાં પણ સરળ રૂપે ગુજરાતીમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાત ઘણી કાંતિએનું ધામ બનેલું છે. ધરતીની અને પ્રજાની બરબાદી કરનાર કહેવાતી “હરિયાળી ક્રાંતિની પ્રતિક્રાંતિનું પણ તે ધામ બને, એવી આશા સાથે, આ પુસ્તક માટેના બે પ્રાસ્તાવિક-બોલ પૂરા કરું છું. સંકલિત] ગોપાળદાસ પટેલ તા. ૧૫-૧૧-'૮૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર [વાક્યને અર્થ સમજવા માટે વાંચતા પહેલાં આટલી ભૂલે હાથે સુધારી લેવા વિનંતી છે.] પાન લીટી અશુદ્ધ થાય છે કે, થાય છે, કે જયાં જાય! જશો. જશો, ૨૫ ઉકરાઓએ ઉકરડાઓએ ૩૨ યંત્રથી યંત્રથી ૬ ૧૪ ૧૫ ા. ૩૮ ૧૬ ૩૮ ૧૮ ૫૧ ૨૮ પૂરતા ૭૦ ૧૯ લોહીન લેહીનાં પૂરના જતે; વનસ્પતિ - જ જતી વનસ્પતિ જ છેલ્લી લીટી આ પ્રમાણે વાંચવી– કૃત્રિમ ખાતર જમીનની છિદ્રાળુતાનાં ભારે નાશક છે. એમાંની રહેવું રહેલ ૨ ૧ એમાંથી ૮ ૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ ખડ ૧લા આધુનિક ખેતી Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ માનવ આરોગ્ય એ સ્વતંત્ર વસ્તુ નથી! ચનામક ખેતીના પુરસ્કર્તા સર આલ્બર્ટ હાવર્ડ, હમેશને માટે માનવજાતને ઉપકારક બની ગયેલી વિભૂતિઓમાંના એક ગણાય. કૃષિવિદ્યાના “ઋષિનું પદ કોઈને આપી શકાય તે તે એમને. ભારત માટે ગાંધીજીના આર્થિક-સમાજિક-રચનાત્મક દર્શનની તેલ મૂકી શકાય તેવું બીજું દર્શન હોય, તો તે સર આલ્બર્ટ હાવર્ડનું રચનાત્મક ખેતીનું છે. તેમનું વિધાન છે કે૦ લોકશાહીને ખરો શસ્ત્રભંડાર ફળદ્રુપ જમીન છે. ૦ કારણ, માણસજાતનું ભૌતિક, માનસિક, અને આધ્યાત્મિક આરોગ્ય ફળદ્રુપ- નીરોગી – જમીનની નીરોગી પેદાશ ઉપર “સ ટ” અવલંબિત છે. ૦ આરોગ્ય એ પ્રાણીમાત્રને જન્મસિદ્ધ હક છે. રેગી પ્રાણીઓને રોગી વનસ્પતિની જેમ કુદરત સહન કરી શકતી નથી. તેમને તે નાબૂદ જ કરે છે. ૦ જમીન-વનસ્પતિ – પ્રાણી – મનુષ્ય એ ચારની સળંગ સાંકળ છે. એ ચારે કડીની મજબૂતાઈને આધારે જ આખી સાંકળની મજબૂતાઈ કે ઉપયોગિતા નિર્ધારિત થાય છે. ૦ પછીની ત્રણ કડીઓની નિર્બળતા કે નિષ્ફળતાનું મૂળ કારણ પ્રથમ કડી એટલે કે જમીનની નિર્બળતામાં રહેલું છે. જમીન જેટલી Page #21 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા નબળી કે પિષણરહિત હય, તેટલી જ તે પછીની કડીઓને નબળી પાડે છે અને પિષણરહિત બનાવે છે. અને વનસ્પતિ તથા પ્રાણીસૃષ્ટિએ પિષણરહિત બનવું એટલે જ રેગી બનવું– વિવિધ રોગના ઉપદ્રનો શિકાર બનવું. ૦ નિર્બળ અને પોષણરહિત અર્થાતું રેગી બનેલી જમીનની પેદાશ ઉપર જીવનાર માનવજાતને પછી વૈજ્ઞાનિકોના ગમે તેટલા જલદ ઉપાયો કે ઔષધ નીરોગી રાખી નહિ શકે. એ પ્રજએ રોગી બનીને ક્ષીણ થવું જ રહ્યું! જેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તાકાત ખતમ થયેલી હોય, તેવી પ્રજને ગમે તેટલા વિપુલ અભંડાર, ઔષધભંડાર કે ધનભંડાર બચાવી ન શકે! થોર કહે છે -જુની પ્રજાની તાકાતનું મૂળ તેમનાં નૈસર્ગિક જંગલ હતાં. એ જંગલો જે જમીન ઉપર ઊભાં હોય છે, તે જમીન ક્ષીણ થવા માંડે, એટલે પછી એ પ્રજાઓ પણ ક્ષીણ થતી જાય. અલેકિસ કેરલ જણાવે છે–“અત્યારના આહારમાંથી પહેલાં જેટલું પિષણ નથી મળતું. રાસાયણિક ખાતરો મબલખ પાક ઉતારી આપે છે; પણ જમીનને સાથે સાથે તે જે ઘાતક ઘસારો પાડે છે, તે ભરપાઈ કરી આપતાં નથી. પરિણામે એ જમીનમાંથી ઊતરતે પાક પોષણની દૃષ્ટિએ નિર્માલ્ય બનતું જાય છે. વૈજ્ઞાનિકોનું સંશોધન રોગોના મૂળ કારણ સુધી પહોંચવું હોતું નથી. આબોહવા તથા આહારની આધુનિક માનવની શારીરિક તથા માનસિક સ્થિતિ ઉપર શી અસર થાય છે, તે અંગે તેમનો અભ્યાસ ઉપરછલ્લો તથા અધૂરો છે. એક રીતે આધુનિક વિજ્ઞાને જ આપણાં શરીર અને આત્માને નબળાં પાડવામાં મોટો ફાળો આપેલો છે.” જ્યોર્જ હેન્ડરસન જણાવે છે – જમીનને આધારે જીવનાર સૌ કોઈની પ્રથમ ફરજ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી એ છે...સાચી ખેતી એને કહેવાય કે આપણને વારસાગત જેવી જમીન મળી હોય Page #22 -------------------------------------------------------------------------- ________________ માનવ આરેગ્ય એ સ્વતંત્ર વસ્તુ નથી! તેને વધુ ફળદ્રુપ બનાવીને આપણા વારસદારને આપતા જઈએ; નહિ કે નિચોવીને કુચા જેવી નિર્માલ્ય બનાવીને ! સર આલ્બર્ટ હાવર્ડને અનુભવ છે કે, ફળદ્રુપ-પુષ્ટ જમીન ઉપર ઊગતા પાકને રોગ લાગુ પડતા નથી; તથા તેમને જંતુનાશક ઝેરી છાંટણાંની જરૂર પડતી નથી. બળદ વગેરે ખેતી-ઉપયોગી જાનવરોને પણ ફળદ્રુપ જમીનમાં ઉગાડેલાં ઘાસ ધાન વગેરે ખવરાવવામાં આવે. તે આજુબાજુ બીજાં ઢોરોમાં પગ-મોં વગેરેના ગમે તેવા રોગોને વાવર ચાલતો હોય તો પણ, એ જાનવરોને કશો રોગ લાગુ પડતો નથી. ભલે એ જાનવર રોગનાં ભંગ થયેલાં બીજાં જાનવરો સાથે મોં-નાક રગડી આવે. ઉપરાંત, નવું સુધરેલું બિયારણ વાપરવાથી પેદાશમાં ૧૦ થી ૧૫ ટકા વૃદ્ધિ થતી હોય, ત્યારે ફળદ્રુપ રાખેલી જમીનમાં એ વૃદ્ધિ બમણી અને ત્રમણી થતી પુરવાર થઈ છે. ફળદ્રુપ જમીનમાં બિયારણની કોઈ જાત સૌકાઓથી ચાલુ રાખવામાં આવે તો પણ તે વંધ્ય બની જતી નથી; જેવું રાસાયણિક ખાતરો વાપરવામાં આવતાં હોય તેવી જમીનમાં બનતું જોવામાં આવે છે. ગરીબ દેશમાં જાનવરોનું છાણ મોટા ભાગે બળતણ તરીકે વાપરી નંખાનું હોય તો પણ થોડા ઘણા છાણ વડે ખેતરોમાંથી જ પાંદડાં, ડાળખાં વગેરેને જે ગાટ મળતો હોય છે, તેનું “કંપેસ્ટ’ ખાતર તૈયાર કરવામાં આવે, તો જમીનની સેન્દ્રિય ખાતરની ભૂખ પૂરેપૂરી સંતોષી શકાય તેમ છે. પરંતુ સર આલબર્ટ હાવર્ડનો સૌથી ટોચ કહેવાય તેવો અનુભવ તો એ છે કે, સૈકાઓથી સફળ પુરવાર થયેલી ખેતીની પદ્ધતિઓના ખરા દુશ્મનો તે ખેતીની સરકારી સંશોધન સંસ્થાઓના વૈજ્ઞાનિકો અને અમલદારો જ છે. ખેતી અંગે હાનિકારક જૂઠ ચાલુ રાખવામાં તેમનું એટલું મોટું સ્થાપિત હિત ઊભું થયેલું હોય છે કે, તેઓ દેશની જમીનને Page #23 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા અને દેશની ભાવી પેઢીઓને કારણું નુકસાન થાય તે હદે જઈને પણ પેાતાની ભૂલ કે અજ્ઞાન કબૂલ રાખ્યા વિના પેાતાનું ડીંડવાણું હાંકય રાખે છે. < ઇંગ્લૉન્ડ વગેરેદેશામાં વીમા કંપનીઓ, જેમનું હિત લાખા લોકોના આરોગ્ય અને દીર્ઘાયુષ સાથે સંકળાયેલું હેાય છે, તેઓએ, પ્રજાને પૂરતું ખાવાનું' મળે એ હિસાબે જ ચાલ્યા કરવાને બદલે “ પૂરતું પાષક ખાવાનું' મળવું જોઈએ એની અગત્ય પામી જઈને, ખેતીવાડી અંગેના સાચા સંશાધનને ઉત્તેજન આપ્યું, ત્યારે વૈજ્ઞાનિક રીતે પુરવાર થતું ગયું કે, જમીન-વનસ્પતિ–જાનવર–માણસનું આરોગ્ય એક સાંકળે સંકળાયેલું છે, અને તે સાંકળના છૂટક અંકોડા ફંફોસ્યા કરવામાં અટવાઈ રહેવું, એ નિષ્ફળતા અને નુકસાન તરફ પ્રગતિ કરવા બરાબર છે. પછી તા સુધારક ખ્રિસ્તી ધર્મસંસ્થાઓએ પણ આર્ચબિશય ઑફ કેન્ટરબરી ડૉ. ટેમ્પલના પ્રમુખપણા નીચે ભેગા મળીને ઠરાવ કર્યો કે, પૃથ્વીની સાધનસામગ્રી એ ઈશ્વર તરફથી સમગ્ર માનવજાતને મળેલી બક્ષિસ છે, અને તેથી તેને વર્તમાન તથા ભાવી પેઢીની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને પૂરી સાવચેતીથી વાપરવી જોઈએ. અને અન્ન જેવી જીવનની મેાટી જરૂરિયાત બીજી કઈ છે? ઇંગ્લગ્લૅન્ડ વગેરે દેશામાં સરકારો ‘સામાજિક સંરક્ષણ ’ (સાન્શિયલ સિકયોરિટી )-ને નામે પ્રજાને અનિશ્ચિત ગુણવત્તાવાળા ખારાક અનિશ્ચિત પ્રમાણમાં આપીને જ કૃતાર્થતા માને છે, એ મેાટી ભૂલ છે. ભૂખમરો અને રોગચાળા સામે ખરું સંરક્ષણ, પૂરી તાકાતવાન એટલે કે ફળદ્રુપ જમીનમાં ઉગાડેલા અને પૂરતાં પ્રાણવાન તત્ત્વોવાળા પૂરતા ખારાક પૂરો પાડવાથી જ સધાઈ શકે. અને તેથી રાષ્ટ્રીય આયેાજનના નામને પાત્ર કોઈ પણ આયાજન (પ્લાનિંગ) દુનિયાભરમાં જમીનની ગુણવત્તા, તાકાત અને આરોગ્ય વધારવા અને જાળવવા માટેનું જ હાવું જોઈએ. જે સરકારો પોતાની સંભાળ હેઠળની જમીનોના, તે છેક નિર્જીવ – વાંઝણી Page #24 -------------------------------------------------------------------------- ________________ કુદરતની કિતાબ બની જાય તે હદ સુધી વર્તમાન પેઢીને હાથે દુરુપયોગ થવા દે છે, તેમના જેવી ગુનેગાર સરકારી બીજી કોઈ ન હોઈ શકે. તેઓને ગુનો માનવજાત સામે ગુને છે. કારણકે, તેઓ માનવજાતની માતા ધરતી પ્રત્યે વ્યભિચાર– અત્યાચાર આચરનારા આતતાયીઓ છે. કુદરતની કિતાબ સર આલ્બર્ટ હાવર્ડ કૃષિશાસ્ત્ર અંગે કુદરતમાં પ્રવર્તતા યણ'ના મહાનિયમ પ્રત્યે સૌ કોઈનું સૌથી પ્રથમ ધ્યાન ખેંચે છે. અંગ્રેજીમાં તે નિયમને “ગ્રેટ લૉ ઑફ રિટર્ન' કહે છે. યજ્ઞ” ની વ્યાખ્યા કરતાં ગીતામાં જણાવ્યું છેઃ “પ્રજાપતિએ પ્રજાને ઉત્પન્ન કરી છે, પણ યજ્ઞની સાથે જ. “એ યજ્ઞ દ્વારા જ તેઓ વૃદ્ધિ અને ઈચ્છિત ફળ પામી શકે, એ તેમને સાથે સાથે આદેશ અપાયો છે. ““યજ્ઞ દ્વારા કુદરતની શક્તિઓ – દેવને – પોષે, અને એ દેવો તમને પિ’-એમ એકબીજાને પોષીને કલ્યાણ પામવું, એનું નામ યજ્ઞ! “યજ્ઞ વડે સંતૃપ્ત થયેલી કુદરતી શક્તિઓ તમને ઈચ્છિત ભગપદાર્થ આપશે. પણ તેમણે આપેલું ભોગ્ય, યોગ્ય વળતર આપ્યા વિના ભગવનારો મહા શેર છે!” સર આલ્બર્ટ હાવર્ડ કહે છે કે, કુદરત મોટામાં મોટે ખેડૂત છે; તે પિતાની ખેતી કેવી રીતે ચલાવે છે તે નિહાળીએ, તે જણાશે કે, એ પિતાની ખેતીમાં વળતરના મહાનિયમને – યજ્ઞના મહાનિયમને ભારોભાર અનુસરે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા સર આલ્બર્ટ હાવર્ડને આક્ષેપ છે કે, આધુનિક કૃષિ-વિજ્ઞાનમાં અને તેના ભણતરમાં કુદરતના આ મહા-નિયમના જ સદંતર ઉપેક્ષા કરવામાં આવે છે. ૧. વિવિધતા અને સાતત્ય આ પૃથ્વી ઉપરના જીવનનાં મુખ્ય બે લક્ષણ વરતાય છે: વિવિધતા, અને સાતત્ય. વનસ્પતિ-સૃષ્ટિ જુઓ: ત્યાં કેટલું બધું વૈવિધ્ય છે? પરંતુ નરી આંખે દેખાય તેટલું વૈવિધ્ય જોતાં થાકે તે પહેલાં સૂક્ષ્મદર્શકથી દેખાતું વૈવિધ્ય તપાસ, તે વળી વધુ ગજબની અવનવી અફાટ સૃષ્ટિ નજડે પડશે. બંધિયાર પાણી ઉપરની લીલી સેવાળને જ તપાસ: તે તે ફૂલ વગરના અનંત છોડવાઓ છે! ભૂરા-લીલા, અને લીલા, તથા પ્રારંભિક કક્ષાના જીવોથી નિરંતર ખદબદતા. પરંતુ અફાટ વિવિધતાની અંદર થઈને પ્રવર્તત સાતત્યને મહાનિયમ પારખવા માટે વિશેષ સૂક્ષ્મ દૃષ્ટિ જોઈશે. એ મહાનિયમ ચક્રાકારે કામ કરતા હોય છે. એ ચક્ર એટલે જન્મ, વૃદ્ધિ, પરિપકવતા, મોત અને માટી થવું તે પૂર્વ તરફના એક ધર્મમાં તે આ ચકને “જીવનચકુ’ નામે ઓળખાવવામાં આવ્યું છે. આ ચકનાં પરિવર્તન કદી થોભતાં નથી તથા સંપૂર્ણ હોય છે: મોત હંમેશાં જીવન ઉપર છાઈ જાય છે, અને જીવન પાછું મોત અને માટીમાંથી ઊભું થાય છે! આપણે જીવંત પ્રાણીઓ હોવાથી આપણું લક્ષ હંમેશાં વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયાઓ તરફ વિશેષ કેન્દ્રિત થાય છે; મોત અને માટી થવા તરફ તેટલું નહિ. પરંતુ પુખ્ત બુદ્ધિશાળી પ્રાણી તરીકે આપણ ૧. આપણી ભાષાઓમાં તેને માટે “પંચત્વ પામવું', “પાંચ તો æાં પડી જવાં', શરીરનાં “પાંચ તત્વે વિશ્વનાં પાંચ તત્ત્વમાં ભળી જવાં' એવા પ્રોગ રૂઢ છે. અહીં માત્ર માટીમાં ભળી જવું એવું એક જ ઘટક લીધું છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ કુદરતની કિતાબ માણસોએ, વિશ્વમાં એ જીવન-ચક્રની વધુ ગુપ્ત રહેતી મોત અને માટી થવાની બાજુની અગત્ય સમજવાની કોશિશ કરવી જ જોઈએ. એ બાબતમાં આપણી સામાન્ય કેળવણી અત્યંત ખામીભરેલી રહી છે; અને એનું મુખ્ય કારણ કંઈક અંશે વૈજ્ઞાનિકોએ આપેલી ખોટી દોરવણી છે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને અભ્યાસ કરતી વિદ્યાશાખાઓ – “બૉટની” અને “ઝો ઑલજિ' – માત્ર જન્મ અને વૃદ્ધિના અભ્યાસ પૂરતી જ મર્યાદિત રહી છે; પરંતુ વિશ્વના તે એકમે મરી જાય છે ત્યારે તેમનું શું થાય છે કે, તેમના અવશેષોની આજુબાજુની પરિરિથતિ ઉપર શી અસર પડે છે, તથા તે કેવી રીતે નવી વનસ્પતિ અને પ્રાણી-સુષ્ટિનો આધાર બને છે, તેના ઉપર જરા પણ લક્ષ અપાયું નથી; કે બહુ ઉપરછલ્લું લક્ષ અપાયું છે. પરંતુ જીવનના પ્રાગટય માટે જે પૂર્વ તૈયારીને ગાળો હોય છે. તે જન્મ અને તે પછીના વિકાસના ગાળા કરતાં ઓછો પ્રગટરૂપે ચાલતો હોવા છતાં, તેની અગત્ય ઓછી નથી. વિકાસ અને ક્ષયની બંને પ્રક્રિયાઓને કુદરત હંમેશ અને અચૂક સમતોલ જ રાખ્યા કરે છે. અને આ સમતોલપણું તે જાળવી રાખતી હોવાથી જ તેને પડકારી ન શકાય તેવું સાતત્ય પ્રાપ્ત થાય છે. ૨. લીલું પાન અનેખું યંત્ર! આ પૃથ્વી ઉપર જીવન કેવી રીતે શરૂ થાય છે? આપણ એ પ્રશ્નને માત્ર એટલો જ જવાબ આપી શકીએ કે, જીવનચક ચાલુ રાખવામાં મુખ્ય ઘટક સૂર્યનો પ્રકાશ છે. કારણ કે સૂર્યને પ્રકાશ જ શક્તિ (“ઍન') નું મૂળ છે. તે શક્તિ ઝીલીને તેને વનસ્પતિસૃષ્ટિ તથા પ્રાણીનુષ્ટિને ઉપયોગમાં આવે તેવી કરનાર સાધન લીલું પાન છે. છોડવાઓ પોતાને ખેરાક બહારથી માત્ર ભેગો કરે છે, એટલું જ નહિ પણ, તેઓ તેને ખાતા પહેલાં ખાવાલાયક પણ બનાવે છે. આ બાબતમાં જાનવરો અને મનુષ્યો કરતાં તેઓ જુદા પડે છે. કારણ Page #27 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા કે જાનવરો અને માણસા સૂર્યમાંથી મળતી શક્તિ સીધી ખાઈ શકતાં નથી. તે તે શક્તિ પેાતાનાથી ખાઈ શકાય તેવા ખારાક રૂપે તૈયાર મળે તો જ ખાઈ જાણે છે; નહીં તો ભૂખે મરી જાય ! ત્યારે છેાડવા તે સૂર્યની શક્તિમાંથી પેાતાને જોઈએ તે રૂપે ખારાક તૈયાર કરવાનું કારખાનું ચલાવે છે. લીલા પાનમાં રહેલું કલૉરફિલ સૂર્યમાંથી શક્તિ પકડનારું તથા જુદાં જુદાં સ્થાનાએથી જોઇતા બીજો કાચા માલ મેળવીને તેમાંથી પાતાને જોઈતા રૂપે ખારાક તૈયાર કરનારું યંત્ર છે. જેમકે, હવામાંથી તે કાર્બન-ડાયોકસાઈડ (૨ ભાગ ઑકિસજન અને ૧ ભાગ કાર્બન) ચૂસે છે; પછી વાતાવરણમાંથી મેળવેલા વધુ ઑકિસજન તેમ જ જમીન અને તેમાં પચેલા પાણીમાંથી મળતા બીજા સેન્દ્રિય કે નિરિન્દ્રિય પદાર્થો સાથે તેનું મિશ્રણ કરે છે. આમ આ બધા કાચા માલમાંથી પેાતાને જોઈએ તે રૂપે ખોરાક એ તૈયાર કરી લે છે– અર્થાત્ તે બધાનું કાર્બોહાઈડ્રેટ, પ્રોટિન અને ચરબી જેવા સેન્દ્રિય પદાર્થોમાં રૂપાંતર કરે છે. છેાડવાના કલેવરની અંદર એ બધા સેન્દ્રિય પદાર્થો ઉપરાંત ૯૦ ટકા જેટલું પાણી તથા રાસાયણિક ક્ષારોના નાના જથા હોય છે - કલૉરફિલની બૅટરી જેવું લીલું પાન તેથી કરીને જીવનનું સાતત્ય સાધનાર યંત્ર છે. એ કાર્યક્ષમ રહે એ વસ્તુ તેથી કરીને ખાસ અગત્યની છે. કારણકે, મનુષ્ય સહિત બધાં પ્રાણીઓ લીલી વનસ્પતિ ખાઈને જ જીવે છે: સીધે સીધી જ, કે તે વનસ્પતિ ખાઈને બનેલાં બીજાં પ્રાણી નાં શરીરો દ્વારા. વનસ્પતિ સિવાય આપણું પાણ મેળવવાનું બીજું કોઈ સાધન નથી. સૂર્યપ્રકાશ વિના અને તેમાંથી મળતી શક્તિને આત્મસાત્ કરવાની પૃથ્વી ઉપર છાઈ રહેલી લીલી શેતરંજીમાં રહેલી કરામત વિના, આપણા બધા ઉદ્યોગા, ધંધા, અને મિલકતા ઘેાડા જ વખતમાં ઠપ થઈ જાયાં અર્થાત્ આ પૃથ્વીગ્રહ ઉપરના બધા જ વ્યવહાર, આ લીલી શેતરંજીનેા માનવજાત કેવા ઉપયોગ કરે છે, તેના ઉપર આધારિત Page #28 -------------------------------------------------------------------------- ________________ કુદરતની કિતાબ ૧૧ છે. બીજા શબ્દોમાં કહીએ તે એ શેતરંજી જેટલી કાર્યક્ષમ રહે, તેટલા જ આપણે પ્રાણવાન રહી શકીએ ! પરંતુ લીલું પાન પાતે એક જ એ બધું કામ કરે છે એમ નથી. જમીનની અંદર છાનું દટાયેલું રહેતું મૂળ પણ છેાડની જીવનપ્રક્રિયામાં મોટો ભાગ ભજવે છે. કલૉફિલ ધરાવતા લીલા પાનનું કામ જો છેડને જોઈતા ખારાક તૈયાર કરી આપવાનું છે, તેા મૂળનું કામ પાણી તેમજ બીજા જોઈતા કાચા માલના મોટો ભાગ તેને મેળવી આપવાનું છે. જમીનમાંથી મૂળ દ્વારા મેળવાયેલા કાચા માલ છેાડમાં અભિસરણ કરતા રસ દ્વારા પાંદડાંને પહોંચાડવામાં આવે છે. મૂળ ઉપરના તાંતણા અથવા વાળ, દૂર દૂર ફેલાઈને, જમીનના દરેક કણની આસપાસ અને વચ્ચે પથરાયેલી રહેતી પાણીની પાતળી છારીમાં મિશ્રિત થયેલા પદાર્થો છેાડમાં અભિસ્તૃત થતા રસમાં પહોંચાડે છે. એ છારીમાં મુખ્યત્વે કાર્બન ડાયોકસાઇડ અને ઑકિસજન જેવા ગૅસા, તથા નાઈટ્રેટ, પોટેશિયમ અને ફૉસ્ફરસનાં મિશ્રણા જેવા બીજા પદાર્થો ભળેલા હાય છે. એ બધા પદાર્થો સેન્દ્રિય દ્રવ્યાના કે જમીનનાં ખનિજ દ્રવ્યોના ભંગારમાંથી આવેલા હાય છે. સેન્દ્રિય દ્રવ્યોનું સતત નિરિન્દ્રિય દ્રવ્યોમાં રૂપાંતર થતું રહે છે: તે ખનિજ દ્રવ્યમાં પરિણામ પામે છે. જેમ કે, નાઈટ્રેટ ક્ષારોમાં, મૂળના તાંતણાઓ અથવા વાળનું કામ આ પદાર્થોને જમીનમાંની છારીમાંથી ચૂસી છેાડમાં અભિસરણ કરતા રસમાં પહોંચાડવાનું હોય છે. એ રસમાં આવેલા એ પદાર્થોનું, પાન રૂપી કારખાનામાં પહોંચી, ખોરાકમાં પુન: રૂપાંતર થાય છે. અને આમ જીવન-પ્રક્રિયા ચાલુ રહે છે. જમીન બરાબર ફળદ્રુપ હાય, તે તેની છારીમાં આ બધા ક્ષારો પુષ્કળ પ્રમાણમાં ભળેલા હોય છે. ૩. સજીવ ધરતી ધરતી અથવા જમીન ખરેખર તા સજીવ પ્રાણીઓથી ખચાખચ ભરેલી હોય છે. ધરતીને મૃત ઢેકું માનવું એના જેવી ભૂલ બીજી કોઈ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧ર ધરતી માતા ઈ શકે નહિ. એક મૂઠી ભરીને જમીન ખેબામાં લો અને જુઓ તે તે જીવંત પ્રાણીઓથી ખદબદતી હશે. જીવતી ફૂગ, જીવાણુઓ (બૅકિટરિયા) તથા પાણીના એકકોષી જીવો(પ્રોટઝોઆ)-ની વસ્તીની માટીમાં ખાસી ભીડ હોય છે. જમીનમાં પ્રવર્તતું આ ધબકતું જીવન જ મહાન જીવન-ચક્રો ગતિમાન કરવામાં અગ્ર ભાગ ભજવે છે. એ આખી પ્રક્રિયા સૂક્ષ્મદર્શક કાચ દ્વારા નિહાળી શકાય છે. આ સંકીર્ણ વસતીમાં સૌથી વધુ અગત્યનો વર્ગ ફૂગ છે. સફરજનના ઝાડના મૂળની બાજુમાં ઊંડે ખાડો ખોદી કાચની ઊભી બારી ગોઠવવામાં આવે, તે સારા દૂરબીનથી કે સૂક્ષ્મદર્શક કાચથી આ ફૂગની બધી કામગીરી નિહાળી શકાય છે. જમીનનાં છિદ્રોમાં કરોળિયાનાં જાળાં જેવા તેના ધોળા ફેલાતા તાંતણા સ્પષ્ટ દેખાય છે. એ તાંતણાઓ જુવાન સફરજનના ઝાડના મૂળના ટોચલા પાસેના ભાગ તરફ, (જ્યાં મૂળના વાળ ઊગતા હોય છે,) ધસી જતા હોય છે. પરંતુ આ તો કહાણીની શરૂઆત જ છે. ફૂગના તાંતણા કુળના આ વાળ પાસે આવે કે થોડી વારમાં સફરજનનાં મૂળ એ તાંતણાઓને પિતાનામાં અંદર ખેંચી લે છે. એ તાંતણા પછી છોડના અભિસરણ કરતા રસમાં ભળી જાય છે. એ તાંતણાઓમાં ભરપટ્ટ પ્રોટિન મોજૂદ હોય છે, અને દશ ટકા જેટલું સેન્દ્રિય નાઇટ્રોજન પણ. આ પ્રોટિન મૂળના કેશોમાં મોજૂદ હોતા આથા જેવા રસમાં સહેલાઈથી પચી જાય છે. પરિણામે ઝટ ભળી જાય એવા જે નાઈટ્રોજન-સંકુલો ઉત્પન્ન થાય છે, તે છોડના રસમાં થઈને વીલા પાનમાં પહોંચે છે. અલબત્ત થોડા અપવાદો છે – જેવા કે ટામેટા અને કોબિજવર્ગના છોડો. તે છોડોને મૂળિયાંનું ઝુંડ હોય છે અને મૂળ ઉપરના વાળ બહુ લાંબા લાંબા જતા હોય છે. આ છોડ ફૂગને સીધી આત્મસાત કરી શકતા નથી. તે આ છોડને પોષણ કેવી રીતે મળે છે ? ઉપરની કરતાં બીજી પ્રક્રિયાથી : અર્થાત્ ફળદ્રુપ જમીનમાં મૃત જીવાણુઓનાં કરોડો શરીરો સડતાં હોય છે અને જમીનના સંયુક્ત કણની આસપાસ Page #30 -------------------------------------------------------------------------- ________________ કુદરતની કિતાબ તથા છોડના મૂળ ઉપરના વાળની આસપાસ વીંટળાઈ રહેતી પાણીની છારીમાં ભળ્યા કરે છે. આ મૃત સેન્દ્રિય પદાર્થોમાં પ્રોટિન ખૂબ હોય છે; અને તેનું નાઈટ્રેટ જેવા સાદા ક્ષારોમાં રૂપાંતર થાય છે. એ ક્ષારો પછી પેલા ટામેટા વગેરેના મૂળના તાંતણા દ્વારા છાડના રસમાં પહોંચે છે. આમ જે છોડ જમીનની ફૂગને પચાવી નથી જાણતા, તેઓ સેન્દ્રિય નાઈટ્રોજન આ પ્રકારે મેળવે છે. જે ધરતીમાં આવી જીવાણુવસ્તી સારા પ્રમાણમાં હોય છે, તેવી ફળદ્રુપ જમીનમાં ઊગેલા ટામેટા વગેરે જ રોગ સામે પ્રતીકાર કરી શકે છે અને મબલક પાકને ઉતારો આપે છે. પરંતુ આ બધી પ્રક્રિયાઓ ધરતીમાં દટાઈ રહેતી હેઈને સૂર્યપ્રકાશથી દૂર રહે છે. એટલે, શક્તિના એ કેન્દ્રમાંથી કાંઈ શક્તિ પ્રાપ્ત કરતી ન હોવા છતાં, આ બધાં અટપટાં કાર્ય શી રીતે કરે છે? લીલા પાનને બધું સોંપી દે તે પહેલાં પોતાનું પ્રાથમિક કાર્ય તેઓ શી રીતે પાર પાડે છે? જવાબ એ છે કે, તેઓ જમીનની અંદરના સેન્દ્રિય પદાર્થોના ભંડારોને કસવવા દ્વારા એટલે કે દહન દ્વારા પોતાને જોઈતી શક્તિ પ્રાપ્ત કરે છે. સામાન્ય અગ્નિની પેઠે ઑકસવવાની આ ક્રિયાથી શકિત છૂટી થાય છે. આ ધીમા દહન માટે જોઈને ઑકિસજન હવામાંથી ખેંચવામાં આવે છે. વરસાદ જ્યારે નીચે પડે છે ત્યારે વાતાવરણમાંથી ઘણા ઑકિસજન તેની સાથે ઓગળતો આવે છે. તેથી જ ઝારા વડે પાણી પાઈએ તેના કરતાં વરસાદ વડે જે પાણી છોડને મળે છે, તે વધુ ફળદાયી હોય છે. તેમજ જમીનને ખેડીને ખુલ્લી કરવાની જરૂર પણ એ જ કારણે હોય છે, જેથી બહારથી વધુ ઑકિસજન ધરતી પિતાની અંદર ખેંચી શકે તથા વધારાને કાર્બન ડાયોકસાઈડ બહાર ફેંકી દઈ શકે. લેટિનમાં જમીન કે પૃથ્વીને “ઘૂમસ’ કહે છે, પરંતુ ખેડૂતે આજકાલ માત્ર જમીન કે ધરતી માટે એ શબ્દ નથી વાપરતા. જમીનની સપાટી ઉપર પથરાત વનસ્પતિનો કે પ્રાણીઓને સડયા વિનાને Page #31 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા કચરો કે મળ, તેમ જ જીવાણુઓ કે ફૂગ પોતાનું કામ કરીને મારી પરવારે ત્યારે તેમની સાથે ભળતા તેમનાં શરીરના અવશેષો મળીને જે મિશ્રણને ભંડાર ઊભો થાય છે, તેને માટે હાલમાં “સૂમસ” શબ્દ વાપરવામાં આવે છે. તે ભંડારમાંથી પછી ધરતીના જીવાણુઓ અને ત્યાર બાદ સીધા અનુકમે છોડ, ઝાડ અને તે પછી પ્રાણીઓ પોતાના અસ્તિત્વ માટે જે કંઈ આવશ્યક હોય તે મેળવે છે. આમ, સૂમસ એ ભારે અગત્યની વસ્તુ છે. ૪, ધ્રુમસ કુદરત સૂમસનું શી રીતે ઉત્પાદન કરે છે અને તે વડે પોતાના ચકને ગતિમાન કરે છે, તેને સંપૂર્ણ દાખલો જંગલની ધરતી ઉપર જોવા મળે છે. જંગલના કોઈ ઝાડ નીચે લાકડીથી ડુંક ખેદો : પ્રથમ તે મરેલાં પાંદડાં, ફૂલો, ડાળખીઓ, છાલના ટુકડા, સડતા લાકડાના ટુકડા અને એવા બધાનો ખાસો કીમતી પોચો પોચો થર જોવા મળશે. પછી જેમ જેમ નીચે ઊતરતા જશે. તેમ તેમ એ બધા પગે પ થર દબાઈને કઠણ થતો થતો મીઠી મધુર સુગંધવાળી જમીન બની ગયેલો માલુમ પડશે. એ કઠણ ભાગને જરા વધુ ખોદશો એટલે નાનાં નાનાં જીવડાં અને વિવિધ પ્રાણીસૃષ્ટિ ખદબદતી નજરે પડશે. કુદરત સૂમસ શી રીતે બનાવે છે તેને આ સંપૂર્ણ નમૂન છે. આખા વર્ષ દરમ્યાન સતત, નિરંતર (અલબરા અમુક સ્તુઓમાં વધુ પ્રમાણમાં) જંગલને આ કચરો જમીન ઉપર ભેગો થયે જાય છે; ઉપરાંતમાં વનસ્પતિસૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ સાથે હંમેશ સંમિશ્રિત હોય છે. જાનવરો અને પંખીઓ સર્વત્ર હોય છે અને નરી આંખે પણ જોઈ શકાય છે. અને પ્રાણીસૃષ્ટિની નીચલી કોટીઓ - કરોડરજજુ વિનાની તે કરોડોની સંખ્યામાં હોય છે. જંતુઓ, અળસિયાં અને એવી બધી કોટીઓ તે ઉઘાડી દેખાય છે; પરંતુ સૂક્ષ્મદર્શકથી તો સાદા પ્રોટઝોઆ (એકકેશી જીવો) સુધીની અસંખ્ય કોટીઓ નજરે પડે છે. આ બધાં પ્રાણીઓ જીવતાં હોય ત્યાં સુધી તેમને મળ, અને મર્યા પછી તેમનાં Page #32 -------------------------------------------------------------------------- ________________ કુદરતની કિતાબ શરીર જંગલની ધરતી ઉપર પથરાઈ રહેતી શેતરંજીનો ના સૂને ભાગ નથી હોતાં. આ ભેગા થયેલા કચરા ઉપર સૂર્યપ્રકાશ તથા વરસાદ પિતાની કામગીરી બજાવે છે. જો કે, એ બનેને વૃક્ષનાં પાનની ઘટામાંથી ચળાઈને નીચે પહોંચવું પડતું હોઈ, તેમને વેગ અથવા તીવ્રતા ઓછાં થઈ જાય છે. સૂર્યને પ્રકાશ એ કચરાને ગરમી પૂરી પાડે છે અને વરસાદ તેને ભેજયુક્ત રાખે છે. વરસાદનો ઝપાટો જેમ તેના ઉપર સીધો નથી પઠતે, તેમજ સૂર્યને દાહક પ્રકાશ પણ સીધો નથી પડતો. એટલે એ બંને પાસેથી જોઈ ભેજ અને જોઈતી હુંફ જ નીચેની શેતરંજીને મળી રહે છે. ઉપરાંત, હવાની અવરજવર રહેતી હોવા છતાં સખત પવનની ઠંડી પાડી દેનારી કે સૂકવી નાખનારી અસર સામે પણ પૂરતું સંરક્ષણ મળી રહે છે. આમ પૂરતી હવા, હૂંફ અને ભેજ મળી રહેતાં ફૂગ અને જીવાશુઓ, જેમનાથી ધરતી ભરપૂર ભરેલી હોય છે, તેઓ પોતાનું કામ કરવા લાગે છે. નીચે પડેલો કચરો તરત પરિણામ પામવા માંડે છે: કેટલેક કચરે અળસિયાં અને જંતુઓનાં શરીરમાંથી પસાર થાય છે; અને બધા જ કચરો નજરે ન પડે તેમ ભૂકો થઈ, ખંડાઈ, સડીને રૂપાંતર પામી, કાળા-શ્યામ રંગની ફળદ્ર ૫ માટી બનતું જાય છે, જેની મીઠી મહેક જંગલની ધરતીની ખાસ ખાસિયત છે. ભવિષ્યની વનસ્પતિ માટે તે કીમતી પોષણ ધરાવે છે. મોટે ભાગે કે પાણીથી પૂરેપૂરા છવાયેલા રહેતા કળણ-પ્રદેશોમાં જંગલ જેટલું સૂમસ તૈયાર થતું નથી. કારણ કે, જમીનને પૂરતો ઑકિસજન મળતો નથી; તેમજ ભરાઈ રહેતા પાણીમાં ઓકિસજનનું પ્રમાણ વધુ હોતું નથી. આવી જગાઓએ જીવાણુઓને જોઈને ઑકિસજન હવામાંથી મળવાને બદલે પ્રોટિન સાથેના વનસ્પતિના કે પ્રાણીઓના અવશેષોમાંથી મળે છે. પરંતુ એ સડા અને કોહવાટની પ્રક્રિયામાં ઘણા Page #33 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા નાઈટ્રોજન હંમેશાં ગુમાવાય છે; અને તેથી ઊતરતી કોટીને જે શ્રેમસ પેદા થાય છે, તેને “પીટ’ કહે છે, અને તેને બળતણ તરીકે જ વાપરી શકાય છે. પરંતુ આ બધો જમીનની સપાટી ઉપર ઊભો થતે સ્મસને ભંડાર છોડના મૂળમાં પહોંચે છે શી રીતે? કારણકે છોડના મૂળનેય ટેચને કે વાળ જેવા છેડાવાળો ભાગ જ એ હૃમસને આત્મસાત્ કરવાનું કામ કરતો હોય છે. કુદરત પાસે હળ કે કોદાળો કે પાવડો નથી; પરંતુ કુદરતે એને ઉકેલ બહુ સાદી છતાં સંપૂર્ણ રીતે કાઢયો છે. તેની પાસે કીડી, ઊધઈ, અળસિયાં જેવાં જંતુઓનું આખું મજુર-દળ તૈયાર છે. તેઓ હ્યુમસને નીચે છોડના મૂળ પાસે પહોંચાડી આપે છે. રાત અને દિવસ, કોરા દિવસોમાં કે વરસાદના દિવસોમાં આ પ્રક્રિયા ચાલુ જ રહે છે. અલબત્ત, અમુક ગાળામાં તે વધુ તીવ્ર બનતી હશે. એ કીડાઓને અમુક વખતે સપાટી ઉપર આવવું પડે છે, અને અમુક વખતે ઊંડા ઊતરી જવું પડે છે. બગીચામાં ખરીને ભેગાં થયેલાં પાન બેએક રાતમાં જ અળસિયાં કેવી રીતે ખતમ કરી નાખે છે તે જુઓ, તે નવાઈ પામી જવાય. ઉપરાંત, ઝાડનાં એ મૂળિયાં જ્યાં મરતાં જાય છે, ત્યાં ઊધઈ કે અળસિયાં માટે ઊંડે ઊતરવાની મોટી ટનલ જ મળી રહે છે. વસ્તુતાએ તો અળસિયું એ હ્યુમસને કે તેની સાથે મિશ્રિત માટીને ખાઈને મળરૂપે જે કંઈ કાઢે છે, તે વનસપતિને આત્મસાત કરવા માટે ખાસી તૈયાર થયેલી વસ્તુ જ હોય છે. સપાટી ઉપરની માટી કરતાં આ મળની માટી સૂમસની બાબતમાં ૪૦ ટકા વધુ સમૃદ્ધ હોય છે; એટલું જ નહિ પણ, મિશ્ર નાઈટ્રોજન, ફેફેટ, અને પેટાશ જેવાં અગત્યનાં ખાદ્ય દ્રવ્યોથી પણ ભરપૂર હોય છે. અળસિયાંએ ખાઈને કાઢેલી માટી, સપાટી ઉપરની છ ઇંચ જેટલી માટી કરતાં મિશ્ર નાઈટ્રોજનની બાબતમાં પાંચ ગણી, ફૉસ્ફટની બાબતમાં સાત ગણી, અને પોટાશની બાબતમાં ૧૧ ગણી વધુ સમૃદ્ધ હોય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ કુદરતની કિતાબ એવો અંદાજ કાઢવામાં આવ્યો છે કે, એક એકર જેટલી ફળદ્રુપ જમીનમાં દર વર્ષે ૨૬ ટન જેટલો અળસિયાને મળ ઉમેરાય છે. તદુપરાંત તેમના શરીરના અવશે પણ ખાતરના પુરવઠામાં સારો સરખો ઉમેરો કરે છે. આ પ્રમાણે કુદરતે જમીનને પિતાને જ ખાતર ઉત્પન્ન કરવાનું કારખાનું બનાવી રાખી છે. ૫. ખનિજ દ્રવ્યેની અગત્ય તે શું છોડ માત્ર ઘૂમસમાંથી જ પોતાનું પોષણ મેળવતો હોય છે? ના, ખેડાતી જમીન નીચે જે આંતર-જમીન (સબ-સૉઇલ) હોય છે, તે પણ તેના પિષણમાં અગત્યને ભાગ ભજવે છે. એ જમીન ખડક વગેરેના ઘસારાની બનેલી હોય છે, અને તેમાં પોટાશ, ફોસ્ફટ અને બીજાં વિરલ ખનિજ દ્રવ્યો ભળેલાં હોય છે. પરંતુ છોડ અથવા વનસ્પતિને એ ખનિજ દ્રવ્યો શી રીતે પહોંચે છે? આપણે જોઈ આવ્યા છે નાનામાં નાના છોડના મૂળમાં પણ જમીનની બારીમાંથી એ દ્રવ્યો ચૂસવાની તાકાત રહેલી હોય છે. પરંતુ એ છારીમાં જ આ દ્રવ્યો કેવી રીતે આવતાં હોય છે? મુખ્યત્વે જમીનની અંદરના પાણી દ્વારા! એ પાણી કાર્બન ડાયોકસાઈડ મિશ્રિત હોય છે અને તેથી તે ખનિજ દ્રવ્યોને ઓગાળી નાખવાની તાકાત ધરાવતું હોય છે. ઓગાળી કાઢવામાં આવેલી એ ખનિજસ પત્તિ આંતર-જમીનમાં મોજૂદ હોય છે. આંતર-જમીનમાં રહેલા પાણીને ચૂસવા જતાં એ મૂળ તેમાં ભળી રહેણાં ખનિજ દ્રવ્યોને પણ ચૂસતાં જાય છે અને પોતાના રસ-પ્રવાહમાં ભેળવી દે છે. આ ખનિજ દ્રવ્યો પછી તે રસ સાથે પાંદડાં સુધી પહોંચી જાય છે પછી જ્યારે પાનખર ઋતુમાં પાંદડાં પરિપકવ થઈ ખરી જાય છે, ત્યારે એમાં સેન્દ્રિય રૂપે જમા થયેલાં ખનિજ દ્રવ્યો પણ જમીનના ઉપરના થરમાં ભેગાં થાય છે અને સૂમસમાં ભળી જાય છે. જમીનને સ્વસ્થ રાખવામાં પાનખર તું તેથી જ આવો અગત્યનો ભાગ ભજવે છે. ધ૦ – ૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા વૃક્ષ આ પ્રમાણે એક મોટી અભિસરણ-પ્રક્રિયા પાર પાડતું હોય છે; તેથી તેની અગત્ય લક્ષમાં લેવાવી જોઈએ. જંગલો અને વૃક્ષોનો નાશ તેથી જમીનને પણ ઘાતક નીવડે છે. જંગલના નાશથી જમીનની અંદર લંગર નાખીને વૃક્ષોનાં પથરાતાં મૂળ પણ નાશ પામે છે, તથા ઉપરને રક્ષણાત્મક છાંયો પણ દૂર થાય છે. એટલું જ નહિ પણ, ખનિજ દ્રવ્યોનું અભિસરણ પણ તેથી અટકી જાય છે. દક્ષિણ આફ્રિકાના કેટલાક મોટા વિસ્તારોની જમીનની ખનિજ દ્રવ્યોની ઊણપ તેની ઉપરનાં જંગલોના મહાન વિનાશને કારણે જ છે. માણસ કુદરતનું આ જીવનચક્ર પોતાને તાત્કાલિક લાભ જોઈને તોડી નાખે છે, અને જે ધરતીને આધારે પોતાનું જીવન છે, તેની હત્યા કરે છે. માનવની કિતાબ ગયા પ્રકરણમાં આપણે પ્રસ્તુત વિષય પૂરતી કુદરતની કિતાબ વાંચવા પ્રયત્ન કર્યો. કુદરત પોતાનું કામ પોતાના નિયમો મુજબ બજાવ્યું જાય છે. ચારે તરફ તેમાં નિયમબદ્ધતા છે-વ્યવસ્થા છે – ઊંડી હેતુમત્તા છે. કુદરતમાં, ભૌતિક સુષ્ટિની સાથોસાથ, તેના અંગભૂત વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ પણ ગોઠવાયેલી છે. પહેલાં નર્યા પથરા-પાણકા હતા અને પછી પ્રાણીઓ આવ્યાં એવું ગોઠવવાને મિથ્યા પ્રયત્ન વિજ્ઞાન કહેવાય છે. પરંતુ ભક્તિની ભાષામાં એમ પણ કહી શકાય કે ખાનાર અને તેને ખાદ્ય ભગવાને એકસાથે જ સજ્યાં છે. કુદરતમાં પ્રાણીઓ જ્યાં હોય છે, ત્યાં ખાદ્ય વિનાનાં કદી નથી જોવા મળતાં. નાનામાં નાનો જીવ પણ ખાદ્યથી વીંટળાયેલો અને તેને આત્મસાત કરવા પ્રયત્ન Page #36 -------------------------------------------------------------------------- ________________ માનવની કિતાબ કરતે જ માલૂમ પડશે. આમ કુદરતની શાણી વ્યવસ્થાથી ગઠવાયેલી આખી સૃષ્ટિ કલ્પ, તે તેમાં જુદા જુદા જીવો અને તેમને માટેના ખાદ્ય-ભંડાર વ્યવસ્થિત ભરેલા-ગોઠવાયેલા માલૂમ પડશે. વળી કુદરત પિતાને પુરવઠો જોગવવામાં કદી કંજૂસાઈ નથી કરતી. જ્યાં જોઈએ ત્યાં જરૂરી કરતાં ઠંઈક વધારેની જ જોગવાઈ તેણે કરેલી દેખાશે. અખૂટ સૂર્યમાંથી શક્તિ મેળવી, પચાવી, વનસ્પતિ-સૃષ્ટિ વિલસે છે; તે વનસ્પતિ સૃષ્ટિની અઢળક પેદાશ ખાઈને પ્રાણીસૃષ્ટિ વિલસે છે, અને તે બંને સૃષ્ટિને આધારે મનુષ્ય-પ્રાણી વિલસે છે. કુદરતની નિયમ-વ્યવસ્થામાં “અતિવતી’પ્રશ્ન છે જ નહિ. તેના નિયમ કે જોગવાઈ બહાર કાંઈ જાય કે તરત જ તેની સંહારશક્તિ વિવિધરૂપે કામે લાગી જાય છે, અને તેણે જોઠવેલી ખાનાર અને ખાદ્યની સમતુલા આપોઆપ પાછી સ્થપાઈ જાય છે. પરંતુ કુદરતે પોતાના લાડીલા સર્જન માણસને એક શકિત વિશેષ આપી છે– ચિત, શક્તિ. આમ તે ચેતના-શક્તિ બધાં જીવંત પ્રાણીમાત્રમાં (વનસ્પતિ-સૃષ્ટિ સુધ્ધાંમાં) છે; પરંતુ માનવની ચિત શક્તિ અને ખી ચીજ છે. કહેવું હોય તે એમ કહી શકાય કે, કુદરતના અંતિમ તત્ત્વને – રહસ્યને સાક્ષાત્કાર કરી શકે તેવી તીવ્ર ચિત શક્તિ તેને પ્રાપ્ત છે. માનવ પણ કુદરતની નિયમ-બદ્ધતામાં-શિસ્તમાં કુદરતના અંગ તરીકે ગોઠવાયેલો હોઈ, તેને માટે બધી ભૌતિક જોગવાઈની પણ આપોઆપ વ્યવસ્થા થઈ હોવા છતાં તેમાં તે હસ્તક્ષેપ કરી શકે છે. તેના હસ્તક્ષેપથી કુદરતની બીજી બધી કે બીજાની વ્યવસ્થા બગડે એવો સંભવ ખરો; પરંતુ કુદરતે કદાચ માનવના વિશિષ્ટ અધિકારને લક્ષમાં લઈ તેની ચિત શક્તિ ઉપર ભરોસો રાખી, એટલું જોખમ ખેડેલું છે. અલબત્ત, માનવપ્રાણી અને વિશિષ્ટ અધિકાર ભૂલી, એની ચિત શક્તિને દુરુપયોગ કરી, કુદરતની વ્યવસ્થામાં રંજાડ ઊભું કરે, ત્યારે કુદરત પાસે તેને વિનાશને મહાનિયમ તૈયાર છે જ. આખા પૃથ્વી-ગ્રહરૂપી એક રજકણ નાશ પામી જાય, તેને તેને કશે રંજ થાય તેમ નથી. Page #37 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા જોકે માનવ ઈતિહાસ જોઈશું તો જણાશે કે, આસુરી શક્તિને અતિરેક થઈ જ્યારે કુદરતની વ્યવસ્થા-ધર્મ- તૂટી પડવાની અવસ્થા આવે છે, ત્યારે તે શક્તિને દબાવી, ધર્મની પુન:સ્થાપના કરનાર મહાનુભાવે અવતરીને “યજ્ઞ’ના મહાનિયમને પુનઃસ્થાપિત કરે છે. અને તેથી જ માનવજાત તાત્કાલિક વિનાશમાંથી– પ્રલયમાંથી બચી જાય છે. આ પ્રકરણમાં માનવની આસુરી વૃત્તિઓને આધુનિક જમાનામાં કેવો ઉદ્રક થઈ રહ્યો છે, તે દર્શાવવા સર આલ્બર્ટ “માનવની કિતાબ ખોલીને સૌ કોઈનું ધ્યાન તેને પરિણામે ઉદ્ભવેલી ગંભીર પરિસ્થિતિ તરફ ખેંચે છે. પ્રાણીસૃષ્ટિને કાયદો જોઈએ, તો માલૂમ પડશે કે, સૂર્યની શક્તિ પાવીને તૈયાર કરેલા ખોરાકથી પરિપુષ્ટ થયેલ વનસ્પતિ ખાઈને પ્રાણીસૃષ્ટિ વિહરે છે. એક જગાએ ખેરાક ઓછો થઈ જાય, તો તે બીજી જગાએ સ્થળાંતર કરે છે. પશુઓનાં ટોળાં લઈને ફરનાર માનવજૂથોનું પણ તેમ જ છે. પરંતુ માનવ પ્રાણીએ, કયે વખતે, વનસ્પતિનાં બીજ સંગ્રહી, તેમને ફરીથી વાવી, પાક તૈયાર થાય ત્યાં સુધી એક જ જગાએ વ્યવસ્થિત રહેવાનું ગોઠવ્યું, તેને ઇતિહાસ ભલે નોંધાયો ન હોય, પરંતુ એટલું જરૂર કહી શકાય કે, જયારથી માણસે જમીનમાં બી વાવી પાક લણવાની કૃષિ-વિદ્યા હાંસલ કરી, ત્યારથી માણસ-જાતને ઈતિહાસ કે સંસ્કૃતિ શરૂ થયાં. ત્યારથી જ માનવજાતના શાણા પુરુષોએ –ષિ એ-અવતારોએ ઘોષણા કરીને ભારપૂર્વક એમ શીખવવું પણ આવશ્યક માન્યું કે, કુદરતના ભંડારમાંથી આવશ્યકતા પુરતું લો ખરા, પણ બદલામાં સામે વળતર વાળવાની ભાવના જરૂર રાખજો! એમ કર્યા વિના કુદરતને ભંડાર ભેગવવા જશે, તે ચોર ઠરશે અને ચોરોની રીતે સજાને પાત્ર થશે. Page #38 -------------------------------------------------------------------------- ________________ માનવની કિતાબ ૨૧ પરંતુ માનવજાતની કમબખ્તી જ એવી છે કે, તે પેાતાની ચિત્શક્તિના ઉપયોગ હંમેશાં ડહાપણભરેલી રીતે કરવાને બદલે અવળે માર્ગે જવામાં જ કરે છે. એટલે ધર્મનું — યજ્ઞનું સંશાધન અને પાલન કરવાને બદલે તે વિજ્ઞાનનું — કુદરતમાંથી વધુ ને વધુ લૂંટી કેમ લેવાય તેનું – જ સંશેાધન કરે છે. અને પરિણામે ‘ધીમેથી પણ અચૂક પીસનારી ' કુદરતની ચક્કીને તે ભાગ બને છે. - ' જમીનમાંના કસ ચૂસીને થયેલા પાક આપણે લણી લઈએ, પછી તે કસ જમીનને પાછા ભરપાઈ કરવાની મુખ્ય રીત, જમીનને વાસેલ અથવા પડતર રાખી, તેમાં વનસ્પતિને – જંગલને – પુન: જામવા દેવાની છે. તેથી કરીને, ખરી પડેલાં પાંદડાં – ડાળખાં વગેરે જમીનમાં પડી, અળસિયાં વગેરેની કામગીરીથી પાછું ઘૂમસ જમીનમાં પેદા થાય છે. જૂના જમાનામાં આફ્રિકા, ભારત, શ્રીલંકા વગેરે દેશામાં એ જ પદ્ધતિ અખત્યાર કરવામાં આવતી. એકની એક જગાએ વારંવાર એકના એક પાક લેવા, એના જેવું જમીનના સત્ત્વને ચૂસી ખાનાર બીજું કાંઈ નથી. ઇજિપ્તની નાઈલ નદીની આસપાસના ભાગામાં દર વર્ષે ઉપરવાસથી તણાઈ આવતા ફળદ્રુપ કાંપ, નાના નાના પાળા બાંધીને ખેતરો ઉપર પથરાવા દઈ, જમીનને ફળદ્રુપ રાખવાની પતિ પ્રચારમાં હતી. એથી દર વર્ષે એ જમીન ઉપરથી પાક લીધા કરવા છતાં જમીનની ફળદ્રુપતાને આંચ આવતી નહેાતી. એવા પ્રદેશે। જ માણસના સ્થિર વસવાટનાં અને મેટી ઐતિહાસિક સંસ્કૃતિનાં ધામ બની શકે—અને બન્યા પણ છે. * પરંતુ પૃથ્વી ઉપર એવા ખુશનસીબ પ્રદેશે બહુ થાડા હોય છે. એટલે પેરુ જેવા પ્રદેશમાં પર્વતના ઢોળાવ ઉપર પથ્થરોની દીવાલા હાલમાં ‘અસ્વન બધ' બાંધી નાઈલને ખેતરા ઉપર કાંપ રેલાવતી અટકાવવામાં આવી છે, અને તેના પાણીને જ સગ્રહીને વીજળી પેદા કરી, રાસાયણિક ફર્ટીલાઈઝરો દ્વારા પાક ઉતારી, મબલક કમાણી કરવાની ટૂંકી દૃષ્ટિની વૈજ્ઞાનિક પદ્ધતિ ઇજીપ્ત અપનાવી છે, તથા આત્મહત્યાને પંથે પ્રયાણ આદર્યુ` છે, એ જીદી વાત. – સ.પા॰ Page #39 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા બાંધી, પગથિયાં પાડી, ખેતી કરવાની પદ્ધતિ અખત્યાર કરવામાં આવી હતી. એ દીવાલ બનાવવા માટે પથ્થર એવા સરસ ઘડીને બેસાડેલા હોય છે કે, ચપુની પાતળી ધાર પણ એમાં પેસી શકે નહીં. પર્વતના ઢોળાવ ઉપરનાં તે ખેતરો કઈ કઈ દાખલામાં તો પચાસ પચાસ પગથિયાંનાં બનેલાં હતાં. દરેક પગથિયામાં, નીચે થોડાક કાંકરા ભરી, ઉપર દૂરનાં જંગલોમાંથી ઊઝરડી આણેલી ફળદ્રુપ જમીન ભરવામાં આવતી. ઊંચાણમાં બાંધેલા જળાશયમાંથી ઊંચી નહેરો મારફત છેક ઉપરના પગથિયામાં પાણી વાળવામાં આવતું. એવી એક ૪૦૦ થી ૫૦૦ માઈલ લાંબી નહેર જમીન-તળથી સેંકડો ફૂટ ઊંચે પાણી વહન કરતી મળી આવી છે. એ પગથિયાંનો ઢાળ એટલો ઓછો રાખવામાં આવતો કે ઉપરને પગથિયેથી ઊતરતું પાણી નીચેના કોઈ પણ પગથિયાની જમીનનું ધોવાણ ન કરે. આવી કપરી સગવડવાળા પ્રદેશો પણ “મય” સંસ્કૃતિ જેવી પ્રાચીન સંસ્કૃતિનાં ધામ બનેલા છે. તીવ્ર મહેનતથી ઊભાં કરેલાં ફળદ્રુપ ખેતરોની પેદાશથી જે માનવ સમુદાય પોષાતો, તે શારીરિક શકિત તેમ જ બુદ્ધિશક્તિની બાબતમાં ભાત પાડે તેવો નીવડત. લોખંડ જેવી કઠણ ધાતુનો પરિચય પેરુ દેશના પ્રાચીન લોકોને હતો જ નહિ. તે પણ આવાં પગથિયાંવાળાં ખેતરોની દીવાલો અને લાંબી લાંબી નહેરો બાંધવામાં તેમણે કેટલી તીવ્ર મહેનત અને કુશળતા રેડી હશે, તેની કલ્પના જ કરવી રહી. ગિલ્બીટ એજન્સીની ઊંચી પર્વતીય ખીણમાં રહેતી હંઝા જાતિએ પણ કુદરતના નિયમો સમજીને, તેમનું પાલન કરી, પોતાની જીવનવ્યવસ્થા ઊભી કરી છે. અને તેથી જ તેમની શારીરિક તાકાત બીજા કેટલાય દેશના લોકો કરતાં બહુ ઉત્તમ કટીની પુરવાર થઈ છે. એક હુંઝો પર્વત ઓળંગી ૬૦ માઈલ દૂર આથેલા ગિલ્બીટ શહેરમાં જઈ, પિતાનું કામકાજ પરવારી, ખાસ થાક્યા વિના પોતાના રહેઠાણે પાછો આવી જાય છે. ફળદ્રુપ જમીનની પેદાશ અને સારા આરોગ્ય અથવા Page #40 -------------------------------------------------------------------------- ________________ માનવની કિતાબ જીવનશક્તિ વચ્ચે કે માર્મિક સંબંધ છે, તેને એ લોકો ઉત્તમ દાખલો પૂરો પાડે છે. હંઝા લોકોની ખેતી પણ જૂના પર દેશની પેઠે પર્વત ઉપરથી આવતા પાણી વડે પગથિયાંમાં થતી હોઈ, તે પાણી સાથે જમીનને જરૂરી ઘણાં તો ધોવાઈ આવે છે અને નાઈલ નદીના કાંપની પેઠે જમીનને ફળદ્રુપ બનાવે છે. ચીન દેશમાં આ રીતે પાણી સાથે કાંપ મળવાની સગવડ નથી. તેમાં તે મોટા મોટા સપાટ પ્રદેશમાં જ ખેતી થાય છે અને તેની પેદાશ ઉપર કદાચ દુનિયાની સૌથી મોટી વસ્તી નભે છે. ૪૦૦૦ વર્ષથી એ લોકો એ પ્રમાણે જમીનને ખેડયા કરી એને કસ વાપરતા આવ્યા હોવા છતાં, ડહાપણ પૂર્વક જમીનને બની શકે તેટલું ખાતર બદલામાં પૂરું પાડ્યા કરે છે. એક પણ સૂકું પાન, સૂકી ડાળખી, તળાવડાને કે ખાબોચિયાને મૂઠીભર કાદવ-કશું તેઓ નકામું જવા દેતા નથી. માનવ મળ-મૂત્ર, પ્રાણીનાં મળ-મૂત્ર, શહેરોને કે ગામને કચરો, એ બધું ભેગું કરી, ચીની ખેડૂત પિતાના ખેતરમાં “કૉપેસ્ટખાતર’ તૈયાર કરવાના ઉકરડા ઊભા કરતે જ રહે છે. કોમ્પોસ્ટ ખાતર બનાવવાની કળા ચીની ખેડૂતને જેવી હસ્તગત છે, તેવી કદાચ બીજા કોઈને નહીં હોય; અને તેથી જ જમીનને વસેલ રાખ્યા વિના, એક પછી એક કે એક ઉપર એક દોઢાતા પાકો તે પોતાની જમીનમાંથી નિરંતર લીધા કરે છે. ઉપરાઉપરી પાક લીધા વિના તે દેશની મોટી વસતીને નિભાવ પણ ન થઈ સકે. ચીની પ્રજા જેટલો ભાર જમીન ઉપર કોઈ પ્રજાને નહિ હોય; અને છતાં તે શાણી પ્રજાએ પરાપૂર્વથી ચાલી આવેલી રીત પ્રમાણે યજ્ઞના નિયમનું – વળતરના મહાન કુદરતના નિયમનું– યથાવત પાલન કર્યું હોઈ, તેઓની જમીન સૈકાઓ થયાં ફળદ્રુપ રહી છે. ગ્રીસ દેશને ઈતિહાસ એ રીતે જોતાં બહુ કરુણ છે. એના નાનકડા ટાપુઓ ઉપરની જમીન કયારે કેવી રીતે જંગલ વિનાની અને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધરતી માતા હવે ઝાડ વિનાની થઈ ગઈ, તે કહી શકાતું નથી. પરંતુ અત્યારે એ દેશની જમીન બિસમાર હાલતમાં છે. જંગલા અને ઝાડા ન રહેવાથી જમીનનું એટલું બધું ધાવાણ થઈ ગયું છે કે, ભેજવાળાં કળણા કે ધાવાણથી પડેલી મેાટી મેાટી ખાઈ સિવાય ત્યાં બીજું કશું રહ્યું નથી. ઇતિહાસના તખ્તા ઉપર શરૂઆતમાં બહાદુરી અને પરાક્રમ દાખવ્યા પછી ઈ. સ. પૂર્વે ચાથા-ત્રીજા સૈકામાં એ પ્રજાની પડતી શા કારણે થઈ, એની ઘણી ઘણી કલ્પના કરવામાં આવે છે. એમ કહેવામાં આવે છે કે, મલેરિયા રોગે એ પ્રજાને પાયમાલ કરી નાખી. મલેરિયા કળણના ભેજવાળા પ્રદેશેામાં જ વધુ માતે; અને જંગલ વિનાના પ્રદેશ ઉપર જ ધાવાણથી એવા કળણવાળા ભેજ-પ્રદેશા ઊભા થાય. એટલે જમીનની સધ્ધરતા ઉપરના દુર્લક્ષથી જ એ બહાદુર પ્રજા બરબાદ થઈ છે, એ સમજતાં બહુ વાર લાગે તેમ નથી. રોમા અને ભૂમધ્ય વિસ્તારની બીજી પ્રજાઓના ઇતિહાસ પણ જમીન નબળી પડી જતાં નબળી પડી જતી મહાન પ્રજાને જ કરુણ ઇતિહાસ છે. કેટલાંય સૈકાં સુધી રોમન પ્રજા પાતાનાં ફળદ્રુપ ખેતરોની માવજત કાળજીથી કરતી આવી હતી. પરંતુ પછી બહારની પ્રજા અને દેશાને જીતવા તરફ વળીને ત્યાંથી ઊઝરડી આણેલી સમૃદ્ધિથી વિલાસી બની જઈ, શહેરોમાં આરસના મહેલા બાંધીને તે પ્રજા પડીપાથરી રહેવા લાગી. પેાતાનાં ખેતરો તે પ્રજાએ યુદ્ધમાં પરદેશથી પકડી આણેલા ગુલામાને સોંપી દીધાં; અને પછી તે પૂરી માવજત વિના અને દેખરેખ વિના એ ખેતરોની ફળદ્રુપતા ઘટતાં તેમાંથી મળતર ઓછું થતું ગયું, એટલે એ લેાકા ખેતરોમાં થોડા ગુલામ-ભરવાડોથી ચરાવાતાં ઢેર અને જાનવરોનાં ટોળાં જ રાખવા માંડયા, અને પેાતાને જોઈતું અનાજ પોતે જીતેલા આફ્રિકાના કિનારા ઉપરના પ્રદેશોને રંજાડીને મેળવવા લાગ્યા. પરંતુ તે પ્રદેશેાની જમીન પણ કાળજી વગરની લૂંટાલૂંટથી ઉજ્જડ રણ-વેરાન બનવા લાગી અને અત્યારે ત્યાં ફળદ્રુપ જમીનકતાં વેરાન રણ જ વધારે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ માનવની કિતાબ ૨૫ આમ એક પરાક્રમી-શક્તિશાળી પ્રજા પોતાની મા-ધરતીને માદ્રોહ કરવા તરફ વળીને જાતે પાયમાલ થઈ અને બીજી ઘણીને પાયમાલ કરતી ગઈ, ત્યારે ચીન, ભારતના જેવી પ્રાચીન પ્રજાઓ મા-ધરતીના ધાવણને અને તેની પૂજાને ન ભૂલીને હજુ જીવતી છે. અલબત્ત, ગમે ત્યારે તેઓ પણ રોમનની પેઠે ઘમંડમાં આવી જઈ, પિતાની ધરતીને ભૂલી, પરદેશથી મંગાવેલા અનાજને જોરે ટકી રહેવા ઇચ્છવાને પંથે વળી શકે છે; પણ પરદેશથી સર્વ વગરનું ગમે તેવું અનાજ ખાઈને કોઇ પ્રજા તાકાતવાન રહી ન શકે – એ પાઠ જ રોમન પ્રજાનો ઇતિહાસ સૌ કોઈને શીખવી જાય છે. રોમનોની ગમે તે વલે થઈ, પણ યુરોપના બાકીના પ્રદેશો કંઇક વધુ ભાગ્યશાળી હતા. મધ્ય યુગમાં ત્યાં બધે ધીમે ધીમે ખેતીની એવી પદ્ધતિ ઊભી થતી ગઈ હતી, જે ઓગણીસમા સૈકા સુધી ટકી રહીને સુ-ફળ આપતી રહી. એ પદ્ધતિ અમુક મૂળભૂત તો ઉપર ઊભી થયેલી હતી. ખેતીવાડીની સાથે ઢોરપાલન પણ સાથે સાથે જ ચાલતું. પરિણામે જમી ને જોઈનું ખાતર મળી રહેતું. એ ખાતર તૈયાર કરવાની રીત જોકે સંપૂર્ણ ન કહેવાય; ઉકરડાને એ ઢગલો, આપણે આગળ ઉપર જોઈશું તેમ, જરાય કાર્યક્ષમ ન કહેવાય; પરંતુ યુરોપખંડની ધરતીની ફળદ્રુપતા જાળવી રાખવામાં એ ઉકરાઓએ કીમતી ફાળો આપ્યો છે, એ વાત નક્કી. તે વખતની ખાડા-જાજરૂની પદ્ધતિઓ એથી પણ ઓછી સફળ નીવડી કહેવાય. એટલે જ પાણીથી મળ વહી જવાની ગટરો શોધાઈ તેની સાથે એ પદ્ધતિ લુપ્ત થઈ ગઈ. આ ગટરો કીમતી ખાતરોને હવે દરિયામાં કે નદીમાં તાણી જાય છે. તદુપરાંત પહેલાં જે કચરાપેટી હતી, તેને કચરો પણ નવી સફાઈ-પદ્ધતિઓ હેઠળ બાળી નાખવાનું કે ખાણમાં દાટી દેવાનું શરૂ થયું છે; તેથી પણ એ કચરાનું જે કાંઈ ખાતર જમીનને મળી શકે તે બંધ થયું છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા જમીનની ફળદ્રુપતા તે જમાનામાં જળવાઈ રહેવાનું એક મુખ્ય કારણ જમીનને અવારનવાર વાસેલ રાખવાની પદ્ધતિ હતી. એક વરસ કે બે વરસ વારાફરતી જમીન ઘાસ-ઝાંખરાંની લીલી શેતરંજી હેઠળ ઢંકાયેલી રહે તેનાથી, તથા એ ઘાસ-ચારો ચરવા ફરનારાં ઢોર-જાનવરનાં છાણ-લીંડીથી, જમીનને જોઈતું ખાતર મળી રહે છે. ૨૩ જ્યાં સુધી યુરોપખંડની ખેતી આ પદ્ધતિને વળગેલી હતી, ત્યાં સુધી તે પેાતાની ફળદ્રુપતા જાળવી રાખી શકી. જો કે, એવી અણઘડ પદ્ધતિથી ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા ઘટતી જાય ખરી; અને ઇંગ્લૅન્ડના દાખલામાં આપણે જોઈશું કે એમ જ બન્યું છે. પરંતુ એવી એવી અણઘડ પદ્ધતિને પણ જીવલેણ ફટકો પડયો તે ઘોગિક ક્રાંતિએ ઊભી કરેલી અસાધારણ પરિસ્થિતિને. એને સંપૂર્ણ દાખલા ઈંગ્લૉન્ડ દેશના ખેતીવાડીના ઇતિહાસ પૂરો પાડે છે; એટલે આપણે તે તરફ વળીએ. ૩ રામનાએ ઇંગ્લૅન્ડ જીત્યું તે પહેવાં ઇંગ્લૅન્ડ દેશના માટો ભાગ કળણ પ્રદેશા અથવા • જંગલેાથી છવાયેલો હતા. ઉચ્ચ પ્રદેશામાંથી થોડાક ભાગા ઉપર જ ઘાસ કે તૂલ પેદા થતું હતું. વસ્તી બહુ થોડી જ હતી. રોમનોએ એ પ્રદેશ જીત્યા પછી ખેતી હેઠળના એ પ્રદેશા પેાતાના સરદારોને વહેંચી આપ્યા. તેને ઈંગ્લૅન્ડ દેશમાં કે ગૉલ (ફ્રાન્સ) દેશનાં મુકાયેલાં રામન લશ્કરી દળા માટે અનાજ કે પ્રાણી પૂરાં પાડવાનાં હતાં. તે વેઠે પકડેલા ગુલામેા વડે ખેતી કે પશુપાલન કરાવતા. આમ ઇંન્ગેન્ડમાંથી વહણા ભરી ભરીને ઘઉંના પાક યુરોપમાં ઘસડી જવાવા લાગ્યા. ઇંગ્લૅન્ડ દેશમાં તે વખતે એવું નિષ્કૃષ્ટ પ્રકારનું હળ ( ‘મેલ્ડબોર્ડ ') વપરાતું હતું કે જે જમીનને ઊંડે સુધી ખેડીને ઉલટાવી નાખે. એ હળ ધરતીપૂત તે વાપરે જ નહિ. પરદેશી વિજેતાઓ જેમને એ દેશની ધરતી સાથે કશી સીધી લેવાદેવા હાય નહિ – માત્ર તેમાંથી ધાન Page #44 -------------------------------------------------------------------------- ________________ માનવની કિતાબ ચૂસી જવાની કે ખેંચી જવાની જ દાનત હોય, તેઓ જ ધરતીને ઊંડે સુધી ચીરી-ફાડી નાખનારાં એવાં હળો વાપરે. રોમનોને કબજો ઇંગ્લેન્ડ દેશ ઉપર ૪૦૦ વર્ષ રહ્યો. એ દરમ્યાન તેઓએ એ દેશની ખેતીમાં ક નોંધપાત્ર કે કાયમી મૂલ્યનો સુધારો-વધારો કર્યો નહિ. માત્ર પોતાનાં લશ્કરોની કે તેમને માટેની માલસામગ્રીની હેરફેર માટે લાંબા લાંબા ને પહોળા પહોળા રસ્તા બનાવ્યા એટલું જ. એમની પછ સેકસનો ઇંગ્લેન્ડ દેશ ઉપર ચડી આવ્યા. તેમણે દેશના જાન-માલને સારી પેઠે હાનિ પહોંચાડી. પરંતુ આ લોકો પોતાનાં બૈરી-છોકરાં, ઢોર-ઢાંખ વગેરે લઈને આવ્યા હતા, અને તેઓ ઇંગ્લેન્ડને વતન બનાવીને જ વસ્યા, – રોમન ની પેઠે પરદેશીઓ રહ્યા નહિ. તેઓ પોતાની સાથે યુરોપનાં પોતાનાં મૂળ વતનમાં પ્રચલિત ખેતી-પદ્ધતિ લાવ્યા હતા. અલબત્ત, આખો દેશ અમુક જમીનદારો – જાગીરદારો વચ્ચે વહેંચી નાખવામાં આવ્યો હતે – જેઓ પોતાના તાબા હેઠળની જમીન અમુક સેવાઓના બદલામાં પદ્દેદારોને ખેડવા આપતા. જાગીરદારો વળી પોતાને મળેલી જાગીર બદલ પિતાના રાજાને અમુક સેવાઓ અર્પતા. અર્થાત એ પૂરી સામંતશાહી પદ્ધતિ હતી. એ સમય દરમ્યાન ઈંગ્લેન્ડ દેશની ખેતીનું મુખ્ય લક્ષણ ખુલ્લું ખેતર* હતું. આખા ગામનું એક જ મોટું વિશાળ ખેતર હોતું, જેમાં ગામના બધા લોકો સહિયારી ખેતી કરતા; અને પોતાને માટે તેમજ જાગીરદારનેસામંતને આપવા માટે જોઈતે પાક પકવી લેતા. દરેક ગામમાં આવાં બે કે ત્રણ મોટાં ખેતરો રહેતાં અને તેમને વારાફરતી વાસેલ રાખવામાં આવતાં. આમ કુલ જમીનનો ત્રીજો ભાગ વરસોવરસ પડતર રહે, અને તેના ઉપર ઘેટાં-બકરાં ચરાવવામાં આવતાં. આ ખેતરો ઉપરાંત અમુક ભાગ બીડ-ચરા તરીકે પણ ફાજલ રાખવામાં આવતું, જેમાંથી લોકોને જોઈનું બળતણ તથા ઢોરને માટે ઘાસચારો મળી રહેતાં. * * વાડ વગરનું – ભાગલા વગરનું. સંપા Page #45 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા તેમનાં ભા૨ે હળા ખેંચવા માટે આઠ ઘોડા જોડવા પડતા. જુદાં જુદાં નાનાં નાનાં ખેતર હેાય, તે એટલા ઘેાડા રાખવા દરેક ખાતેદારને પાલવે નહિ. ૨૦ આ ‘ખુલ્લા ખેતર’ની પદ્ધતિના મુખ્ય ગુણ વારાફરતી ખેતરને વાસેલ રાખવાને જ હતા. એ પ્રમાણે જમીતમાંથી જે પાક લેવાય તેના બદલામાં જમીનને ફળદ્રુપતાના કસ પાછા મળી રહેતા. ભારતના ખેડૂતા આવાં ભારે હળ વાપરતા નથી. તેથી જમીનની અંદરના ખનિજતત્ત્વના અનામત ભંડારો ઉપર ખેચી લાવતા નથી. ઉપરાંત પાક લેવાને કારણે જે કસ ચુસાય, તેટલા ઢોરના ખાતર.પૂંજાથી જમીનને પાછા વળાતે હાઈ, બબ્બે હજાર વર્ષથી સતત ખેતી થતી રહેતી હાવા છતાં ત્યાંની જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી છે. વરસાદી જમીનમાં એકર દીઠ ઘઉંના પાક ૮ મણ અથવા ૬૫૮ રતલ ઊતરે છે; અને સીંચાઈ હેઠળની જમીનમાં ૧૨ મણ અથવા ૯૮૭ રતલ. કેટલાંય સૌકાંથી આ પ્રમાણ જળવાઈ રહ્યું છે. પરંતુ ઇંગ્લેંડમાં સૂર્યના પ્રકાશ, ભારત જેટલા ન હોઈ, તથા જમીન ઉપર ભેજ વધારે પડતા રહેતા હોઈ, તથા તેમનાં હળ જમીનને ઊંડે સુધી ફાડયા-ચીર્યા કરતાં હાવાથી, જેટલા કસ પાક માટે ખેંચાતા જાય છે, તેટલો જમીનને પાછો મળી રહેતા નથી. એટલે જમીનના કસ ધીમે ધીમે ઊતરતે જ જાય છે, એવા અંદાજ છે કે તે વખતે એકર દીઠ ઘઉંને ઉતારો ૪૬૮ રતલના જ હતા; અને એ પણ ધીમે ધીમે ઘટતા જ ચાલ્યા હતા. ખેતીની એ પતિ હેઠળ જમીન તેના ઉપર જીવનારાં પ્રાણીને પૂરતી તાકાત કે પૂરતું આરોગ્ય બક્ષી શકે એવી ન રહે. પરિણામે ૧૩૪૮-૯માં ‘ કાળું મૃત્યુ' નામનો રોગ આખા દેશ ઉપર ફેલાઈ વળ્યો; અને તેણે દેશની કુલ વસ્તીના ત્રીજા ભાગથી માંડીને અર્ધા ભાગ સુધીના લોકોના ભાગ લીધા. Page #46 -------------------------------------------------------------------------- ________________ માનવની કિતાબ દરમ્યાન, જાગીરદાર-સામતને પણ પોતાની જમીનને જુદો ઉપયોગ કરવાનું સૂછ્યું હતું! ભારત વગેરે પૂર્વના દેશોમાંથી આવતું સુંદર સુતરાઉ કાપડ, મસાલા, તેજાના વગેરે ખરીદવા તેમને બદલામાં સામું આપવા કાંઈક જોઈએ. લોખંડ-પોલાદ તે ભારતમાં જ ઉત્તમ કક્ષાનાં મળતાં; એટલે ઇંગ્લેન્ડ જેવા દેશોમાંથી ઊન સિવાય બીજી કોઈ ચીજ એ લોકોને ખપતી નહોતી. પરિણામે જાગીરદાર-સામેતેએ પોતાના ભાગની જમીન ઉપરથી ખેડૂતોને હાંકી કાઢી, થોડા ભરવાડોથી ઘેટાંનાં મોટાં મોટાં ટોળાં ઉછેરવા માંડ્યાં, તથા ખેતરોને વાડેથી આંતરી લીધાં. તદુપરાંત, ખેતી કરવા માટે સાફ કરેલાં જંગલોની પેદાશ પાછી મેળવવા કેટલીય જમીન ઉપર પાછાં જંગલો ઉગાડવાનું શરૂ કર્યું. આમ જે જમીને સહિયારી રીતે ખેડાતી અને આખા ગામને પેષતી, તે હવે થોડા જાગીરદાર-સામતની પિતાની અંગત માલકીની બની રહી, તેમના અંગત લાભ અને આવક માટે જ તેમને ઉપયોગ થવા લાગ્યો. ટૂંકમાં જમીનને અંગત નફા અને લાભના હેતુ માટે વાપરવાને ખ્યાલ ઊભો થતો ગયો અને વ્યાપ ગયે. તથા એક વખત ધરતી માતાને એવો ઉપયોગ શરૂ થયો, એટલે પછી એ “માવડી” મટીને “મિલકત” બની ગઈ અને તેનું તે રીતે શોષણ થવા લાગ્યું. થોડા વખત બાદ તે અંગ્રેજોએ પણ પરદેશો જીતી ત્યાંથી સમૃદ્ધિ ઘસડી લાવવાનું અને ભોગવવાનું શરૂ કર્યું; એટલે પછી પોતાના દેશની જમીનને ખેતી માટે સાચવવાનું અને તેની માવજત કરવાનું આપોઆપ છૂટી ગયું. એટલું તો શું, પણ, તેના પેટાળમાંથી કોલસા અને લોખંડ ખોદી ખાદીને બહાર મોકલવા માંડીને મબલક નફાઓ ઊભા કરવા માંડયા. થોડાં વર્ષોમાં તે, તેમના દેશની જમીન, કોલસા-કોલસી-રાખ, જંગી યંત્રો અને તેમનાં કાળઅંધાર કારખાનાંથી જ છવાઈ રહી; તથા આકાશ ધુમાડાથી અને ઝેરી ગેસથી ભરાઈ ગયું. પિતાને જોઈતું અનાજ કે માંસ તેઓ બહારથી પોતે જીતેલા દેશોમાંથી જ મેળવવા લાગ્યા. Page #47 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા કુદરત, પરંતુ, પિતાનાં સંતાનોને એક-બે વખત ચાનક આપવાનું ચકતી નથી. અંગ્રેજોને પાઠ શીખવવા જ બે વિશ્વયુદ્ધો આવી પડ્યાં, અને તે વખતે સબમરીનોથી ઘેરાયેલા એ ટાપુના લોકોને પોતાને જોઈ અનાજનો પુરવઠો પરદેશથી લાવવાનું શક્ય ન રહેતાં, પોતાના દેશની જમીનના ઇંચે ઈચમાંથી અનાજ અને ખાદ્ય મેળવવાની “યુદ્ધને ધરણે” ઝુંબેશ શરૂ કરવી પડી. કેટલાંય વર્ષોથી પડતર રહેલી અને ઘાસ-ચારા હેઠળ રહેલી જમીને, હ્યુમસના એકઠા થયેલા ભંડારને કારણે, તે લોકોના પ્રયત્નોને સારી યારી આપી. પરંતુ લડાઈના જમાનામાં ઢોરોની સારી પેઠે કતલ થઇ ગઈ હતી તથા જુવાન સશક્ત માણસને લડાઈના ઉપયોગમાં લઈ લેવામાં આવ્યા હતા, એટલે કેપેસ્ટ કે છાણિયું ખાતર જમીનમાં પાછું વાળ- ૧ વાનું બન્યું નહિ, અને જમીન સદંતર નિચોવાઈને કસ વિનાની થતી ચાલી. અને કસ વિનાની જમીનથી ઉછેરાતા માણસો પણ એવા જ નિર્માલ્ય બની રહ્યા. એ કહેવાની જરૂર નથી. પરંતુ, યંત્રોદ્યોગી ક્રાંતિની સાથે સાથે, “વૈજ્ઞાનિક' નામને માનવજાતને એક નવો દુશ્મન ઊભો થયો હતો. માણસોની તુરછ નફાખોર આક્રમક વૃત્તિનો સહાયક બની, તેણે ધરતીને જે રંજાડ ઊભો કર્યો – કરાવ્યો, તેની કથની જુદું પ્રકરણ માગી લે છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ચંત્રયુગની કિતાબ દુનિયામાં આધુનિક સમયમાં ‘વસ્તીનો ભડાકો’ થયો કહેવાય ‘ છે. તે ભડાકો યુરોપની ગેારી પ્રજામાં મુખ્યત્વે થયા છે. દુનિયાના બીજા ભાગોમાં માનવ જાત કુદરતના નિયમેાના નિયંત્રણમાં હતી; અથવા તો કોઈ ને કોઈ રીતે કુદરતના નિયમાનું પાલન કરવું એ વાતને ધર્મભાવનાથી સ્વીકારતી હતી. એટલે કુદરત પણ તે લોકોના બધા હિસાબ-કિતાબ જાણે પાતાના ડાહ્યા હાથામાં રાખતી. કુદરતના નિયમેાને આધીન જીવન જીવનારા તે લેાકાની વસ્તી પણ નિયંત્રિત જ રહેતી. સાદું કુદરતી જીવન જીવતી પ્રજાઓની વંશવૃદ્ધિ ફાટી પડે તેવી કક્ષાએ પહોંચતી જ નથી. જ્યાં માનવસમુદાયના એક વર્ગ અતિશય ગરીબાઈ-ભૂખમરાની પીડામાં સપડાય છે, અને સામેા બીજો વર્ગ અકુદરતી ભાગવિલાસમાં; તે માનવસમુદાયમાં જ અતિવસ્તીના ‘કોપ’ થાય છે. ખાસ કરીને કુદરતનાં હવા-પાણી-ધરતીથી વિખૂટાં પડેલાં શહેરોનાં ગંદાં ઘાલકાં અને ગંદાં હવાપાણીમાં વસતાં, તથા અર્ધાં ભૂખ્યાં રહેતાં માનવપ્રાણીઓમાં જ વસ્તીને અમર્યાદ વધારો થતા જોવા મળે છે. ઇંગ્લૅન્ડ તથા યુરોપના બીજા દેશામાં યંત્રોઘોગી ક્રાંતિ સૌથી પ્રથમ શરૂ થઈ. દુનિયાની બીજી પ્રજાએમાં યંત્રો જોડવા માટે જોઈતી શેાધક બુદ્ધિ નહાતી એમ ન કહી શકાય. બીજા દેશેાના ડાહ્યા પુરુષોએ પ્રજાના મેટા ભાગને બેકાર બનાવે – નુકસાન કરાવે એવી યુક્તિઓની ખાજમાં પડ ૩૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધરતી માતા વાનું ટાળ્યું હતું; - એમણે જીવન - ફિલસૂફી જ એવી ઘડી હતી, એમ કહેવું એ સત્યની વધુ નજીક ગણાય. પ્રાચીન કાળમાં એક બાદશાહ સમક્ષ એક કુશળ કારીગર મેટા મેટા કિલાના તોતિંગ દરવાજાઓ તેડવા માટેનું એક યંત્ર બનાવી લાવ્યો. બાદશાહે જોયું કે આ યંત્રથી ભલભલા કિલ્લા થોડા જ વખતમાં ભેદી શકાય અને લાખો લોકો ઉપર વિજય મેળવી શકાય. પરંતુ તે ડાહ્યા રાજવીએ તે કારીગરને મબલખ ઇનામ તથા કિંમત આપીને તે યંત્ર તેની પાસેથી લઈ લીધું અને તેના દેખતાં જ તોડી નખાવ્યું. યંત્રોદ્યોગી જમાને શરૂ થવા માટે ત્રણ અમાનુષી – અકુદરતી પરિસ્થિતિઓ સરજાવી જોઈએ, એમ બૂકસ આડમ્સ જણાવે છે: (૧) જમીન વગરના - હાંકી કઢાયેલા – ભૂખે મરતા માણસે – જે ગમે તે કામ કરી પેટિયું ફૂટી કાઢવા કબૂલ થાય; (૨) હાથપગ કે બાવડાંને જેરે કદી ભેગી ન કરી શકાય એવી મબલખ ચલણી મૂડી એક જગાએ ભેગી થાય; અને (૩) માનવજાતની સેવાને બદલે પૈસા ખાતર પોતાની બુદ્ધિને કે કુશળતાને વેચવા તૈયાર થનારા કોવિદ-તજજ્ઞો પૂજાય એવી સામાજિક અંધાધૂંધી ઊભી થાય. આવી બિનસાંસ્કૃતિક પરિસ્થિતિ ઊભી થવા માટે ધર્મભાવનાનો ખાસ હૂાસ થયો હોવા જોઈએ. ઇંગ્લૅન્ડ જેવા દેશમાં વિજેતા સામેતેએ ઊનનો વેપાર કરી પર્વ તરફના દેશમાંથી આવતી વિલાસ-સામગ્રી મેળવવા, ખેતરો ઉપરથી હજારો ખેડૂતોને હાંકી કાઢી, ત્યાં ઘેટાંના વાડા બનાવી દીધા, એ આપણે જોઈ આશ્ન. એ બધાં બેકાર ભૂખ્યાં ટોળાં લંડન વગેરે શહેરો ઉપર આજીવિકા મેળવવા ઊમટયાં. શહેરોમાં એ ભૂખ્યા લોકોની ભીડ ન થાય તે માટે તેમને મારી-પીટી દરિયાકિનારે હાંકી કાઢવા ખાસ કાયદાઓ કરવામાં આવ્યા. સ્વતંત્ર – સ્વમાની ખેડૂત એક વખત આમ બેકાર-ભિખારી બન્યો, એટલે તે ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તે જડ મજૂરીનું કામ કરવા તૈયાર થાય. Page #50 -------------------------------------------------------------------------- ________________ યંત્રયુગની કિતાબ બીજી બાજ, સ્પેનના લોકોએ અમેરિકા તરફ જઈ મેકિસકો અને પેરુના સુવર્ણભંડારો ઉસરડી લાવવા માંડયા હતા. તેમને દરિયા વચ્ચેથી લૂંટી લઈને તથા હિન્દુસ્તાન વગેરે દેશોમાં વેપાર કરવા નિમિત્તે જઈ, ત્યાંની નબળી રાજકીય સ્થિતિને લાભ લઈ, મબલખ સમૃદ્ધિ લૂંટી લાવીને બ્રિટનના નાનકડા ટાપુમાં પ્રવાહી ચલણી મૂડીને મબલખ ભંડાર ઊભો થવા લાગ્યો હતે. આવા અંધાધૂંધીભર્યા અનૈતિક જમાનામાં બુદ્ધિશાળી તદબીરબાજોને, લાખેને કામધંધો તોડી, મૂઠીભર લોકોને લાખોની કમાણી કરાવી આપે એવાં મેઘાં યંત્રો શોધવાની સગવડ ઊભી થાય. પરિણામે, મબલખ પ્રવાહી મૂડી તથા ગુલામો જેવા બેકાર લોકોની ઊભી થયેલી સવલતને આધારે યંત્રોદ્યોગવાદનાં પગરણ યુરોપમાં મંડાયાં. એ બધા કારમાં કાળા ઇતિહાસની સાથે આપણા વિષયને શી લેવાદેવા છે તે હવે જોઈએ. યુરોપના ગોરા લોકો ઉત્તર અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા વગેરે દેશો ઉપર ફરી વળ્યા, ત્યારે ત્યાંની પ્રજાઓને મારી-કાપીને કે તેમને દૂર વગડામાં હાંકી કાઢીને તેમની “કુંવારી’ અફાટ ધરતીને તેમણે કબજો મેળવ્યો. “કુંવારી’ એ અર્થમાં કે ત્યાંના પ્રાચીન વતનીઓ ધરતીને ખેડવામાં કાંતે પાપ માનતા હતા, અથવા બહુ ઓછી જરૂર જેટલી જ ખેડતા હતા. પરંતુ એ કુંવારી ધરતીના માલિક થઈ બેઠેલા મૂઠીભર ગેરાએ તે આવી ફળદ્રુપ સમૃદ્ધ જમીન હાથમાં આવતાં એવા મકલાયા કે તેઓએ જરાય જવાબદારી દાખવ્યા વિના એ અફાટ ધરતીને ફાવે તેમ ચૂસવા માંડી. એક માણસના હાથમાં હજારો એકર જમીન હોય, એટલે તે શું કામ બે-પાંચ વીઘાને આધારે જીવનારા ખેડૂતની જેમ જમીનની ધ૦ – ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધરતી માતા કાળજી રાખે? તેઓએ તો એ જમીન ઉપર મબલખ પાક લણી લણી યુરોપનાં અનાજની તંગીવાળાં બજારોમાં વેચવા માંડયા. અને માણસોની – મજૂરોની – અછત, એટલે તેઓએ નવા વિકસેલા યંત્રવિજ્ઞાનની મદદ ખેતીકામમાં પણ લેવા માંડી. અનાજ ઉપરાંત યુરોપનાં યંત્રોને જોઈને કાચો માલ – ઊન, રૂ, રેશમ, શણ, રબર, ઈમારતી લાકડું અને તેલીબિયાં પણ વહાણો ભરી ભરીને યુરોપમાં ઠલવાતાં ગયાં. આવા લાવારસી લૂંટના મળેલા કાચા માલમાંથી યંત્રોએ ઢગલાબંધ તૈયાર કરેલી વપરાશની ચીજોથી યુરોપનાં બજારો ઊભરાવા લાગ્યાં, તથા યંત્રોદ્યોગવાદે માનવને અર્પેલી શારીરિક મજૂરીમાંથી કહેવાતી મુક્ત અને બક્ષેલી સુખસગવડોના સ્વર્ગનાં અખૂટ ગુણગાન ગવાયાં શરૂ થયાં. પરંતુ એ બધું કુદરતના કાયદાથી વિપરીત રીતે કુદરતના કાયદાને અનાદર કરીને જ ચાલતું હતું – ચલાવવામાં આવતું હતું. પ્રાચીન કાળથી દુનિયાના પડ ઉપર અનામત ભેગી થયેલી ફળદ્રુપતા ઉપર એ કારમી તરાપ હતી. પરિણામે, બે કે ત્રણ પેઢીમાં તે, ગોરાઓને કબજે આવેલા એ દેશોની લાખો એકર ધરતીના હાલહવાલ થઈ ગયા. માણસે ઓછા, અને ઢેર નહીં, તથા છાણને બદલે ઝેરી ધુમાડે ઓકતાં યંત્રોની મદદ, એટલે જમીન ઉપર ઊગતા ઘાસને ખાતર બનાવવા દાબવાની મહેનત લેવાને બદલે બાળી નાખવાની પદ્ધતિ જ અપનાવવામાં આવી. એ રાખમાંથી થોડાં ખનિજ દ્રવ્યો જમીનને પાછાં મળતાં હશે, પણ જમીનને જોઈતું સજીવ હ્યુમસ એ રાખોડીમાંથી અળસિયાં શી રીતે પેદા કરી શકે? ઊલટો એ અળસિયાંને તે પેલી ધીકતી ધરાની રીતથી ખુરદો જ નીકળી જાય. આ કાળી કહાણીને વધુ લાંબાવવાની જરૂર નથી. એ સૈકાનું જમીનની ફળદ્રુપતાની દૃષ્ટિએ સરવૈયું કાઢીએ, તે ઉત્તર અમેરિકા એકલામાં ઈ.સ. ૧૯૩૭ સુધીમાં ૨૫ કરોડ એકર જમીનની ફળદ્રુપતા નાશ પામી હતી. અર્થાત ખેતી હેઠળની જમીનના પૂરા ૬૧ ટકા ! Page #52 -------------------------------------------------------------------------- ________________ યંત્રયુગની કિતાબ ૩૫ એ મહાન ખંડની ખેતી વિષયક મૂડીને ત્રણ પંચમાંશ ભાગ એક સૈકા જેટલા ગાળામાં આમ વેડફી મારવામાં આ હતો. કુદરતી સંપત્તિને આવો દુરુપયોગ– આવી બરબાદી– પૃથ્વીના ઇતિહાસમાં કદી જોવામાં આવ્યાં ન હતાં. ધરતીમાંથી જેટલું લઈએ, તેટલું બીજી રીતે પાછું વાળવાની જવાબદારી ભૂલીને ધરતીને ચૂસવાના કામે માણસ લાગ્યો, એટલે કુદરતે તેનું વેર શી રીતે લીધું, તેનો દીવા જેવો દાખલો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડના પ્રદેશો પૂરો પાડે છે. તે દેશોની મબલખ જમીન ગેરાઓને હાથ આવી, એટલે તેઓએ ત્યાંનાં મોટાં મેટાં જંગલો બાળી નાખી, ઘેટાં વગેરે ઉછેરવાનાં બીડ બનાવવા માંડયાં. ઘેટાંનું ઊન વેચી મબલખ પૈસા કમાવા ખાતર એ બીડો ઉપર પણ એટલી મોટી સંખ્યામાં ઘેટાં રાખવા માંડયાં કે જમીન ઉપર ઘાસનું એક તણખલું બચે નહિ. પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટતી ગઈ. કોઈ પણ દેશની જમીન ઉપર માત્ર ઘેટાં-મેઢાં જ નથી ઉછેરવામાં આવતાં. માણસ પણ સાથે રહેતો હોવાથી ઝાડ વગેરે પણ સાથે રાખે છે તથા અનાજની ખેતી પણ કરે છે. અનાજ લણી લીધા બાદ ઢોર-ઢાંખને ઉપયોગમાં આવે એવા પૂળા વગેરે પાછળ બચતા હોય છે. જમીનને પણ સૂકાં પાંદડાં-ડાળખાં વગેરે રૂપે ઘણો ભાગ પાછો મળે છે, જેમાંથી અળસિયાં જમીનને જોઈતું ધૂમસ પેદા કરી લે છે. પરંતુ આ પ્રદેશોમાં તો માનવી માત્ર ૯ગૂંટારા તરીકે જ આવ્યો હોઈ, તેને પોતાની અનાજ બળતણ વગેરેની જરૂરિયાત બહારથી લાવવાની સગવડ હતી. એટલે તેણે તો ઘેટાં-મેઢાં જ જેટલાં બને તેટલાં એ પ્રદેશમાં વસાવ્યા કર્યા. અધૂરામાં પૂરું બીડે બનાવવા સંખ્યાબંધ જંગલોને નાશ કરવામાં આવ્યો, એટલે અનાવૃષ્ટિનાં અને સુકવણાનાં વર્ષોનું કૌભાંડ શરૂ થયું. પરિણામે જમીન ફળદ્રુપ મટતી ગઈ. અને જમીન ફળદ્રુપ મટે એટલે Page #53 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા તેમાંથી પેદા થતુ ઘાસ પણ એવું સત્ત્વહીન બનતું જાય છે, તે ઘાસ ખાઈને ઊછરતાં ઘેટાં-મેઢાં મારક રોગો સામે જરા પણ ઝીક ન લી શકે. પરિણામે ૧૮૮૦ અને ૧૮૯૦ નાં વર્ષો દરમિયાન ઑસ્ટ્રેલિયા ન્યૂઝીલૅન્ડના વિશાળ પ્રદેશોમાં ઘેટાં-મેઢાંમાં ફેલાયેલા રોગોએ તેમને એટલો મોટો ભાગ લીધો કે ગોરા માલિકો હાથ ઘસતા રહી ગયા. બીજી બાજુ, જંગલો ન રહેવાથી જમીનનું મોટા પ્રમાણમાં ઘોવાણ શરૂ થયું; અને તેમાં મોટી મોટી ખાઈઓ પડવાની શરૂ થઈ. થોડા વખતમાં તો મોટા ભાગની સપાટ જમીન ધોવાઈને નરી ખાઈઓનાં કોતરો બની રહી. એમાં ઘાસનું એક તણખલુંય ઊગી ન શકે, અને વરસે વરસ એ ધોવાણ વધતું જાય એ જુદું. વૃક્ષોનાં મૂળ જ જમીનને બાંધી રાખે છે, તથા વરસાદના જોરને પોતાનાં ઘટાદાર મસ્તકો ઉપર ખાળી રાખે છે. બાકી, ખુલ્લી જમીન વરસાદને સીધો મારો કેવી રીતે સહન કરી શકે? વરસાદ તો મોટા પર્વતને પણ ઘસી નાખી તેમની કાંકરી-કરચ-રેતી અને માટી બનાવી દે! એક વખત ખેતીમાં નફાનો ખ્યાલ ઊભો થાય, એટલે પછી ખેતીની પેદાશની ગુણવત્તા ઉપર લક્ષ અપાતું અટકે જ. અત્યારે ખેતી અંગેનું સંશોધન પણ વધુ જથામાં પાક કેમ મેળવવો એની યુક્તિ-પ્રયુક્તિઓની ખેજ બની રહ્યું છે. એ અનાજ માનવ શરીરોને કે પ્રાણીઓનાં શરીરોને જોઈતું પોષણ તથા રોગ અને ઘસારા સામે ટકી રહેવાની તાકાત અર્પશે કે નહિ, એ જોવાની જવાબદારી જાણે કોઈને માથે છે જ નહિ. આવી રીતે જમીનની ફળદ્રુપતા વણસાડવી એ તો અપ્રમાણિક વર્તમાનકાળને સમૃદ્ધ કરવા ભૂતકાળની મૂડી અને ભવિષ્યની શકયતાઓને વેડફી મારવા જેવું છે. ઉપરાંત, આ લૂંટને તદ્દન હીન કોટીની લૂંટ કહેવી પડે, કારણ કે, એ તો ભવિષ્યની પેઢીને જે સંપત્તિમાં Page #54 -------------------------------------------------------------------------- ________________ યંત્રયુગની કિતાબ ૩૭ હિસ્સો છે, તે સંપત્તિની લૂંટ છે, જેનો બચાવ કરવા માટે તેઓ અત્યારે હાજર નથી. ડેન્માર્ક દેશનો દાખલો અહીં જોતા જઈએ. તે દેશને આપે ડેરી ઉદ્યોગ ધરમૂળથી ખોટા પાયા ઉપર ચલાવવામાં આવે છે. ડેન્માર્કને ખેડૂત ખેતી કરતો જ નથી. તેનો ઉદ્યોગ માત્ર ઉત્પન્ન થયેલી પેદાશનું રૂપાંતર કરવાનો ઉદ્યોગ છે. અને ત્યાંને ખેડૂત કેવો પૈસાખોર બની ગયો છે એ તો જુઓ! પિતાનું બધું સારું માખણ તે લંડનનાં બજારોમાં વેચી નાખે છે, અને પોતાનાં છોકરાંને ખવરાવવા માટે સસ્તુ માર્ગરિન અર્થાત્ વનસ્પતિ કે પ્રાણીમાંથી પેદા કરેલી માખણના જેવી દેખાતી ચરબી ખરીદે છે. નફાખોરીની વૃત્તિએ માત્ર તેની ખેતીની પદ્ધતિઓ ઉપર જ આક્રમણ નથી કર્યું, તે વૃત્તિએ તેની જીવન-ફિલસૂફી જ બદલી નાખી છે; અરે, તેના પિતાના તેમજ તેના કુટુંબના આરોગ્યને પણ ખતરામાં મૂકી દીધું છે. ધ રેપ ઓફ ધ અર્થ” (“ધરતી ઉપર બળાત્કાર') ના લેખકો જણાવે છે કે, ધરતી ઉપરના ફળદ્રુપ તળનું વેવાણ એટલા વેગથી ચાલવા લાગ્યું છે કે, માનવજાતના ભૂતકાળના બધા યુગો દરમ્યાન જેટલું ધોવાણ નહિ થયું હોય તેટલું છેલ્લાં બે દશકામાં થઈ ગયું છે. અને પરિણામ પણ કેવું આવવા લાગ્યું છે? દર વરસે ઢોરને લાગુ થતા અવનવા કારમા રોગો ઉપર સંશોધન-નિબંધો લખાયે જાય છે તથા ખેડૂત અને ઢોર-દાક્તરોની નિંદ હરામ થતી જાય છે. આ પરિસ્થિતિનો ઉપાય પણ સહેલો છે. આધુનિક સંસ્કૃતિ ઉપર સળંગ નજર નાખીને એક સત્ય આપણે જોઈ લેવું જોઈએ કે, માણસજાતે અત્યારની જે યંત્રોદ્યોગી સંસ્કૃતિ ઊભી કરી છે, તેને પાયો બહુ નબળો છે. ભવિષ્યની પેઢીઓને પણ જે મિલકતમાં હિસ્સો ગણાય એવી જમીનની ફળદ્રુપતાના અનામત ભંડારો ઉપર હાથ નાખીને આપણે આપણો ખોરાક મેળવીએ છીએ, અને તે પણ એવો સત્વહીન થઈ ગયેલો કે તે આપણાં શરીરોને જોઈતું પિષણ કે સંરક્ષણ પૂરું Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ધરતી માતા પાડી શકે નહીં. પોતાના જીવનને – કાર્યશક્તિને જોખમમાં નાખનાર ખોરાક ખાનારી – અને તે પણ ભવિષ્યની પેઢીના મોંમાંથી કાઢી લઈને પોતાના પાપી પેટમાં રનારી – અત્યારની માનવજાત પ્રગતિ કે સંસ્કૃતિને બદલે કંઈક બીજે જ માર્ગે વળી છે, એ આપણે જેટલું જલદી જોઈ-સમજી લઈએ તેટલું સારું. ધરતીમાતાનું સત્વ ખેંચી-ચૂસીને જ અત્યારની ઈજનેરી વિદ્યા અને યંત્રોદ્યોગ ઊભાં થયાં છે; અનાજ સસ્તે ભાવે મબલખ મેળવવામાં આવ્યું છે તથા યંત્રોદ્યોગની પેદાશે સસ્તી તથા અઢળક ઉત્પન્ન કરવામાં આવી છે. પણ દરમ્યાન તે જમીનને ચૂસી ખાઈને ધરતીના પડ ઉપરની લાખ એકર જમીનને કાયમની વણસાડી મૂકવામાં આવી છે. અત્યારે એક વખતની લાખ એકર ફળદ્રુપતાના ભંડાર જેવી જમીને ઉપર હજારો માઈલ લાંબી ખાઈ પડી ગઈ છે અને દર વરસે એ ખાઈઓ વધુ ને વધુ વ્યાપક તથા ઊંડી બનતી જાય છે. હજારો માઇલ વિસ્તારવાળા પ્રદેશો જ્યાં પહેલાં લીલાંછમ જંગલો ઝૂમી રહ્યાં હતાં, તેં થોડાં જ વર્ષોમાં મરેલી ધૂળનાં રણ બની ગયાં છે; અને પવનનાં તોફાન વડે તેમાંથી ધૂળનો જે બવંડર ઊભો થાય છે અને દૂર દૂર ઘસડાઈ જાય છે, તે જોયો હોય તો ધરતીના પૂતને તે લેહીન આંસુ આવે. યુરોપ-અમેરિકાની બધી સમૃદ્ધિ, બધી સંસ્કૃતિ, જે જમીનોની બરબાદી ઉપર ખડી થઈ છે, તેને હિસાબ લગાવીએ, તો કોઈ આપણને સુધરેલા કે બુદ્ધિશાળી માનવો ન કહે. આ બધું કયાં સુધી ચાલશે? જમીનની ઉપરનું ફળદ્રુપ પડ વણસાડયાની સાથે સાથે તેલ, ખનિજ દ્રવ્યો વગેરે માટે તેનું પેટાળ પણ ખોતરી કાઢવામાં આવ્યું છે. સરવૈયા તૈયાર કરનારાઓએ તો જાહેર કરી દીધું છે કે ૧૯૮૦ સુધીમાં અમેરિકાની ફળદ્રુપ જમીનને ચોથો હિસ્સો જ બાકી રહ્યો હશે અને બીજાં પચાસ વર્ષો સુધી આ જ પ્રક્રિયા ચાલુ રહી, તો આખો અમેરિકા ખંડ બીજું સહરાનું રણ બની રહેશે. ગેબીનું રણ તથા પૅલેસ્ટાઈન Page #56 -------------------------------------------------------------------------- ________________ ૭૯ વિજ્ઞાનની કિતાબ અને મેસોપોટેમિયાનાં રણો નીચે કેટકેટલાં પ્રાચીન શહેરો અને ગામે દટાયેલાં પડ્યાં છે ! ત્યાં પણ એક વખત પોતાની સંસ્કૃતિ અને આબાદીનાં બણગાં ફૂંકનારી પ્રજાઓ વસતી હતી, જેમાં અત્યારનાં આપણા જેવાં જ કારનામાં કરીને પોતે સરજેલા રણ નીચે કાયમની નામશેષ થઈ ગઈ છે. નાઈજીરિયાની સરહદની ઉત્તર પ્રદેશ જે ક્ષેત્રફળમાં દક્ષિણઆફ્રિકા દેશ જેટલો મોટો છે, તે છેલ્લાં બસો વર્ષ દરમ્યાન એક જ નિર્જન બનતું જાય છે. ગ્રીસ અને રોમ પણ તેમની ખેતીની જમીનની બરબાદીથી બરબાદ થયેલી તેમની પ્રજાઓનાં કબ્રસ્તાન નથી તો બીજું શું છે? વિજ્ઞાનની કિતાબ સત્યને શેધક' એ અર્થમાં આધુનિક વિજ્ઞાનીને સમજો એ વધારે પડતું છે. સત્યની શોધ જુદી જુદી બાબતો અંગે જુદા જુદા લોકો પહેલેથી કરતા આવ્યા જ છે. માણસ જો બુદ્ધિશાળી પ્રાણી હોય, તે તે એટલું તો કરે જ. જુદા જુદા જમાનામાં જુદા જુદા વર્ગો જુદી જુદી બાબતે પાછળ પડયા હોય છે. જેમકે, ધર્મની પાછળ, દરિયાઈ મુસાફરી પાછળ, કે જુદી જુદી તપસ્યાઓ પાછળ. અલબત્ત, એક જ જમાનામાં પણ જુદી જુદી બાબતે પાછળ પ્રજાના જુદા જુદા લોકો લાગેલા હોય છે. પરંતુ તે બધાંમાંય એક લક્ષ્ય તે તે જમાનામાં સર્વોપરી બનેલું દેખાય છે, અને તે સર્વોપરી લક્ષ્ય તરફ વળેલાઓને જ પ્રતિષ્ઠા મળતી હોય છે. પ્રાચીન કાળમાં બધી જાતની વિદ્યાઓની સાધના ચાલતી હોવા છતાં, પ્રતિષ્ઠા તે અધ્યાત્મવિદ્યાને – જીવનના અંતિમ હેતુને લગતી વિદ્યાને – જ મળતી. એટલે જુદા જુદા ભોગ-પદાર્થો અંગે શોધખોળ કે Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ધરતી માતા ઉદ્યમ પરિશ્રમ ચાલતું રહેવા છતાં, અધ્યાત્મવિદ્યાને - ધર્મસાધનાને – જ સર્વોપરી ગણવામાં આવતી, અને એ કારણે બીજી ભૌતિક વિદ્યા ને છૂટો દોર નહોતે મળતો: જીવનનો અંતીમ હેતુ જે મનાતે, તેને સુસંગત મર્યાદામાં જ તેને રહેવું પડતું, પરંતુ યંત્રયુગની નજીક આપણે જેમ જેમ આવતા જઈએ છીએ, તેમ તેમ આધ્યાત્મિક વિદ્યાને ગૌણ કરીને, અરે, તખ્તા ઉપરથી છેક જ ખસેડી મૂકીને, ભૌતિક વિદ્યાએ જ સર્વોપરી બનતી જાય છે. અને યંત્રયુગનું અધિષ્ઠાન થયા પછી તે જીવનના અંતિમ હેતુને લગતી પ્રવૃત્તિ હાસ્યાસ્પદ જ મનાતી જાય છે. આ યંત્રયુગને વિજ્ઞાની એ જુદી જ જાતને જંતુ છે. તે સત્યને શોધક છે ખરો, પણ મુખ્યત્વે તેને નોકરી આપનાર – પૈસા આપનાર – માલિકને જોઈતા સત્યને જ; – જેથી એ સત્ય જાણી, તેને ઉપયોગ કરી, તેનો માલિક વધુ સત્તાવાન, વધુ ધનવાન કે વધુ ઘાતક બની શકે. જીવનના અંતિમ હેતુની શોધને તેના ક્ષેત્રમાં સ્થાન નથી – જડ તત્ત્વ સિવાય બીજા કોઈ તત્ત્વને પ્રમાણવું એ તેની આચારસંહિતામાં જ નથી. વિજ્ઞાનની કરુણતા એ છે કે, તે હંમેશાં વસ્તુને સમગ્રપણે જોવાને બદલે, તેની ટેસ્ટ-ટયૂબમાં કે સૂક્ષ્મદર્શક કાચની મર્યાદામાં આવે તેટલા ભાગને જ તપાસી શકે છે. ધરતી એ વિવિધ પ્રકારના જીવનથી ધબકતો સમન્વિત જીવનવ્યાપાર છે; અને એ રીતે સમગ્રપણે – સમન્વિતપણે જ – તેને વિચાર ઘટે. એ વસ્તુ વિજ્ઞાનને માન્ય ન હોઈ શકે. કારણ, તેનાં મર્યાદિત સાધને પેલા સમગને, તથા તેના સમન્વિત જીવન-પાપારને પોતાના વ્યાપમાં લઈ શકતાં નથી. એટલે વિજ્ઞાની તો ધરતી ઉપર ઊગતા છોડને બાળીને તેની રાખનું પૃથક્કરણ કરે, અને તેમાં જે ખનિજ દ્રવ્યો તેના જોવા – જાણવામાં આવે, તે ખનિજ દ્રવ્યો ધરતીમાં બહારથી વધુ પ્રમાણમાં નાખવામાં Page #58 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનની કિતાબ આવે, તે શું થાય તેના પ્રયોગ કરે. લાઇબીગ (LIEBIG) નામના વૈજ્ઞાનિકે ૧૮૪૦ માં આ પ્રમાણેના ખેતીને લગતા સંશોધનની શરૂઆત કરી હતી. ૪૧ એનાં સંશાધનાને આધારે પછી રાસાયણિક ખાતરોના યુગ શરૂ થયા. શરૂઆતમાં તે ખાતરો બે પ્રકારનાં હોતાં : નાઇટ્રોજન-આધારિત અને બીજાં પેટાશ ફૉસ્ફેટ-આધારિત. નાઇટ્રોજનના પહેલા અક્ષર N, પોટાશિયમ કેલિયમ )ના પહેલા અક્ષર K, અને ફૉસ્ફરસના P, – એ આદ્યાક્ષરો લઈને આ યુગને N PK - યુગ કહીએ તે પણ ચાલે. શરૂઆતમાં તે વિજ્ઞાનીઓ ખેતરો સાથે કંઈક સંપર્કવાળા પણ હોતા. પરંતુ પછી તેા પ્રયોગશાળાના તપસ્વીઓના યુગ આવ્યો. તે પ્રયોગશાળામાં રેતી ભરેલાં કૂંડાંમાં N PK દ્રાણા છાંટીને અમુક છાડ ઉગાડે; અને પછી પા કે અર્ધા એકરના વાડામાં એ સંશાધનાને આધારે જરા વિસ્તારથી પ્રયોગો કરી જુએ. સરકારો અને યુનિવર્સિટીએ આવી સેંકડો પ્રયોગશાળા એક સૈકાથી ચલાવતી આવી છે. તેઓએ એમ જ સ્થાપિત કર્યું કે છાણિયા ખાતરનેા કે ઘાસ-પાન વગેરેથી નીપજતાં કૉપોસ્ટ ખાતરોને જમીનને કશે। લાભ નથી. અમુક રાસાયણિક દ્રવ્યો અમુક પ્રમાણમાં ધરતીમાં ઉમેરવામાં આવે, તે પાક ઊતર્યા કરે – મબલખ ઊતર્યા કરે. આવી એક સરકારી પ્રયોગશાળા જોવા માટે સર આલ્બર્ટ હાવર્ડને જવાનું થયું હતું. ત્યાંની બધી પ્રવૃત્તિના કયાસ કાઢી તે ત્યાં ને ત્યાં પ્રતિજ્ઞા લઈને બહાર નીકળ્યા કે, આવાં ધરતી-વિજ્ઞાનીઓનાં મક્કા જેવાં પ્રતિષ્ઠિત ગણાતાં ધામામાં ફરી કદી પગ ન મૂકવા ! તે નોંધે છે કે, આ વિજ્ઞાનીઓ મુખ્ય ચાર ભૂલ કરે છે: (૧) પ્રયોગશાળાના વાડાના નાના ટુકડામાં માથાકૂટ કરવાથી ખેતી વિષે કશા સાચા નિર્ણય ઉપર ન પહોંચી શકાય. એક નાના ટુડા ઉપર ઘઉં વર્ષોવર્ષ વાવ્યા કરવા, એ વસ્તુ ઘઉંની ખેતીના સંશાધન માટે કઈ રીતે પૂરતી ગણાય ? કારણ કે, વ્ય.વહારિક જગતમાં Page #59 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા તે એક જ જમીન ઉપરથી સતત એક જાતનો પાક કદી લેવામાં આવતું નથી. ઉપરાંત ખેતરો વાસેલ પણ રાખવામાં આવે છે. તે કારણે જમીન ઉપર ડાળખાં-પાંદડાં પડે, ઢોર-ઢાંખનું છાણ પણ પડે; તેવું કશું આ પ્રયોગશાળાના ટુકડાની બાબતમાં બનતું હોતું નથી. એટલે એ ટુકડો દેશના વાસ્તવિક ખેતરને પ્રતિનિધિ કોઈ અર્થમાં બની શકે નહિ. (૨) બીજું, એક નાના ટુકડા ઉપર ચાલુ વાવેતર કર્યા કરવું, એ વસ્તુ અનેક વ્યાવહારિક મુશ્કેલીઓ પણ ઊભી કરે છે. એક પાક લીધા પછી મહિનાના ગાળા બાદ બીજી વખત તે જ પાકનું વાવેતર કરવાથી નકામા રોપાઓનાં જાળાં વધતાં જાય છે. ઊંડાં મૂળ નાખતા છોડની ખેતી વચ્ચે વચ્ચે કરતા રહેવામાં આવે, તો ઉપર ફરી વળતા નકામા રોપાઓનાં મૂળ દૂર થઈ જાય. તે વસ્તુ પેલા પ્રયોગશાળાના ટુકડામાં ન બને. (૩) ત્રીજું, એ ટુકડાઓને આસપાસની જમીનથી સદંતર છૂટા પાડવા માટે કોઈ ઉપાયો લેવામાં આવ્યા હોતા નથી. એટલે, આજુબાજુની જમીનમાંથી એ ટુકડામાં જમીનની નીચેથી ધસી આવીને અળશિયા વગેરે જે કામગીરી બજાવી ગયાં હોય, તેનો યશ રાસાયણિક ખાતરને મળે છે. આજુબાજુની જમીનમાંથી દર વર્ષે અળશિયાં કેટલાય ફૂટ સુધી પુન: પ્રવેશ કરે છે. એટલે રાસાયણિક ખાતરની કામગીરીનો પ્રયોગ કરવો હોય, તો દશ એકર જમીન લઈ તેની આસપાસના અર્ધા એકર જેટલા કિનારાના ભાગના પાકને ગણતરીમાં લેવો ન જોઈએ. (૪) અને ચોથું, એ પ્રયોગશાળામાં વાવેતર માટે “વહારનું’ નવું બી દર વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. જે પાક એ ટુકડામાં નીપજ્યો, એ પાકનું જ બી નવા વાવેતર માટે જો કામમાં લેવાય, તો રાસાષણિક ખાતરની પાક ઉપર થતી બધી અસર જાણવા મળે. તો માલૂમ પડે કે, ઘઉંની એ જાત ૨૫ માંડીને પચાસ વર્ષમાં વાંઝણી Page #60 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનની કિતાબ ૪૩ જ બની જાય છે! – અર્થાત્ એ ઘઉં બી તરીકે વાપરવા લાયક રહેતા નથી. ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું, ત્યારે ઇંગ્લેન્ડ દેશમાં બ્રોડબૉકની પ્રયોગશાળામાં કરવામાં આવેલા રાસાયણિક ખાતરના પ્રયોગોનાં પરિણામોને મબલખ પાક ઉતારવા માટે કામમાં લેવામાં આવ્યાં હતાં. દારૂગોળાનાં કારખાનામાં ધડાકો કરવા માટે હવામાંથી નાઇટ્રોજન મેળવવાની તરકીબ કામમાં લેવામાં આવી હતી. જ્યારે લડાઈ બંધ થઈ, ત્યારે દારૂગોળો તૈયાર કરનારાં આ જંગી કારખાનાને ખેતી માટે સલ્ફટ ઑફ ઍમોનિયાનું ખાતર ઉત્પાદન કરનારાં કારખાનાં તરીકે કામમાં લેવામાં આવ્યાં. અને બજાર એ ફર્ટિલાઇઝરોથી ઊભરાઈ જવા લાગ્યાં. - ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને જર્મન સબમરીનને ઇંગ્લૅન્ડની આસપાસ ઘેરો શરૂ થયો, ત્યારે રાસાયણિક ખાતરોની બોલબાલા વળી વધી ગઈ. “વધુ પાક ઉગાડો’ એ હુકમ સંરક્ષણના કાયદા હેઠળ વ્યાપક બન્યો અને ખેડૂતને રાસાયણિક ખાતરો ખરીદવા અને યંત્રો ખરીદવા સરકારી તિજોરીઓનાં નાણાં ઠાલવવામાં આવ્યાં. એમ રાસાયણિક ખાતરોનાં કારખાનાંવાળા અને સરકારી અમલદારો એ બંને વર્ગો સહિયારી કામગીરી બજાવવા લાગ્યા. પરંતુ તેની કામગીરીની ધરતી ઉપર, પાક ઉપર, અને એ પાક ખાનાર પ્રાણીઓ અને મનુષ્યો ઉપર શી અસર થાય છે, એ જોવા કોઈએ પાછું વળીને જોયું નહિ. માણસને ભૂખમરો દૂર કરવા જમીનની ફળદ્રુપતાને =કસને જે નાશ કરવામાં આવ્યો, તેની કિંમત ભવિષ્યની પેઢીઓને હિસાબે ગણવા કોઈ થોભ્ય જ નહિ. પરંતુ જમીનને કાયમને માટે બરબાદ કરતાં રાસાયણિક ખાતરો દાખલ કરાવ્યાં એ એકલી જ ભૂલ વૈજ્ઞાનિકોની પ્રયોગશાળાએાએ કરી ન હતી. વૈજ્ઞાનિક વિજ્ઞાનને રસાયણવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ Page #61 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા વિજ્ઞાન એમ જુદા જુદા વિભાગામાં વહેંચી નાખે છે. એ જ મનાવૃત્તિ ખેતી-વિજ્ઞાનની બાબતમાં પણ સ્પષ્ટતા અને સગવડને નામે શરૂ કરવામાં આવી. પરંતુ ખેતીવાડી એ તેા વ્યાપક જીવવિદ્યાનું સયાજન છે. વિજ્ઞાન શીખવતાં કરવામાં આવે છે તેમ, જુદા જુદા વિભાગામાં તેને છૂટું પાડી દેવું, એ ઊંધે રસ્તે, એટલે કે, ખાટે રસ્તે હાથે કરીને અટવાઈ મરવા જેવું થાય. કારણકે, વનસ્પતિ કે પ્રાણી પેાતાની જીવન-પ્રક્રિયા જુદા જુદા વૉટર-પ્રૂફ વિભાગેામાં વહેંચી નાખીને ચલાવતાં હોતાં નથી. તેઓ ૨૪ કલાકના ગાળામાં ખાય છે, શ્વાસ લે છે, ઊંઘે છે, પચાવે છે, હલનચલન કરે છે, માંદાં પડે છે, વેદના ભાગવે છે, અથવા સાજાં થાય છે; અને પેાતાની આસપાસની પરિસ્થિતિ, જેવી કે મિત્રો અને દુશ્મનના તેમના પ્રતિ ઉચિત પ્રતિક્રિયા પણ કરે છે. એમાંની કોઈ ક્રિયા તે બીજી ક્રિયાઓથી છેક જ વિભક્ત રીતે કરતાં હોતાં નથી. ** પરંતુ વૈજ્ઞાનિકો જુદાં જુદાં અંગોના જુદા જુદા જ વિશિષ્ટ અભ્યાસ માંડે છે. કોઈ વૈજ્ઞાનિક પેાતાની મર્યાદાની બહાર કંઈ જોવા કે બાલવા જાય. તેા તેની સામે કાગારોળ મચાવી મૂકવામાં આવે છે. અને હવે તો છેક છેલ્લા કારમા ઘા કરનાર આંકડાશાસ્ત્રીને મદદમાં લેવામાં આવ્યા છે. હવે વૈજ્ઞાનિક સીધા જમીન ઉપર જઈને તપાસ કરી આવવાને બદલે પોતાની પ્રયોગશાળામાં પુરાઈ જાય છે અને આંકડાશાસ્ત્રના ગણિતના આધારે જ પેાતાનાં સંશાધનાને ચકાસી જુએ છે. એક વખત વૉબર્ન એકસપેરિમેન્ટ સ્ટેશન તરફથી સર હાવર્ડને સલાહ માટે બાલાવવામાં આવ્યા હતા. તે સ્ટેશનના એક પ્રાયેાગિક ટુકડો રાસાયણિક ખાતર ખાઈ ખાઈને તદ્દન નિર્જીવ બની ગયા હતા. તેમાં કશું જ અનાજ ઊગતું બંધ થઈ ગયું હતું! શા માટે એમ બન્યું એના જવાબ શેાધી આપવા સર હાવર્ડને કહેવામાં આવ્યું. તેમની સમક્ષ વર્ષવાર આંકડાશાસ્ત્રના કોઠા ધરી દેવામાં આવ્યા. સર હાવર્ડે એ જાતની જમીન ઉપર આસપાસ કયાંય સારી ખેતી થાય છે કે નહિ તેની તપાસ કરી. તેા પાસે જ ખેતરમાં મેથીની ભાજી Page #62 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનની ક્તિાબ ૪૫ જેવા ઘાસ (લ્યુસર્ન)ને મબલખ પાક લેવામાં આવતા હતા. જોકે તેમાં ભૂંડ-ડુક્કરના છાણ-મૂત્રનું ખાતર વાપરવામાં આવતું હતું. સર હાવર્ડે પ્રયોગશાળાના સત્તાવાળાઓને પણ ભૂંડ-ડુક્કરનું છાણમૂત્ર વાપરી એક વખત લ્યૂસર્નના પાક વચ્ચે લઈ જજેવા સૂચવ્યું. કારણકે, રાસાયણિક ખાતરોથી જમીનમાંનું ઘૂમસ વપરાઈ ગયું હતું અને નીચેની જમીન એવી સીમેન્ટ જેવી જામી ગઈ હતી કે, તેમાં થઈને હવાના પ્રવેશ અંદર થતા જ ન હતા. આવી રેતાળ જમીનમાં છાણિયું ખાતર નંખાય, ઊંડાં મૂળ નાખનારા છેડ અવારનવાર વવાય અને અળશિયાંને કામગીરી બજાવવા દેવામાં આવે, તો જ જમીનની નીચે સીમેન્ટ જેવું પડ બંધાતું અટકે. આંકડાશાસ્ત્ર અને ઉચ્ચ ગણિત આ વસ્તુ કેવી રીતે બતાવી શકે ? ૫ પરંતુ આંકડાશાસ્ત્ર બીજી એક અગત્યની વસ્તુ પણ નથી બતાવી શકતું : પાકની ગુણવત્તા ! એ પાક, ખાનારના શરીરને પૂરતું પાષણ તથા રોગના હુમલા સામે સંરક્ષણ આપી શકે એવી ગુણવત્તા ધરાવે છે કે કેમ, એ તે આંકડાઓ નહિ પણ જીવતું પ્રાણી જ નક્કી કરી આપી શકે. આંકડાશાસ્ત્રી તે લેાખંડના કાંટા વડે તાળી શકાય એવી બાબતાની જ ગણતરી અને હિસાબેા આપે. છેવટના વિશ્વયુદ્ધ પહેલાં ગ્રેટબ્રિટન દેશે ખેતી સંશોધનની કાઉંસિલ હેઠળ જે પંદર કમિટી બેસાડી હતી, તેમાંની ઓછામાં ઓછી બાર તે જુદાં જુદાં પ્રાણીઓ અને વનસ્પતિઓને લાગુ પડવા લાગેલા રોગેાનાં સંશાધના અંગે હતી. ખેતી અંગે વૈજ્ઞાનિક સંશાધનનાં જે ગાડાં ભરીને થાથાં બહાર પડયાં હતાં, તેમાંને ત્રીજો ભાગ પાક અથવા ઢોરઢાંખને લાગુ પડવા લાગેલા રેને લગતા હતા. જૂના રોગેા ફેલાતા જતા હતા અને નવા રોગા દેખા દેવા લાગ્યા હતા. બટાકાના પાકને ખાઈ જનાર જીવડું, આપણાં ઢોરઢાંખને લાગુ થયેલા પગ અને માંના રોગા, ઘાસની માંદગીથી મરી જતા ઘેાડાઓ, ફૂગ, વાઈરસ, આપણાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪$ ધરતી માતા ફળ-શાક ઉપર હુમલા કરવા લાગેલાં પરોપજીવી (પૅરેસાઈટ) જંતુ, ફ્રાન્સમાં દ્રાક્ષના વેલાઓ ઉપરથી ફૂગને દૂર રાખવા વપરાતાં લીલાં અને ભૂરાં તાંબાના દ્રાવણનાં છાંટણાં, જંતુનાશક છાંટણાં તૈયાર કરનારી અને વેચનારી નવી નવી કંપનીઓના વસ્તી-વધારો, ઢારદાક્તરોની ચામેર ઊભી થયેલી અને વધતી જતી માગ, ઢોરોમાં કૃત્રિમ રીતે વીર્યદાનથી ઊભી કરવામાં આવતી ઓલાદથી સારાં ઢાર વંધ્ય અને રોગી બની જવાના વધતા જતા બુમાટો... આ યાદી હજુ લંબાવી શકાય. ખેડૂત જુદા જુદા રોગોના હુમલાથી ગભરાઈ રહ્યો છે. જો ખેતી-વિજ્ઞાનની કામગીરીથી આ પરિણામ જ આવવાનું હોય, તો માણસે સવેળા ચેતી જવું ઘટે. ખેતી-વિજ્ઞાને ધરતીના આરોગ્યને હણીને માનવજાતના અને પ્રાણીમાત્રના આરોગ્યને કેવા ખતરો ઊભા કર્યો છે, એ તરફ સૌ કોઈનુ ધ્યાન ખેંચવા માટે જ હવે પછીનાં પ્રકરણા સર આલ્બર્ટ હાવર્ડ રોકે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૨ આધુનિક ખેતી અને રેગે Page #65 --------------------------------------------------------------------------  Page #66 -------------------------------------------------------------------------- ________________ જમીનના રોગો ૧. ધેવાણુને રેગ અતીની કોઈ પણ પદ્ધતિની સફળતાનો કયાસ કાઢવો હોય, તો તેની એક સાદી રીત એ છે કે, જુદા જુદા રોગોને સામને તે કેટલે અંશે કરી શકે છે, તે તપાસવું. જેમકે, (૧) ખેડાણ જમીનને બરબાદ કરતા બે સામાન્ય રોગ – ધોવાણ અને ખાર જામવો તે જમીનને લાગુ ન પડતા હોય; (૨) એ જમીનમાં ઊગતા પાકે જંતુ, ફૂગ અને બીજા ચેપી રોગે લઈ આવતાં અતિસૂક્ષ્મ જંતુને યથોચિત સામનો કરી શકતા હોય; (૩) તે જમીન ઉપર રહેનારાં અને જીવનારાં ઢોરઢાંખની વંશવૃદ્ધિ નિયમસર થતી રહેતી હોય અને તે પોતે તંદુરસ્ત રહેતાં હોય; તથા (૪) તે જમીનનો પાક ખાઇને જીવનાર લોકો તથા ઢોર-ઢાંખ શક્તિમાન, ખૂબ સંતાનોત્પાદક તથા માનવજાત જેમનાથી પીડાય છે એ અનેક રોગોથી મોટે ભાગે મુક્ત રહેતાં હોય, – તો એ ખેતીની પદ્ધતિ સફળ છે એમ કહી શકાય. ખેતીની આધુનિક પદ્ધતિઓ ખાસ કરીને જ્યાં અપનાવવામાં આવી છે, ત્યાં આ ચારે રોગ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. તે ભાગોમાં એક યા બીજા પ્રકારની બીમારી એ જ સામાન્ય પરિસ્થિતિ હોય છે; અને તરવરતી તંદુરસતી એ તે અપવાદ ! ૧. મૂળ Alkali – અકલી – પાણીમાં ઓગળી જતો ખાર (જે તેજ બને મારી નાખે છે). ૨. મૂળ Virus – વાઇરસ – ચેપી રોગનું ઝેર અથવા રોગનો ચેપ લઈ જનાર અતિ સૂક્ષ્મ જંતું. ધ૮ – ૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા અત્યારના જમાનામાં ખેડાણ જમીનને લાગુ પડતો સૌથી વધુ બાપક અને સૌથી વધુ કારમો રોગ જો હોય, તે તે જમીનના ધોવાબને છે. જમીનની ફળદ્રુપતાના મૃત્યુઘંટ વાગવાની એ શરૂઆત છે. અમુક પ્રકારનું ખુલ્લા ભાગોનું ધોવાણ એ તે જમાનાથી ચાલતી આવેલ કુદરતી પ્રક્રિયા છે. નદીના ઉપરવાસ ભાગો તપાસશે, તો નદીના મૂળ આગળના ઊંચા પર્વત જ્યાં વરસાદનું પાણી ભેગું થઈ વહેવા મારફતે નદીની શરૂઆત થાય છે, તે પર્વત વિસ્તારના છેડાના ભાગેની જમીનના પાતળા પડ હેઠળ ખડકો ઘણે ઠેકાણે બહાર નીકળેલા હોય છે. એ ખડકો ઉપર સતત આબોહવાનો ઘસારો પડતો જ રહે છે, અને તેમાંથી જે બારીક ખનિક રજકણોવાળો ગેરો પડતો જાય છે, તે નદી મારફતે સમુદ્ર તરફ ઘસડાતો રહે છે. ખડકના ખુલ્લા ભાગ ઉપર જ આમ ઘસારો પડે છે એવું નથી. જમીન નીચે દટાયેલા રહેતા ખડકો ઉપર પણ બીજી રીતની પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે; ઊલટું જમીન નીચે ઢંકાયેલા ખડકો ઉપર એ પ્રક્રિયા વધુ તીવ્રપણે ચાલતી હોય છે. કારણ કે, જમીનમાંથી અંદર ઊતરતું પાણી દ્રાવણના રૂપમાં કાર્બન ડાયોકસાઈડ ધારણ કરતું હોય છે. તે એ ખડકોનું વિઘટન કરી તેનાં રજકણો મોટા પ્રમાણમાં છૂટાં કરી નાંખે છે. ધીરે ધીરે તે રજકણો વડે આંતર-જમીન (સબ-સૉઈલ) અને પછી ઉપરની જમીન બનતી જાય છે. આ રીતે પાકને અને ઢોરઢાંખને જોઈતાં ખનિજ દ્રવ્યો, જેવાં કે ફોસ્ફરસ તથા પોટાશ અને બીજાં તત્તવો જમીનમાંથી જ સતત મળતાં રહે છે. આ પ્રક્રિયાની સાથોસાથ જ જમીન ઉપર પડતા અને એકઠા થતા જે પ્રાણીજ અને વનસ્પતિના અવશેષો કુદરતી ક્રમે માટી થતા જતા હોય છે તેમાંથી સૂમસ પેદા થાય છે. પેલાં ખનિજ દ્રવ્યોનાં * ૧, “ટ્રેસ એલિમેન્ટ્સ'. વનસ્પતિ અને ઢોરઢાંખની ભૌતિક પ્રક્રિયા ચાલુ રાખવાને આવશ્યક એવાં નજીવા પ્રમાણમાં મળતાં ખનિજ તો. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૧ જમીનના રોગો સૂક્ષ્મ રજકણો ઘણી વાર સૂમસના ખંડો સાથે વરસાદના પાણીથી નદી મારફત નીચાણ તરફ આવેલા પ્રદેશ તરફ ઘસડાતાં જાય છે. છેવટે તેઓ ખીણ-પ્રદેશે આવી પહોંચે છે, જ્યાં કેટલાય ફૂટ જાડાઈના તેમના ફળદ્રુપ થરો જામે છે. જો કે નદી તો એ બધું ધોવાણ દરિયા સુધી ઘસડી જવા કટીબદ્ધ થયેલી હોય છે; અને ખીણ-પ્રદેશના ખેડૂતે જો સમજદારી ન દાખવે અને કાળજી ન રાખે, તો તે બધું સમુદ્રમાં જ ઘસડાઈ જાય. ત્યાં પણ કુદરત માતા તે થોથી નદીના મુખ પાસે નવી ફળદ્રુપ જમીન તૈયાર કરે છે. પેલા ખીણ-પ્રદેશના અભાગિયા ખેડૂતોની ભૂલ માફ કરી, કુદરત માતા તેમને નવો પાઠ શીખવી, એ નવી ફળદ્રુપ જમીન સાદર કરે છે. આમ કુદરતનો ધોવાણને અને નવી જમીન તૈયાર કરવાને સ્વાભાવિક કાર્યક્રમ ચાલતું રહે છે. પરંતુ કુદરતે ડહાપણ વાપરી આ વાણની પ્રક્રિયા ઉપર એક લગામ લગાવી આપી છે. અને એ વસ્તુ સમજી લેવી બહુ અગત્યની છે. કારણ, માણસ એનો લાભ ઉઠાવી. પિતાની ફળદ્રુપ જમીનનું વાર્ષિક ધોવાણ અટકાવી શકે છે. ખડકના ઘસારાથી ઉત્પન્ન થયેલાં ખનિજ દ્રવ્યોનાં સૂક્ષ્મ રજકણાની સાથે ગુંદરિયા-સિમેન્ટ જેવાં બીજાં રજકણો કુદરત આસપાસના સૂમસ ઉપર જીવતાં જમીનમાં રહેતાં જંતુઓનાં મૃત શરીરમાંથી ઉત્પન્ન કરે છે એ ગંદરિયા રજકણે બે ઈટને જોડતા સિમેન્ટના પડનું કામ કરે છે; અને છૂટાં છૂટાં ખનિજ રજકણોને એક બીજા સાથે જોડી રાખે છે. પરંતુ એ ગુંદરિયા રજકણો, જ્યાં ખડકના ઘસારાથી ખનિજ રજકણો પેદા થાય છે તેમની પાસે જ પૂરતા પ્રમાણમાં પેદા થવાં જોઈએ. કુદરત ડહાપણ વાપરી, નદીના મૂળ આગળના પ્રદેશ પાસે આવેલા પહાડો ઉપર જંગલનાં જંગલ ખડાં કરી રાખે છે. ત્યાં ઝાડનાં પાન વગેરે ખરીને માટી થતાં ખૂબ ઘૂમસ પેદા થતું રહે છે. એ સૂમસ ખાઈને જીવતાં જંતુઓનાં મૃત શરીરમાંથી જ પેલું ગુંદરિયા ૨જકણ મળતું હોય છે, જે પૂરના પ્રમાણમાં મળી રહે તે જ પેલાં ખડકના Page #69 -------------------------------------------------------------------------- ________________ પર ધરતી માતા ઘસારાથી પેદા થતાં ખનિજ રજકણાને પૂરેપૂરાં જોડી આપી શકે; અને એ રીતે તેમનું સમુદ્ર તરફ થતું અનિયંત્રિત ધાવાણ અટકે. આમ જોઈ શકાશે કે, નદીના મૂળ પાસેના જંગલોથી છવાયેલા પહાડી વિસ્તાર જતન કરીને જાળવવા અને પૂરતા પ્રમાણમાં વધારવા એ જમીનનું ધાવાણ થતું અટકાવવાની વડી ચાવી છે. એ વસ્તુ સમજ્યા વિનાના ધાવાણ અટકાવવાના નીચે ખીણ-પ્રદેશોમાં કરાયેલા પ્રયત્ન કેવળ ફાંફાં જ છે. એ વસ્તુ આપણે જાપાન અને ચીન એ બે દેશના દાખ લાથી વધુ સારી રીતે સમજી શકીશું. જાપાન ઊંચી ઊંચી ટેકરીવાળા પ્રદેશ છે. ત્યાં જમીનનું ધેાવાણ અટકાવવું એ ખરેખર મુશ્કેલ કામ છે. છતાં કુદરતની કામગીરી અને ડહાપણ નિહાળી, તે દેશના લોકોએ પેાતાના દેશની ખેડાણ જમીનની ફળદ્રુપતા જાળવવાનું તથા ધાવાણ થતું અટકાવવાનું ભગીરથ કાર્ય પાર પાડયું છે – ખર્ચની અને મહેનતની પરવા કર્યા વિના, ઊંચાણમાં આવેલા પહાડોમાંથી જોરથી ધસી આવતું પાણી, ખીણનાં ચાખાનાં ખેતરોને ધાઈ કાઢે, તે તે દેશની વસ્તી ભૂખે મરતી જ થઈ જાય. તે અટકાવવા માટે જાપાનની સરકાર જમીનની કિંમતથી દશગણી કિંમત જેટલું ખર્ચ કરે છે. નદીના મૂળ પાસેના પહાડોના વિસ્તારમાં ઊગેલાં જંગલાને જાળવી રાખવા એકર દીઠ ૪૫૩ યેન* ખરચે છે; જો કે, એ પ્રદેશની જમીનના ભાવ એકર દીઠ ૪૦ યેન ગણાય. પરંતુ એટલું ખર્ચ કરીનેય એ દેશના લાકો ખીણ-પ્રદેશનાં ચાખાનાં ખેતરોને બચાવી લે છે, જેમની એકર દીઠ કિંમત ૨૪૦ થી ૩૦૦ યેન છે. સૈકાંઓ પહેલેથી જાપાનના લોકોને આ વડી ચાવી મળી ગયેલી છે અને રાષ્ટ્રીય સરકારની નીતિ બરાબર તેના પાયા ઉપર જ રચવામાં આવી છે. તે પહાડી વિસ્તારનાં જંગલાને જાળવી રાખવા પૂરતું ધ્યાન આપે છે. તે બાજુનાં જંગલાને લાકડાં માટે કપાવી નાખવાનું કે ખેતરો બનાવવાના લાભમાં સાફ કરાવી નાખવાનું તે જાણે સમજતા જ * ૪૫ પાઉન્ડ, Page #70 -------------------------------------------------------------------------- ________________ જમીનના રંગો નથી. અલબત્ત, પછી પગથિયાં પાડી ખેતર બનાવવાની રીતથી પાણીને જોરથી નીચે વહી જતું અટકાવવા બીજા ઉપાયો તેઓ લે છે જ. ત્યારે ચીન દેશ એનાથી ઊલટું જ ઉદાહરણ પૂરું પાડે છે. ચીનની એકલી યાંગસિયાંગ નદી (જે પીળી નદીને નામે ઓળખાય છે) તે જ ૨ અબજ ટન જેટલી જમીન દર વર્ષે ઘસડી લાવે છે. એટલી જમીન ૪૦૦ ચોરસ માઈલના વિસ્તારમાં પાથરવામાં આવે, તે પાંચ ફૂટ ઊંડું પડ બને. ચીન દેશે પીળી નદીના ઉપરવાસ વિસ્તારોમાં પણ મનુષ્યની વસતી વધવા દીધી છે. તેઓએ ત્યાંનાં જંગલો કાપીને તથા જમીન સાફ કરીને ખેતી કરવા માંડીને પોતાને માટે આ આખા વિકટ પ્રશ્ન ઊભો કર્યો છે. એ કાંપ નદીના પટમાં પણ કર્યા કરે છે. પરિગામે નદીનું તળ ઊંચું આવતાં પૂરના દિવસોમાં પાણી કિનારા ઉપરથી ઊભરાઈને આજુબાજુની વસ્તીને રંજાડે છે. તે રોકવા માટે નદીના કિનારાઓ ઉપર સરકાર મોટા ખર્ચે પાળાઓ ઊભા કરાવે છે. પરંતુ અમુક અમુક વર્ષે પીળી નદી એ પાળાઓને ઘોઈ કાઢે છે, એટલે એ પાળાઓને નવેસર તથા વધુ ઊંચા કરવા સરકાર નવું અને વધુ ખર્ચ કરે છે. આ પ્રક્રિયાને અંત જ આવતું નથી. મૂળ ભૂલ, સરકારે નદીના મૂળ તરફના ઉપરવાસ વિસ્તારને જંગલો કપાવી, ઘાસ ચરાવી, ખેતરો બનાવી, બોડો કરી મૂક્યો, ત્યાં આગળ થઈ છે. એ ભૂલ સુધારે નહિ, ત્યાં સુધી નીચે પાળાઓ બંધાવવા કરવામાં આવતું ચાલુ ખર્ચ નકામું જ જાય છે અને જવાનું. આમ, નદીના મૂળ તરફને જંગલ વિસ્તાર ધોવાણ અટકાવવામાં બે રીતે અસરકારક નીવડે છે: (૧) જંગલનાં ઝાડો, તથા જમીન ઉપર ઊગતાં ઝેડાંઝાંખરાં વરસાદના પાણીના મારાને અધવચ ખાળીને સૂક્ષ્મ ફરફરમાં ફેરવી નાખે છે, જેથી જમીન ખોદાતી - ધેવાતી અટકે છે; તથા પહાડોમાંથી ધસી આવતા વરસાદના પાણીથી પણ જમીનનું • ચીનની અત્યારની કોમ્યુનિસ્ટ સરકારે આ અંગે શું કર્યું છે, તેને આમાં ભાગ્યે સમાવેશ થતો હોય. – સંપા Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધરતી માતા રક્ષણ થાય છે; અને (૨) જંગલની નીચે જમીન ઉપર પથરાતાં સૂકાં પાંદડાં, ડાળખાં તથા પ્રાણીઓનાં મળ-મૂત્ર ભેગાં મળી હ્યુમસની ઉત્પતિ ત્યાં પૂરતા પ્રમાણમાં થાય છે. તેમાંથી ગુંદરિયા રજકણે ઊભાં થાય છે. વળી એ હ્યુમસ જમીનમાં ઊતરતાં જમીનની છિદ્રાળુતા વધે છે તેમજ પાણીને અંદર સમાવવાની શક્તિ પણ. એટલે નદીના ઉપરવાસ વિસ્તારમાં જંગલનું સંરક્ષણ એ જ નીચણ તરફના ખીણ-વિસ્તારની ફળદ્રુપ જમીનના સંરક્ષણ માટેની વડી ચાવી છે. અલબત્ત, બીજા યાંત્રિક ઉપાયો જેવા કે, પગથિયાં પાડીને ઢોળાવને હળવો કરી નાખવો, પાણીના વહેણને ધીમે કરવા ઉચિત ઢોળાવવાળી નાળો કરવી, વગેરેનો પણ યોગ્ય રથાને ઉપયોગ છે; પરંતુ મુખ્ય કામ તે નદીના ઉપરવાસના વિસ્તારોમાં જંગલનું ઢાંકણ મેળવવાનું અને જાળવવાનું કહેવાય. જમીનતળ ઉપરના પાણીને વહી જવાને માટે કરેલી નાળામાં તળિયે અને આજુબાજુ ઘાસ વાવી દેવું એ પણ અગત્યનું છે. એ નાળો પહોળી તથા બહુ છીછરી હોવી જોઈએ. એવી ઘાસની શેતરંજી ઉપર થઈને જવું પાણી ચળાઈને ચોખું બની રહે છે તથા ઘાસમાં સંઘરાત કાંપ તેને કીમતી ખાતર પૂરું પાડે છે. એ ઘાસ ચારા તરીકે ઢોરો માટે ઉત્તમ નીવડે છે. પણ માણસજાતના લોભને થોભ નથી. એટલે નદીના મૂળ પાસેનાં જંગલો પણ કાપીકૂપી, લાકડાં વેચી-સાટી, સપાટ થયેલી જમીન ઉપર ખેતી કરવાને લોભ તે ખાળી શકતો નથી. સૈકાઓથી તે જંગલો નીચેની જમીનમાં ધૂમસના ભંડારો એકત્રિત થયા હોય છે. એટલે શરૂઆતનાં વર્ષોમાં એ જગાએથી પાક પણ સારો ઊતરે છે. પરંતુ પછી એકના એક નફાકારક પાક સતત લેવાની વૃત્તિ, તથા જમીનમાં જોઈતું ખાતર નાખવાની વૃત્તિનો અભાવ, એને કારણે તે જમીનનાં ખનિજ રજકણો તથા તેમને જોડી રાખનારાં રજકણો વરસાદના પાણીમાં વાવા લાગે છે અને નીચે આવેલા ખીણ-પ્રદેશો તરફ નદીઓમાં પુરાણ અને Page #72 -------------------------------------------------------------------------- ________________ જમીનના રેગો પૂરનો ભય ઊભો કરે છે. એ જ પરિણામ નદીના મૂળ પાસેના પ્રદેશમાં વધારે પડતાં ઘેટાં-બકરાં ચરાવી જમીન ઉપરની ઘાસની શેતરંજી દૂર કરવાથી પણ આવે છે. (૨) આખી દુનિયા ઉપર એકસામટી નજર નાખીએ, તે જણાશે કે, જમીનના ધોવાણથી અત્યાર સુધીમાં પારાવાર નુકસાન થયું છે, અને તે ઝડપથી વધતું જાય છે. પ્રદેશવાર જોઈએ તો અલબત્ત એ નુકસાન પ્રમાણમાં ઓછું યા વધું માલુમ પડશે. જેમકે ઉત્તર પશ્ચિમ યુરોપના કેટલાક ભાગોમાં જમીને ઘાસના અથવા ખેડી નાખવા વાવેલા ઘાસના કાયમી કે તાત્કાલિક ઢાંકણ હેઠળ રહે છે; તથા ત્યાં હજુ વનજંગલનું પ્રમાણ સારી રીતે જળવાઈ રહ્યું છે, એટલે ધોવાણને પ્રશ્ન ખેતીની દ્રષ્ટિએ અગત્યનો બન્યો નથી. પરંતુ ઉત્તર અમેરિકાના કેટલાક ભાગો, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલા પ્રદેશમાં જંગલોને મોટા પ્રમાણમાં કાપી નાખવામાં આવ્યાં હોઈ, તથા જમીનને વાસેલ રાખ્યા વિના તેના ઉપર સતત પાકો લેવાનું જ ચાલુ રાખવામાં આવ્યું હોઈ, ફળદ્રુપ જમીનના મોટા ભાગે લગભગ તદૃન બરબાદ થઈ ગયા છે, અથવા થવાની તૈયારીમાં છે. અમેરિકામાં ૧૯૩૭ ની સાલમાં જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે ૨૫ કરોડ, ૩૦ લાખ એકર જમીન અર્થાતુ ખેડાણ હેઠળ આવેલી જમીનને ૬૧ ટકા ભાગ તદ્દન અથવા થોડે ઘણે અંશે બરબાદ થઈ ગયો હતો અથવા મોટા પ્રમાણમાં તેની ફળદ્રુપતા ગુમાવી બેઠો હતો. માત્ર ૧૬ કરોડ, ૧૦ લાખ એકર જમીન અથત ખેડાણ જમીનને ૩૯ ટકા ભાગ આધુનિક પદ્ધતિની ખેતી હેઠળ ચાલુ રહ્યો હતો. એમ એક સૈકા કરતાં ઓછા સમયમાં અમેરિકાએ પોતાની ખેતીની મૂડીનો રાણ-પંચમાંશ ભાગ ગુમાવ્યો હતો. જમીનનો દુરુપયોગ કરવા જતાં એ મહાન દેશને આ માઠાં પરિણામ ભોગવવાનાં થયાં છે. અમેરિકામાં વસવાટ કરવા ગયેલા શરૂઆ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ધરતી માતા તના લોકો ખેતી-કામના અનુભવી ન હતા; અને જમીનને નફો પ્રાપ્ત કરવાનું સાધન જ માનતા. એ અફાટ દેશમાં એટલી મેટી સમૃદ્ધ જમીન તેમના હાથમાં આવી ગઈ હતી કે, નફો જ શેાધનારા લેાકા વગર મુશ્કેલીએ તેના મનસ્વી ઉપયોગ કરી શકતા હતા, અને તેમના ઉપર કશું સરકારી નિયંત્રણ ન હતું. હવે પરિસ્થિતિ લક્ષમાં આવતાં એ બાબતમાં કંઇક પગલાં લેવાઈ રહ્યાં છે, પણ તે ભાગ્યે પૂરતાં કહેવાય. આફ્િકામાં પણ ગેરા લેાકાના શેષણે માઝા મૂકતાં જમીનનું ધાવાણ શરૂ થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકાના પ્રદેશ ચરાણ ઘાસનાં બીડા તરીકે મશહૂર હતા, તે હવે કથારના અર્ધું-રણ બની ગયો છે. ૧૮૯૭માં ઑરેંજ ફ્રી સ્ટેટ પણ લસલસતા ચરાણ ઘાસથી ભરપૂર હતું; તથા વચ્ચે વચ્ચે બવાળાં તળાવડાં ચમકારા મારી રહ્યાં હતાં. ત્યાં અત્યારે ધાવાણથી તદ્દન નકામાં કોતરો બની રહ્યાં છે. ૧૯ મા સૈકાના અંત ભાગમાં જ દક્ષિણ તરફના એ ગારાઓને ખબર પડવા માંડી કે જમીન ઉપર વધારે પડતાં ઘેટાં-બકરાં વસાવી, પ્રમાણ બહારનું ચરાણ કરી નાખી, જમીનને છેક જ ઉઘાડી કરી નાખવાને કારણે, ફળદ્રુપ જમીન ધાવાઈ ધાવાઈને બધે કોતરો જેવું જ થઈ રહ્યું છે. એ ધાવાતી જમીનની માટીથી તળાવ–સરોવરો પુરાઈ જતાં ભોંયતળનું પાણી પણ ઓછું થઈ ગયું છે. બસુટાલૅન્ડ પણ સામાન્ય રીતે પાણી-ભરપૂર પ્રદેશ ગણાતા. ત્યાં વસ્તીનું દબાણ વધતાં ઘણા મેાટા વિભાગા ખેડી નાખવામાં આવ્યા અને બાકીના ચરાણ ભાગા ઉપર વધારે પડતાં ઘેટાં-બકરાં વસાવવામાં આવ્યાં. પરિણામ જે આવવાનું તે આવ્યું જ. કેન્યામાં છેલ્લાં દશ વર્ષીમાં જમીનના ધોવાણના પ્રશ્ન બહુ ગંભીર બની ગયા છે, દેશી વિસ્તારોમાં તેમજ ગેારા વિસ્તારોમાં પણ. દેશી વિસ્તારોમાં માણસ પાસે જેમ વધારે ઢોરઢાંખ, તેમ તે વધુ ધનવાન ગણાય છે, તથા કન્યાની કિંમત પણ સર્વત્ર ઢોર આપીને જ ચૂકવાતી હાઈ, ઢોરઢાંખની સંખ્યા જ મહત્ત્વની બની રહે છે,–તેમની ગુણવત્તા Page #74 -------------------------------------------------------------------------- ________________ જમીનના રાગો ૫૭ નહીં. આમ ચરાણ જમીન વધારે પડતા ઢોરના ચરાણથી ઉઘાડી થઈ જતાં, જમીનનું ધોવાણ જ મોટા પ્રમાણમાં શરૂ થઈ ગયું છે. ગેારા વિસ્તારોમાં તો નફાના હેતુ જ પ્રાધાન્ય ભાગવતા હોઈ, જમીનની ફળદ્રુપતાની જાળવણીનો ખ્યાલ કર્યા વિનાં પાક ઉપર પાક લેવામાં આવતા હોઈ, જમીનનું ધાવાણ વધી ગયું છે. તીડનું કારણ પણ એમાં ઉમેરાયું છે. એવા દાખલા પણ જોવા મળ્યા છે, જ્યાં તીડો અને બકરાંની ભૂંડી કામગીરીને કારણે, એક જ વર્ષાઋતુમાં એક ફૂટ જેટલી ઉપર-તળની જમીન ધાવાઈ ગઈ હોય. પરંતુ ભૂમધ્યસમુદ્રના કિનારા ઉપરના પ્રદેશેા જમીનના ધોવાણના ચાંકાવી મૂકે તેવા દાખલાઓ પૂરા પાડે છે. એ પ્રદેશ પ્રાચીન કાળમાં જંગલા અને બીડાથી ભરપૂર પ્રદેશ હતા. પણ છેલ્લાં ૩૦૦૦ વર્ષથી ત્યાં જંગલેા કાપી નાખવાનું કામ ચાલતું આવ્યું છે અને અત્યારે તે એ આખા વિસ્તારમાં જંગલાનું નામનિશાન રહ્યું નથી. પરિણામે શિયાળામાં અચાનક ધસી આવતાં પૂરને કારણે મૂળ જમીનને મોટો ભાગ ધાવાઈ ગયા છે. ઉત્તર આફ્રિકામાં રોમનોના સમયમાં ફળદ્રુપ ખેતરો હતાં. રોમન લોકોએ એ પ્રદેશામાંથી મબલખ પાકો ખેચી ખેંચીને રોમ ભેગા કરવા માંડયા. પણ જમીનની સંભાળ રાખવાની તેમતે જરા પણ ગરજ ન હતી; કારણ કે, તે પ્રદેશેા તેમણે જીતેલા પ્રદેશેા હતા. પરિણામે એ ફળદ્રુપ પ્રદેશા અત્યારે છેક જ રણ-પ્રદેશા બની રહ્યા છે. ઇરાનમાં પણ, ત્યાંના સંખ્યાબંધ રાજાશાહી બગીચાઓ નાશ પામ્યા પછી, જમીન કેવી રેતી જેવી બની ગઈ, વાતાવરણ કેવું ગૂંગળાવે તેવું અને સૂકું બની રહ્યું અને ઝરા સુકાઈ જઈ કેવા તદ્દન બંધ પડી ગયા, એની હકીકત ઇતિહાસમાં નોંધાઈ છે. ઇજિપ્તમાં પણ જંગલા કપાઈ ગયા પછી એવા જ ફેરફારો થઈ ગયા,—વરસાદ ઓછા થઈ ગયા અને જમીનની ફળદ્રુપતા પણ ઘટી ગઈ. Page #75 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા પેલેસ્ટાઈન એક વખત કીમતી જંગલો અને ફળદ્રુપ ચરાણ જમીનથી છવાયેલો પ્રદેશ હો, તથા ત્યાંની આબોહવા ઠંડી તથા સમશીતોષ્ણ હતી. અત્યારે તેના પર્વત ખુલ્લા થઈ ગયા છે, નદીઓ લગભગ સુકાઈ ગઈ છે અને પાકનું ઉત્પાદન તો છેક જ ઘટી ગયું છે. ઉપરના દાખલાઓથી સમજાશે કે, જમીનનું ધોવાણ કેટલા વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યું છે, તથા તેથી કેવું ગંભીર નુકસાન થયે જાય છે. તેનું મૂળભૂત કારણ જમીનનો દુરુપયોગ છે,–જેને લીધે જમીનનાં ફળકા રજકણોને જોડી રાખનારા ગુંદરિયા રજકણો નાશ પામે છે. એના ઉપાયો વિચારતી વખતે પણ એ પ્રશ્નનું વાસ્તવિક સ્વરૂપ પિછાનવાની જરૂર છે – અર્થાત નદીના મૂળ તરફના પ્રદેશમાં જંગલો અને ઘાસનું ઢાંકણ ફરીથી ઊભું કરવું જોઈએ; તે જ વરસાદનું પાણી ત્યાંની જમીનો ધતું અટકે તથા ત્યાંની જમીનમાં પૂરતું ચુસાય અને ઊંડું ઊતરે. તેથી નીચેના પ્રદેશમાં પૂર અને પુરાણને ભય પણ ઓછો થાય કે દૂર થાય. ૨. ખાર જામ જમીનને જ્યારે સતત કિસજન મળતો બંધ થાયત્યારે ત્યાં ઊગેલો છોડ એ જમીનમાંથી પોષણ મેળવી શકતો નથી. એ જમીન મૃત બની જાય છે. તેમાંથી કોઈ છોડ કે પાક કંઈ રસ ખેંચી શકતા નથી. જો એ જમીનને એવી ને એવી રહેવા દેવામાં આવે, તો એ સ્થિતિ કાયમની બની જાય છે. પૃથ્વી ઉપરના ઉષ્ણકટિબંધમાં કે અર્ધ-ઉષ્ણકટિબંધમાં આવેલા કેટલાક પ્રદેશમાં આવેલી જમીનોમાં ખેતી કરવી મુશ્કેલ હોય છે અથવા ખેતી કરી શકાતી જ નથી. કારણ કે, એ જમીનમાં સલફેટ, કલોરાઈડ, કાર્બોનેટ ઓફ સોડિયમ વગેરે દ્રાવ્ય ક્ષારો બહુ ભેગા થઈ જાય છે. એવા પ્રદેશે ઊખર પ્રદેશો તરીકે ઓળખાય છે. મધ્ય એશિયા, ભારત, ઇરાન, ઇરાક, ઇજિપ્ત, ઉત્તર આફ્રિકા, અને અમેરિકામાં આવા ઊખર પ્રદેશો સામાન્ય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ જમીનના રંગો ૫૯ આવી જમીનમાં હવા કે પાણી અંદર ઊતરી શકતાં નથી. ઉત્તર ભારતમાં આ સ્થિતિ આબેહવાને કારણે જ જમીનના બંધારણમાં થતા ફેરફારોને લીધે પેદા થાય છે. તેને કારણે ગુંદરિયા રજકણો નાશ પામી જતાં સંયુક્ત રજકણો છૂટા પડી જાય છે. તેઓ એવા બારીક અને સૂક્ષ્મ હોય છે કે, પાણી સાથે ભળતાં તેઓ ચીકાશવાળું એવું મિશ્રણ પેદા કરે છે કે, જયારે પાણી સુકાય છે ત્યારે જમીન ચાટીને સખત બની જાય છે. તે જમીનને ખેડવી કે અંદર પાણીનું પેસવું મુશ્કેલ બની રહે છે. આવી જમીનો ઘણી જની હોય છે, તેઓ કદી ખેતી હેઠળ આવી હોતી નથી. આમ કુદરતી રીતે પેદા થતા ઊખર પ્રદેશો ઉપરાંત ખેતીની ભૂલભરેલી પદ્ધતિથી પણ આવા ઊખર પ્રદેશો પેદા થાય છે. તેવી ભૂલભરેલી પદ્ધતિઓમાંની મુખ્ય નીચે પ્રમાણે છે : (૧) નહેરનું પાણી વધારે પડતું વાપરવું : એમ કરવાથી જે ગુંદરિયા કણો જમીનના સંયુકત રજકણોને જોડી રાખતા હોય છે, તે છૂટા પડી જતાં, ઉપર જણાવ્યા પ્રમાણે જમીનની છિદ્રાળુતાને નાશ થાય છે, અને તેથી અંદર ઑકિસજન જ થાય છે. (૨) એક જ જમીનમાંથી ચાલુ ને ચાલુ પાક લીધા કરવો : એક જ જમીનમાંથી ચાલુ પાક લીધા કરવામાં આવે અને જમીનમાં પૂરતું ધૂમસ પાછું ઉમેરાતું રહે છે કે નહીં તેનો ખ્યાલ રાખવામાં ન આવે, તે જમીન ઊખર બનવા માંડે છે. ગંગાનદીનાં મેદાનમાં આને ભય વધુ રહેલો છે. કારણ કે, એ જમીનમાં સૂમસ બહુ ઓછું હોય છે, અને જંતુઓની પરિસ્થિતિ ત્યાં એવી છે કે તેઓ જમીનમાંના સેન્દ્રિય પદાર્થો અમુક ઋતુઓમાં વધુ પ્રમાણમાં ખાઈ નાખે છે. વળી હવામાન અતિ નીચેથી એકદમ અતિ ઊંચું થઈ જાય છે, તથા તદ્દન સૂકી આબોહવા ઉષ્ણકટિબંધની એકદમ ભેજવાળી આબોહવામાં બદલાઈ જાય છે. એટલે જમીનની જાળવણીમાં સહેજ પણ ભૂલ થાય, તે જમીનમાંનું મસ Page #77 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા સદંતર નાશ પામી જાય છે, એટલું જ નહિ પણ જે ગુંદરિયા રજકણ જમીનના સંયુક્ત રજકણોને બાંધતા હોય છે, તે નાશ પામે છે. પરિણામે ઉપર જણાવ્યા પ્રમાણે જમીન ચોટીને સખત બની જાય છે અને તેની છિદ્રાળુતા નાશ પામે છે. ગંગાનદીનાં મેદાનોની જમીન ઉપર ખેતી કરનારા જૂના અનુભવી ખેડૂત તો સૈકાના અનુભવે એવી રીતે ખેતી કરે છે, જેથી તે જમીનનું એછું ધૂમસ છેક જ ખૂટી જતું નથી. પરંતુ એ લોકોને પણ હવે પશ્ચિમના વૈજ્ઞાનિકો પાકના ઉત્પાદનને વધારવાની કહેવાતી પ્રક્રિયાઓ શીખવવા જાય છે. એનાથી જમીન ખારવાળી થવાનાં કારણોમાં નીચે જણાવેલા ત્રીજા ખંડમાં બતાવ્યા મુજબ બરબાદી સરજાય છે. ૩. રાસાયણિક ખાતરે, ખાસ કરીને સલ્ફર મેનિયાને ઉપયોગ જ્યાં જમીનમાં ધૂમસને અનામત જથ્થો વધુ હોય છે, ત્યાં પણ આ ખાતરને ઉપયોગ શબ્દોમાં વર્ણવી ન શકાય તેવું નુકસાન કરે છે. એ ખાતરમાંથી સહેલાઈથી આત્મસાત કરી શકાય તેવા રૂપમાં નાઇટ્રોજન મળી શકતું હોવાથી ફૂગ અને બીજાં એવાં જંતુઓ જમીનમાં પેદા થાય છે; તેઓ જમીનમાંના સેન્દ્રિય પદાર્થોની શોધમાં નીકળી, પ્રથમ તે ધ્રુમસના અનામત જથાને ખાઈ નાખે છે, અને પછી રજકણોને ચોટાડતા સેન્દ્રિય ગુંદરિયા તવને ખાવા લાગે છે. આ ગુંદર એ હોય છે, જે સામાન્ય રીતે ખેડાણ જમીનમાં ચાલતી પ્રક્રિયાઓથી અસર પામતા નથીપરંતુ કૃત્રિમ – રાસાયણિક ખાતરોથી ઉત્તેજિત થયેલ એ જ પ્રક્રિયાને સામનો કરી શકતો નથી. આમ ખાર-જમીનની શરૂઆત જમીનની છિદ્રાળુતા બંધ થઈ કિસજનને પુરવઠો જમીનમાં પહોંચતે અટકવા વડે થાય છે. પછી આંતર જમીનમાંને ઓકિસજન ખાનારાં જંતુઓ અને ફૂગે આગળ આવે છે. એમ ઑકિસજનનો પુરવઠો મળવાનું સહેલામાં સહેલું નાઇટ્રેટ રૂપી જે મૂળ તે તદ્દન ખૂટી જાય છે. પછી તેંદ્રિય તત્વોમાં આ Page #78 -------------------------------------------------------------------------- ________________ જમીનના રોગો ચડવા જેવી પ્રક્રિયા શરૂ થાય છે અને સફરવાળો હાઇડ્રોજન પેદા થાય છે, જેથી જમીન મરતી જાય છે. એ જમીન ઉપર ખારનું પડ બંધાય છે અથવા કિરમજી– કાળો રંગ છવાવા લાગે છે. જોબા ખારમાં સલ્ફટ અને સોડિયમ કલોરાઈડ હોય છે અને કિરમજી-કાળા રંગવાળા પડમાં વધારામાં સોડિયમ કાર્બોનેટ હોય છે; તે જમીનમાંના સેંદ્રિય પદાર્થો સાથે મિશ્રિત થઈ જમીનમાં પાણી ચુસાતું બંધ કરી દે છે તથા હવાની હરફર પણ રોકી દે છે સિદ્ધાંતમાં તે ખાર-જમીનને પાછી ફળદ્રપ કરવાનો ઉપાય સહેલો છે. જમીનમાં પહેલાં જિપ્સમ (ચિરોડી) ભેળવવી – જેથી સોડિયમ માટી કૅશિયમ માટીમાં રૂપાંતરિત થઈ જશે. પછી પાણીમાં ભળી જનારા ખારોને જમીન ઉપર પાણી ફેરવી ધોઈ કાઢવા; અને સેંદ્રિય ખાતરો જમીનમાં ઉમેરવાં. પરંતુ વ્યવહારમાં ઘણી જગાએ એ જમીનને પાછી ફળકપ કરવી એ ખર્ચ અને મહેનતના પ્રમાણમાં ખોટનો ધંધો થઈ પડે છે. એક વખત ફળક૫ થયા પછી પણ તેની ફળદ્રુપતા જાળવી રાખવી મુશ્કેલ હોય છે. પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલી કલ્યાના એસ્ટેટમાં ખાર-જમીનને નવ-સાધ્ય કરવાનો એક પ્રયોગ આ પ્રમાણે કરવામાં આવ્યો છે :- પ્રથમ જમીનની સપાટી ઉપરના ખારો ઉસરડી લેવામાં આવ્યા પછી જમીનને ખેડીને તેમાં “ધૂપ’ ઘાસ (Cynodon dactylon, Pers. ) વાવવામાં આવ્યું. પછી તેના ઉપર બે વરસ સુધી ઘેટાં અને ઢોર ચરવા દેવામાં આવ્યાં. પછી એ ઘાસ હળ વડે જમીનમાં ઉલટાવી દેવામાં આવ્યું; તથા મે અને જૂન મહિના સુધી એ જમીન તપવા દેવામાં આવી. એ જમીનમાં પછી લીલા ખાતરનો પાક ઉગાડવામાં આવ્યો. ત્યાર બાદ બેએક વખત તેમાં ઘઉં વાવવામાં આવ્યા અને પછી કપાસ પણ. આ પદ્ધતિમાં સંભાળ એ વાતની રાખવાની હોય છે કે, જમીન ઉપર બાર દેખા દે કે, તરત તેને ઉસરડી લેવો; અને ઘાસના પાક Page #79 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા માટે પણ નહેરનું પાણી ઓછામાં ઓછું વાપરવું. એ ઘાસનાં જમીનમાં રહેલાં થડ અને મૂળ પછી કઠણ જમીનને પણ હવા માટે જોઈતી છિદ્રાળુતા ઊભી કરી આપે છે. જમીન ઉપર પડતાં તણખલાં અને ઢોરઢાંખનાં છાણમૂત્રનું જે કૉપસ્ટનું પડ બંધાય, તેમાંથી ખૂબ ધ્રુમસ પણ જમીનને મળી રહે છે. એવી નવસાધ્ય જમીનને કદી ઉઘાડી ન રાખવી – તેના ઉપર પડતા સૂર્યના પ્રકાશની શક્તિને વનસ્પતિનું ઉત્પાદન કરવામાં ઉપયોગ કરતા રહેવું; તેમાંથી અંતે હ્યુમસ પેદા થાય છે. ઉપરાંત તેમાં ઊંડાં મૂળ નાખતા છોડ વાવતાં રહેવું (ચિકોરી, લ્યુસર્ન, અરહર ઇ૦) જેથી આંતર-જમીન પણ ભેદાય. આમ નવસાધ્ય કરેલી જમીન ઉપર એકર દીઠ ૧૬૦૦ રતલ ઘઉં ઊતર્યાના દાખલા છે. કુદરત અલ્કલી ખારી જમીન ઉપર લાવીને બારમાસી નહેરોના પાણીના ઉપયોગ સામે અસરકારક લાલ બત્તી ધરે છે. રણપ્રદેશો સુધી નહેરનું પાણી લઈ જવાથી બધું કામ પતી જતું નથી. એ પાણી એવી રીતે વપરાવું જોઈએ તથા ખેતીનું સંચાલન એવી રીતે કરવું જોઈએ જેથી જમીનની ફળદ્રુપતા કાયમ રહે. ભારે ખર્ચે નહેર-વસાહતે ઊભી કરવી, અને પછી બેએક પેઢી સુધી પાક લઇ, તે ભાગને ખાર-જમીનનો રણપ્રદેશ બનાવી મૂકો, એ તે એક પ્રકારે ધરતીની લૂંટ કહેવાય. (ઇજિપ્ત વગેરે દેશોના) જૂના ખેડૂત ડહાપણ વાપરી કદી બારમાસી નહોરોની વ્યવસ્થા નહોતી ઊભી કરતા. તેને બદલે નદીમાં પૂર આવે ત્યારે પાળા બાંધી એક વાર જમીન ઉપર પાણી ફરી વળવા દેતા; પછી પાણી સુકાય ત્યારે ખેડ કરી વાવેતર કરતા. આ રીતે પાણીનો લાભ જમીનની છિદ્રાળુતાનો નાશ કર્યા વિના લઈ શકાય છે. મિ૦ કિગના શબ્દો કાયમ માટે ધ્યાનમાં રાખવા જેવા છે – ભારત, ઇજિપ્ત અને કેલિફોર્નિયામાં ખાર-પ્રદેશે મોટા પ્રમાણમાં ઊભા થતા જાય છે, એ નહેરો વડે પાણી લેવાની આધુનિક પદ્ધતિનું જ પરિણામ છે. આધુનિક લોકોએ હજારો વર્ષથી એ જ Page #80 -------------------------------------------------------------------------- ________________ પાકને થતા રોગો જમીનો ઉપર ખેડ કરતા આવેલા પ્રાચીન ખેડૂતોના અનુભવને અને પરંપરાને તિલાંજલિ આપી દીધી છે. અત્યારના નવા ઊભા થયેલા ખાર-પ્રદેશો એવી પદ્ધતિ અખત્યાર કરવાનું પરિણામ છે, જે પદ્ધતિઓને પ્રાચીન લોકો નુકસાનકારક જ ગણતા હતા.” પાકને થતા રેગે મીન ઉપર થતા પાકને લાગુ પડતા રોગોના ઘણા પ્રકાર છે. પાકને રસ ચૂસીને ફાલનારી ફૂગ અને જંતુઓ તેમાં સૌથી વધુ સામાન્ય છે. આમાંના ઘણા રોગો યુગોથી ચાલતા આવ્યા છે, અને અત્યારની ખેતીને જ લગતા છે એમ નથી. અત્યારની ખેતીને જે નવા રોગ લાગુ પડ્યા છે, અને જે અંગે વૈજ્ઞાનિક સંશોધન કર્યા કરે છે, તે કાન-શિયાળ જેવી “ઇલવર્મ” ઇયળો, ચેપ લાવનાર જંતુઓ “વાઇરસ”, તથા છોડની પ્રજનનશાક્તને લગતા છે. રાસાયણિક ખાતરોવાળી આધુનિક ખેતીમાં આ છેલું લક્ષણ નવું જોવા મળે છે. દરેક વખતે એ ખેતી માટે પાકની નવી નવી જાતો લાવીને વાવવી પડે છે; જૂની જાત નપુંસક-વંધ્ય બની જાય છે. ફરી વાવવા માટે તે કામમાં લઈ શકાતી નથી. ત્યારે પ્રાચીન પદ્ધતિથી થતી ખેતીમાં એક જ જાત સૈકાથી વવાતી ચાલી આવે છે: હરવખત નવી શોધવાની જરૂર પડતી નથી. આધુનિક વૈજ્ઞાનિકોનું પાકના રોગો અંગેનું સંશોધન નિરર્થક નીવડયું છે, એટલું જ નહિ પણ, તે સમય–શક્તિ–પૈસા બરબાદ કરનારું તથા જમીન અને તેના ઉપર થતા પાક તથા તે પાક ખાનારને નુકસાન કરનાર પણ નીવડ્યું છે. વૈજ્ઞાનિકો પાકના છોડને જીવંત વસ્તુ ગણવાને બદલે તથા આપણી પેઠે તેના આરોગ્યની ખેવનામાં પડવાને Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ધરતી માતા બદલે તેના ઉપર થતા રોગોને જ અગત્ય આપી, ઝેરી છાંટણા વગેરેથી તેમને સુરક્ષિત કરવા તાકે છે. તેથી સરવાળે એ છોડ તો મ જ જાય છે; પણ એ છોડ ઉપર થતો પાક એ જંતુનાશકોના ઝેરની અસરવાળો બની જઈ, તે ખાનાર પ્રાણીઓ કે માનવોના આરોગ્ય માટે પણ જોખમ ઊભું થાય છે. ખરી રીતે પાકને થતા રોગો તેના છોડના આરોગ્ય સાથે સંબંધ ધરાવે છે, એટલે તે છોડનું આરોગ્ય શાથી કથળ્યું છે તે જાણવા માટે તે જે જમીનમાં ઊગે છે તે જમીન કેવી કથળી છે, તેનું આરોગ્ય કેવું બગડ્યું છે, તે તપાસવું જોઈએ. તેમાં જોઈતો સુધારો થતાં જ છોડનું અને પાકનું આરોગ્ય આપોઆપ એવું સુધરી જાય છે કે એ રોગો તેને મારી નાખી શકતા નથી કે નબળો પાડી શકતા નથી. પરિણામે તેના ઉપર ઝેરી છાંટણાં છાંટવાની પણ કંઇ જરૂર રહેતી નથી. નીચે, સર આલ્બર્ટ હાવર્ડ જુદાં જુદાં ધાન્ય, ચા-કૉફી, તમાકુ, અને જુદાં જુદાં શાક-ફળ વગેરે અંગે કરેલા અખતરા તથા મેળવેલા અનુભવોની રજૂઆત ટૂંકમાં કરવામાં આવી છે. ૧. શેરડી શેરડી વાવવા માટે પહેલાં જમીન ખોદીને બે ફૂટ પહોળા અને છ ઇંચ ઊંડા ચાસ બનાવવા જોઈએ. એની નીકળેલી માટીની દરેક ચાસને કિનારે ઊંચી લાંબી પાળ બનાવી દેવી. નવેમ્બર મહિનામાં એ ચાસ પાળા સાથે તૈયાર થાય કે તરત ચાસને વધુ છ ઇંચ ખેડી તેની માટીમાં કૉપોસ્ટ ખાતર બરાબર ભેળવવું. પછી તેમાં પાણી ફેરવી, વરાપ આવે ત્યારે ચાસ ખેડી નાખીને ફેબ્રુઆરીમાં શેરડીની વાવણીને વખત થાય ત્યાં સુધી જમીન પડતર રહેવા દેવી. પછી ચાસમાં શેરડી વાવ્યા બાદ પાણી ફેરવી, વરાપ આવે ત્યારે ચાસની જમીન હળવી ખેડી નાખવી; જેથી અંદર ભીનાશ વધુ વખત જળવાઈ રહે. એમ ચાર કે પાંચ પાણ દેવાં પડે. દરેક પાણ દીધા પછી વરાપ આવ્યું ચાસને હળવા ખેડી નાખવા. પછી તે વરસાદ આવવાનો થશે એટલે Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પાકને થતા રેગો પાણ દેવાની જરૂર નહિ રહે. શેરડીના રોપા બે ફૂટ ઊંચા આવે એટલે (મે મહિનાની મધ્યમાં) ચાસના ખાડા ધીમે ધીમે પૂરવા માંડવા. જૂન મહિનાની અધવચ સુધીમાં એ કામ પૂરું થઈ જાય એટલે શેરડીના રોપાની આસપાસ માટી પૂરવાનું શરૂ કરવું. આ કામ જુલાઈની અધવચ સુધીમાં પૂરું થવું જોઈએ. આમ કરવાથી ચોમાસાની ઝડીઓથી શેરડીના રોપા આડા પડી જઈ બગડી જતા નથી. આમ જમીનને પૂરતી હવા મળી રહે, પૂરતું પાણ મળી રહે, અને જોઈનું સેંદ્રિય ખાતર મળી રહે, એટલે તે જમીનમાં જે શેરડીના રેપા થાય છે, તેમને વાઈરસ વગેરે રોગ લાગુ પડતા જ નથી. તાજેતરનાં વર્ષોમાં શેરડીને જે વાઇરસ રોગ લાગુ પડે છે, તેનું એક મુખ્ય કારણ સફેટ ઑફ મેનિયા જેવાં કૃત્રિમ ખાતરો વાપરવામાં આવે છે તે છે. જો તેમને બદલે કોપેસ્ટ જેવાં સેન્દ્રિય ખાતરો વાપરવામાં આવે, તે છોડ પોતે જ એવો સુદૃઢ તાકાતવાળો થાય કે એવા રોગોનો સામનો કરી શકે. ૨. કૅફી વેસ્ટ ઇંડિઝ, ભારત અને આફ્રિકાના પ્રદેશની મુલાકાત દરમ્યાન સર આલ્બર્ટ હાવરેં જોયું કે, એક વખત જંગલ નીચેની ધરતી કે જે સૂમસથી ભરપૂર હોય છે, ત્યાં જંગલ કાપીને વવાયેલી કૉફી ખૂબ ફાલે છે; અને જ્યાં ધરતી ધોવાણથી નબળી પડી ગઈ હોય છે, ત્યાં તેને ઉછેર મંદો પડી જાય છે. મધ્ય સિલોનના કેટલાય ભાગો જેમાં કૉફીનું જ વાવેતર થતું આવ્યું હતું, ત્યાંની જમીનનું ધોવાણ ચાલુ રહેતાં તેમાં ઊગતા કૉફીના છોડને અમુક ફૂગને રોગ (rust fungus) લાગુ પડતાં કેટલાય બગીચાઓ સદંતર બરબાદ થઈ ગયા હતા. કૉફીનું સફળ વાવેતર કરવું હોય, તે પહેલા શરત એ છે કે, જમીનમાં સારી રીતે તૈયાર કરેલ ધૂમસનો પુરવઠો જાળવી રાખવો જોઈએ. એને માટે દરેક બગીચા સાથે ભૂંડ, ભેંસો અને બીજાં ઢોરઢાંખના વાડા ધ૦-૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા જોડાયેલા રાખવા જ જોઈએ, જેમના છાણમૂત્રથી પુષ્કળ કૉપિસ્ટ તૈયાર કરી જમીનમાં પૂરી શકાય. એમ કરીએ તો કત્રિમ ખાતર અને જંતુનાશક છાંટણાંનું ખર્ચ કરવાનું પણ મટી જાય અને પાક પણ મબલખ ઊતરે. ૩, ચા ચાના છોડ ઉપર જંતુઓના તેમજ ફૂગના રોગો થતા રહે છે. પરંતુ તેમનાથી ગણતરીમાં લેવું પડે તેવું નુકસાન થતું નથી. કૉફી કરતાં ચાને છોડ સામાન્ય રીતે એટલો વધુ તાકાતવાળો હોય છે. પરંતુ ચાના છોડનેય ઘાતક રોગો લાગુ પડતા જ નથી એમ નથી. અને જ્યારે જ્યારે એ રોગને સામને જંતુનાશકો વગેરે દ્વારા કૃત્રિમ રીતે કરવામાં આવ્યો છે, ત્યારે પરિણામ શુન્યમાં જ આવ્યું છે. ચાનો છોડ પ્રાચીન જંગલની હ્યુમસ ભરપૂર ધરતીને છોડ છે. જ્યાં સુધી જમીનમાં સૂમસ હોય છે, ત્યાં સુધી એ છોડ બધા રોગોનો સામનો કરી શકે છે. એટલે ચાના દરેક બગીચા સાથે ઢોરઢાંખના વાડા રાખી, તેમના છાણમૂત્રથી કોપેસ્ટ તૈયાર કરતા રહી એ છોડને આપતા રહેવું જોઈએ; તથા પાણીના નિકાલ જલદી થઈ જાય તેવી નાળો તૈયાર રાખી જમીનની છિદ્રાળુતા કાયમ રાખવી જોઈએ. ૪. કર્ક (કેકે-ચોકલેટને છોડ) વેસ્ટ ઇંડિઝમાં કકેના પાકને ફૂગને એક રોગ લાગુ પડતાં ગંભીર કટોકટી સરજાઈ છે. પરંતુ એક બગીચામાં પરિણામ સારું આવતું જોઈ તેની તપાસ કરતાં માલુમ પડ્યું કે, તેને અનુભવી માલિક કૉપસ્ટ ખાતર જમીનમાં ભરપટ્ટે પૂરતે રહેતો હતો. વેસ્ટ ઇન્ડિઝમાં, પ્રથમ તે, જમીન તાજેતરમાં જંગલો કાપીને મેળવી હોવાથી ત્યાંની જમીનમાં સૂમસ ખૂબ હોઈ, પાક સારો ઊતરતો હતો. પણ એ સૂમસ વપરાઈ જતાં અને નવું ઉમેરતા રહેવાની કાળજી રખાતી ન હોવાથી, છેવટે હિસાબ ચૂકતે કરવાનો આવ્યો અને આખો ધંધો ખોરવાઈ ગયો. Page #84 -------------------------------------------------------------------------- ________________ પાકને થતા રોગો ૬૭ પરંતુ પછી કકે ઉગાડતા બગીચા સાથે ઢોરઢાંખના વાડાઓ રાખવાનું શરૂ કરવામાં આવતાં તથા વનસ્પતિ તથા છાણમૂત્રનું કૉ પાસ્ટ તૈયાર કરી જમીનમાં ઉમેરવામાં આવતાં, ફરી પાછા એ જ બગીચા સારો પાક આપવા લાગ્યા છે. આમ, પાકના રોગા મેાકલીને કુદરત આપણને ચેતવણી આપે છે કે, તમે જમીનને કેવળ ચૂસ્યા કરો એ ઠીક નથી; તમારે તેમાં સે ંદ્રિય ખાતર પૂરતા રહી તેની જાળવણી કરતા રહેવું જોઈએ. ૫. ૩ રૂના છેાડ પતે એટલેા તાકાતભર છે કે તેને ખેતીની કોઈ વિશિષ્ટ પદ્ધતિઓની જરૂર પડતી નથી. ઉપરાંત તે છેાડ પોતાના રૂના રેસા વાતાવરણના ગૅસા અને જમીનમાંના પાણીમાંથી બનાવી લેતા હોવાથી, જમીનની ફળ પતાને વિશેષ ખાઈ નાખતા નથી. ઉપરાંત સુકાઈ ગયેલા છેડની સાટી કાઢી લેતા પહેલાં એ છેડનાં પાન તથા ફૂલ જમીન ઉપર જગરી પડતાં હેાવાથી, તથા તેનાં મૂળ જમીનમાં જ રહેતાં હાવાથી, અને તેનાં બી બળદ તથા બીજાં ઢોરઢાંખના પેટમાં થઈ છાણ રૂપે જમીનને જ પાછાં મળતાં હાઈ. જમીનને પૂરતું ઘૂમસ મળી રહે છે. વળી કપાસના બે ચાસ વચ્ચે કરાતી આંતર-ખેડ ફૂલ બેસે એટલે બંધ કરાતી હાવાથી, જમીન ઉપર જે ઘાસ વગેરે છવાઈ રહે છે, તે પછીની ખેડ વખતે જમીનમાં જ દબાતું હોઈ, જમીનને હ્યૂમસ મળી રહે છે. એટલે જમીન ખૂબ જ નબળી ન પડી ગઈ હોય, તે। આ છેડને રોગો ખાસ નુકસાન કરી શકતા નથી. છતાં જ્યાં રોગા નુકસાન કરી જતા માલૂમ પડે, ત્યાં કપાસ વાવવાની આધુનિક પદ્ધતિની જ કંઈક ભૂલ થતી હાવી જોઈએ, એમ માનવું રહ્યું. રૂની ખેતી દ્વીપકલ્પની કાળી જમીનામાં મુખ્યત્વે થાય છે; અને બીજી ઉત્તર-પશ્ચિમમાં ગંગાનદીના મેદાન-પ્રદેશામાં ઠલવાયેલા કાંપના Page #85 -------------------------------------------------------------------------- ________________ se ધરતી માતા, વિસ્તારોમાં થાય છે. એ ઉપરાંત દક્ષિણમાં બગીચાઓની ખેતીના રૂપમાં નહેરોના પાણીથી અમેરિકન રૂ ઉગાડવામાં આવે છે. કાળી જમીનમાં થતી રૂની ખેતીનું નિરીક્ષણ કરતાં જોવામાં આવ્યું છે કે, જ્યાં સેન્દ્રિય ખાતરોવાળી ફળદ્ર ૫ જમીન હોય છે, ત્યાં રૂનો પાક સારે ઊતરે છે. ગામડાંના લોકોની ખેતરોમાં મળત્યાગ કરવાની ટેવથી પણ જમીનને ઠીક ઠીક ખાતર મળતું રહે છે. પરંતુ જે જમીને ખાતર વગરની હોય છે, ત્યાં પાક ઓછો ઊતરે છે. વરસાદ સારો પડે છે તે વર્ષોમાં રૂનો પાક સંતોષકારક ઊતરે છે. પરંતુ આવી જમીને વરસાદની મોસમ પછી સતત જામી જઈ, તેમાં ફોટો પડી જાય છે, અને તેથી છોડનાં મૂળને નુકસાન પહોંચે છે. બધી કાળી જમીનમાં આમ બને છે; એટલે આવી જમીનમાં રૂની ફસલ ઝટ ઊતરે એવી જાતો વાવવી પડે છે. બે વખત રૂનો ઉતારો લઈ લેતાં ફસલ પૂરી થઈ જવી જોઈએ. અલબત્ત સેંદ્રિય ખાતરો આ સ્થિતિને હળવી કરી આપે છે, એ નોંધતા જવું જોઈએ. ઉત્તર-પશ્ચિમ ભારતની કાંપ-જમીનમાં રૂની ખેતી નહેરનાં પાણીથી કરવામાં આવે છે. તેનાથી જમીન જામી જાય છે. અમેરિકન રૂનાં મૂળ ઊંડાં ન જતાં હોવાથી તે જાત અહીં વધુ ફાવતી નથી. ખાસ કરીને પંજાબમાં રૂનો પાક ઊતરવામાં બહુ મોડું થાય છે; અને ચાર વખત રૂનો ઉતારો લેવો પડે છે. આ જમીનનું દુખ એ છે કે, તેઓ નહેરના પાણીથી Íચાતી હોઈ, તેમની છિદ્રાળુતા ઓછી થઈ જાય છે અને ખાર જામતો જાય છે. એને સહેલો ઉપાય સૂમસનું પ્રમાણ જમીનમાં વધારીને જમીનને સખત જામી જતી અટકાવવાનો છે. કારણ કે, હ્યુમસને લીધે જંતુઓની વસ્તી જમીનમાં વધી જાય છે, અને એમની કામગીરીથી જમીનની છિદ્રાળુતા કાયમ રહે છે. વળી ગુંદરિયા રજકણોની ઉચિત વૃદ્ધિ થવાથી જમીનનાં રજકણો છૂટાં પડી જામી જતાં નથી. વળી ધૂમસ મળવાથી રૂના પાકને લાગતા રોગોનો પણ તે Page #86 -------------------------------------------------------------------------- ________________ પાકને થતા રોગો ૬૯ છેડ સામના કરી શકે છે. એ માટે એ જમીન ઉપર ઢોરઢાંખની વસ્તી પ્રમાણસર જાળવી રાખવી એ અતિ આવશ્યક છે. ૬. ચોખા દુનિયામાં અગત્યનું ધાન્ય ગણાય તે તે ચાખા છે. તેના પાક બધી જાતના રોગોથી મુક્ત હોય છે, એટલે તે આપણને રોગના અટકાવ અંગે ઘણા પાઠ શીખવી શકે તેમ છે. એક તા, જગતના ઘણા મેાટા પ્રદેશોમાં ચાખાનો પાક દર વર્ષે સૈકાંથી, જરા પણ ફેરબદલી સિવાય, લીધા કરવામાં આવે છે. કોઈ વરસ જમીન વાસેલ પણ રાખવામાં આવતી નથી. ઉપરાંત, પાકના ઉતારમાં પણ વધઘટ થતી નથી, તથા જમીનની ફળદ્રુપતા ઘટતી હાવાનું લક્ષણ પણ વરતાતું નથી. બીજું, ચાખાના પાક આમ સતત લીધા કરવામાં આવતા હોવા છતાં દર વર્ષે બહારથી નાઇટ્રોજન-ખાતરો પણ ઉમેરવાં પડતાં નથી, જેમ બીજાં ધાન્યની બાબતમાં કરવું પડતું હાય છે. ચેાખાનાં ખેતરો પેાતાનું ખાતર જાણે પોતે જ મેળવી લે છે. ત્રીજું, ચાખાના પાક ઘણી વાર એક જ વિશાળ સળંગ પ્રદેશ ઉપર છાઈ રહેલો હોય છે. એટલે જંતુ અને ફૂગના રોગોને ફાલવાની સ્વર્ગભૂમિ જ ગણાય. છતાં તે રગોના હુમલા ચેાખાના પાક ઉપર થતા નથી. તે જાણે બધી જાતના રોગોથી મુક્ત છે! આવાં અણચિંતવ્યાં અસામાન્ય પરિણામેાનું રહસ્ય શું છે? આ કોયડાના ઉકેલની દિશામાં પ્રથમ પગલું ભરીએ કે તરત જોવા મળે છે કે, ડાંગરનું ધરુ હંમેશાં ઊંચી, સારા ખાતરવાળી અને સારા પાણવાળી છિદ્રાળુ જમીનમાં વાવવામાં આવે છે. એટલે એમાં ઊગતા છેાડ જાણે સેન્દ્રિયરૂપનાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશના ભંડાર જ બની રહે છે. પછી જ્યારે એ છેડને ઉપાડીને કાદવવાળા કયારડામાં વાવવામાં આવે છે, ત્યારે જુદી જ પરિસ્થિતિમાં તેને નવેસર ઊછરવાનું થાય છે. એનાથી પાક ઊતરવામાં થોડું મોડું Page #87 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા થાય છે; પરંતુ જમીનમાં સીધી વેરેલી ડાંગર કરતાં એને ઉતાર સારો આવે છે. આમ ધરુ વાવીને પછી ઉપાડીને ખેતરમાં વાવવાની રીત ફળ, ચા, કૉફી, કકે, તમાકુ, શાક વગેરેના વાવેતરમાં પણ ફાયદાકારક નીવડે છે. “શરૂઆત સારી એટલે અધું કામ પત્યું જાણવું' – એ કહેવત જેવું આમાં થાય છે. પરંતુ ચોખાને છોડ પોતાની જાતને ખાતર શી રીતે પૂરું પાડે છે? તેનો જવાબ ડાંગરના ક્યારડામાં થતી શેવાળની પરતમાં રહેલી નાઇટ્રોજન પકડવાની શક્તિમાં રહેલો છે. એ પરત ત્રાણ કામ કરે છે: તે ચોખાનાં ખેતરોના પાણીમાં હવા ભેળવી આપે છે, તે વાતાવરણમાંથી નાઇટ્રોજનને ચાલુ પુરવઠો મેળવી આપે છે તથા તે પોતાની પાછળ સેન્દ્રિય ખાતર બનાવનાર પદાર્થ મૂકતી જાય છે. તેમ છતાં એ પરતમાંથી તથા જૂના છોડના મૂળમાંથી મળતા સેન્દ્રિય પદાર્થો ઉપરાંત ઉપરથી ખાતરરૂપે સેન્દ્રિય પદાર્થો ઉમેરવાની જરૂર રહે છે જ. તો ચોખાના પાકને જોઈતું કૉપેસ્ટ કેવી રીતે મેળવવું? જે પ્રદેશમાં ચોખાનો પાક થાય છે, તે પ્રદેશોમાં હ્યાસિંઘ (hyacinth) નામનું પાણીમાં ઊગતું બરૂ પુષ્કળ પ્રમાણમાં થાય છે. કુદરતની તે સ્વર્ગીય ભેટ જ ગણવી જોઈએ. કારણકે, તેમાંથી કૉપેસ્ટ બનાવવા જોઈને અને જલદી માટી થઈ જતે; વનસ્પતિ-જ પદાર્થ મળી રહે છે એટલું જ નહિ પણ, કૉપેસ્ટની પ્રક્રિયા દરમ્યાન જોઈ ભેજ પણ મળી રહે છે. વધારામાં માત્ર ગાયનું છાણ અને મૂત્રમિશ્રિત માટી જોઈએ, જે સ્થાનિક રીતે મળી રહે. બંગાળામાં જો હ્યાસિંઘનું કૉમ્પોસ્ટ બનાવવાની ચળવળ રાષ્ટ્રીય ધોરણે શરૂ કરવામાં આવે, તે ચોખાને પાક મબલખ ઊતરે. જમીનમાંથી છોડને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળી રહે, તો તે છોડ ગમે તેવા રોગરૂપી દુશ્મનને સામને કરી શકે, એ પાઠ મુખ્યત્વે ચોખાને છોડ આપણને શીખવે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ પાને થતા રોગો ૭, ઘઉ ૧૯૦૫ થી ૧૯૨૩ સુધીનાં ૧૯ વર્ષ દરમ્યાન સર આલ્બર્ટ હાવર્ડ ભારતના ઘઉના પાકને જ અભ્યાસ કરતા રહ્યા હતા. ઘઉંને સામાન્ય રીતે ગેરુ (rust)ને રોગ વધુ લાગે છે. પરંતુ ઘઉંની અમુક જાતે ગેરુના ગમે તેટલા હુમલાનો સામનો કરતી માલુમ પડી છે. એટલે યોગ્ય જાત વાવેતર માટે પસંદ કરવી એ મુખ્ય બાબત છે. જ્યાં જમીનની છિદ્રાળુતા ઓછી હોય છે, અને જમીન ઘઉંના વાવેતર માટે અનુકૂળ હોતી નથી, ત્યાં “ઇલવર્મ” ઈયળોને ઉપદ્રવ હોય છે. પરંતુ તેવી જમીનમાં પણ તાજું તૈયાર કરેલું કૉમ્પોસ્ટ ખાતર જમીનમાં પૂરવામાં આવે, તે એ ઉપદ્રવ દૂર થાય છે. છાપરાંના છાજ તરીકે જ્યાં ઘઉંનું પરાળ વાપરવામાં આવે છે, ત્યાં પણ એવો અનુભવ છે કે, કૉપોસ્ટ ખાતરથી પકવેલા ઘઉંના પરાળનું છાજ દશ વર્ષ ટકે છે, ત્યારે કૃત્રિમ ખાતરોથી પકવેલા ઘઉંના પરાળનું છાજે પાંચ વર્ષમાં સડી જાય છે. ૮. દ્રાક્ષ દુનિયાના સૌથી જૂના પાકોમાં એક દ્રાક્ષ છે. એનું વતન મધ્ય એશિયા ગણાય છે. જ્યાં બાહ્ય પરિસ્થિતિ પ્રતિકૂળ હોય છે, ત્યાં કાચના છાજ હેઠળ પણ તેને, હૉલેન્ડની પેઠે, વ્યાપારી ધોરણે પકવવવામાં આવે છે. ૧૯૧૦ થી ૧૯૩૯ સુધી સર આલ્બર્ટ હાવર્ડ એ છોડ અંગે અભ્યાસ કરતા રહ્યા હતા અને તેમાંથી રોગ અને તેની અટકાયત અંગે સારા પાઠો શીખ્યા હતા. એ પાઠોના ત્રણ સ્વતંત્ર વિભાગો કુદરતી રીતે જ પડી જાય છે, અને એ કુમમાં જ તેમને નીચે રજૂ કર્યા છે. (૧) ૧૯૧૦ થી ૧૯૧૮ નાં વર્ષોમાં ઉનાળા દરમ્યાન તેમને હિંદુસ્તાનની પશ્ચિમી સરહદ ઉપર આવેલ કટા-ખીણમાં રહેવાનું થયું હતું. ત્યાંના રણપ્રદેશોમાં સૈકાઓથી મોટા પ્રમાણમાં દ્રાક્ષની ખેતી સફળતાપૂર્વક થતી આવેલી તેમણે જોઈ. બલુચિસ્તાનના કબીલાવાળાઓ, Page #89 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા ખીણપ્રદેશના ઢોળાવવાળા ભાગા જ્યાંથી પાણી બરાબર નીચે વહી જાય છે, તેમને જ દ્રાક્ષની ખેતી માટે પસંદ કરતા. ત્યાંની આંતર-જમીન નીરોગી મૂળ-વિકાસ માટે પૂરતી છિદ્રાળુ હોય છે. ત્યાં દ્રાક્ષને ઊંડી સાંકડી નાળા ખાદીને વાવવામાં આવે છે. એમ ખાદેલી માટી વડે એ નાળાની કિનારી ઉપર અમુક ફૂટ ઊંચી પાળા કરી દેવામાં આવે છે જે ગરમ સૂકા પવનેનું જોર ઝીલી લે છે. એ નાળાની ભેાંયમાં પૂરતા પ્રમાણમાં કાંપેસ્ટ-ખાતર ભરવામાં આવે છે. દ્રાક્ષ વવાઈ રહે એટલે પાણ કરવામાં આવે છે. છેાડ માટા થાય ત્યાં સુધી વરસાદ પડવાના સંભવ હાતા નથી અને નાળામાંથી પાણી બરાબર નીચે ચાલ્યું જતું હાવાથી કોઈ જગાએ પાણીનું કળણ થવાને સંભવ હોતા નથી. નહેરનું પાણી પણ બહુ આપવાની જરૂર હોતી નથી; કારણ કે, ઊંચી પાળેા કરી હાવાથી પાણી જલદી સુકાઈ જતું નથી. આમ ફૂગ અને જંતુના હુમલા માટે જોઈતી બધી પરિસ્થિતિ, અર્થાત વેલાની આસપાસ ભેજવાળું વાતાવરણ, અને નાળામાં હવાની નિયંત્રિત અવરજવર મેાજૂદ હાવા છતાં, કોઈ જાતના રોગા દ્રાક્ષ ઉપર નજરે પડતા ન હતા. ઊલટું તે છેાડનાં પાન અને લાકડું બંને તાકાતભર્યું આરોગ્ય અને સ્વાસ્થ્ય દર્શાવતાં હતાં. દ્રાક્ષના ઉતાર પણ પુષ્કળ થતા હતા; અને તે લાંબા વખત બગડયા વિના રહી શકતી હતી. ઉપરાંત એક જ જાતનું વાવેતર સૈકાંઓથી થતું આવતું હતું. આ લેાકાની બીજી એક નોંધપાત્ર ખાસિયત એ જોવામાં આવી કે, તે બધી જમીન ઉપર દ્રાક્ષનું વાવેતર કરતા નહેાતા. જમીનના અમુક ભાગમાં જ દ્રાક્ષનું વાવેતર કરીને સંતોષ માનતા, અને બાકીની જમીન પડતર રાખતા અથવા તેમાં ઘઉંની ખેતી કરતા. એથી દ્રાક્ષના વાવેતર માટે જોઈતું કૉ પાસ્ટ-ખાતર તેમને મળી રહેતું. ત્યારે યુરોપમાં દ્રાક્ષનું વાવેતર જ્યાં થાય છે ત્યાં જમીનના દરેક ફ્રૂટ દ્રાક્ષના વાવેતર હેઠળ જ મૂકી દેવામાં આવે છે. ખાતરના ઉત્પાદન માટે જરા પણ જમીન ખાલી રાખવામાં આવતી નથી. ७२ Page #90 -------------------------------------------------------------------------- ________________ પાકને થતા રોગો ૭૩ (૨) તેમને બીજો પાઠ આફ્રિકામાં દ્રાક્ષના વાવેતર અંગે મળ્યો – ૧૯૩૩ ની વાંતમાં કેપ કૉલાનીમાં અને ૧૯૩૬ માં આલ્જીરિયા તથા મેારોક્કોમાં. ત્યાં પણ રોગના હુમલા મધ્યમ પ્રમાણમાં થતા જોવામાં આવ્યા. પરંતુ હિન્દુસ્તાનની પશ્ચિમ સરહદ ઉપર છેડનાં પાન અને લાકડાનું જેવું આરોગ્ય જોવા મળ્યાં, તેવું કશું અહીં નજરે પડતું ન હતું. અને તરત જ તેનું કારણ પણ જડી આવ્યું. એ લોકો બધી જમીન ઉપર દ્રાક્ષનું વાવેતર જ કરતા; તેથી કૉ ંપાસ્ટ ખાતર તૈયાર કરવા માટે જરા પણ જમીન બાકાત રહેતી નહીં. દક્ષિણ આફ્રિકાવાળાએ તે તરત એ ભૂલ સુધારી લીધી અને કૉ'પેાસ્ટ ખાતર તૈયાર કરી કરીને દ્રાક્ષના બગીચાને પહોંચાડવા માંડયું; અને તેનાં સુફળ પણ તેમને તરત ચાખવા મળ્યાં. પરંતુ આલ્જીરિયા અને મેારોક્કોમાં તા ાંસના દક્ષિણ ભાગામાં અનુસરાતી પદ્ધતિને જ અપનાવવામાં આવતી હોવાથી, દ્રાક્ષના વાવેતરમાં બરકત આવતી નહોતી. તે વાત ઉપર જ હવે નીચેના ફકરામાં પહેોંચી જઈએ. (૩) સર હાવર્ડને છેલ્લા પાઠ મીડીમાં ૧૯૩૭, ૧૯૩૮ અને ૧૯૩૯ માં મુસાફરી દરમ્યાન શીખવા મળ્યા. ત્યાં ફ઼્રાંસના દક્ષિણ ભાગેામાં અનુસરાતી પદ્ધતિ જ અમલમાં મુકાતી હાવાથી, ફ્રાંસની પદ્ધતિનું નિરીક્ષણ કરવાનું તેમને મળ્યું. પ્રથમ તો કોં પાસ્ટખાતર ત્યાં નહિવત વાપરવામાં આવતું; ભારે ખર્ચે કૃત્રિમ ખાતરો મંગાવવામાં આવતાં અને પછી ઝેરી જંતુનાશક છાંટણાં પણ છેાડને જુદી જુદી ફૂગાના રોગોના હુમલામાંથી બચાવવા માટે એટલા જ ખર્ચે વાપરવામાં આવતાં. આમ કરવા છતાં ખેતીમાં કશી બરકત આવતી ન હતી. ઘણી જગાએ ટ્રેકટરોથી ખેતી કરવામાં આવતી; અને કૃત્રિમ ખાતરોથી દ્રાક્ષ ઉગાડાતી ખરી, પરંતુ તે ખાવા માટે નહીં પણ મેટરોમાં વપરાતા પેટ્રોલમાં ઉમેરવા આલ્કોહાલ બનાવવા માટે જ વાપરવામાં આવતી હતી. એક જ વિસ્તારમાં જ્યાં દ્રાક્ષનું વાવેતર તેની Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ધરતી માતા સાળે કળાએ ફાલેલું નજરે પડયું, ત્યાં તપાસ કરતાં માલૂમ પડયું કે ત્યાં કૃત્રિમ ખાતરો વાપરવામાં આવતાં ન હતાં, પરંતુ ઢોરનું છાણ-મૂત્રનું ખાતર જ વાપરવામાં આવતું. પરિણામે તે દ્રાક્ષના દારૂની ખ્યાતિ પણ સારી હતી. ઉઘાડું છે કે, ટ્રાંસ દેશે પેાતાના ઇતિહાસમાં અમુક કાળે દ્રાક્ષના વાવેતર અંગે ખાટું પગલું ભર્યું અને દ્રાક્ષના વાવેતર અને ઢોરઢાંખ વચ્ચેનું પ્રમાણ ખાઈ નાંખ્યું. ક્રાંતિ પછી શહેરી વિસ્તાર વધતો ગયો તેમ તેમ દ્રાક્ષના દારૂની વધેલી માગને પહોંચી વળવા તેઓએ બધી જમીનને દ્રાક્ષના વાવેતર હેઠળ મૂકી દીધી. છાણિયું ખાતર કે કૉપેાસ્ટ મળવાનું બંધ થયું એટલે કૃત્રિમ ખાતરોના આશરો લઈ, ફૂગ વગેરે જંતુના રોગાને સીધું આમંત્રણ આપ્યું. પછી તો તે રોગા દૂર કરવા ઝેરી છાંટણાંઓના આશરો લેવા પડયા, અને એમ ધીમે ધીમે એમની દ્રાક્ષની ખેતી જે પહેલાં ખૂબ વખણાતી હતી, તે છેક ઊતરતી કક્ષાએ પહોંચી ગઈ. કેળાં વગેરે ફળે પીચ જેવાં કેટલાંક ફળઝાડને બે જાતનાં મૂળ હોય છે : ગરમ ઋતુમાં ઊંડેથી પાણી ખેંચવા ઊંડાં; અને પીચના છેાડ ઊછરતા હોય ત્યારે શરૂઆતની ભેજવાળી જમીનમાં પાણી અને પાષણ મેળવવા સપાટી આગળનાં ટૂંકાં, છેડ મેટા થયે ગરમીની મેાસમમાં પણ ઉપરનાં ટૂંકાં મૂળને પાણી અને ખાતર મળે, તે પીચ ફળની ગુણવત્તા એકદમ સુધરી જાય છે. ગ્વાવાનું ફળઝાડ પણ એ જ જાતનું છે. એનાં ટૂંકાં મૂળને પણ ખાતર-પાણી મળી રહે છે તે તેનાં ફળની જાત સુધરે છે, એટલું જ નહિ પણ, તે રોગાના પ્રતીકાર પણ સહેલાઈથી કરી શકે છે. કેળાંના વાવેતરના અનુભવ પણ એમ જ જણાવે છે કે, કૉ પાસ્ટ પૂરતું આપવામાં આવે, તે કેળાંનેા ઉતાર તથા ગુણવત્તામાં આશ્ચર્યજનક વૃદ્ધિ થાય છે. વેસ્ટ ઇંડિઝ અને મધ્ય અમેરિકામાં જ્યાં પર્ગતીય વિસ્તારના ઢાળ ઉપરનાં વિશાળ જંગલા કાપી નાખી કેળાંનાં Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૫ પાકને થતા રે ગો ખેતર કરવામાં આવ્યાં છે, ત્યાં શરૂઆતમાં જંગલનું ભેગું થયેલું સૂમસ જમીનમાં મોજૂદ હતું ત્યાં સુધી ફળને ઉતાર સારો આવ્યો. પણ જેમ જેમ હ્યુમસ થતું ગયું, તેમ તેમ ફૂગના રોગોએ દેખા દીધી અને ભારે ઉપદ્રવ મચાવ્યો. ઉપરાંત આધુનિક બગીચામાં ઢોરઢાંખની જગા રાખીને મોટા પ્રમાણમાં કૉપસ્ટ મેળવવાની સગવડ પણ હોતી નથી. દક્ષિણ રહોડેશિયામાં એક બગીચાવાળો પોતાનો અનુભવ નોંધતાં કહે છે કે, દક્ષિણ રહેડેશિયામાં કેળાંને કમાઉ પાક ગણવામાં આવતો નથી. ચાર વર્ષ સુધી હું પણ કૉપોસ્ટ વાપર્યા વિના મહેનત કરતો રહ્યો. પણ પછી મેં કૉપોસ્ટ વાપરવા માંડ્યું એટલે દર વર્ષે છોડ મોટા થતા ગયા, અને ઉમે પણ મોટી થવા લાગી. અત્યારે હવે ૨૦૦ મોટાં કેળાંની લૂમ એ તો મારા બગીચામાં સામાન્ય વસ્તુ બની ગઈ છે. ત્યાં જ એક બીજો બગીચાવાળો જણાવે છે કે, હું મોટી કંપનીઓમાંથી એકની નારંગીની વાડી જોતો આવ્યો છું. તે ૨૦ વર્ષ જૂની છે. તેને માટે સલ્ફટ ઑફ એમોનિયાના મોટા પ્રમાણવાળાં કૃત્રિમ ખાતરોનું પુષ્કળ ખર્ચ કરવામાં આવતું હોવા છતાં એ બગીચે બરબાદ થવા બેઠો છે. ઝાડનો મોટો ભાગ સૂકાં લાકડાં જ હોય છે અને ફળોનો ઉતાર નફાકારક હોતો નથી. પરંતુ એ જ વિસ્તારના બીજા એક બગીચામાં સેંદ્રિય ખાતરો વાપરવામાં આવતાં હોઈ, તે હજુ આબાદ દશામાં છે. ત્રીજા એક બગીચામાં કૃત્રિમ ખાતરો વાપરવામાં આવતાં હતાં. પરંતુ પછી ઝાડને ચાર ફૂટ જેટલાં રાખી, ઉપરથી છટણી કરી નાખીને કૉપોસ્ટ ખાતર આપવા માંડ્યું, એટલે હવે એ ઝાડ મજબૂત અને નીરોગી બનતાં ચાલ્યાં છે. સ્ટ્રોબેરીની બાબતમાં એક અખતરે એવો કરવામાં આવ્યો કે, એક જ બગીચામાં કોં પેસ્ટ ખાતર ભરીને એક બાજુ વાઇરસનો રોગ લાગુ પડયો હોય તેવા છોડ વાવવામાં આવ્યા; અને બીજી બાજુ એવો રોગ લાગુ ન પડ્યો હોય તેવા છોડ વાવવામાં આવ્યા. તો નીરોગી Page #93 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા છોડવાઓને પાસેના છોડવાઓને વાઇરસ-ચેપ લાગુ તે ન પડયો એટલું જ નહિ પણ વાઈરસ લાગુ પડેલા છોડ પણ સુધરવા માંડ્યા, અને તેમને સારો પાક ઊતરવા માંડ્યો ! આમ વાઇરસનો ચેપ એ બહારથી આવતો પ્લેગ નથી, પણ જમીનનાં આરોગ્ય અને પુષ્ટિને જ સવાલ છે. જમીનને યોગ્ય ખાતર મળી રહે તે આવા રોગો લાગુ પડતા જ નથી. ઝેરી જંતુનાશક છાંટણાં ફળ-ઝાડના રોગો ઉપર છાંટતી વખતે એ વિચાર પણ કરવાની જરૂર છે કે, એ ફળ ખાનાર માણસો ઉપર તથા પાકને મદદ કરનાર (મધ-)માખે અને અળસિયાં ઉપર તેમની શી અસર થશે. ૧૦. તમાકુ તમાકુને પાક પણ સારો લેવો હોય તે તેના ધરુને ફળદ્રુપ અને સારી ખાતરવાળી જમીનમાં વાવવું. એટલે એ ધરુ જ એવું શક્તિશાળી થશે કે પછી જ્યારે તેને ઉપાડીને સેન્દ્રિય ખાતર પૂરેલાં ખેતરમાં વાવવામાં આવશે, ત્યારે તે એવાં ફાલશે કે જોઈને નવાઈ પામી જવાશે; તથા રોગનું તો નામનિશાન નહિ રહે. ૧૧. કઠોળ અખતરા અને અનુભવ ઉપરથી જણાયું છે કે, જે જમીને છિદ્રાળુ હોય છે. તથા તેથી જે છોડ ટૂંકાં સપાટી પાસેનાં જ મૂળ નાખે છે, તે છોડ રોગમુક્ત રહે છે. પણ જમીનની છિદ્રાળુતા ઓછી હોવાથી જે જમીનમાં છોડને ઊંડાં મૂળ નાખવાં પડે છે, તે પાક ઉપર રોગોનો હુમલો થાય છે. ઇંદર ભણી લીલા ખાતર તરીકે વાપરવા શણના છોડ ઉગાડવામાં આવે છે. લેખકે તેનાં બી મેળવવા છોડને ખેડી ન નંખાવ્યા પણ રહેવા દીધા. પરંતુ ઊબ વળી જવાથી છોડને બી બાઝયાં જ નહિ. પછી લેખકે બીજે વર્ષે કૉપોસ્ટ ખાતર વાપરીને એ જ છોડ વાવ્યા, તે બિયાંને મબલખ પાક મળ્યો. Page #94 -------------------------------------------------------------------------- ________________ પાકને થતા રે કઠોળના પાક માટે પણ એ જ નિયમ લાગુ પડે છે : કૉપેસ્ટ ખાતર વાપરવામાં આવે, તે જરૂર સારું પરિણામ આવે. ૧૨. બટાટા બટાટાના પાકની બાબતમાં, વધારે પડતા પાણીથી જમીન જામી જઈ તેની છિદ્રાળુતા જ્યાં ઓછી થઈ જાય, ત્યાં તે પાકની ચીરો કરીને સૂકવો તે તે કાળી પડી જાય છે. પહેલાં જ્યાં ઘાસનું બીડ હોય અને તેથી જમીનમાં સૂમસ પૂરતા પ્રમાણમાં હોય, ત્યાં બટાટાની ખેતી શરૂ કરવામાં આવે છે, તો એકર દીઠ ૨૫ ટન જેટલો પાક ઊતરે છે. પણ જેમ જેમ જમીનમાં સૂમસ ઘટતું જાય છે, તેમ તેમ સુપર ફૉફેટ ખાતર વાપરી પાકનો ઉતારો કાયમ રાખવા પ્રયત્નો શરૂ થાય છે. પછી પાકને સળો પડવા લાગે એટલે ઝેરી છાંટવું છાંટવાનું શરૂ થાય છે. ધીમે ધીમે એ છાંટણાંનું પ્રમાણ વધતું જઈ, એકરે ૧૫ ઇંદ્રવેટ જેટલું અને તેથી પણ વધુ થઈ જાય છે. એટલે બટાટાના રોગનું કારણ ખરી રીતે જમીનની ફળદ્રુપતા ઘટતી જવી એ છે. જે ખેતરોમાં કૉપોસ્ટ ખાતર વાપરવામાં આવે છે, તે ખેતરોમાં સળાનો રોગ દેખા દેતો જ નથી, અને ત્યાં ઝેરી છાંટણાં પણ વાપરવાં પડતાં નથી. કેટલાક ભાગોમાં “ઇલવર્મ' નામનું ઇયળ જેવું જંતુ છોડનાં મૂળ ઉપર હુમલો કરે છે અને છોડને વધવા દેતું નથી. એ જમીનમાં ઘૂમસનું પ્રમાણ ઘટી જતાં ગુંદરિયા રજકણો નાશ પામી જઈ, જમીન જામી જાય છે અને જમીન ઉપર ભૂરાં અને રાતાં કુંડાળાં નજરે પડે છે. વારંવાર કૃત્રિમ ખાતર આપ્યા કરવાને લીધે આ પરિણામ અચૂક આવે છે, એ ઇલવને કેમ મારી નાખવો એનું સંશોધન વૈજ્ઞાનિક કરવા માંડે છે તથા છોડને એ રોગનો પ્રતીકાર કરવા ઉત્તેજિત કરવા કૃત્રિમ ખાતરો પીરસાય છે. પરંતુ જે એકમાત્ર સાચી રીત તે જ અજમાવવામાં આવતી નથી. ખરી રીતે ખેતીની જમીન અને ઢોરઢાંખની સંખ્યા Page #95 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા વચ્ચેનું પ્રમાણ ઘટી જવાથી આ પરિસ્થિતિ ઊભી થાય છે, અને પછી રાસાયણિક ખાતરો વડે એને ઉપાય કરવામાં આવે છે એનું જ પરિણામ આ રોગ છે. સેંદ્રિય ખાતરનું પ્રમાણ જમીનમાં વધારવામાં આવે, તે આ વૈજ્ઞાનિક જંજાળમાં ફસાવું જ પડતું નથી. ઢોર-ઢાંખને થતા રે * મીન નીરોગી અને ફળદ્રુપ હેય, તે તેના ઉપર થત પાક નીરોગી અને પુષ્ટિકારક હોય; તથા પાક નીરોગી અને પુષ્ટિકારક હેય, તે તેને ખાનાર પ્રાણીઓ પણ નીરોગી અને પુષ્ટ બને” – એ પિતાને સિદ્ધાંત ચકાસી જોવા સર આલબર્ટ હાવર્ડ આ પ્રકરણમાં કેટલાય પ્રયોગ તથા અનુભવના નામ-ઠામ સાથે દાખલા ટાંકે છે. આપણે એ દાખલાઓની પ્રમાણભૂતતા તપાસવા બેસવાની જરૂર ન હોઈ, તે જે નિર્ણય ઉપર પહોંચે છે, તે ટાંકીને જ સંતોષ માનીશું. પુસાને પોતાને અનુભવ ટાંકીને તે જણાવે છે કે, ઢોર-ઢાંખના રોગચાળા જયારે આજુબાજુ ફાટી નીકળતા અને મોંના તથા ખરીના રોગોથી સંખ્યાબંધ ઢોર મરણ પામતાં, ત્યારે પુસા એસ્ટેટમાં રાખવામાં આવતાં ઢોર-ઢાંખને પણ એની અસર પહોંચતી. તે પોતે ખેડૂત કુટંબમાંથી ઊતરી આવેલા હોઈ, આ બધી બાબતોના ખૂબ અનુભવી હતા. તેથી તેમણે બળદની પસંદ કરેલી જાતની છ જોડી પિતાના અખતરા માટે પોતાના કબજામાં અલગ રાખી. સારા હવા-ઉજાસવાળા ઢાળિયામાં તે બળદોને રાખવામાં આવ્યા. તે ઢાળિયામાં ફરસબંધી કરાવવાને બદલે માટીનું જ ભોંયતળ કાયમ રાખ્યું. તેમને માટે પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરીને સૂમસ ભરેલી જમીનમાં ઊગતું પુષ્ટિકારક ખડ તથા ધાને તેમને આપવા માંડ્યું, તથા માર્ચ ૮ મીથી જૂન ૧૫ મી સુધી Page #96 -------------------------------------------------------------------------- ________________ ઢોર-ઢાંખને થતા રોગો Ge ગરમીના ૧૦૦ દિવસ દરમ્યાન પણ લીલા ચારો તેમને મળ્યા કરે તે માટે સીલા* તૈયાર કરાવ્યું. ફરસબંધીવાળી જમીન ઢોરની ફાટેલી ખરીઆને ગોઠતી આવતી નથી; પરંતુ ત્રણ ત્રણ મહિને તેમના પગ નીચેની માટી બદલાવતા રહીએ અને છાણ-મૂત્રથી તર થયેલી એ માટીને કૉપેાસ્ટ ખાતર બનાવવાના ઉપયેાગમાં લઈએ, તા ઢોરની અનુકૂળતા અને આરોગ્ય સચવાવા ઉપરાંત આપણને પણ કૉ પાસ્ટ માટેની સામગ્રી મળી રહે. આટલું કર્યા બાદ તેમણે પુસામાં ચેપી રોગાથી ઢોરોને બચાવવા માટે રસી મૂકવા આવતા ઢોર-દાકતરોને સમજાવીને પેાતાના બળદોને રસી ન મૂકવા દીધી. બહાર રોગ-ચાળા ચાલતા હોવા છતાં તે બળદોને કોઈ રોગ લાગુ ન પડયો. તેમને જે બીડ ઉપર ચેપ લાગેલાં ઢોર ચરતાં હતાં તે બીડ ઉપર પણ લઈ જવામાં આવ્યા. અને પછી * ઢાર-ઢાંખને ઉનાળાના દિવસેામાં પણ લીલા ચારા મળતા રહે તે માટે સીલેાના ખાડા બનાવવાની અને તેમાં મેાસમમાં બાજરીના કે તેવા બીજા લીલા ઊભા છેાડને કાપીને સંઘરવાની રીત આ પ્રમાણે છે : ચાર ફૂટ ઊંડા ખાડા ખેાદવા અને તેમની બાજુએ અંદર ઢાળ પડતી બનાવવી. પછી આજુબાજુની જમીનમાંથી હવા અંદર ન ધૂસે માટે ખાડાની ચારે બાજુઓને જાડા, ભીનેા માટીની ગારને લેપ કરવા. પછી બાજરીના લીલા ઊભા છેાડ કાપીને તૈયાર રાખ્યા હોય, તેમના નાના ટુકડા કરીને ખાડામાં ભરતી વખતે પાણીના છંટકાવથી તેમને ભીના કરવા, એક દિવસમાં જ આ કામ પૂરું થાય એમ બધુ ગેાઠવવું જોઈએ. પછી ખાડા ભરાતાં ઉપરના ટેકરાનું કેન્દ્ર ખેતરના જમીનતળી ૧૮ ઇ.ચ જેટલુ ઊ'ચુ' થાય, ત્યાર બાદ તેના ઉપર સૂકુ ધાસ – પરાળ છાઈ દેવું. પછી તેના ઉપર એક ફૂટ માટી ભરવી. એ માટીના થર ઉપર કેટલાક ભારે પથ્થ ગેાઠવવા. આ એક ખાડામાં ચાળીસ બળદ માટે ૧૪ દિવસ ચાલે તેટલું સીલા સ`ધરાય. તેવા સાત ખાડા કર્યા હાય, તેા ૧૦૦ દિવસ માટેના લીલા ચારાની જોગવાઈ થઈ જાય. ઉનાળામાં જ્યારે આ ખાડા ખેાદી અંદરનું સીલા કાઢવામાં આવે છે, ત્યારે તે લીલુ જ હાય, છે અને ઢાર તેને હાંસથી ખાઈ જાય છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા તે તેમને ચેપ લાગેલાં ઢોરની એટલી નજીક બાંધવામાં આવ્યા કે જેથી તેઓ પોતાનાં મેં એકબીજાને રગડી શકે. તેમ છતાં મોંના રોગોને ચેપ આ બળદોને ન લાગ્યો. ઢોરને થતા ના અને પગના રોગો વાઇરસના રોગો ગણાય છે. પરંતુ તે પણ ઢોરઢાંખને પૂરતા પોષક આહાર ન મળવાનું જ પરિણામ છે, એમ લેખક પોતાના અનુભવોને આધારે ભારપૂર્વક જણાવે છે. કૃત્રિમ ખાતરોવાળી જમીનમાં ઊગેલો ચારો કે ધાન વગેરે ખાનારાં ઢોરને એ રોગ વહેલો થવાનો સંભવ છે, એમ પણ તે નોંધતા જાય છે. બીજો એક અનુભવ તે એ નોંધે છે કે, ફળદ્રુપ જમીનમાં પકવેલું ધાન ઢોર હસે હોંસે ખાય છેએટલું જ નહિ પણ, બીજા ધાન કરતાં ઓછું ખાય તે પણ તે બરાબર ધરાઈ જાય છે. પરિણામે અનાજને પંદર ટકા જેટલો બચાવ થાય છે. મરઘા-બતકાંને ફળદ્રુપ જમીનમાં પકવેલું અનાજ આપવામાં આવે છે, તો નાનાં બચ્ચાંની મરણસંખ્યા ૪૦ ટકાથી ઘટીને ૪ ટકા થઈ જાય છે. ભંડોને એ અનાજ ખાવા મળતાં તેમને કર (scour) રોગ દૂર થઈ જાય છે. ઘડા અને ગાયોને પ્રસૂતિ વેળા જે મુશ્કેલીઓ પડે છે, તે પણ આ અનાજ ખાવાથી પડતી નથી. વૈજ્ઞાનિકો વધુ અનાજ કેમ કરીને ઊતરે એની તરખટમાં જ રહે છે. પણ એ અનાજ ગુણવત્તામાં કેવું થાય છે, અર્થાત્ તે અનાજ ખાનાર ઢોર-ઢાંખ તથા માનવ પ્રાણીઓ ઉપર તેની કેવી અસર થાય છે, તે વિચારવા કે તપાસવા થોભતા નથી, આંકડાશાસ્ત્રીઓ પણ એકર દીઠ ઉતારો તથા તેને વેચતાં થતી આવકના જ આંકડા માંડ્યા કરે છે; પણ પ્રાણીઓના આરોગ્ય ઉપર અને કોમના આરોગ્ય ઉપર તેમની શી અસર થાય છે, તેનું લેખું માંડતા નથી. પિષક અને નીરોગી આહાર પસંદ કરવાની ઢોર-ઢાંખમાં જે સાહજિક વૃત્તિ રહેલી છે, તે વૈજ્ઞાનિકોનાં સંશોધનો કરતાં જરાય ઊતરતી નથી, એવો પુરાવો મોટા પ્રમાણમાં ભેગો થતો જાય છે. બે Page #98 -------------------------------------------------------------------------- ________________ ઢેર-ઢાંખને થતા રે જાતનાં ઘાસમાંથી ઢોર જે ઘાસ ખાવાનું પસંદ કરે, અને જે ઘાસ તરફ મેં પણ ન માંડે, તેમનું પ્રયોગશાળામાં પૃથક્કરણ કરાવવામાં આવતાં, જે ઘાસ ઢોર-ઢાંખ પસંદ કરતાં તે વધુ નીરોગી અને પુષ્ટિકારક માલૂમ પડ્યું હતું. કૃત્રિમ ખાતરોવાળી જમીનમાં ઊગેલું ઘાસ ઢોર-ઢાંખ હંમેશાં નાપસંદ કરતાં. બીજા એક દાખલામાં કૃત્રિમ ખાતરો વાપરવામાં આવતાં હતાં તે ખેતરમાં ઊગેલા બટાટા બાફીને પાળેલી બિલાડી આગળ ધરવામાં આવ્યા, તે તેણે ધરાર ન ખાધા, પરંતુ છાણિયા ખાતરવાળાં ખેતરોમાં ઉગાડેલા બટાટા બાફીને આપવામાં આવ્યા, તે તે તરત ખાઈ ગઈ. સ્કૉટલૅડના એક ખેડૂતે પોતાનાં ખેતરોમાંના એકમાં કૃત્રિમ ખાતરો નાખી ઘઉંનો નમૂનો વાવ્યો, અને બીજા એકમાં છાણિયું ખાતર નાખીને. પછી તેને વિચાર આવ્યો કે આ બે જાતના ઘઉંમાંથી કયા સારા ગણાય તેની પરીક્ષા શી રીતે કરવી? પરંતુ તેના કોઠારમાં પેસી જઈ ઉદરડાઓએ તેને જવાબ આપી દીધો.- છાણિયા ખાતરવાળી ઢગલી તેઓએ સાફ કરી નાખી, અને કૃત્રિમ ખાતરવાળી ઢગલીને અડ્યા પણ નહિ! બીજા એક ખેતરમાં એક ખેડૂતે પોતાના વાડામાં કૃત્રિમ ખાતર વાપરીને ચરાણ માટેનું ઘાસ વાવ્યું. જ્યારે તે તૈયાર થયું, ત્યારે પોતાની ગાયોને એ વાડામાં પેસાડવા તેણે એક નોકર અને કૂતરાની મદદ લીધી, પણ ગાયો એ વાડાનું ઘાસ ખાવા અંદર પેઠી જ નહિ, ધ૦ – Page #99 -------------------------------------------------------------------------- ________________ જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય ગયાં બે પ્રકરણમાં જમીનની ફળદ્રુપતા અને તેમાં થતા પાક અને તેને ચરનાર ઢોરના આરોગ્ય વરઘેનો સંબંધ આપણે જોઈ આવ્યા. પરંતુ જમીનની ફળદ્રુપતા અને માનવ આયોગ્ય વચ્ચેનો સંબંધ એવી સીધી રીતે આપણે ભાગ્યે બતાવી શકીએ. કારણ કે, માણસ જમીનના કઠણ પડ ઉપર થતો પાક જ ખાઈને જીવે છે એવું નથી. તે દરિયાની, નદીઓની તથા જંગલોની પેદાશ ખાઈને પણ જીવે છે, જ્યાં કૃત્રિામ ખાતરોની કશી અસર ખાસ પહોંચતી નથી.* ઉપરાંત, માણસોને કંઈ ઢોરની પેઠે અખતરો કરવા ખાતર લાંબો વખત એક જગાએ એકઠાં રાખી શકાય નહિ વળી માણસે – અને આધુનિક સુધરેલા માણસે ખાસ કરીને - પાક જેવો ખેતરમાંથી આવે છે તેવો જ ઉપયોગમાં લેતા નથી. જેમ કે, ઘઉં – ડાંગર વગેરે ધાન્યોનાં ઉપરનાં પોષક બધાં પડ કાઢી નાખી, સફેદ રોટી, તથા પૉલિશ કરેલા ચોખા તેઓ ખાય છે. વળી દૂધ – શાક – ફળ વગેરે તાજાં જ ખાય છે એમ નથી, હવે તે પાશ્ચરાઈઝ કરેલું દૂધ, તથા ફ્રીઝમાં નાખેલાં કે પ્રિઝરવેટિવોમાં નાખીને પૅક કરેલાં શાક-ફળ મહિનાઓના મહિનાઓ પછી ઉપયોગમાં લે છે. તે બધાની * પરંતુ હવે ડી. ડી. ટી. વગેરે જંતુનાશકની અસર દરિયા કિનારે તથા નદીમાં પણ પહોંચે છે અને એ માછલાં વગેરે પેદાશ ખાઈને ડી. ડી. ટી. માનવ શરીરમાં પાછું આવી સંધરાય છે, તથા તેનો માટે ખતરો અમેરિકા-ભારત વગેરે દેશના માનવા માટે ઊભે થયો છે, એ માહિતી તાજેતરમાં બહાર આવી છે. – સંપા Page #100 -------------------------------------------------------------------------- ________________ જમીનની ફળદ્રુપતા અને માનવ આરેગ્ય જે અસર થતી હોય, તે છાણિયા ખાતરોથી પેદા થયેલા પાકની કે કૃત્રિમ ખાતરોથી પેદા થયેલા પાકની માનવ આરોગ્ય ઉપર થતી અસરમાંથી કેવી રીતે બાદ કરવી કે ઉમેરવી, એ કલ્પી શકાતું નથી. તેમ છતાં, અમુક સંજોગાવશાત્, અમુક સંખ્યામાં માનવપ્રાણીને એક જગાએ લાંબા વખત એકઠાં રહેવાનું બને છે તે વખતે, તેમના ઉપર અમુક નિયત આહારોની થતી અસરો નોંધી શકાય છે. તથા આ પ્રશ્નમાં રસ લેનારા કેટલાક પ્રતિષ્ઠિત નિષ્ણાત એવા ઊભા થયા છે તથા ઊભા થતા જાય છે, જે જ્યાં ત્યાંથી આવા પુરાવા મળે તે ભેગા કરી પુસ્તકોમાં, સામિયકામાં કે બીજાં ચોપાનિયાં રૂપે પ્રકાશિત કરે છે. એ રીતે આ પ્રશ્ન અંગે જેને વિચાર કરવે હેાય તેને માટે પૂરતું સહિત્ય ભેગું થયું છે. પરંતુ આપણે નવા સુધરેલા કહેવાતા માનવીએ, આપણા આરોગ્યની પંચાત દાકતરો, વૈજ્ઞાનિકો અને હેલ્થ ર્મિનસ્ટર તથા તેના ખાતાને જ સાંપી દીધી હાવાથી, આ અગત્યની બાબતમાં પે।તે વિચાર કરવાનું કે તપાસ કરવાનું છેડી દીધું છે. અને દાકતરોને તથા વૈજ્ઞાનિકોને તે રોગના ઉપચારની બાબતમાં જ એટલી પ્રતિષ્ઠા, એટલા પૈસા તથા એટલું કામ મળતું હાય છે કે, એ રોગ શાથી ઉત્પન્ન થાય છે તથા તેમને ઉત્પન્ન થતા જ શી રીતે રોકી શકાય એ પંચાતમાં પડવાનું તેમને ગમતું કે પાલવતું નથી. કારણ કે એમ કરવા માટે તેમને છેક ખેતરો અને જંગલેા સુધી પહોંચવું પડે; અરે જમીનના હળની અંદર સંશાધન કરવું પડે! એમને શહેરોમાં આવેલી સુસંપન્ન પ્રયોગશાળાઓ, હૉસ્પિટલો કે તેમનાં મબલખ સાધનો છાડી ધૂળ-કાદવ કે છાણ-મૂત્ર ફીંદવાનું શી રીતે ગમે કે પાલવે ? આમ માનવ આરોગ્યની બાબતમાં જ સુધરેલા કહેવાતા માનવની બેદરકારી આશ્ચર્યજનક છે. કારાકોરમ પર્વતના મધ્યમાં, અને કાશ્મીરની ઉત્તરે આવેલી હુંઝા ખીણના લાકેનો દાખલેા પહેલા સ્ફુરી આવે છે. તે ખીણની પશ્ચિમે અફઘાનિસ્તાન, ઉત્તરે રશિયન પામીર, અને પૂર્વમાં ચાઇનીઝ તુર્કસ્તાન Page #101 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા છે. ત્યાંના લોકોના નોંધપાત્ર આરોગ્યની બાબતમાં ઘણા અહેવાલ પ્રસિદ્ધ થયા છે. ગિલગિટ એજંસીના એક વખતના મેડિકલ ઓફિસર મેંક કૅરિસને પિટ્સબર્ગમાં આપેલા એક વ્યાખ્યાનમાં નીચેના શબ્દો તે લેકો માટે વાપર્યા છે: “મારા એ લોકોના સહવાસ દરમ્યાન તેમને મરડો, જઠરનાં ચાંદાં, એપેન્ડીસાઈટીસ, કેન્સર વગેરે રોગો થયેલા મેં જાણ્યા નથી. તેમનાં આંતરડાંને થાક, ચિંતા, કે શરદીની અસર થયેલી મેં જોઈ નથી. એમનું ઝગારા મારનું આરોગ્ય જોયા પછી, આપણી સુધરેલી પ્રજામાં એ બધા રોગોની તકલીફને કારણે થતાં રુદને સાંભળી સાંભળીને મને ખેદ થાય છે.” હુંઝા ખીણના લોકોનું એ આરોગ્ય તેમની ખેતીની પદ્ધતિને આભારી છે. તેઓ વનસ્પતિને, પ્રાણીઓનો અને માનવોને બધો કચરો તથા મળ કાળજીથી જમીનમાં પાછો વાળે છે. એ લોકોનાં અગાશીબંધ ખેતરોને જે પાણી પાવામાં આવે છે, તે પણ અલ્ટરના હિમપ્રદેશમાંથી સરતી નદીનું જ આવતું હોઈ, તેમાં ખનિજ દ્રવ્યોવાળો કાંપ પુષ્કળ હોય છે. આ કારણે જમીનમાંથી વપરાઈ જતાં ખનિજ દ્રવ્યો વરસોવરસ ભરપાઈ થતાં રહે છે. બીજો એક જૂને દાખલો જે ધાયેલો યાદ આવે છે, તે સિંગાપરના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે કામે લગાડેલા મજૂર-દળને છે. એ મજૂર-દળ ૫૦૦ તામિલ કુલીઓનું બનેલું હતું. તે દળને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સિંગાપોર ટાપુના જુદા જુદા ભાગોમાં કામે લગાડવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડ બીજા વિશ્વયુદ્ધમાં ભળ્યું એટલે સિંગાપોરના હેલ્થ ઑફિસર ડૉ. જે. ડબલ્યુ. શાફે આરોગ્ય વ્યવસ્થાના કામે લગાડેલાં પિતાનાં એ માણસોને માટે ૪૦ એકર જમીન જુદી કાઢી આપી. શરત એ હતી કે, તેમણે કૉપોસ્ટ ખાતર તૈયાર કરી એ જમીનમાં પૂરતા રહેવું અને એમાં વાવેલાં શાકભાજી તથા ફળ પોતે તથા પોતાનાં કુટુંબીઓ માટે જ વાપરવાં-બહાર કોઈને વેચવાં નહિ. સ્થાનિક ખેતીવાડી ખાતાએ પોતાના ઇન્સ્પેકટરો અને સ્ટાફનાં માણસોને, કેવી રીતે Page #102 -------------------------------------------------------------------------- ________________ જમીનની ફળદ્રુપતા અને માનવ આરેગ્ય ૮૫ શાક-ભાજીની ખેતી કરવી તે તેમને શીખવાડવા મોકલી આપ્યાં. તેઓએ દરેક મજૂર-વસાહતમાં જઈ, એ લોકોને શાકભાજી કેમ રાંધવાં તેનું પણ નિદર્શન કર્યું. મોટા જથામાં કોં પેસ્ટ તૈયાર કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું અને લડાઈની શરૂઆતમાં જ ૧૦૦૦ ટન કૉપસ્ટનો જથો તૈયાર થઈ ગયે. પછીના મહિનાઓમાં મજૂર-દળનાં માણસોની શરૂઆતની ઉપેક્ષા અને બેદરકારી દૂર થઈ ગઈ અને તેને સ્થાને ઉત્સાહ અને ખંત નજરે પડયાં. જે લોકો સારાં શાકભાજી પકવે તેમને ઇનામ આપવાનું પણ શરૂ કરવામાં આવ્યું. પકવેલાં શાકભાજીનાં પ્રદર્શન પણ યોજવામાં આવ્યાં. પહેલાં વર્ષ પૂરું થવા આવ્યું તેવામાં જ એ મજૂર-દળનાં માણસોનાં શરીરમાં વધેલી રોગપ્રતીકાર-શક્તિ અને આરોગ્ય સ્પષ્ટ વરતાવા લાગ્યાં. નબળાઈ અને માંદગીનું તે નામનિશાન ન રહ્યું અને યુદ્ધને કારણે વધી ગયેલા કામકાજનો બોજો પણ તે માણસો સહેલાઈથી ઉઠાવી શક્યા. પછી જો કે જાપાનનો કબજો થતાં એ અખતરાની વધુ વિગતે કે આંકડા નેધવાના રહ્યા નહિ. પરંતુ એ મજૂરોનાં બૈરાં-છોકરાંના આરોગ્યમાં પણ થયેલો નોંધપાત્ર સુધારો ઉઘાડો દેખાઈ આવતો હતો. રહોડેશિયામાં મોટા પ્રમાણમાં અખત્યાર કરવામાં આવેલો બીજો એક દાખલો પણ નોંધપાત્ર છે. બ્રિટનને લડાઈની તૈયારીઓ માટે તાંબાની જરૂર હતી. તેના સામ્રાજ્યમાં, ઉત્તાર રહોડેશિયામાંથી તાંબું મળી શકે તેમ છે, તેવી ભાળ મળતાં, વડા પ્રધાને લૉર્ડ ગેડિઝને એ કામ સોંપ્યું. પરંતુ જે ભાગમાં તાંબાની ખાણોની શોધખોળ તથા કામકાજ કરવાનું હતું, તે ભાગ નિર્જન હતે. આફ્રિકને પણ તે ભાગમાં રહેતા ન હતા, કારણ કે ઊંઘતી માંદગી, મલેરિયા અને બીજા ઉષ્ણકટિબંધમાં જોવા મળતા Page #103 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા રોગને કારણે તે કટિબંધના મધ્યમાં આવેલ મોટા જંગલ-પ્રદેશોમાં માનવ વસવાટ અશક્ય બની રહે છે. એટલે એ પ્રદેશોમાં તાંબાની ખાણોનું કામકાજ શરૂ કરવા માટે પ્રથમ તો એ રોગોના જ નિરાકરણને વિચાર કરવાને રહ્યો. હવે દાક્તરી ઉપચારની ઘણી શાખાઓ છે. પ્રથમ તે રોગને જ ઉપચાર કરતી (curative) શાખા. તે પ્રથમ રોગનું સ્વરૂપ નકકી કરે છે, અને પછી તે રોગને ભેગ બનેલાની દવા વિચારે છે. બીજી શાખા છે, રોગને થતે જ અટકાવવાનું વિચારનારી (Preventive) શાખા. તે મોટા માનવસમાજને નીરોગી કેમ રાખવો તેના પ્રશ્નોમાં ઊતરે છે. ત્રીજી છે, ઉષ્ણકટિબંધમાં થતા રોગોનો ઉપચાર વિચારનારી (Tropcial) શાખા; તેને ઝોએલજી (પ્રાણીવિજ્ઞાન) નું જ સંતાન ગણવી જોઈએ, કારણ કે, તે એ પ્રદેશમાં રહેતાં જંગલી પ્રાણીઓને અભ્યાસ કરે છે. અને આ બધી પછી આવે છે રચનાત્મક ઉપચારની (Creative) શાખા. એને વિષે ઘણા ઓછા લોકો કશું પણ જાણતા હોય છે. રોગોને કારણે નિર્જન બની ગયેલા ઉત્તર રહોડેશિયાના પ્રદેશમાં એ બધી પદ્ધતિઓ કામે લગાડવી પડે તેમ હતું. તેમ છતાં મુખ્ય ભાર રચનાત્મક પદ્ધતિ ઉપર જ મૂકવામાં આવ્યો. અર્થાત ત્યાં કામ કરવા જનારા લોકોને નીરોગી ખોરાક પૂરો પાડવાની વાત ઉપર. તે લોકોને શ્રેમસથી લથપથ એવી ફળદ્રુપ જમીનમાં પકવેલો અને તેથી જીવન-શક્તિથી ઊભરાતે આહાર જ પૂરો પાડવામાં આવ્યો. ત્યાંની જમીનને ખૂબ હ્યુમસ-ભરપૂર બનાવવા સેંદ્રિય ખાતર પુષ્કળ પ્રમાણમાં ઉમેરવામાં આવ્યું. પંદર વર્ષમાં તે તે ભાગમાંથી રોગચાળાનું નામનિશાન નીકળી ગયું; અને એ ભાગ આરોગ્યધામ ગણાવા લાગ્યો. ત્યાં નબળી તબિયતના લોકો તબિયત સુધારવા આવવા લાગ્યા! આ દાખલો એ મુખ્ય વાત જ સિદ્ધ કરી આપે છે કે, લોકોનું આરોગ્ય અર્થાત રોગમુક્તિ તેઓ કેવો આહાર લે છે, તે ઉપર ખાસ આધાર રાખે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ જમીનની ફળદ્રુપતા અને માનવ આરેગ્ય ૯૭ એક નોંધપાત્ર દાખલા સેંટ માર્ટિન સ્કૂલ, સિગ્માઉથના છે. તે બાર્ડિંગ-સ્કૂલને એક એકર જમીન હતી. ભાગ્યવશાત્ તેના માળી સેંદ્રિય ખાતરોના જ હિમાયતી હતા. તે કોઈ જાતનું કૃત્રિમ ખાતર વાપરતા નહિ. તે એ જમીનમાં દર વર્ષે દશ બાર ટન સેંદ્રિય ખાતર ભરતા, અને શાક-ભાજી ફળ વગેરે ઉગાડતા. સ્કૂલના વિદ્યાર્થીઓને તે જ ભોજનમાં પીરસાતાં. પરિણામે, પંદર વર્ષના ગાળામાં આસપાસ કેટલાય રોગચાળા ફાટી નીકળવા છતાં આ સ્કૂલના છેાકરાઓને કશે રોગ લાગુ પડયો નહિ. ઊલટું નબળા બાંધાના માંદલા જેવા જે છાકરા સ્કૂલમાં દાખલ થતા, તે પણ પછી પઠ્ઠા નવજવાન બની જતા. નિશાળની એ અપૂર્વ સિદ્ધિ ત્યાંની ફળદ્રુપ જમીનમાં ઉગાડાતાં શાક-ભાજીને આભારી હતી. તેના વિદ્યાર્થીઓ આત્મ-વિશ્વાસની બાબતમાં તથા સ્વાશ્રયની બાબતમાં પણ આગળ પડતા હતા. રેવ૦ ડબલ્યુ. એસ. ઍરી, જે આ અહેવાલ આપે છે, તે અંતે જણાવે છે કે, ૯ થી ૧૪ વર્ષ દરમ્યાનના નાજુક સમય દરમ્યાન જે ખારાક છેકરાંને આપવામાં આવે, તેના ઉપર તેમના ભાવી આરોગ્ય, તાકાત અને આત્મવિશ્વાસના આધાર રહે છે, એવી મને ખાતરી થઈ ગઈ છે. ચેશાયરમાં આવેલા વિન્સફર્ડમાં કે-ઓપરેટિવ હાલસેલ સેાસાયટીનું એક કારખાનું છે. તે જ્યાં આવેલું છે તે પ્રદેશ, પહેલાં પડતર પડી રહેલા હતા. તેમાં કૉમ્પાસ્ટ અને બીજા સેંદ્રિય ખાતરો પૂરીને તેને હવે એક ફળદ્રુપ બગીચામાં ફેરવી નાખવામાં આવ્યો છે. એ કારખાનાના મજૂરોને કેન્ટિનમાં એ બગીચામાં ઊગેલાં શાક-ભાજી, બટાટા વગેરે આપવામાં આવે છે. બટાટા છાલ સાથે જ બાફી નાખવામાં આવે છે. ખાતી વખતે પણ એ છાલ કાઢી નાખવામાં આવતી નથી. રોટી પણ દળેલા આખા-ઘઉંની જ બનાવવામાં આવે છે. પરિણામે એ કારખાનાના મજૂરોનું આરોગ્ય, કાર્યક્ષમતા અને સ્વાસ્થ્ય તદ્ન સુધરી ગયાં છે. કામકાજનું પ્રમાણ પણ વધી ગયું છે. ગેરહાજરી નહીંવત્ છે. આ બધું એ કારખાનાના મૅનેજરની સમજબૂઝને આભારી છે. કારખાના Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધરતી માતા ઉપર કશે ખર્ચના વિશેષ બાજો પડવા દીધા વિના કામદારોને તે પૌષ્ટિક નીરોગી ખોરાક સસ્તા દરે પૂરો પાડે છે. કામદારોના કામકાજ કરવામાં ઉત્સાહ અને તેમનામાં વરતાતા ખંતથી કારખાનાને પણ પૂરો બદલા મળી રહે છે. અર્થાત્, ઔદ્યોગિક થાક અને કંટાળાના પ્રશ્નના ઉકેલ પણ ફળદ્રુપ જમીનમાંથી ઊતરેલા પાકમાં ન શોધવો જોઇએ ? એક ખાસ નોંધપાત્ર દાખલા ન્યૂઝીલૅન્ડનેા છે. તે દેશ ગારાના હાથમાં આવતાં, ત્યાં ઘેટાં ઉછેરી ઊન પરદેશ ચડાવી મેટો નફો કરવાના લાભમાં, તેઓએ નદીનાં મૂળ આગળના ઊંચાણ પ્રદેશામાં પણ ઘેટાં ચરાવી જમીનનું ધોવાણ શરૂ કર્યું, એ હકીકતના અછડત ઉલ્લેખ અગાઉ આવી ગયા છે. પરિણામે એ દેશની મેટા ભાગની ફળદ્રુપ જમીન ધાવાઈને કોતરાવાળી બની ગઈ છે. આખા દેશની જમીનની ફળદ્રુપતાના ખ્યાલ કરવાનું તે વખતે કોઈને સૂઝયું નહિ; એટલે તે દેશની કંગાળ ધરતીમાં ઊગતું ધાન વગેરે ખાઇને તે લોકોનું આરોગ્ય પણ કથળવા લાગ્યું. લેડી ઈવ બાલ્ફર તેમના ‘ધ લિવિંગ સૉઇલ' નામના પુસ્તકમાં (પા. ૧૩૧) નોંધે છે, “ ન્યૂઝીલૅન્ડની શાળાઓમાં દાખલ થવા આવતાં દર સા છેાકરાંએ પંદર જણ તે। એવાં હોય છે કે જેમને દાક્તરી સારવારની તરત જરૂર હાય; તથા પંદર ॰ણને દાક્તરી તપાસ હેઠળ રાખવાની જરૂર હોય. ઘણાં છેાકરાંને નાક અને ગળાની તકલીફો હોય છે અને એછામાં ઓછી બે-તૃતીયાંશ સંખ્યાને દાંતના સડો લાગુ પડયો હોય છે. ન્યૂઝીલૅન્ડના આરોગ્ય ખાતાએ જ એ હકીકત જાહેર કરી છે કે, નિશાળે જવાની ઉંમરથી પહેલાંની ઉંમરનાં લગભગ ૩૦ ટકા છેાકરાંને નાક અને ગળાની તકલીફો હોય છે, ૨૩ ટકાને ગ્રંથીઓ (ગ્લૅન્ડ્સ)ની તકલીફ હોય છે અને ૨ ટકાને કોઈ ને કોઈ જાતની ફેફસાંની. શાળામાં દાખલ થયેલાં છેાકરાંના આરોગ્યની બાબતમાં સરકારી આંકડા આ પ્રમાણે છે: ૫ ટકા ફૂલી ગયેલી ગ્રંથીઓની તકલીફથી પીડાતાં હાય છે, પંદર ટકાને હૈડિયા પાસેની થાઈરૉઈડ ગ્લૅન્ડની વૃદ્ધિ Page #106 -------------------------------------------------------------------------- ________________ જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય ૮૯ થવા લાગી હોય છે, ૧૫ ટકાના કાકડા ફૂલી ગયા હોય છે, ૩૨ ટકા દાંતના સડાથી પીડાતા હોય છે અને ૬૬ ટકા બીજી શારીરિક ઊણપને લીધે.” આ ટાણે ડૉ. જી. બી. ચંપમૅન આ કરુણ ચિત્રામાં દાખલ થાય છે. તેમણે ઓકલેન્ડની માઉન્ટ આલ્બર્ટ ગ્રામર સ્કૂલમાં ખોરાકના ફેરફારને અખતરો શરૂ કર્યો. ૬૦ જેટલા છોકરાઓ, શિક્ષકો, અને સ્ટાફના માણસોને હ્યુમસ ભરેલી જમીનમાં પકવેલાં શાક-ભાજી આપવા માંડ્યાં. તેનું પરિણામ તે સ્કૂલની મેટ્રને આ શબ્દોમાં જણાવ્યું છે : “સૂમસ-ભરપૂર બગીચાની પેદાશ ખેરાક આપવા માંડવાના ફેરફારથી માંડીને પછીના બાર મહિના દરમ્યાન છોકરાઓની માથાની શરદીની તકલીફ ઓછી થવા લાગી. પહેલાં એ છોકરાઓમાં માથાની શરદી એ સામાન્ય વસ્તુ હતી. અમુક દાખલાઓમાં તે એ રોગ સદતર નાબૂદ જ થઈ ગયો. તે જ પ્રમાણે શરદી અને ઇન્ફલુએન્ઝાના કિસ્સાઓમાં નોંધપાત્ર ઘટાડો થતે ચાલ્યો. શરદી તે હવે ભાગ્યે જ થાય છે, અને ઈન્ફલૂએન્ઝા પણ બહુ હળવા પ્રકારનો. ઓરીને રોગચાળો જ્યારે દેશભરમાં ફાટી નીકળ્યો, ત્યારે સ્કૂલમાં નવા દાખલ થયેલા છોકરાઓમાં એને હુમલો જોરદાર હતો; પરંતુ શાળાની હૉસ્ટેલમાં એક વર્ષ કે તેથી વધુ સમયથી રહેતા આવેલા છોકરાઓ ઉપર એ રોગનો હુમલો હળવો હોતે તથા તે ઝટ મટાડી શકાતો. “છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન શાળાના ભણતરનો બોજો અને રમતગમતના ક્ષેત્રોમાં જોઈતી તાકાત અને ચપળતાની બાબતમાં શાળાના છોકરાઓ સારા નીવડી આવ્યા છે. ફૂટબૉલની સીઝનમાં બહુ થોડા અકસ્માતો થાય છે, કારણકે છોકરાઓનાં હાડ અને સ્નાયુને પૂરતો વિકાસ થયો હોય છે. દાંતને સડો પણ સંતોષજનક કહી શકાય એ પ્રમાણમાં અદૃશ્ય થવા લાગ્યો છે.” Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ધરતી માતા લોકોના ધ્યાન ઉપર ઠોકીઠોકીને એ વસ્તુ લાવવાની જરૂર છે કે, આવતી કાલનું તેમનું આરોગ્ય આજે જમીનની જે ફળદ્રુપતા તેમણે જાળવી કે ઊભી કરી હશે તેના ઉપર જ આધાર રાખશે. ફળદ્રુપ જમીનનો પાક એ બાબતમાં શો ભાગ ભજવી શકે છે તેના બીજા અનેક દાખલા આપી શકાય તેમ છે. પરંતુ જેને કાન બહેરા જ રાખવા હોય, તેનો ઉપાય નથી. કૃત્રિમ ખાતરો જમીનની ફળદ્રુપતા અને આરોગ્યને નાશ કરે છે; અને સેન્દ્રિય છાણ-મૂત્રનાં ખાતર તથા કૉમ્પોસ્ટ જમીનને તાકાત અને જીવન આપે છે. – એટલું યાદ રાખો કે, બધા રોગનું હાર્દ પ્રોટીન તત્વ જમીનમાંથી છોડમાં બરાબર સમન્વિત થવા કે ન થવામાં જ રહેલું છે. જે છોડમાં પ્રોટીન બરાબર સમન્વિત થઈ જાય, તે રોગને પ્રતીકાર કરવાની શક્તિ તે પાકને આપોઆપ પ્રાપ્ત થાય છે, અને ત્યાર પછી તે પાક ખાનાર માનવ કે પ્રાણીમાં એ સંક્રાન્ત થાય છે. એટલે જમીનમાંથી પ્રોટીન બરોબર છોડને મળતું રહે તથા તેમાં અભિસૂત થાય, તો એ પાક ખાનાર માણસ અને ઢોરના આરોગ્યની પણ ચિંતા કરવાની ન રહે. આબોહવાની તીવ્રતા પ્રોટીનના સંક્રમણને નુકસાન કરી શકે છે. તેમ છતાં તેવા કિસ્સામાં પણ જમીનની છિદ્રાળુતા બરાબર જાળવી રાખવામાં આવે, તો એ તીવ્રતાની માઠી અસર પણ ઓછી કરી શકાય છે. અને જમીનની છિદ્રાળુતા જાળવવાનું એક મુખ્ય સાધન સેન્દ્રિય ખાતરથી છોડના મૂળમાં જમા થયેલું સૂમસ છે. નહેરનું પાણી અe કૃમી તારે મિત્રનની છિદ્રાળુતાનાં ભારે નાશક છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૩ જે ખાતર Page #109 --------------------------------------------------------------------------  Page #110 -------------------------------------------------------------------------- ________________ ખાતરને પ્રશ્ન આખી દુનિયાની ખેતીવાડી સામે એ પ્રશ્ન આવીને ઊભો છે કે. ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઊભી થયેલી વિરાટ માનવ વસ્તીનું આરોગ્ય અને કાર્યક્ષમતા સારામાં સારી રીતે કેવી રીતે જાળવવાં ? શહેરોમાં ખડકાયેલી એ તોતિંગ વસતી ખેતરોમાંથી અનાજ અને બીજું ઉત્પાદન ખેંચી જઈને ખાઈ નાખે છે, પરંતુ તેમને મળ-કચરો ખેતરોને પાછો મળતું નથી. એ વસ્તુ જાણે ઉદ્યોગોને ખેતીવાડી તરફથી મળતી કાયમી ખંડણી જેવી બની ગઈ છે; અને એને પરિણામે પૃથ્વી ઉપરના મોટા પ્રદેશોની જમીન કંગાળ બનતી જાય છે. અજાણમાં એક પ્રકારની મોટા પાયા ઉપર ધરતીની લૂંટ જ ચાલી રહી છે. ધરતીની ફળદ્રુપતા, જેમાં ભવિષ્યમાં આવનારી પેઢીઓનો પણ હક છે, તેને આખી માનવજાતના હિતને માટે નહિ પણ વર્તમાન કાળની અપ્રમાણિક પેઢીના ભોગવટા માટે વાપરી નાખવામાં આવે છે. આવું કંઈ હંમેશને માટે ચાલી શકે નહિ–ચાલવા દઈ શકાય નહિ. અત્યારની સંસ્કૃતિને સ્થાને એક નવી સંસ્કૃતિ ઊભી થવી જ રહી, જે ધરતીના પડ ઉપરની વિવિધ અમાનતને પવિત્ર થાપણ રૂપ માને; અને તેમાંથી જોઈ ખેરાક ધરતીની મૂડી ખુટાડીને નહિ, પણ ધરતી ઉપરની હરિયાળી શેતરંજીની કાર્યક્ષમતા વધારવા દ્વારા મેળવે. આ જગાએ જ ખાતરને પ્રશ્ન આવીને ઊભો રહે છે. ટૂંકમાં કહીએ તે, ખાતર પૂરવાની જરૂર, કુદરતનું ધરતીની ફળદ્રુપતા જાળવવા માટેનું જે સ્વાભાવિક ચક્ર છે, તેમાં આપણે કરેલી ૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ધરતી માતા ડખલને કારણે ઊભી થાય છે. આપણે ખેતીની પ્રક્રિયા દ્વારા ખેડ, વાવણી, લણવું વગેરે જે કાંઈ કરીએ છીએ, તે કુદરતની ‘વધવું અને ક્ષીણ થવું' એ રીતની જે ધીમી અને જટીલ પ્રક્રિયા છે, તેમાં ગંભીર ડખલ કે આડખીી ઊભી કરવા રૂપ છે. અલબત્ત, કુદરતની પ્રક્રિયામાં માનવે એવી ડખલ કે આડખીલી ઊભી કરવી જ પડે છે; પરંતુ એ ડખલ ધરતીના શાષણરૂપ ન બની રહેવી જોઈએ : એ એક યજ્ઞકર્મ બની રહેવું જોઈએ, જેમાં ધરતીમાંથી જેટલું લઈએ તેટલું તેને પાછું વાળવાની આપણી જવાબદારી અને ધર્મબુદ્ધિ ભારોભાર રહેલી હોય. ખેડૂતની પ્રથમમાં પ્રથમ ફરજ એ ગણાય કે, તેણે પાતાની જાતને કુદરતના એક ભાગરૂપ સમજવી. કુદરતી પરિસ્થિતિમાંથી ચાલાકી વાપરીને તે હરિંગજ છટકી શકવાના નથી, એ સમજી લેવું. તેણે કુદરતના કાયદા માથે ચડાવવા રહ્યા. કુદરતી પ્રક્રિયામાં તે જે કંઈ ડખલગીરી કરે, તે તેણે એ કાયદાની મર્યાદામાં રહીને જ કરવી રહી. એ જ કૃષી-કળાનું હાર્દ છે. આધુનિક વિજ્ઞાન કુદરતને એક એવા કંજૂસ ભંડારી માને છે, જે માનવજાતને જોઈતા ખારાક આપવામાં આનાકાની કરે છે અને વાર લગાડે છે. વિજ્ઞાન પેાતાની કરામતથી કુદરતની આડોડાઈને જેર કરી, અત્યારથી વધી ગયેલી માનવજાત માટે અનાજના ભંડારા છલકાવી દીધાની બડાશે। મારે છે. પરંતુ ખરી રીતે તે તે ધરતીની મૂળ મૂડી ઉપર તરાપ મારવા બરાબર છે. અને એમાંમી સૌને માટે લાંબા ગાળે કરુણ નિષ્ફળતા અને ભારે ઉત્પાત જ સરજાવાના છે. ખેતીની ખરી વૈજ્ઞાનિક રીત તે એ ય કે, કુદરત આ બાબતમાં શું કરી રહી છે તેનું નિરીક્ષણ કરવું, તથા માનવજાત કઈ બાબતમાં એનાથી આડી ફંટાય છે તે નક્કી કરીને સુધારી લેવું. અત્યાર અગાઉનાં પાનાંમાં એ અંગે ઘણું કહેવાઈ ગયું છે; છતાં અહીં આગળ ટૂંકમાં એ બધું ફરી યાદ કરી જવું ઉપયોગી થઈ પડશે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ખાતરને પ્રશ્ન ૯૫ (૧) પ્રથમ તે, ખુલ્લા રહેતા તથા જમીનમાં દબાઈ રહેતા ખડકો ઉપર પાણી અને પવનથી જે ઘસારાની પ્રક્રિયા ચાલે છે, અને જેનાથી નવી જમીન બનતી રહે છે તથા બદલાતી રહે છે, તે પ્રક્રિયાની નોંધ લેવી ઘટે. આ પ્રક્રિયા ચાલુ ન રહે, તે જમીનમાં ખનિજ તત્ત્વોના પુરવઠાની સ્થિતિ કરૂણ બની જાય. (૨) બીજું, વૃક્ષો એ નવી બનતી આંતર-જમીનમાંથી ખનિજ તો પોતાનાં મૂળ દ્વારા ખેંચીને પચાવે છે અને પછી પોતાનાં ખરી જતાં પાંદડાં મારફતે તે ખનિજ તત્વોને સેંદ્રિય રૂપે ધરતીના પડ ઉપર પાથરી દે છે. એ રીતે તથા અળસિયાંની કામગીરી દ્વારા આંતરજમીનમાંના ઘટકો ઉપરના પડમાં સતત ઉમેરાતાં રહે છે. (૩) ત્રીજું, વૃક્ષ, ઘાસ અને બીજી વનસ્પતિ સૂર્યની શક્તિને ગ્રહણ કરી ઉપયોગમાં લે છે અને પછી સેંદ્રિય અવશેષ રૂપે બહોળા પ્રમાણમાં જમીનના ઉપરના પડને ફળદ્રુપ બનાવે છે (૪) ચોથું, જીવતાં ઢોર ઢાંખનાં મળ-મૂત્ર તથા તે મરી જાય ત્યારે તેમનાં મૃત શરીરો માટીમાં ભળી જઈને જે સેંદ્રિય ખાતર બને છે, તે બધું જમીનના પડ ઉપર પથરાતું રહે છે. (૫) છેવટે, ફળદ્રુપતાનાં આ બધા ઘટકો ઉપર ભેજ અને હવાની પ્રક્રિયા થઈને તેમનું મિશ્રણ થાય છે અને પછી લખે સૂક્ષ્મ ફૂગ અને બેંકટીરિયા દ્વારા તથા નાના અને કરોડરજજુ વિનાનાં જંતુઓ દ્વારા તેમનું પ્રાણીજ, ભૌતિક તથા રાસાયણિક રૂપાંતર સધાય છે. આ કુદરતી પ્રક્રિયામાં ખેતીની ક્રિયાથી કેટલીક ડખલગીરી તે અનિવાર્ય બને છે. પ્રથમ તે ખેતી અમુક નિયત સ્થળોએ જ કરવી પડે છે; આપણે ખેતરોને અહીંથી તહીં ખસેડી શકીએ નહિ. ઉપરાંત અમુક પાકો જ અમુક ખેતરોમાંથી લેવામાં આવે છે. પરંતુ જમીન વાસેલ રાખવી, તથા વારાફરતી પાક લેવા કે મિશ્ર પાક લેવા દ્વારા એ ડખલગીરીનાં પરિણામો હળવાં કરી શકાય છે. તેમ કરવાથી જે Page #113 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા વનસ્પતિનો ઉગાવો ખેતી માટે જમીન ઉપરથી બંધ કરાયો હોય છે, તેની ભરપાઈ થઈ રહે છે. અલબત્ત, ઘણી વાર આ ભરપાઈ બહુ અધૂરી હોય છે. પરંતુ આ લાંબાગાળાની ડખલગીરી ઉપરાંત પાશ્ચાત્ય ખેતીમાં અને મોટા ભાગની બગીચા અને વાડીની ખેતીમાં ફળદ્રુપતાનું ચક્ર જાળવી રાખવામાં વાર્ષિક, મોસમી, અને રોજિંદી ભૂલો કરાતી હોય છે. એ ભૂલો અજાણમાં કરાતી હોય છે, પરંતુ ત્યાં આગળ જ વધુ જોખમ રહેવું છે. પ્રથમ તો વનસ્પતિજ અવશેષે જમીનમાં વફાદારી અને ચીવટપૂર્વક પાછા વાળવામાં આવતા નથી; કેટલીક વાર તેમને બાળી નાખવામાં આવે છે. અને કેટલીક વાર ઔદ્યોગિક અને બીજા હેતુઓ માટે તેમને ત્યાંથી ઉપાડી લઈ જવામાં આવે છે. વળી દશકાઓ સુધી શહેરના કચરામાં તેઓ દટાયેલા રહે છે. માનવોનાં મળમૂત્ર તે ગટરોમાં ધોઈ કાઢવામાં આવે છે, ત્યારે પાળેલાં ઢોર-ઢાંખનાં છાણ-મૂતર કાં તે બહુ ઓછાં હોય છે અથવા તેમને ઉકરડાના ઢગલામાં ભેગાં કરવામાં આવે છે. ઉકરડાની પદ્ધતિ અથવા રીત ગમે તેટલી જૂની હોય, તે પણ ખેતીની દૃષ્ટિએ બહુ હાનિકારક છે. આ બધી કામગીરીની અસરો એકઠી થતી જાય છે અને શું પરિણામ આવે છે, તેનું કંઈક ચિત્ર આગળનાં પાનાંમાં આવી ગયું છે. ફૉફેટને પ્રત ખાતર પૂરવાની બાબત માત્ર જમીનના ઉપરના પડ સાથે જ રાંકલિત નથી; તેને નીચેની આંતર-જમીન સાથે પણ લેવાદેવા છે. ખાતર અંગેની કોઈ પણ વિચારણામાં ખનિજ દ્રવ્યોનું અભિસરણ આંતર-જમીન અને ઉપરના પડ વચ્ચે થતું રહે એ અગત્યની બાબતનો ખ્યાલ રાખવો જ જોઈએ આપણે અત્યારે જ્યાં ખેતી કરીએ છીએ, એમાંની મોટા ભાગની જમીનો પહેલાં જંગલ હેઠળ હતી, એ વાત આપણે સમજી રાખવી જોઈએ. અને આપણે ખેતી હેઠળની કે ગોચર જમીનને થોડાં વર્ષ Page #114 -------------------------------------------------------------------------- ________________ ખાતરને પ્રશ્ન પડતર રાખીએ, તે થોડા જ વખતમાં જંગલ આવીને પાછું પોતાનું સ્થાન તેના ઉપર જમાવી દે છે. જમીનની ફળદ્રુપતા ફરી સાધ્ય કરવાની કુદરતની એ જગજાની પદ્ધતિ છે. વૃક્ષો અને એની નીચે ઊગતાં ઝંડાં-ઝાંખરાં ઝટપટ હ્યુમસના ભંડારો એકઠા કરવા માંડે છે, વૃક્ષનાં મૂળિયાં આંતર-જમીનને બધી દિશાઓમાં ભેદીને ફૉસ્ફસ, પોટાશ અને બીજાં અલ્પ પ્રમાણમાં મળતાં ખનિજ તો માટે ખળાખેળ કરી મૂકે છે, તેમને તેઓ ચૂસીને પોતાનાં પાંદડાંમાં તેમનું સેન્દ્રિય રૂપાંતર સાધે છે અને પછી એ પાંદડાં જમીન ઉપર ગરી પડે છે, ત્યારે તેમનું જમીનમાંની જંતુઓની વસ્તીને ખાવા માટે ઘૂમસમાં રૂપાંતર થાય છે. વૃક્ષનાં મૂળિયાં, ઉપરાંતમાં, આંતર-જમીનને તેડી આપીને પવન અને પાણીને અંદર ઊતરવા માટે માર્ગ પણ કરી આપે છે; તેમજ સેંદ્રિય પદાર્થોને પુરવઠો પણ ઉમેરી આપે છે. આ પ્રમાણે વૃક્ષનાં મૂળિયાં આંતર-જમીનની સ્થિતિ સુધારે છે; છિદ્રાળુતા ફરી ઊભી કરી આપે છે, અને તેટલું જ અગત્યનું છે એ કે, આંતર-જમીન અને ઉપરના પડ વચ્ચે ખનિજ દ્રવ્યોનું અભિસરણ સાધી આપે છે. જંગલો પિતાની પાછળ કેવી ફળદ્રુપ જમીન મૂકતાં જાય છે, એ દરેક જણ જાણે છે. તેનું એક કારણ એ છે કે, એ જમીનમાં ખનિજ દ્રવ્યોની ઊણપ હોતી નથી. કોંસ્ટેટસ વગેરે ખનિજ દ્રવ્યોનું મૂળ જમીન હેઠળના પ્રાથમિક કે જવાળામુખીએ સરજેલા ખડકો છે. તે ખડકોમાં “પટાઇટ' ના રૂપમાં પુષ્કળ ફૉફેટ હોય છે. આ પ્રાથમિક ખડકોના ઘસારામાંથી જ વરસાદના પાણીમાં ધોવાઈને સમુદ્રમાં જઈને ઠરતા ઠારમાંથી સેડિમેન્ટરી ૧ ખડકો ઊભા થાય છે. એ બંને જાતના ખડકો ઉપર ૧. પૃથ્વીની ઉપર દેખાતા મોટા- ઊંચા પતે પ્રથમ દરિયાને તળિયે ઠરતા કાંપ ઉપર હર વખત વધતા જતા દબાણથી બનેલા છે. પછી ધરતીકંપ થતાં એ ભાગ ઊંચો આવી જાય છે અને નક્કર પર્વત રૂપે સ્થિર થાય છે. - સંપા ધ૦ – ૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા થતી આબેહવાની તેમજ પાણીની પ્રક્રિયાથી જે ચુ કે ઘસારો પડે છે, તેમાંથી આંતર-જમીન તેમજ ઉપરની જમીનનું પડ પણ ઊભાં થાય છે, એ આપણે આગળ જોઈ આવ્યા છીએ. એટલે જમીનમાં જો ફૉફેટ કે બીજાં ખનિજ દ્રવ્યોની ઊણપ ઊભી થઈ હોય, તો તે આપણી ખેતીની ભૂલ-ભરેલી પદ્ધતિથી જ ઊભી થઈ હોય. અને વસ્તુતાએ પણ એમ જ બન્યું હોય છે. વર્ષો દરમ્યાન ધીમે ધીમે આંતર-જમીન અને ઉપરના પડ વચ્ચેનું ખનિજ દ્રવ્યોનું અભિસરણ અટકી ગયું હોય છે. જેમકે, ઢોર-ઢાંખ સતત ફરતાં રહેવાથી, ખેતીનાં યંત્રો પસાર થયા કરવાથી, જંગલને અવારનવાર જમીન ઉપર ઊભું થવા દેવામાં આવતું ન હોવાથી, ગોચર તરીકેની ઘાસ હેઠળની જમીનમાં અવારનવાર ઊંડાં મૂળવાળા છોડનું વાવેતર ન કરવાથી, તથા રસાયણોને અતિ ઉપયોગ કરવાથી જમીનમાં ઉપરના પડ અને આંતર-જમીન વચ્ચે લોખંડના તવા જેવું પડ બંધાતું જાય છે. તેમાંથી મૂળ પસાર થઈ શકતાં નથી, નીચલા પડ સુધી હવા જઈ શકતી નથી અને પરિણામે પાકને જમીન ઉપરના ખેડેલા પાતળા પડમાંનું સાવ ચૂસીને જ જીવવું પડે છે. એમ એ ઉપરના પડમાંનાં ફોસફેટ્સ, પોટેશિયમ અને બીજાં અલ્પ પ્રમાણમાં મળતાં ખનિજ દ્રવ્યો ખૂટી જાય છે. પછી ઢોરનું રુધિરાભિસરણ બરાબર ન થાય ત્યારે જેમ તેને સહન કરવું પડે છે, તેમજ જમીનને પણ સહન કરવું પડે છે. મરવા પડેલી જમીનને ફરી સજીવન કરવા માટે સૌથી પ્રથમ કરવાનું અગત્યનું કામ એ છે કે, આંતર-જમીન અને ઉપરના પડ વચ્ચેનું ફૉસ્ફટ વગેરે ખનિજ દ્રવ્યોનું કુદરતી અભિસરણ ફરી પ્રસ્થાપિત કરવું. આને માટે તાત્કાલિક તે જમીનમાં “સબ-સૉઇલર” નામના ખાસ યંત્ર દ્વારા ચાર ચાર ફૂટ વેગળા અને બારથી ચૌદ ઇંચ ઊંડા ચીરા પડાવી દેવા. તે યંત્રથી ઉપરનું પડ જરા પણ તળે ઉપર થયા વિના નીચેના ઊંડા પડમાં જ જોરથી ડખોળવા જેવી ક્રિયા થાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ખાતરને પ્રશ્ન ત્યાર બાદ તે જમીન ઉપર પૂરતા પ્રમાણમાં ઢોર-ઢાંખ છૂટાં મૂકવાં. તેમને સારું અને ખરાબ બંને જાતનું ઘાસ નીરવું. સારું ઘાસ તેમને ખાવા માટે, અને ખરાબ ઘાસ ઉપર તે છાણ-મૂત્ર કરે અને પગ નીચે રોળ્યા કરે તે માટે. એ ખેતરને એક વર્ષ બિલકુલ વાસેલ રાખવું. થોડા સમય બાદ તેમાં ઊંડાં મૂળવાળા છોડ વાવવા અને તે મોટા થાય એટલે તેમને ખેડી નાખીને જમીન ભેગા જ કરી દેવા. આટલું કર્યા પછી કેટલાંક વર્ષ બાદ એ જમીનમાં ખેતી શરૂ કરવી. આમ આંતર-જમીનને તોડી નાખવાની રીતથી જમીનમાં હવા ઊંડી જવા લાગતાં ધૂમસનું ઉત્પાદન ફરી પાછું બરાબર શરૂ થઈ જાય છે. ઉપરાંત બીજી રીત એ છે કે, હ્યુમસ-ભરપૂર ટુકડામાં નાનાં ઝાડ ઉગાડી, પછી તેમને ઉપાડીને બગડી ગયેલી જમીનમાં વાવી દેવાં. કેટલાંક વરસ આ જમીન ઉપર ખેતી ન થાય; પરંતુ તેને બદલે વાવેલાં ઝાડનાં લાકડાંની ઊપજથી તથા પછીથી જમીન નવ-સાધ્ય થઈ ફળકપ બનવાથી મળી રહે છે. આમ, નવાં જંગલે ઊભાં કરવાના કાર્યક્રમમાં બગડી ગયેલી જમીન ઉપર ઝાડ વાવવાની વાતને પણ સામેલ કરી લેવી જોઈએ. છાણ સંઘરવાના ઉકરડામાં સુધારે આંતર-જમીનને ઉથલાવવાથી ખાતર અંગેનો ખનિજ દ્રવ્યો પૂરતો પ્રશ્ન હલ થાય છે; પરંતુ નાઇટ્રોજનના પ્રશ્નને હલ કરવો હોય, તે ઉપરાંતમાં છાણના ઉકરડાનો સુધાર તથા શીટ-કૉમ્પોસ્ટિગની રીતે અપનાવવી પડે. ધરતી એ જ જીવંત વસ્તુ હોય, તો પછી છાણને ઉકરડો બહુ તીવ્રપણે જીવંત વસ્તુ હોવી જોઈએ. કૉમ્પોસ્ટ તે સૂક્ષ્મ જંતુઓ અને ફૂગ જેવી જીવંત વસ્તુઓથી ખદબદતું જ હોય છે. બધા ખેડૂત પિતાનું ખાતર બરાબર માટી જેવું થઈ ગયેલું હોય એ પસંદ કરે છે. ઊનું ઊનું એટલે કે તાજું જ છાણ-ખાતર ઘસાઈ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધરતી માતા ગયેલી જમીનમાં પાક ઉગાડવા માટે પૂરતું ઉપયાગી કે સહીસલામત ન નીવડે. એટલે ખાતર પૂરેપૂરું માટી જેવું તૈયાર થયેલું જ પસંદ કરાતું હાય, અને કરાવું પણ જોઈએ, તે તેવું ખાતર તૈયાર કરવા માટે ખરાબ દેખાવના, દુર્ગંધ મારતો, કીડાઓથી ખદબદતા, અને માખી નું સ્વર્ગ ગણાય એવા છાણના જે ઉઘાડા ઉકરડો નાખવાની રીત છે, તે ખૂબ જ જોખમકારક અને હાનિકારક ગણવી જોઈએ. આ ગંદી રીત જમાનાથી ચાલતી આવેલી ભલે હાય, પણ તેની કાર્યક્ષમતાની કે હાનિકારકતાની બાબત તપાસ કરતાં અચકાવું જોઈએ નહિ. એક તે। આ પદ્ધતિ કુદરતી નથી. કુદરત પ્રાણીઓના મળના આ રીતે ઢગલા કરતી નથી. ઢોર-ઢાંખ ફરતાં ફરતાં ચરવાની તેમની ટેવ મળેાત્સર્ગ અનુસાર ગાચર જમીન ઉપર દૂર દૂર – છૂટો છવાયો જ– કરતાં હેાય છે. ચરનારાં ઢોર પાતે જેના ઉપર મળ-મૂત્ર કર્યાં હોય છે તે ભાગનું ઘાસ ચરતાં પણ નથી, એ જોઈને જ આપણને જરૂરી સૂચના મળી જવી જોઈતી હતી. ઘેાડા ખાસ કરીને પોતાનાં મળમૂત્રથી ખરડાયેલા ઘાસને સૂંઘતા પણ નથી. કુદરતમાં કયાંય ( દરિયાઈ પંખી, જેમને માળા કરવાની જગા બહુ તેમનાં સ્થળેા બાદ કરતાં) મળ-મૂત્રને ઢગલા કરાતા (થાડાં ટાંચી હોય છે, આપણને જોવા નહિ મળે. વાત એમ છે કે, છાણ-મૂતરને આ રીતે ઘણા મહિનાઓ સુધી ઢગલા કરવાની રીતથી ઓછામાં ઓછી ત્રણ નુકસાનકારક પ્રક્રિયાઓ અમલમાં આવે છે: પ્રથમ તો, એ ઢગલામાંનાં કીમતી તત્ત્વાને કેટલેાય હિસ્સા વરસાદના પાણીથી ધાવાઈ જાય છે. – જાણે શરીરની ધારી નસ કાપીને ખુલ્લી કરી રાખી હાય અને લેાહી શરીરમાંથી વહી જાય એમ. છતાં આ જાતની બેદરકારી ચીન દેશ સિવાય બીજા બધા દેશામાં જોવામાં આવે છે. ખેડૂતને જો આમ કીમતી તત્ત્વા વહી જવા દેવાં જ હાય, તે પછી તે તેમને મહેનત કરીને એકઠાં શા માટે કરે છે? Page #118 -------------------------------------------------------------------------- ________________ ખાતરના પ્રશ્ન ૧૦૧ બીજું, એ ઢગલામાંથી નાઇટ્રોજન હવામાં ઊડી જાય છે. વનસ્પતિને જોઈતા એ કીમતી ખોરાક આમ અમેનિયા રૂપે કે નાઇટ્રોજન ગેંસ રૂપે હવામાં ઊડી જાય, એ કેટલી નુકસાનકારક વસ્તુ ગણાય ? ત્રીજું, ઉકરડાના અંદરના ભાગમાં હવા જતી બંધ થઈ જવાથી, ઉપરનાં બે કરતાં પણ વધુ ખરાબ નુકસાન થાય છે. વસ્તુ જમીન ઉપર પડી પડી ક્ષીણ થતી થતી માટી થાય છે, એ તે આપણે જાણીએ છીએ. પણ એ પ્રક્રિયાને ગતિશીલ કરનાર તત્ત્વ ઑકિસજન છે, જે ક્ષીણ થવા લાગેલી વસ્તુઓના તત્ત્વોની સાથે ભળીને તેમને બાળી નાખે છે. પરંતુ જ્યાં ઑકિસજન મળતા નથી, ત્યાં કુદરત કોહવાટની રીત અખત્યાર કરે છે, જે ગંધ મારતા ગૅસેાની ઉત્પત્તિથી તરત પરખાઈ આવે છે. જ્યાં જ્યાં છાણના ઢગલા કાંક્રિટથી છેાયેલા ખાડાઓમાં કરવામાં આવે છે, ત્યાં એ છાણને માટી બનાવવાની પ્રક્રિયાને બદલે કાવડાવવાની પ્રક્રિયા અમલમાં આવેલી તરત જણાઈ આવશે; જ્યાં ખોદેલી જમીન ઉપર છાણના ઢગલા કરવામાં આવે છે, ત્યાં આજુબાજુની જમીનમાંથી હવાના સંચાર રહેતો હાવાથી ઑકિસજન મળતા રહે છે. પરંતુ કોંક્રિટથી છેાયેલા ખાડામાં એવા હવાના સાંચારન રહેવાથી, દુર્ગંધ મારતી કોહવાટની પ્રક્રિયા જ અમલમાં આવતી હોય છે. આમ, ઉકરડામાં કોહવાટની પ્રક્રિયા શરૂ થાય, એટલે ત્યાં પછી છાડને પોષણ આપનાર ખાતર તૈયાર થતું નથી. એમાં ઘણા લાંબા ફેરફારો થયા પછી જ તે ગંધાતી વસ્તુમાંથી છાડ કંઈકે પાષણ મેળવી શકે છે. ઢોર-ઢાંખના છાણ-મૂત્રના માત્ર ઢગલા કરવાથી ઉપર જણાવ્યું તેમ તેનું દહન કરીને માટી બનાવવા જોઈતા ઑકિસજન તેમાં મળતા નથી; એટલું જ નહિ પણ, એ માટી બનવાની પ્રક્રિયાને ગતિશીલ કરવા માટે છાણનાં પડની વચ્ચે વચ્ચે જમીન ઉપરનાં પાંદડાં-ડાળખાં વગેરે વનસ્પતિજ પદાર્થો પણ તેને મળતા નથી. છાણ-મૂત્ર અને વનસ્પતિજ કચરો ભેગાં મળે, તે જ કુદરત તેમનું માટીમાં રૂપાંતર કરવાની પોતાની Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ધરતી માતા સ્વાભાવિક પ્રક્રિયા સહેલાઈથી અમલમાં મૂકી શકે છે. કાંપેસ્ટ ખાતર બનાવવાની રીતમાં એ સિદ્ધાંતને જ સ્વીકાર થયેલા છે. આ ઉપરથી જે અગત્યના સિદ્ધાંત તારવી શકાય છે તે એ છે કે, ઢોર-ઢાંખ અને વનસ્પતિ બંનેનું મિલન મૃત્યુ તેમજ જીવનની પ્રક્રિયા દરમ્યાન યોગ્ય પ્રમાણમાં થતું રહેવું જોઈએ, ઉપરાંત, જમીનને જોઈતું ખાતર પૂરતા પ્રમાણમાં મેળવવા છાણમૂત્ર એટલાં બધાં સર્વત્ર મળી રહેતાં નથી. એટલે તેમની સાથે વનસ્પતિજ કચરો મેળવવાથી પૂરતું ખાતર પણ મળી રહે છે તથા જોઈતા સ્વરૂપે (પૂરેપૂરું માટી થયેલું) પણ. શીટ-કાંપેાસ્ટ આંતર-જમીનમાં ઊંડા ચીરા પડાવવા, તથા છાણ-મૂતરના ઉકરડાને સુધારવો એ બે બાબતો ખાતરના પ્રશ્નના ઉકેલની દિશામાં પ્રથમ પગલાં છે. આ બે પગલાં જમીનને એક ત્રીજી પ્રક્રિયા દ્વારા હ્યૂમસનો પુરવઠો વધારવા શક્તિમાન બનાવે છે. એ ત્રીજી પ્રક્રિયા એટલે શીટકાંપેાસ્ટિંગ. એની પછી સ્વાભાવિક રીતે જ ચેાથું અને છેલ્લું પગલું પણ આવે છે — વાતાવરણમાંથી નાઇટ્રોજનને એકત્રિત કરનારાં જમીનમાંનાં એઝોટોબેકટર જેવાં જંતુઓને ઉત્તેજન આપવું તે. એક વખત જમીનનું ઉપણું પડ ખનિજ દ્રવ્યોના અભિસરણથી અને હ્યૂમસના પુરવઠાથી સુધરી રહે, એટલે પછી જમીન પોતે પોતાની મેળે પેાતાને ખાતર પૂરું પાડવાની શીટ-કૉમ્પાસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવાની સ્થિતિમાં આવી જાય છે. શીટ-કૉમ્પાસ્ટિંગ એટલે જમીનના ઉપલા પડમાં ઘૂમસના આપોઆપ ઉત્પાદનની પ્રક્રિયા. અલબત્ત, એને માટે જોઈતા કાચા માલના પુરવઠાની પ્રથમ જોગવાઈ કરી લેવી પડે છે: જેમકે, (૧) અનાજના પાકની લણણી પછી રહેતા કરચા-ખૂંપરા અને મૂળ જેવા વનસ્પતિ-અવશેષો; (૨) જમીનમાં જ પાછા ખેડી નાખવા માટે વવાતા ઊંડા મૂળવાળા તેમજ બીજા છાડવા;* અને (૩) * temporary leys. Page #120 -------------------------------------------------------------------------- ________________ ખાતરને પ્રશ્ન ૧૦૩ લીલાં ખાતર, જમીન વાસેલ રાખવી હોય ત્યારે વાવવામાં આવતા થોડા સમયમાં તૈયાર થતા છોડવા, નીંદામણ, વગેરે. આ ત્રણ જાતના વનસ્પતિ-જ પદાર્થોમાંથી ઉત્તમ પ્રકારનું સૂમસ તૈયાર કરવા માટે આપણે હંમેશાં પ્રાણીજ-અવશેષો, જેવા કે ઢોર-ઢાંખનાં છાણ-મૂતર કે કમ્પોસ્ટ ખાતર તેમાં ઉમેરી આપવાં જોઈએ. આ ઉરોજક સામગ્રી ઉપરાંત ઑકિસજન, ભેજ અને ગરમી પણ જોઈએ. તેમાંથી ઑકિસજન તે વાતાવરણમાંથી મળે છે; ભેજ જમીનમાંથી, વરસાદમાંથી અને ઝાકળમાંથી મળી રહે છે, અને જોઈતી ગરમી (ઠંડા પ્રદેશમાં પણ ઉનાળાના અંત ભાગમાં કે પાનખરની શરૂઆતમાં જ્યારે જમીન ઠંડી પડવા માંડે ત્યારે શીટ-કૉમ્પાસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં ન આવે તો) આપોઆપ મળી રહે છે. લણણી બાદના ઝૂંપરા-કચા, જમીનમાં ખેડી નાખવા માટે ઉગાડેલા છોડ, લીલાં ખાતર, થોડા સમયમાં તૈયાર થતા વાવેલા છોડ અને નીંદામણ એ બધું જમીનમાં બહુ ઊંડે ન દટાય તો જ શીટકૉમ્પોસ્ટિંગનું ઉત્તમ પરિણામ મળે છે. એટલે એમના ઉપર જમીનને જાડો થર ન થઈ જવો જોઈએ, કારણકે, શીટ-કૉમ્પોસ્ટિંગને હવાનો પુરવઠો વધારે જોઈએ. માટીનું પડ તે અંદર બધો જથ્થો ભેજવાળો રહે એટલા પૂરતું જ ઉપર છાવરવાનું હોય છે. લણણી પછી જમીન સુકાવા માંડે તે પહેલાં આ બધા ઉપર ખેતરની માટી છાવરવાનું શરૂ કરી દેવામાં આવે, તે ભેજને પુરવઠો વધુ પ્રમાણમાં જળવાઈ રહે. જમીન જો પૂરતી સ્વસ્થ હોય, તો શીટ-કૉમ્પોસ્ટ કરેલી જમીન ઉપર થોડા સમયમાં તૈયાર થતા છોડ વાવવાથી બીજી વારનું કૌમ્પોસ્ટિંગ સાધી શકાય છે. એ છોડ ઢોર-ઢાંખને ખાવાના કામમાં આવે અથવા જમીનમાં પાછા ભંડારી દેવાય. આ બધું કરવાને ઉદ્દેશ એટલો જ છે કે, સૂર્યની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકાય તે માટે ઉનાળાના * ૧. catch crops. ૨. ઓગસ્ટથી ઓકટોબર સુધીના ત્રણ મહિના. Page #121 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા પાછાતરા ભાગમાં કે પાનખરમાં જમીનને કાઈ ને કાઈ પાક હેઠળ રાખવી; અથવા જમીનમાં પાછા ખેડી નંખાય એવા ઉગાવા હેઠળ રાખવી. જમીનમાંથી કંઈ ને કંઈ વનસ્પતિ હંમેશ મેળવતા રહેવું જોઈએ અને પછીના વર્ષ માટે તેનું ઘૂમસમાં રૂપાંતર કરવું જોઈએ. આ બધું થયા પછી છેલ્લા મુદ્દો નાઇટ્રોજન એકત્રિત કરવા અંગેના રહે છે. જમીનનાં જે જંતુ વાતાવરણમાંથી આ કામ કરી આપે છે, તેમને ખારાક અને શાક્ત માટે પૂરતા સેંદ્રિય પદાર્થો જોગવવા જોઈએ; એટલું જ નિહ પણ, ઑકિસજન, ભેજ, અને કેલ્શિયમ કાર્બાનેટ જેવા પાયા તેમને મળી રહેવા જોઈએ. જમીનમાં ચાક કે ચૂનાના ભૂકો ભેળવવાથી જે સારો ફાયદો થતા જણાય છે, તે નાઇટ્રોજન એકત્રિત થતા હોવાને કારણે જ થતા લાગે છે. સારી રીતે તૈયાર કરેલા કૉ પાસ્ટના ઢગલામાં એ પ્રક્રિયા થતી હોય છે; તે જ જમીનમાં પણ ચાલુ રહેવી જોઈએ. ૧૦૪ આમ, આંતર-જમીન સુધી ઊંડા ચીરા પડાવવા, જાનવરોનાં મળમૂત્ર અને વનસ્પતિના કચરાના પૂરો ઉપયોગ કરવા, શીટ-કોંપેાસ્ટિંગ, અને નાઇટ્રોજન એકત્રિત કરવા વગેરે કુદરતી સાધનોના ઉપયોગ કરી લેતા પહેલાં રસાયણા પાછળ પૈસા ખર્ચવાના વિચાર પણ ન કરવા જોઈએ. કુદરત-માતા આપણને જે શીખવી રહી છે, તે પદ્ધતિએને જ અનુસરીએ, તે ઘેાડા જ વખતમાં આપણને ખાતરી થશે કે કુદરત પાતે સર્વોત્તમ ખેતી-વૈજ્ઞાનિક છે. શહેરના કચરાના ઉપયાગ મેાટાં શહેરો અને નગરોની આસપાસની ખેતીની જમીના મુખ્યત્વે તેમને જોઈતાં તાજાં શાક-ભાજી, ફળ અને દૂધ માટે ઉપયોગમાં લેવાતી હાય છે. તેથી આ બધી જમીનને સંપૂર્ણ નીરોગી અને ફળદ્રુપ રાખવી જરૂરી છે. એ માટે મોટા પ્રમાણમાં કોસ્ટની જરૂર પડે. પરંતુ શહેરોમાંથી વનસ્પતિના કચરો તથા જાનવરોનાં મળ-મૂત્ર પૂરતા પ્રમાણમાં મળવાનો સંભવ જ હાતા નથી, તે પછી એ કૉ પાસ્ટ-ખાતર કેવી રીતે Page #122 -------------------------------------------------------------------------- ________________ ખાતરને પ્રશ્ન ૧૦૫ મેળવવું? જવાબ એ છે કે, શહેરના પોતાના કચરાને ચૂમસમાં રૂપાંતરિત કરો! જોકે આપણાં શહેરો પોતાનું ખાવાનું ગામડાંમાંથી મેળવે છે, પરંતુ શહેરોને કચરો કે મળ ગ્રામ-પ્રદેશનાં ખેતરોને પાછો મળતો નથી. આમ, શહેર ગ્રામ-પ્રદેશનાં શોષક બની રહ્યાં છે. એ વસ્તુ અટકવી જ જોઈએ. શહેરોને કચરો તથા મળ ખેતરોને પાછો મળવો જ જોઈએ. મ્યુનિસિપાલિટીઓ પોતાનાં શહેરોના કચરામાંથી મોટા પ્રમાણમાં હ્યુમસ યાર કરે, તે જ એ વસ્તુ શકય બને. પોતાના કચરાપેટીના કચરાને ઊંડા ખાડાઓમાં દાટી દેવાને બદલે કે ભઠ્ઠીઓમાં સળગાવી દેવાને બદલે એ બધા કચરાનું ગટરોમાં આવતા મળની મદદથી – મિશ્રણથી –કૉ પોસ્ટમાં રૂપાંતર કરવું જોઈએ. શહેરોની ગટરોમાં આવતા મળને શહેરોના કચરાનું કોપેસ્ટ તૈયાર કરવામાં ઉપયોગ કરવો હેય. તે બે રીતે થઈ શકે (૧) કાં તો ગટરોના મળને સીધો જ કામમાં લેવો, અથવા તેને ગાળી, ઘટ્ટ ભાગને સૂકવી તેને પાવડર તૈયાર કરવો અને બાકી રહેતા પ્રવાહીને કરાઈ નથી ચેપમુક્ત કરવું. જ્યાં ઢોર-ઢાંખનું છાણ પૂરતા પ્રમાણમાં મળી શકે તેમ હેતું નથી, ત્યાં શહેરોના કચરાનું કૉમ્પોસ્ટમાં રૂપાંતર કરવા, ગટરને મળ પૂરું કામ દઈ શકે છે. પાવડરના રૂપમાં મળ તૈયાર કર્યો હોય, તો વનસ્પતિનો કચરો સૂકો હોય તેનું વજન ગણી તેના ૧ ટકા જેટલો પેલો મળનો પાવડર તેની સાથે ભેળવવામાં આવે, તે સરસ કૉપેસ્ટ ઝટ તૈયાર થઈ શકે. શહેરોની નજીકના વાડીઓવાળાને કે બગીચાવાળાઓને પોતાના વનસ્પતિ-જ અવશેષોમાંથી કૉમ્પોસ્ટ તૈયાર કરવું હોય, તો એ પાવડર ઝટ હાથવગો થઈ શકે. ગટરમાંથી મળતે પ્રવાહી મળ પણ સીધો ઉપયોગમાં લઈ શકાય. તે માટે પ્રથમ છીછરા લાંબા ખાડા તૈયાર કરવા જોઈએ જેમાં ગાંસડી ના ઘાસનું કે કચરાપેટીના કચરાનું પડ પાથર્યા પછી તેને પેલા પ્રવાહી મળથી ભીંજવવું જોઈએ. એમ ઉપરાઉપરી ઘાસ-કચરાનાં અને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધરતી માતા પ્રવાહી મળનાં પડથી ખાડો ભરી કાઢવામાં આવે, તે ત્રણ મહિના જેટલા સમયમાં સરસ કૉમ્પોસ્ટ તૈયાર થઈ શકે. માત્ર એ માટે આપણી મ્યુનિસિપાલિટીઓનું આળસ અને જાડય જ થોડું ખંખેરવાની જરૂર છે. દક્ષિણ આફ્રિકામાં તે શહેરોના કચરા અને મળમાંથી કૉમ્પોસ્ટ તૈયાર કરવાની રાષ્ટ્રીય યોજના અમલમાં મૂકવામાં આવી છે. કમ્પોસ્ટ તૈયાર કરવાની ઇંદોર-પદ્ધતિની ટીકા * કાપેસ્ટ તૈયાર કરવા માટે જે પદ્ધતિ મેં અપનાવી છે, અને જેને મેં “ઇદર-પદ્ધતિ” એવું નામ આપ્યું છે, તે મેં મારાં અગાઉનાં બે પુસ્તકોમાં ૧ સવિસ્તર વર્ણવી છે. ટૂંકમાં કહીએ, તે વનસ્પતિજ અને પ્રાણીજ કચરાને દૂર લઈ જઈ, ખાડાઓમાં ભરી કે ઢગલા કરી, તેમાં નિચોવી લીધેલી વાદળી (સ્પંજ) જેટલો ભેજ ઊભો કરી, તેને એક કે બે વાર ઉલટાવવામાં આવે, તો ત્રણ મહિને નાના ગાળા બાદ તેમાંથી ભૂકો થઈ જાય તેવું કૉપસ્ટ ખાતર તૈયાર થાય છે, જે છોડવાને કીમતી પિષણ પૂરું પાડી શકે. કૉપસ્ટ ખાતર તૈયાર કરવાના ઘણા રસ્તા છે; અરે, સેંદ્રિય પદાર્થોના અવશેષો એક જગાએ ઢગલો વળીને સડતા પડી રહે એટલે તરત ઓછુંવત્તાં તેમનું કાઁપેસ્ટ તૈયાર થવા લાગે છે. જે પદાર્થો કે અવશેષોનું કોંપેસ્ટ કરવાનું હોય, તે પદાર્થો અનુસાર જુદી જુદી રીતે ૧. “ધ વેસ્ટ પ્રોડકટ્સ ઓફ એગ્રીકલ્ચર, ઘેર યુટિલાઈઝેશન એઝ ઘમસ, (ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ); અને “ઍન એગ્રીકલ્ચરલ ટેસ્ટામેન્ટ” (ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસ). Page #124 -------------------------------------------------------------------------- ________________ કપોસ્ટ તૈયાર કરવાની ઈર-પદ્ધતિની ટીકા ૧૦૭ અપનાવવામાં આવે છે; પરંતુ બધીનું હાર્દ એક જ છે : અવશેષોના એ ઢગલામાં હવા અને ભેજની મદદથી જંતુઓની પ્રક્રિયા થવા દેવી અથવા શરૂ કરવી. કદી ભૂલતા નહીં કે, જંતુઓ એ કચરામાંથી કોં પેસ્ટ તૈયાર કરે છે, માણસ નહીં ! જંગલોની ધરતી ઉપર કે કૉપસ્ટ માટેના ઢગલામાં પહેલેથી છેલ્લે સુધી એ જંતુઓ જ આપણને કીમતી સૂમસ તૈયાર કરી આપે છે કૉપોસ્ટ તૈયાર કરવાની કળા, એ જંતુઓ વધુમાં વધુ તીવ્રપણે, કાર્યક્ષમતાથી અને ઉતાવળથી પોતાનું કામકાજ કરતાં થાય, તે માટેની પરિસ્થિતિ ઊભી કરવામાં જ રહેલી છે. ઇંદોર-પદ્ધતિથી તૈયાર થતું કેપેસ્ટ બીજી કોઈ પણ પદ્ધતિથી તૈયાર થતા પ્રથમ વર્ગના કૉપસ્ટ જેવું જ હોય છે. તેને માટે કોઈ પેટંટ લેવામાં આવ્યા નથી; તેમજ તેને અંગે કશી ગુપ્તતા જાળવવામાં આવતી નથી. અલબત્ત, બજારમાં તેના અનુકરણમાં ઘણી પેટંટ બનાવટો મૂકવામાં આવી છે, જેમાં ઘણી જાદુઈ મિલાવટો અને કારીગરી દાખલ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે! ઈદોર-પદ્ધતિ હવે ઈલેંડ, વેલ્સ, ઑટલેંડ, ઉત્તર આયર્લેન્ડ, આયર, યુ૦ સ્ટેન્ટ ઑફ અમેરિકા, મેકિસકો, કેનેડા. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, રડેશિયા, ન્યાસાલૅન્ડ, કેન્યા, ટાંગાનિકા, પશ્ચિમ આફ્રિકા, ભારત, શ્રીલંકા, મલયેશિયા, પેલેસ્ટાઈન, વેસ્ટ ઈન્ડિઝ, કોસ્ટારિકા, ગ્વાટેમાલા, ચીલી વગેરે દેશોમાં જાણીતી થઈ છે તથા ઉપયોગમાં લેવામાં આવે છે. આ યાદીમાં એ દેશનાં જ નામ છે, જેમની સાથે લેખકને સીધો પત્રવ્યવહાર થયેલો છે. આ પદ્ધતિની સફળતાની ચાવી તેનાથી જે કૉપસ્ટ તૈયાર થાય છે તેની ગુણવત્તામાં રહેલી છે. કૉપસ્ટ જેટલી ઉચ્ચ કક્ષાની ગુણવત્તા ધરાવતું હોય, તેટલું જ તે પાકને કે તે પાક ખાનારાં ઢોર-ઢાંખ અને માનવ-જાતને રોગોનો સામનો કરવાની તાકાત પૂરી પાડી શકે. માત્ર સેંદ્રિય પદાર્થો અને ઈદોર-કૉ પોસ્ટમાં આભ જમીનનો ફેર છે, એ હમેશ યાદ રાખવું. Page #125 -------------------------------------------------------------------------- ________________ ધરતી માતા અલબત્ત, ઈર-કૉપિસ્ટની સૌથી વધુ કપરી ટીકા સરકારી ખેતીવાડી ખાતાનાં સંશોધન કેન્દ્રો, રાસાયણિક ખાતરોના ઉત્પાદકો અને તેમની સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોએ કરેલી છે. તેમની ટીકાઓને સાર આ પ્રમાણે છે :– (૧) આપણે જમીનમાંથી જે પ્રમાણમાં પાક લેવો હોય છે, તે પ્રમાણમાં જમીન પાસે પૂરતાં પોષક તત્ત્વો હોતાં નથી. સેંદ્રિય ખાતરોમાં અમુક પ્રમાણમાં ખનિજ દ્રવ્યો હોય છે એ વાત ખરી; પરંતુ સેંદ્રિય ખાતરો એકલાં જ વાપરવામાં આવે, તે પાક માટે આવશ્યક હોય તેટલું બધું તે પૂરું પાડી શકતાં નથી. એટલે બહારથી આવશ્યક પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ઉમેરવાં જ જોઈએ. જેમ ઢોર માટે જોઈતું ખાણ ખેતરમાંથી ન મળી રહે તો બહારથી લાવવું પડે છે, તેમ. ઉપરાંત, સેંદ્રિય ખાતરમાં પોષક તત્ત્વો મિશ્ર પ્રમાણમાં મેજૂદ હોઈ, વ્યવહારમાં આવશ્યક એવું ગણતરીબંધ પોષક તત્ત્વ જમીનને પૂરું પાડવાનું નિયંત્રણ શક્ય હોતું નથી. (૨) આપણે રાસાયણિક ખાતરો મારફત જે દ્રવ્યો જમીનમાં ઉમેરીએ છીએ, તે બધી ફળદ્રુપ જમાનામાં સામાન્યપણે મોજુદ હોય છે જ. જમીનમાંનાં પોષક દ્રવ્યો મોટા ભાગે એવી રીતે મિશ્રિત થયેલાં હોય છે કે છોડને તેઓ પહોંચે તેમાં ઘણી વાર લાગે છે, ત્યારે કૃત્રિામ ખાતરો મારફત જમીનમાં ઉમેરાતાં રાસાયણિક દ્રવ્યો સીધાં છોડને જલદી પહોંચી જાય છે, અને એ અગત્યનો મુદ્દો છે. રાસાયણિક ખાતર માટેની આ વકીલાતના ત્રણ હિસ્સા છે : (૧) કુદરત ખનિજ દ્રવ્યો પૂરતા પ્રમાણમાં જોગવી શકતી નથી, તેથી તે દ્રવ્યોની પૂર્તિ બહારથી કરવી જોઈએ; (૨) કુદરત છોડને જોઈતાં પોષક દ્રવ્યો નિશ્ચિત થઈ શકે તે માત્રામાં પૂરી નથી પાડતી, તેથી તેમના ઉપર કશું નિયંત્રણ શકય નથી; અને (૩) કુદરતની પ્રક્રિયા એટલી ધીમી હોય છે કે, આજની જરૂરિયાત તેનાથી પૂરી ન પડી શકે. Page #126 -------------------------------------------------------------------------- ________________ કોપેસ્ટ તૈયાર કરવાની ઈદેર પદ્ધતિની ટીકા ૧૦૯ પણ આ બધો વગાડંબર મુરખ લોકોને વધુ મૂરખ બનાવવા જે ઘાટ છે. “કુદરત પાજી છે” એમ કહેવા કરતાં તે “કુદરત ઉડાઉ છે” એમ કહેવું જોઈએ. એક ઝાડનાં બિયાંમાંથી કોઈ ને કોઈ જમીનમાં પડીને જામે, તે માટે તે કેટલાં બધાં બિયાંને ઉતાર સરજે છે? જોઈએ તે કરતાં કંઈક વધુની જોગવાઈ થાય ત્યાર પછી જ તે પિતાની પ્રક્રિયા અમલમાં મુકે છે. જમીન પાકને જોઈતાં પોષક તત્વો પૂરી પાડતી નથી એ કહેતી વખતે એ તપાસવું જોઈએ કે, એ જમીન મૂળ તો જંગલથી છવાયેલી હતી અને તે વખતે તેની ઉપર અને નીચે ફળદુપતાના ભંડાર ભરેલા હતા. માણસે જંગલો સાફ કરી નાખી, એ જમીનના અફાટ ભંડારોને, પાછું વળતર આપવાના નિયમની અવગણના કર્યા કરીને ચૂસી ખાધા; અને જમીનને કંગાળ, નિર્માલ્ય બનાવી દીધી. ત્યાર પછી તેને એમ કહેવાનું છે હક છે કે, કુદરત “પાજી’ છે, “કંજૂસ’ છે? ઊલટું કુદરત એમ સામો આક્ષેપ કરી શકે છે કે, ભવિષ્યની પેઢીઓનો પણ જેના ઉપર હક છે એવી જમીનની ફળદ્રુપતા વેડફી મારનારા બાળ-હત્યારાઓ, તમને પૃથ્વી ઉપર ટકી રહેવાનો શો હક છે? અને રાસાયણિક ખાતરો જમીનને જોઈતાં પોષક દ્રવ્યો બહારથી ઉમેરી આપે છે, એ દલીલમાં પણ કશું તથ્ય નથી. કારણકે કુદરતી રીતે મળતું ધૂમસ એ છોડ માટે આવશ્યક એવો ખોરાક છે; ત્યારે રાસાયણિક ખાતરો તો ટૉનિક જેવાં ઉત્તેજક દ્રવ્યો છે. તે ખેરાક નથી. છોડને સીધાં એવાં ઉત્તેજક દ્રવ્યો આપીને કુદરતના મૂળભૂત ચક્રને તોડવું એ કેવું ખતરનાક છે, એ તે હજુ જવાની – સાબિત થવાની વાત છે. વરસોવરસ એવાં કૃત્રિમ ઉત્તેજક દ્રવ્યો ઉપર જ નભનારી જમીન છેવટે ક્ષયરોગનો ભોગ બન્યા વિના ન જ રહે. ઉપરાંત, ખોરાક જેવી વસ્તુને જથા કરતાં ગુણવત્તાના ધોરણે કરવી જોઈએ. કૃત્રિમ ખાતરથી તૈયાર થતા પાકને જે પ્રમાણમાં જીવજંતુઓના હુમલામાંથી બચાવવા ઉપરથી ઝેરી છાંટણાં છાંટવાની જરૂર પડે છે, તે ઉપરથી ચેપ્યું Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધરતી માતા જણાઈ આવે છેકે, એ પાક વધુ ને વધુ નિર્માલ્ય થતા જાય છે, અને એ પાક ખાનાર ઢોર-ઢાંખ અને માણસાનું આરોગ્ય પણ એટલે અંશે જોખમાતું જાય છે. જીવનેાપયાગી વસ્તુને જડ જથ્થાના ધેારણે આંકવાની ન હાય; તે વસ્તુ જીવનને કેટલે અંશે સુદૃઢ અને કાર્યક્ષમ બનાવે છે, એ ઉપરથી જ એની કિંમત આંકી શકાય અને આ પુસ્તકનાં આગળનાં પાનામાં એ જ વસ્તુ ઠોકી ઠોકીને કહેવામાં આવી છે. કૃત્રિમ ખાતરોવાળાની બીજી દલીલ એ છે કે, છેડને જોઈતાં પોષક દ્રવ્યા કુદરત નિશ્ચિત થઈ શકે તે માત્રામાં પૂરાં નથી પાડતી. પરંતુ જ્યાં કુદરતને પેાતાના માર્ગ લેવા દેવામાં આવે છે, ત્યાં આવે હિસાબ રાખવાની જરૂર જ નથી પડતી; કારણ કે, કુદરતના ભંડાર ત એવા વિપુલ હોય છે કે, છેાડ જેટલું લઈ શકે તે કરતાં પણ વધુની જોગવાઈ તેની આસપાસ જ તૈયાર હોય છે. આવી બધી માપી – તાળીને પોષક દ્રવ્યો પૂરાં પાડવાની વાત તો માણસે બગાડેલી અને ચૂસી ખાધેલી જમીનને માટે જ છાજે છે. અને કૃત્રિમ ખાતરવાળા પણ કયાં દરેક ખેતરના દરેક ઈંચની તપાસ કરીને ગણતરીબંધ પાષક દ્રવ્યો નક્કી કરી આપે છે? જમીન એ જીવંત વસ્તુ છે, જડ ઢેકું નથી કે જેથી એકાદ જગાએથી લીધેલી માટી ઉપરથી આખા વિસ્તારની તાસીર નક્કી થઈ શકે. શરીરમાં એક જગાએ ફોલ્લા થયા હોય, તે ઉપરથી આખા શરીરને એક ફોલ્લા ન ગણી શકાય એમ ! ખેતરના એક છેડો ધાવાણથી નિર્માલ્ય થઈ ગયા ાય; અને બીજો છેડો પાસેના ઝાડ ઉપરથી ગરતાં પાંદડાં વગેરેથી કે પાસે ઢોર-ઢાંખ ફરતાં રહ્યાં હોવાથી ભરપટ્ટે હ્યૂમસવાળા પણ રહ્યો હાય. અને એ લોકોની ત્રીજી દલીલ તે છેક જ પાયા વગરની છે. જ્યાં આગળ જમીનને યોગ્ય વળતર પાછું વાળી સ્વસ્થ સ્થિતિમાં રાખવામાં આવી હોય છે, ત્યાં પાકના એક વધુ ઉતાર સહેલાઈથી લઈ શકાતા હાય છે. કારણ કે ફળદ્રુપ જમીનમાં છેડ વહેલા ઊછરે છે; અને વહેલા ફળ આપવા લાગે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ કૅપાસ્ટ તૈયાર કરવાની ઇંદ્દાર-પદ્ધતિની ટીકા ૧૧૧ અને આ બધું છતાં ઈંગ્લૅ ́ડની પાર્લામેન્ટમાં લૉર્ડ ટેવિયૉટ અને તેમના ટેકેદારોએ આપેલી ચૅલેજ હજુ ઊભી જ છે. તેમણે પેાતાને પૈસે એક જ જાતની જમીન ઉપર બે મેટાં ખેતરોમાં લાંબા વખત અખતરા કરીને નક્કી કરી જોવા ખેતીખાતાના પ્રધાનને જણાવ્યું હતું કે, કૃત્રિમ ખાતરોવાળું ખેતર સરવાળે વધુ અન્ન આપે છે – વધુ આરોગ્ય બક્ષે છે— વધુ કાર્યક્ષમતા ઊભી કરે છે, કે કાં પેાસ્ટ ખાતરવાળું ખેતર ? જો રાસાયણિક ખાતરોવાળા વૈજ્ઞાનિકો અને સંશોધકોને પેાતાની શેાધ બાબત પૂરી ખાતરી હતી, તેા તેમણે આ ચૅલે જ સ્વીકારી લેવી જોઈતી - હતી. સર આલ્બર્ટ હાવર્ડ અંતે એક પડકારરૂપ નિવેદન પોતાના પુસ્તકમાં કરે છે, તે ખાસ નોંધપાત્ર છે 66 ૧૯૪૦ સુધીમાં તે હું એવા નિર્ણય ઉપર આવી ગયો છું કે, ખેતી અને માનવજાત ઉપર આવી પડેલી અનેક કારમી આફતોમાં એક સૌથી વધુ કારમી આફ્ત, કૃત્રિમ ખાતરોથી જમીનને ધીમું ઝેર દઈ નિષ્પ્રાણ કરી નાખવામાં આવે છે, એ છે.” ――――――― [સમાસ] Page #129 -------------------------------------------------------------------------- ________________ પરિવારની શિક્ષાપત્રીઓ ૦,૭૫ ૨.૦૦ વિચારમાળા સંપા કમુબહેન પુત્ર છોપટેલ [‘સત્યાગ્રહની સુંદર વિચારકલિકાઓનો સંગ્રહ.] ચિંતામણિમાળા સંપા. કમુબહેન પુત્ર છો. પટેલ [‘નવજીવન’ માસિકનાં વિચાર-પુ. સચિત્ર.]. અમરવેલ સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ [દેશદેશનાં ડાહ્યા સ્ત્રી-પુરુષનાં વિચાર-મૌક્તિકે.] આત્મ-શેધનમાળા સંપા, કમુબહેન પુત્ર છે. પટેલ - [આત્મસંશોધનને લક્ષમાં રાખીને ચૂંટેલાં સુભાષિતે.] પારસમણિ સંપા. કમુબહેન પુત્ર છો. પટેલ [‘શિક્ષણ અને સાહિત્ય' માસિકમાંથી ચૂંટેલાં સુભાષિતો અને સુવાક્યો.]. અવળ-વાણું સંપા. કમુબહેન પુત્ર છે. પટેલ [ચાબખા, કોરડા અને કડવી-વાણી જેવાં સુવાક્યો.] વિચાર-મણિમાળ સંપા. કમુબહેન પુત્ર છે. પટેલ [‘સત્યાગ્રહ’ની વિચારકલિકાઓનો આગળને સંગ્રહ] મેતીમાળ સંપા. ભગવાનદાસ મોતીવાળા [પ્રેરક વિચાર-કલિકાઓ.] મનિકા સંપા. વિજયશંકર મંત્ર ભટ્ટ [સંપાદકે વાંચેલાં અનેક પુસ્તકોના સારરૂપ મૂળ ફકરા.] પ્રાપ્તિસ્થાન વર્ડ કલાસિક મ્યુઝિયમ એડવાન્સ સિનેમા સામે, ભદ્ર, અમદાવાદ-૧ ફોન : ૩૯૪૩૪૨; ૪૪૬૫૭૮ ૨.૦ ૦ ૨.૦૦ ૨૦૦ ૩.૦૦ Page #130 -------------------------------------------------------------------------- ________________ કલા હરિ લી