________________
જમીનના રોગો ચડવા જેવી પ્રક્રિયા શરૂ થાય છે અને સફરવાળો હાઇડ્રોજન પેદા થાય છે, જેથી જમીન મરતી જાય છે. એ જમીન ઉપર ખારનું પડ બંધાય છે અથવા કિરમજી– કાળો રંગ છવાવા લાગે છે. જોબા ખારમાં સલ્ફટ અને સોડિયમ કલોરાઈડ હોય છે અને કિરમજી-કાળા રંગવાળા પડમાં વધારામાં સોડિયમ કાર્બોનેટ હોય છે; તે જમીનમાંના સેંદ્રિય પદાર્થો સાથે મિશ્રિત થઈ જમીનમાં પાણી ચુસાતું બંધ કરી દે છે તથા હવાની હરફર પણ રોકી દે છે
સિદ્ધાંતમાં તે ખાર-જમીનને પાછી ફળદ્રપ કરવાનો ઉપાય સહેલો છે. જમીનમાં પહેલાં જિપ્સમ (ચિરોડી) ભેળવવી – જેથી સોડિયમ માટી કૅશિયમ માટીમાં રૂપાંતરિત થઈ જશે. પછી પાણીમાં ભળી જનારા ખારોને જમીન ઉપર પાણી ફેરવી ધોઈ કાઢવા; અને સેંદ્રિય ખાતરો જમીનમાં ઉમેરવાં. પરંતુ વ્યવહારમાં ઘણી જગાએ એ જમીનને પાછી ફળકપ કરવી એ ખર્ચ અને મહેનતના પ્રમાણમાં ખોટનો ધંધો થઈ પડે છે. એક વખત ફળક૫ થયા પછી પણ તેની ફળદ્રુપતા જાળવી રાખવી મુશ્કેલ હોય છે.
પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલી કલ્યાના એસ્ટેટમાં ખાર-જમીનને નવ-સાધ્ય કરવાનો એક પ્રયોગ આ પ્રમાણે કરવામાં આવ્યો છે :- પ્રથમ જમીનની સપાટી ઉપરના ખારો ઉસરડી લેવામાં આવ્યા પછી જમીનને ખેડીને તેમાં “ધૂપ’ ઘાસ (Cynodon dactylon, Pers. ) વાવવામાં આવ્યું. પછી તેના ઉપર બે વરસ સુધી ઘેટાં અને ઢોર ચરવા દેવામાં આવ્યાં. પછી એ ઘાસ હળ વડે જમીનમાં ઉલટાવી દેવામાં આવ્યું; તથા મે અને જૂન મહિના સુધી એ જમીન તપવા દેવામાં આવી. એ જમીનમાં પછી લીલા ખાતરનો પાક ઉગાડવામાં આવ્યો. ત્યાર બાદ બેએક વખત તેમાં ઘઉં વાવવામાં આવ્યા અને પછી કપાસ પણ.
આ પદ્ધતિમાં સંભાળ એ વાતની રાખવાની હોય છે કે, જમીન ઉપર બાર દેખા દે કે, તરત તેને ઉસરડી લેવો; અને ઘાસના પાક