________________
૧૪૦૦ કરોડ રૂપિયાનું જરઝવેરાત, ૯૦૦ કરોડનું કાપડ તથા તૈયાર કપડાં, ૩૮૫ કરોડનું લોખંડ; ૪૯૩ કરોડનાં યંત્રો; ૩૬૨ કરોડની ખનિજ ધાતુઓ; ૩૭૩ કરોડનાં ચામડાં કે ચામડાંની બનાવેલી ચીજો; ૨૭૭ કરોડનાં દવા-દારૂ, ૩૨૭ કરોડની માછલી; ૫૦૧ કરોડની ચા; ૧૮૩ કરોડની કૉફી, ૧૫૦ કરોડની તમાકુ ૧૬૪ કરોડનું શણ; ૩૦૦ કરોડના શેતરંજી – ગાલીચા ઇ૦.
આજનું અર્થશાસ્ત્ર પરદેશ સાથેના વેપારને તથા લેવડ–દેવડના વ્યવહારને દૂષિત નથી માનતું; એટલું જ નહિ પણ, આવશ્યક તથા પ્રગતિના કાંટાને આગળ ધપાવનારું ગણે છે. પણ જેટલા પૂરતો એ બાબતમાં સ્વદેશીના દ્વિમુખીર સિદ્ધાંતને ભંગ થાય છે, તેટલા પૂરત દેશને માટે બોજો–ભય–ખતરો પણ ઊભો થાય છે. કારણ કે, સંપત્તિને પોતાના ભેગનવલાસનું સાધન બનાવો એટલે દેશના કે પરદેશના તેમાં ભાગ પડાવવા ઇચ્છનારાએ પણ ઊભા થાય જ.
આ “સ્વદેશી'ની વાત બરાબર સમજવા માટે મા અને બાળકના સંબંધનો દાખલો જુએ. માના ધાવણ ઉપર બાળકને ધાવીને મોટા થવા પૂરત હક જરૂર છે. માતાના સ્તનમાં ધાવણ કુદરતે એ માટે જ મૂક્યું છે. પરંતુ માનાં સંતાને એ ધાવણ કે તેનું માખણ બનાવી બીજાને વેચી પૈસા કમાવા જાય, તો તે માતૃદ્રોહ કર્યો કહેવાય કે નહિ?
તેમ જ ધરતી પણ આપણી માતા છે. આપણા જૂના રાષ્ટ્રગીતમાં આપણા દેશની ધરતીને જ માતા ગણીને વંદન કરવામાં આવ્યું છે.
૧. આમાંથી કાચા હીરા પરદેશથી મંગાવ્યા હોય તેની કિમત બાદ કરવી જોઈએ. આપણે તો કાચા હીરા ઉપર પહેલ-પાસા પાડીને જે મજુરી કરીએ અને નફો કરીએ તેટલા જ આપણું.
૨. દ્વિમુખી – પહેલું સુખ તે દેશની વસ્તુઓ જ વાપરવી; અને બીજું મુખે દેશની ચીજ જરૂરિયાત પૂરતી જ વાપરવી, પણ કમાણી કરવા પરદેશ વેચવા ન કાઢવી તે.
૩. વંદ્દે માતરમ્ !