________________
આપણી ધરતીમાતાની સંપત્તિને આપણા જીવનના ધારણ-પોષણ પૂરતી વાપરવાને આપણને હક છે. તેને પરદેશને વેચી, કમાણી કરીને, ભોગવિલાસ વધારવાને આપણને કશો હક નથી. એ તે આપણી ભવિષ્યની પેઢીઓની આપણે કરેલી ચોરી કે લૂંટ જ કહેવાય. અમેરિકાના મૂળ વતની – રેડ ઇંડિયન – તો અનાજ પકવવા ધરતીને ખેડવામાં પણ પાપ માનતા. ધરતી ઉપર આપમેળે જે વનસ્પતિ ઊગે તેની પેદાશથી જ જીવવું જોઈએ, એવું તે માનતા. માતાની છાતી ચીરીને – ખેડીને – પાક ઉગાડવો અને ખાવ એ તેમને માન્ય નહોતું.
આપણા દેશમાં પ્રાચીન કાળમાં ધરતી ખેડીને ઉગાડેલું રૂ કાંતીવણીને લેકે કપડાં બનાવતા. એ કળા તેઓએ પૂરેપૂરી હસ્તગત કરી હતી એમ જ કહેવાય. પણ એ કાપડ પરદેશને વેચીને, સોનું કમાઈને, ભોગ-વિલાસમાં રાચવાનું તેમણે શરૂ કર્યું, કે તરત ધાડપાડુ પરદેશીઓનાં આક્રમણ શરૂ થયાં અને સદીઓ સુધી આપણે દેશ પરદેશીઓને ગુલામ બની રહ્યો. છેવટે ગાંધીજીએ આવીને તેને “સ્વદેશી” વ્રતના માર્ગ ઉપર ફરીથી લીધો અને તેને ગુલામીમાંથી મુક્ત કરાવ્યો.
પરંતુ, ગાંધીજી પોતાની પાછળ જેને “વારસદાર ઠરાવી ગયા, તે પંડિત જવાહરલાલ નેહરુએ આવતાં વેંત એ “સ્વદેશી 'ના સિદ્ધાંતને તરત ઉથાપી દીધો અને પરદેશી દેવું – પરદેશી યંત્રવિજ્ઞાન – અને પરદેશી ભેગેટવર્યના માર્ગ ઉપર દેશને લીધે. “સ્વદેશી વ્રતનાં બંને પાસાં તેમણે ભૂંસી નાખ્યાં. પરિણામે દેશ આજે ભ્રષ્ટાચાર – સ્વાર્થપરાયણતા – બેઈમાની અને ભોગસુખની જે હીન કક્ષાએ પહોંચ્યો છે, તે તો બધાની નજર સમક્ષની જ હકીકત છે.
૧. એ વનસ્પતિ ચરીને ઊછરનારાં પ્રાણીઓને શિકાર કરવામાં બાધ નહોતા માનતા.
૨. પરદેશી ભાષા, પરદેશી દારૂ, લગ્નજીવનમાં સંયમને બદલે (સંતતિ-નિરોધ વડે) બેફામ સ્વછંદ, સંપત્તિમાત્ર તરફ ટ્રસ્ટીપણુની ભાવનાને ત્યાગ ૪૦.