________________
૪$
ધરતી માતા
ફળ-શાક ઉપર હુમલા કરવા લાગેલાં પરોપજીવી (પૅરેસાઈટ) જંતુ, ફ્રાન્સમાં દ્રાક્ષના વેલાઓ ઉપરથી ફૂગને દૂર રાખવા વપરાતાં લીલાં અને ભૂરાં તાંબાના દ્રાવણનાં છાંટણાં, જંતુનાશક છાંટણાં તૈયાર કરનારી અને વેચનારી નવી નવી કંપનીઓના વસ્તી-વધારો, ઢારદાક્તરોની ચામેર ઊભી થયેલી અને વધતી જતી માગ, ઢોરોમાં કૃત્રિમ રીતે વીર્યદાનથી ઊભી કરવામાં આવતી ઓલાદથી સારાં ઢાર વંધ્ય અને રોગી બની જવાના વધતા જતા બુમાટો...
આ યાદી હજુ લંબાવી શકાય. ખેડૂત જુદા જુદા રોગોના હુમલાથી ગભરાઈ રહ્યો છે. જો ખેતી-વિજ્ઞાનની કામગીરીથી આ પરિણામ જ આવવાનું હોય, તો માણસે સવેળા ચેતી જવું ઘટે. ખેતી-વિજ્ઞાને ધરતીના આરોગ્યને હણીને માનવજાતના અને પ્રાણીમાત્રના આરોગ્યને કેવા ખતરો ઊભા કર્યો છે, એ તરફ સૌ કોઈનુ ધ્યાન ખેંચવા માટે જ હવે પછીનાં પ્રકરણા સર આલ્બર્ટ હાવર્ડ રોકે છે.