________________
કુદરતની કિતાબ બની જાય તે હદ સુધી વર્તમાન પેઢીને હાથે દુરુપયોગ થવા દે છે, તેમના જેવી ગુનેગાર સરકારી બીજી કોઈ ન હોઈ શકે. તેઓને ગુનો માનવજાત સામે ગુને છે. કારણકે, તેઓ માનવજાતની માતા ધરતી પ્રત્યે વ્યભિચાર– અત્યાચાર આચરનારા આતતાયીઓ છે.
કુદરતની કિતાબ
સર આલ્બર્ટ હાવર્ડ કૃષિશાસ્ત્ર અંગે કુદરતમાં પ્રવર્તતા યણ'ના મહાનિયમ પ્રત્યે સૌ કોઈનું સૌથી પ્રથમ ધ્યાન ખેંચે છે. અંગ્રેજીમાં તે નિયમને “ગ્રેટ લૉ ઑફ રિટર્ન' કહે છે.
યજ્ઞ” ની વ્યાખ્યા કરતાં ગીતામાં જણાવ્યું છેઃ “પ્રજાપતિએ પ્રજાને ઉત્પન્ન કરી છે, પણ યજ્ઞની સાથે જ.
“એ યજ્ઞ દ્વારા જ તેઓ વૃદ્ધિ અને ઈચ્છિત ફળ પામી શકે, એ તેમને સાથે સાથે આદેશ અપાયો છે.
““યજ્ઞ દ્વારા કુદરતની શક્તિઓ – દેવને – પોષે, અને એ દેવો તમને પિ’-એમ એકબીજાને પોષીને કલ્યાણ પામવું, એનું નામ યજ્ઞ!
“યજ્ઞ વડે સંતૃપ્ત થયેલી કુદરતી શક્તિઓ તમને ઈચ્છિત ભગપદાર્થ આપશે. પણ તેમણે આપેલું ભોગ્ય, યોગ્ય વળતર આપ્યા વિના ભગવનારો મહા શેર છે!”
સર આલ્બર્ટ હાવર્ડ કહે છે કે, કુદરત મોટામાં મોટે ખેડૂત છે; તે પિતાની ખેતી કેવી રીતે ચલાવે છે તે નિહાળીએ, તે જણાશે કે, એ પિતાની ખેતીમાં વળતરના મહાનિયમને – યજ્ઞના મહાનિયમને ભારોભાર અનુસરે છે.