________________
ધરતી માતા સર આલ્બર્ટ હાવર્ડને આક્ષેપ છે કે, આધુનિક કૃષિ-વિજ્ઞાનમાં અને તેના ભણતરમાં કુદરતના આ મહા-નિયમના જ સદંતર ઉપેક્ષા કરવામાં આવે છે.
૧. વિવિધતા અને સાતત્ય આ પૃથ્વી ઉપરના જીવનનાં મુખ્ય બે લક્ષણ વરતાય છે: વિવિધતા, અને સાતત્ય. વનસ્પતિ-સૃષ્ટિ જુઓ: ત્યાં કેટલું બધું વૈવિધ્ય છે?
પરંતુ નરી આંખે દેખાય તેટલું વૈવિધ્ય જોતાં થાકે તે પહેલાં સૂક્ષ્મદર્શકથી દેખાતું વૈવિધ્ય તપાસ, તે વળી વધુ ગજબની અવનવી અફાટ સૃષ્ટિ નજડે પડશે. બંધિયાર પાણી ઉપરની લીલી સેવાળને જ તપાસ: તે તે ફૂલ વગરના અનંત છોડવાઓ છે! ભૂરા-લીલા, અને લીલા, તથા પ્રારંભિક કક્ષાના જીવોથી નિરંતર ખદબદતા.
પરંતુ અફાટ વિવિધતાની અંદર થઈને પ્રવર્તત સાતત્યને મહાનિયમ પારખવા માટે વિશેષ સૂક્ષ્મ દૃષ્ટિ જોઈશે. એ મહાનિયમ ચક્રાકારે કામ કરતા હોય છે. એ ચક્ર એટલે જન્મ, વૃદ્ધિ, પરિપકવતા, મોત અને માટી થવું તે
પૂર્વ તરફના એક ધર્મમાં તે આ ચકને “જીવનચકુ’ નામે ઓળખાવવામાં આવ્યું છે. આ ચકનાં પરિવર્તન કદી થોભતાં નથી તથા સંપૂર્ણ હોય છે: મોત હંમેશાં જીવન ઉપર છાઈ જાય છે, અને જીવન પાછું મોત અને માટીમાંથી ઊભું થાય છે!
આપણે જીવંત પ્રાણીઓ હોવાથી આપણું લક્ષ હંમેશાં વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયાઓ તરફ વિશેષ કેન્દ્રિત થાય છે; મોત અને માટી થવા તરફ તેટલું નહિ. પરંતુ પુખ્ત બુદ્ધિશાળી પ્રાણી તરીકે આપણ
૧. આપણી ભાષાઓમાં તેને માટે “પંચત્વ પામવું', “પાંચ તો æાં પડી જવાં', શરીરનાં “પાંચ તત્વે વિશ્વનાં પાંચ તત્ત્વમાં ભળી જવાં' એવા પ્રોગ રૂઢ છે. અહીં માત્ર માટીમાં ભળી જવું એવું એક જ ઘટક લીધું છે.