________________
કુદરતની કિતાબ માણસોએ, વિશ્વમાં એ જીવન-ચક્રની વધુ ગુપ્ત રહેતી મોત અને માટી થવાની બાજુની અગત્ય સમજવાની કોશિશ કરવી જ જોઈએ. એ બાબતમાં આપણી સામાન્ય કેળવણી અત્યંત ખામીભરેલી રહી છે; અને એનું મુખ્ય કારણ કંઈક અંશે વૈજ્ઞાનિકોએ આપેલી ખોટી દોરવણી છે. વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિને અભ્યાસ કરતી વિદ્યાશાખાઓ – “બૉટની” અને “ઝો ઑલજિ' – માત્ર જન્મ અને વૃદ્ધિના અભ્યાસ પૂરતી જ મર્યાદિત રહી છે; પરંતુ વિશ્વના તે એકમે મરી જાય છે ત્યારે તેમનું શું થાય છે કે, તેમના અવશેષોની આજુબાજુની પરિરિથતિ ઉપર શી અસર પડે છે, તથા તે કેવી રીતે નવી વનસ્પતિ અને પ્રાણી-સુષ્ટિનો આધાર બને છે, તેના ઉપર જરા પણ લક્ષ અપાયું નથી; કે બહુ ઉપરછલ્લું લક્ષ અપાયું છે.
પરંતુ જીવનના પ્રાગટય માટે જે પૂર્વ તૈયારીને ગાળો હોય છે. તે જન્મ અને તે પછીના વિકાસના ગાળા કરતાં ઓછો પ્રગટરૂપે ચાલતો હોવા છતાં, તેની અગત્ય ઓછી નથી.
વિકાસ અને ક્ષયની બંને પ્રક્રિયાઓને કુદરત હંમેશ અને અચૂક સમતોલ જ રાખ્યા કરે છે. અને આ સમતોલપણું તે જાળવી રાખતી હોવાથી જ તેને પડકારી ન શકાય તેવું સાતત્ય પ્રાપ્ત થાય છે.
૨. લીલું પાન અનેખું યંત્ર! આ પૃથ્વી ઉપર જીવન કેવી રીતે શરૂ થાય છે?
આપણ એ પ્રશ્નને માત્ર એટલો જ જવાબ આપી શકીએ કે, જીવનચક ચાલુ રાખવામાં મુખ્ય ઘટક સૂર્યનો પ્રકાશ છે. કારણ કે સૂર્યને પ્રકાશ જ શક્તિ (“ઍન') નું મૂળ છે. તે શક્તિ ઝીલીને તેને વનસ્પતિસૃષ્ટિ તથા પ્રાણીનુષ્ટિને ઉપયોગમાં આવે તેવી કરનાર સાધન લીલું પાન છે.
છોડવાઓ પોતાને ખેરાક બહારથી માત્ર ભેગો કરે છે, એટલું જ નહિ પણ, તેઓ તેને ખાતા પહેલાં ખાવાલાયક પણ બનાવે છે. આ બાબતમાં જાનવરો અને મનુષ્યો કરતાં તેઓ જુદા પડે છે. કારણ