________________
ધરતી માતા
કે જાનવરો અને માણસા સૂર્યમાંથી મળતી શક્તિ સીધી ખાઈ શકતાં નથી. તે તે શક્તિ પેાતાનાથી ખાઈ શકાય તેવા ખારાક રૂપે તૈયાર મળે તો જ ખાઈ જાણે છે; નહીં તો ભૂખે મરી જાય ! ત્યારે છેાડવા તે સૂર્યની શક્તિમાંથી પેાતાને જોઈએ તે રૂપે ખારાક તૈયાર કરવાનું કારખાનું ચલાવે છે. લીલા પાનમાં રહેલું કલૉરફિલ સૂર્યમાંથી શક્તિ પકડનારું તથા જુદાં જુદાં સ્થાનાએથી જોઇતા બીજો કાચા માલ મેળવીને તેમાંથી પાતાને જોઈતા રૂપે ખારાક તૈયાર કરનારું યંત્ર છે.
જેમકે, હવામાંથી તે કાર્બન-ડાયોકસાઈડ (૨ ભાગ ઑકિસજન અને ૧ ભાગ કાર્બન) ચૂસે છે; પછી વાતાવરણમાંથી મેળવેલા વધુ ઑકિસજન તેમ જ જમીન અને તેમાં પચેલા પાણીમાંથી મળતા બીજા સેન્દ્રિય કે નિરિન્દ્રિય પદાર્થો સાથે તેનું મિશ્રણ કરે છે. આમ આ બધા કાચા માલમાંથી પેાતાને જોઈએ તે રૂપે ખોરાક એ તૈયાર કરી લે છે– અર્થાત્ તે બધાનું કાર્બોહાઈડ્રેટ, પ્રોટિન અને ચરબી જેવા સેન્દ્રિય પદાર્થોમાં રૂપાંતર કરે છે. છેાડવાના કલેવરની અંદર એ બધા સેન્દ્રિય પદાર્થો ઉપરાંત ૯૦ ટકા જેટલું પાણી તથા રાસાયણિક ક્ષારોના નાના જથા હોય છે
-
કલૉરફિલની બૅટરી જેવું લીલું પાન તેથી કરીને જીવનનું સાતત્ય સાધનાર યંત્ર છે. એ કાર્યક્ષમ રહે એ વસ્તુ તેથી કરીને ખાસ અગત્યની છે. કારણકે, મનુષ્ય સહિત બધાં પ્રાણીઓ લીલી વનસ્પતિ ખાઈને જ જીવે છે: સીધે સીધી જ, કે તે વનસ્પતિ ખાઈને બનેલાં બીજાં પ્રાણી
નાં શરીરો દ્વારા. વનસ્પતિ સિવાય આપણું પાણ મેળવવાનું બીજું કોઈ સાધન નથી. સૂર્યપ્રકાશ વિના અને તેમાંથી મળતી શક્તિને આત્મસાત્ કરવાની પૃથ્વી ઉપર છાઈ રહેલી લીલી શેતરંજીમાં રહેલી કરામત વિના, આપણા બધા ઉદ્યોગા, ધંધા, અને મિલકતા ઘેાડા જ વખતમાં ઠપ થઈ જાયાં અર્થાત્ આ પૃથ્વીગ્રહ ઉપરના બધા જ વ્યવહાર, આ લીલી શેતરંજીનેા માનવજાત કેવા ઉપયોગ કરે છે, તેના ઉપર આધારિત