________________
કુદરતની કિતાબ
૧૧
છે. બીજા શબ્દોમાં કહીએ તે એ શેતરંજી જેટલી કાર્યક્ષમ રહે, તેટલા જ આપણે પ્રાણવાન રહી શકીએ !
પરંતુ લીલું પાન પાતે એક જ એ બધું કામ કરે છે એમ નથી. જમીનની અંદર છાનું દટાયેલું રહેતું મૂળ પણ છેાડની જીવનપ્રક્રિયામાં મોટો ભાગ ભજવે છે. કલૉફિલ ધરાવતા લીલા પાનનું કામ જો છેડને જોઈતા ખારાક તૈયાર કરી આપવાનું છે, તેા મૂળનું કામ પાણી તેમજ બીજા જોઈતા કાચા માલના મોટો ભાગ તેને મેળવી આપવાનું છે. જમીનમાંથી મૂળ દ્વારા મેળવાયેલા કાચા માલ છેાડમાં અભિસરણ કરતા રસ દ્વારા પાંદડાંને પહોંચાડવામાં આવે છે. મૂળ ઉપરના તાંતણા અથવા વાળ, દૂર દૂર ફેલાઈને, જમીનના દરેક કણની આસપાસ અને વચ્ચે પથરાયેલી રહેતી પાણીની પાતળી છારીમાં મિશ્રિત થયેલા પદાર્થો છેાડમાં અભિસ્તૃત થતા રસમાં પહોંચાડે છે. એ છારીમાં મુખ્યત્વે કાર્બન ડાયોકસાઇડ અને ઑકિસજન જેવા ગૅસા, તથા નાઈટ્રેટ, પોટેશિયમ અને ફૉસ્ફરસનાં મિશ્રણા જેવા બીજા પદાર્થો ભળેલા હાય છે. એ બધા પદાર્થો સેન્દ્રિય દ્રવ્યાના કે જમીનનાં ખનિજ દ્રવ્યોના ભંગારમાંથી આવેલા હાય છે.
સેન્દ્રિય દ્રવ્યોનું સતત નિરિન્દ્રિય દ્રવ્યોમાં રૂપાંતર થતું રહે છે: તે ખનિજ દ્રવ્યમાં પરિણામ પામે છે. જેમ કે, નાઈટ્રેટ ક્ષારોમાં, મૂળના તાંતણાઓ અથવા વાળનું કામ આ પદાર્થોને જમીનમાંની છારીમાંથી ચૂસી છેાડમાં અભિસરણ કરતા રસમાં પહોંચાડવાનું હોય છે. એ રસમાં આવેલા એ પદાર્થોનું, પાન રૂપી કારખાનામાં પહોંચી, ખોરાકમાં પુન: રૂપાંતર થાય છે. અને આમ જીવન-પ્રક્રિયા ચાલુ રહે છે. જમીન બરાબર ફળદ્રુપ હાય, તે તેની છારીમાં આ બધા ક્ષારો પુષ્કળ પ્રમાણમાં ભળેલા હોય છે.
૩. સજીવ ધરતી
ધરતી અથવા જમીન ખરેખર તા સજીવ પ્રાણીઓથી ખચાખચ ભરેલી હોય છે. ધરતીને મૃત ઢેકું માનવું એના જેવી ભૂલ બીજી કોઈ